Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-14
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અન્ન એકવીસા
(21 Golden Rules for Healthy Food) 
1. વય, અવસ્થા અને પ્રકૃતિને અનુસરી આહાર પસંદ કરીએ
2. સંતુલિત આહાર લઇએ. વિવિધતા આહારને પૂર્ણ બનાવે છે
3. ભૂખ લાગે ત્યારે જમીએ, થોડું ઓછું જમીએ 
4. શાંતિથી ખૂબ ચાવીચાવીને જમીએ
5. જમ્યા બાદ પેટના 1/3 ભાગમાં ખોરાક, 1/3 ભાગમાં પાણી અને 1/3 ભાગમાં હવા હોવી પાચનક્રિયા માટે આદર્શ ગણાય 
6. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમય જમવા માટે આદર્શ છે
7. રાત્રે મોડું જમવાનું થાય તો થોડું અને હળવું જમીએ
8. રોજિંદા ભોજનમાં અનાજ (ઘઉં, ચોખા કે બાજરી), કઠોળ અને શાકભાજી તેમજ દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરીએ
9. ઋતુ અનુસાર મળતાં તાજાં ફળો અને શાકભાજી ક્યારેય ન ચૂકીએ
10. પાણી પોતે ઉત્તમ આહાર છે. દર કલાકે એક પ્યાલો પાણી કે છાશ અથવા જ્યુસ અવશ્ય લઇએ. સવારે ઊઠ્યા પછી એક પ્યાલો હૂંફાળું પાણી અનેક રોગોની મફત દવા છે!  
11. અતિશય તીખા, ખારા, ખાટા, ખારા કે કડવા અને અતિ ગરમ કે અતિ ઠંડા આહાર ત્યાગીએ
12.  માંસ, શરાબ, અપક્વ (કાચા), રાતના વાસી, દૂર્ગંધયુક્ત આહાર ટાળીએ
13. શાકભાજી અને ફળોને ધોઇને અને અનાજને સાફ કરીને ઉપયોગમાં લઇએ
14. વાસણો અને રસોડાની સફાઇ અને પવિત્રતા જાળવીએ
15. પવિત્ર તન-મન સાથે પ્રાર્થના ગણગણતાં પ્રસન્ન ચિત્તે રસોઇ કરીએ. 
16. રસોઇના સુગંધ, સ્વાદ અને દેખાવ મનને આકર્ષે છે. જે ભોજનને સ્વિકાર્ય (Palatable) અને સુપાચ્ય (Digestible) બનાવે છે.   
17. જમતાં પહેલાં અન્ન ઉગાડનારથી શરુ કરી રસોઇ કરનાર સહુનું ઋણ સ્વિકારીએ. 
18. ભોજનને પરમાત્મભાવે પ્રણામ કરીએ. ભોજનની ક્યારેય નિંદા ન કરીએ
19. સપરિવાર પ્રેમ અને આનંદથી જમીએ, રસોઇ કરનારની પ્રશંસા જરૂર કરીએ
20. ભોજન કે પેયજળનો બગાડ મહાપાપ છે, તે ક્યારેય ન કરીએ
21. નિયમિત અન્નદાન કરીએ, અતિથિને ભાવથી નિમંત્રી સાથે જમીએ 

સ્વસ્થ રહેવા કેવો આહાર લેવો જોઇએ?

  • પ્રકાશન તારીખ27 Jul 2018
  •  

તમે માનશો? ગીતામાં બહુ જ વૈજ્ઞાનિક ઢબે અને વિગતવાર આહારદર્શન થયું છે. ગીતાકારે ભોજન-આરામ-વ્યાયામ માટે ‘સમ્યક્’ મંત્ર આપ્યો છે (૬/૧૭). સમ્યક્ એટલે યોગ્ય પ્રમાણમાં અથવા માપસર. બહુ ખાવું કે સાવ ન ખાવું, બહુ શ્રમ કરવો કે સાવ શ્રમ ન કરવો તેવા અંતિમ છેડાથી બચવાનો બોધ આપ્યો છે. શરીરની આવશ્યકતા સમજીને જેટલું જરુરી હોય તેટલા આહાર, આરામ અને વ્યાયામ કરવા જોઇએ.

ગીતાકાર આહારના સાત્ત્વિક, રાજસી અને તામસી ત્રણ પ્રકારોને વર્ણવે છે (૧૭/૮-૧૦). આયુષ્ય, સત્ત્વ, બળ અને સુખ વધારે એવો આહાર સાત્ત્વિક છે. સાત્ત્વિક આહારનાં ચાર લક્ષણો છે; રસ્યા:, સ્નિગ્ધા:, સ્થિરા: અને હૃદ્યા:.

સમ્યક્ એટલે યોગ્ય પ્રમાણમાં અથવા માપસર. બહુ ખાવું કે સાવ ન ખાવું, બહુ શ્રમ કરવો કે સાવ શ્રમ ન કરવો તેવા અંતિમ છેડાથી બચવાનો બોધ આપ્યો છે. શરીરની આવશ્યકતા સમજીને જેટલું જરુરી હોય તેટલા આહાર, આરામ અને વ્યાયામ કરવા જોઇએ.

રસ્યા: એટલે રસયુક્ત. જે શરીરના મૂળભૂત તંત્રોને તાકાત આપે એ રસ. શાકભાજી, વિવિધ ઋતુફળો, આમળાં, દૂધ, મધ વગેરે રસીલા આહારો છે. ખોરાકમાં નિયમિતપણે પાંદડાંવાળાં શાકભાજી અને ફળો લેવાં જરુરી છે. તેમાં પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ અને ખનીજ દ્રવ્યો મળી રહે છે. આયુર્વેદમાં ગળોસત્ત્વને ઉત્તમોત્તમ રસાયણ કહ્યું છે. તે શરીરમાં ચેતનતત્ત્વ વધારે છે. શરીરના વાઇટલ ફંક્શનને મદદ કરે છે. ભોજનને સ્વાદિષ્ટ અને પ્રીતિયુક્ત બનાવવામાં ‘રસ’નું ખાસ યોગદાન છે.

જેના દર્શનથી મન પ્રસન્ન થાય તે ઉત્તમ આહાર!
સ્નિગ્ધા: એટલે ચીકાશયુક્ત. ઘી અને તેલ જેવા ચીકાશયુક્ત પદાર્થો ઊર્જાનો સંગ્રહિત સ્રોત છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ચરબીમાં દ્રાવ્ય વિટામીનો મળી રહે છે. ઘી અને વનસ્પતિજન્ય તેલ બન્નેનો સપ્રમાણ ઉપયોગ કરવો જોઇએ. ગાયનું ઘી ઉત્તમ સ્નિગ્ધાહાર છે. અખરોટ, બદામ, પિસ્તા અને કાજુ જેવા સુકા મેવા પણ પૌષ્ટિક ફેટ પૂરા પાડે છે. તેલીબિયાં દ્વારા અલગ અલગ પ્રકારના ફેટ મળે છે. જેમ વધુ વેરાઇટી તેમ વધુ સારું સંતુલન.

કેલરી કૉન્શિયસ બનો પણ ફેટને સાવ ન અવગણો!
સ્થિરા: એટલે જે જલ્દી બગડે નહીં અથવા તો ધીરે ધીરે પચે તેવા આહાર. જેમાં ચરબી અને પ્રૉટીનયુક્ત આહારનો સમાવેશ કરી શકાય. પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને અનસખડી અને સખડી એમ બે પ્રકારનાં નૈવેદ્ય ધરાવાય છે. અનસખડી એટલે લાડુ, ગાંઠિયા, સેવ જેવા બગડે નહીં તેવા આહાર. સખડી એટલે રોટલી, દાળ, ભાત, શાક જેવા તાજા આહાર. સ્થિર આહારમાં વધુ કેલરી અને પૌષ્ટિકતા હોય છે. રોજિંદા ભોજનમાં સખડી અને અનસખડી બન્નેનો સમન્વય કરવો જોઇએ.

હૃદ્યા: એટલે જે હૃદયને નુકશાન ન કરે પણ પુષ્ટ કરે તેવા આહાર. જે આહાર લોહીને પાતળું કરે તે હૃદયને ફાયદો કરે. વધુ પડતા ફેટ અને ખાસ કરીને ટ્રાન્સફેટ અને લૉ ડેન્સીટી ફેટી એસીડ યુક્ત તેલ હૃદયને નુકશાનકારક છે.

કેટલું, ક્યારે અને કઇ રીતે જમવું તે પણ અગત્યનું છે. ઉંમર, લિંગ, વ્યવસાય, અવસ્થા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આહારનું પ્રમાણ અને અન્નની પસંદગી કરવી જોઇએ.

આમ રસ્યા:, સ્નિગ્ધા:, સ્થિરા: અને હૃદ્યા: ચારેય પ્રકારના લક્ષણો ધરાવતો આહાર સાત્ત્વિક છે.
રાજસી કે તામસી આહારને આરોગ્યની દૃષ્ટિએ નબળા ગણ્યા છે. અતિશય કડવા, ખાટા કે ખારા અને અતિ ગરમ કે લુખ્ખા ખોરાકને રાજસી આહાર કહ્યો છે. જે દુ:ખ, શોક અને માંદગી આપે છે. રાતના વાસી, જેનો રસ ઊડી ગયેલ હોય, દુર્ગંધિત, પ્રદૂષિત કે એંઠા આહારને તામસી કહ્યો છે.

સાત્ત્વિક આહાર આવકાર્ય છે અને રાજસી કે તામસી આહાર વર્જ્ય છે.
કેટલું, ક્યારે અને કઇ રીતે જમવું તે પણ અગત્યનું છે. ઉંમર, લિંગ, વ્યવસાય, અવસ્થા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આહારનું પ્રમાણ અને અન્નની પસંદગી કરવી જોઇએ. એટલે કોઇ સર્વ સામાન્ય નિયમ ન ઘડી શકાય. સારાંશ, શરીરના જતન, વૃદ્ધિ અને આરોગ્ય માટે જરુરી હોય તે લેવું જોઇએ. વ્યાયામ, આરામ અને મનોરંજન પણ ભોજન જેટલા અગત્યનાં છે.
ત્રણ સ્વાસ્થ્ય મંત્રો: રમો, જમો અને વિરમો!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

અન્ન એકવીસા
(21 Golden Rules for Healthy Food) 
1. વય, અવસ્થા અને પ્રકૃતિને અનુસરી આહાર પસંદ કરીએ
2. સંતુલિત આહાર લઇએ. વિવિધતા આહારને પૂર્ણ બનાવે છે
3. ભૂખ લાગે ત્યારે જમીએ, થોડું ઓછું જમીએ 
4. શાંતિથી ખૂબ ચાવીચાવીને જમીએ
5. જમ્યા બાદ પેટના 1/3 ભાગમાં ખોરાક, 1/3 ભાગમાં પાણી અને 1/3 ભાગમાં હવા હોવી પાચનક્રિયા માટે આદર્શ ગણાય 
6. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમય જમવા માટે આદર્શ છે
7. રાત્રે મોડું જમવાનું થાય તો થોડું અને હળવું જમીએ
8. રોજિંદા ભોજનમાં અનાજ (ઘઉં, ચોખા કે બાજરી), કઠોળ અને શાકભાજી તેમજ દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરીએ
9. ઋતુ અનુસાર મળતાં તાજાં ફળો અને શાકભાજી ક્યારેય ન ચૂકીએ
10. પાણી પોતે ઉત્તમ આહાર છે. દર કલાકે એક પ્યાલો પાણી કે છાશ અથવા જ્યુસ અવશ્ય લઇએ. સવારે ઊઠ્યા પછી એક પ્યાલો હૂંફાળું પાણી અનેક રોગોની મફત દવા છે!  
11. અતિશય તીખા, ખારા, ખાટા, ખારા કે કડવા અને અતિ ગરમ કે અતિ ઠંડા આહાર ત્યાગીએ
12.  માંસ, શરાબ, અપક્વ (કાચા), રાતના વાસી, દૂર્ગંધયુક્ત આહાર ટાળીએ
13. શાકભાજી અને ફળોને ધોઇને અને અનાજને સાફ કરીને ઉપયોગમાં લઇએ
14. વાસણો અને રસોડાની સફાઇ અને પવિત્રતા જાળવીએ
15. પવિત્ર તન-મન સાથે પ્રાર્થના ગણગણતાં પ્રસન્ન ચિત્તે રસોઇ કરીએ. 
16. રસોઇના સુગંધ, સ્વાદ અને દેખાવ મનને આકર્ષે છે. જે ભોજનને સ્વિકાર્ય (Palatable) અને સુપાચ્ય (Digestible) બનાવે છે.   
17. જમતાં પહેલાં અન્ન ઉગાડનારથી શરુ કરી રસોઇ કરનાર સહુનું ઋણ સ્વિકારીએ. 
18. ભોજનને પરમાત્મભાવે પ્રણામ કરીએ. ભોજનની ક્યારેય નિંદા ન કરીએ
19. સપરિવાર પ્રેમ અને આનંદથી જમીએ, રસોઇ કરનારની પ્રશંસા જરૂર કરીએ
20. ભોજન કે પેયજળનો બગાડ મહાપાપ છે, તે ક્યારેય ન કરીએ
21. નિયમિત અન્નદાન કરીએ, અતિથિને ભાવથી નિમંત્રી સાથે જમીએ 

પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP