Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-13
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવન અને વર્ણાશ્રમ વ્યવસ્થા
- આ ઉંમરે મારો શો કર્તવ્ય ધર્મ છે? તેનું પ્રામાણિક રીતે ચિંતન કરું 
- મારે આજે જે કરવાનું છે, તેનો પૂરો આનંદ લઉં 
- જે તે કર્તવ્યનો યોગ્ય સમય વિતી ગયે તેનાથી હું કાયમ માટે વંચિત રહી જઇશ 
- મારા સાથીઓનાં મારા તરફનાં યોગદાનનું ઋણ સ્વિકારું અને વખત આવ્યે સવાયું કરીને વાળું!  

પારિવારિક જીવન અને વર્ણાશ્રમ વ્યવસ્થા
- પરિવારની સુખાકારી માટે દરેક વ્યક્તિ મહત્ત્વની છે
- દરેક વ્યક્તિના કામની કદર કરીએ; સમભાવથી સૌનો આદર કરીએ 
- એકબીજાની સેવા અને સહકાર દ્વારા ઘરને પોતીકું સ્વર્ગ બનાવીએ  
- મોતીડાં વિંધાઇને એક દોરે સાથે બંધાય ત્યારે માળા બની ગળે પહેરાય છે1 

વ્યવસાયી જીવન અને વર્ણાશ્રમ દર્શન
- તમારા સાથીઓના ગુણકર્મનો અભ્યાસ કરો 
- જે તે વિશેષ ગુણકર્મ લાયકાત અનુસાર કામની વહેંચણી કરો 
- જો કે દરેક સાથીને સમાન આદર આપો, દરેક કામની કદર કરો 
- એક પ્રયોગ યાદ રાખો. ધારો કે કોઇ એક વજનદાર વ્હીલ છે, જેને ઓછામાં ઓછા દસ વ્યક્તિ સાથે ધક્કો મારે ત્યારે તે દોડતું થાય છે. વિચાર કરો કે તેમાંથી કોઇ એક વ્યક્તિ ઓછી થાય ત્યારે વ્હીલ ફરતું બંધ થાય છે. 
- આમ તમારા દરેક સાથી દસેય વ્યક્તિ જેટલા અગત્યના છે!   

ગીતામાં સમાજ વ્યવસ્થાનો શો સંદર્ભ છે?

  • પ્રકાશન તારીખ26 Jul 2018
  •  

સમાજશાસ્ત્રીઓ કહે છે કે માણસે જ્યારથી શિકાર છોડી કૃષિ અને પશુપાલન તરફ આર્થિક વિકાસ કર્યો ત્યારથી જૂથમાં રહેતો થયો હશે. નેતૃત્વ અને કામગીરીની વહેંચણીની જરૂરિયાતને લીધે આર્થિક-સામાજિક વર્ગો ઉભા થયા હશે. વિશ્વમાં દરેક સભ્યતામાં કોઇને કોઇ પ્રકારની વર્ગવ્યવસ્થા હતી. જે સમય-સંજોગો સાથે બદલાતી રહી છે.


પ્રાચીન ભારતની સામાજિક-આર્થિક વ્યવસ્થાનો પાયો વર્ણાશ્રમ હતો. વર્ણાશ્રમમાં બે શબ્દો છે, વર્ણ અને આશ્રમ. વર્ણ એટલે વર્ગ અને આશ્રમ એટલે જીવનના જુદા જુદા તબક્કાઓ. વર્ણાશ્રમ વ્યવસ્થા અંગે ગીતા શું કહે છે? તે જાણવું રસપ્રદ બની રહેશે.

નેતૃત્વ અને કામગીરીની વહેંચણીની જરૂરિયાતને લીધે આર્થિક-સામાજિક વર્ગો ઉભા થયા હશે. વિશ્વમાં દરેક સભ્યતામાં કોઇને કોઇ પ્રકારની વર્ગવ્યવસ્થા હતી. જે સમય-સંજોગો સાથે બદલાતી રહી છે.

વર્ણ વ્યવસ્થા અનુસાર સમાજને ચાર વર્ગમાં વહેંચવામાં આવ્યો છે; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ગીતાકાર કહે છે, “ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણ કર્મ વિભાગશ:” એટલે કે વર્ણ વ્યવસ્થા ગુણ અને કર્મ આધારિત છે (૪/૧૩). ગીતાકારે જન્મ આધારિત વ્યવસ્થાનો છેદ ઉડાડ્યો છે. જો કે એ નોંધ લેવી રહી કે મધ્યયુગમાં આ વ્યવસ્થા જડ પ્રણાલી બની. તેના ઓઠા હેઠળ ભેદભાવ અને અન્યાય પણ થયા. સમાજની એકાત્મતા પર અવળી અસર થઇ.


ગીતાકારે ચારેય વર્ણના ગુણો અને સ્વાભાવિક કર્મોનું વર્ણન કર્યું છે. શાંતિ, સંયમ, તપ, પવિત્રતા, ઋજુતા, જ્ઞાન-વિજ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણના ગુણકર્મો છે. ક્ષત્રિયમાં શૌર્ય, તેજસ્વિતા, ધીરજ, દક્ષતા, યુદ્ધમાં નીડરતા, દાનીપણું અને શાસનવૃત્તિ સહજ છે. એ જ રીતે કૃષિ, ગોપાલન અને વાણિજ્ય એ વૈશ્યના અને પરિચર્યાત્મક કર્મો શુદ્રના સ્વાભાવિક કર્મો છે (૧૮/૪૧-૪૫). જો કે કોઇ વર્ણ કે તેના કામને એકબીજાથી ચઢીયાતા કે ઉતરતા ન ગણી શકાય. ઊલ્ટું ગીતાકાર સ્પષ્ટ કરે છે કે પોતાના સ્વાભાવિક કર્મને સારી રીતે નિભાવીને સિદ્ધિને વરી શકાય (૧૮/૪૫-૪૬).


દરેક વ્યક્તિમાં ઓછેવત્તે અંશે ચારેય ગુણધર્મો હોઇ શકે. જ્યારે તે ભણતી હોય ત્યારે બ્રાહ્મણ, અનિષ્ટ સામે લડતી હોય ત્યારે ક્ષત્રિય, કમાતી હોય ત્યારે વૈશ્ય અને સેવા કરતી હોય ત્યારે શુદ્રનો ધર્મ નિભાવે છે. માનવશરીરમાં પણ ચારેય ગુણધર્મો જોઇ શકાય. અંત:કરણ બ્રહ્મધર્મ, હૃદય ક્ષાત્રધર્મ, મગજ વૈશ્ય ધર્મ અને હાથ-પગ શુદ્રધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. અસ્તિત્વ માટે આ બધા અંગો આવશ્યક છે!


એવું પણ કહી શકાય કે જે શારીરિક આનંદથી જીવે એ શુદ્ર, જે સ્વાર્થયુક્ત માનસિક આનંદથી જીવે એ વૈશ્ય, જે ત્યાગ અને બલિદાનના ભાવાત્મક આનંદથી જીવે એ ક્ષત્રિય અને જે જ્ઞાન-વિજ્ઞાનના સાત્ત્વિક આનંદથી જીવે એ બ્રાહ્મણ. સમાજમાં જુદી જુદી વ્યક્તિમાં ચારેય ગુણ ઓછેવત્તે અંશે જોવા મળે. આ વૈવિધ્ય સમાજજીવનને ધબકતું રાખે છે.


આખો માનવસમાજ પરસ્પર લેણદેણના સિદ્ધાંત પર કામ કરે છે. કોઇ તમારા માટે અન્ન પકવે છે, કોઇ તમારા ઘર સુધી પાણી પહોંચાડે છે, કોઇ તમારા વસ્ત્ર માટે કપાસ ઉગાડે છે તો કોઇ વળી તમને ઑફીસ સુધી પહોંચાડે છે. આમાંની એકપણ સેવા વગર તમને પાલવે ખરું?
વિચાર કરો કે રોજીંદા જીવનમાં આપણે કેટકેટલું બીજા ભાઇ-બહેનો પાસેથી લઇએ છીએ! તેની સામે કેટલું અને કેવું આપીએ છીએ? માત્ર રૂપિયાથી આ બધી સેવાનો બદલો વાળી શકાય એવું માનવું મૂર્ખતા છે. વળી આપણા જીવનમાં સુખસગવડ ભરી દેનાર સાથીને ઉતરતા ગણવા અથવા તેમને દુ:ખી કરવા એ તો મહાપાપ છે.

આખો માનવસમાજ પરસ્પર લેણદેણના સિદ્ધાંત પર કામ કરે છે. કોઇ તમારા માટે અન્ન પકવે છે, કોઇ તમારા ઘર સુધી પાણી પહોંચાડે છે, કોઇ તમારા વસ્ત્ર માટે કપાસ ઉગાડે છે તો કોઇ વળી તમને ઑફીસ સુધી પહોંચાડે છે.

આશ્રમ વ્યવસ્થા માનવજીવનના જુદાજુદા તબક્કાઓને દર્શાવે છે. માણસના જીવનને સો વરસનું ગણી પચીસ પચીસ વર્ષના ચાર આશ્રમો દર્શાવ્યા છે; બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. જેમાં અનુક્રમે ચાર પ્રકારની પ્રવૃત્તિ કરવાનો આદર્શ છે; અધ્યયનવૃત્તિ, આનંદવૃત્તિ, પરમાર્થવૃત્તિ અને પરમાત્મવૃત્તિ.


આ ચાર પ્રકારનાં કર્તવ્ય છે. 1. વનવગડામાં ગુરુના આશ્રમમાં રહીને શારીરિક માનસિક કષ્ટો સહીને અભ્યાસ કરવો 2. આર્થિક રીતે પગભર થયા બાદ લગ્ન કરી કુટુંબ અને સમાજજીવનનો આનંદ ઉઠાવવો 3. ઢળતી ઉંમરે આર્થિક પ્રવૃત્તિ છોડી નિ:સ્વાર્થ સેવા દ્વારા સામાજિક ઋણ ચૂકવવું 4. છેલ્લે તમામ રીતે નિવૃત્ત થઇ એકાંતમાં આત્મચિંતન કરવું અને તે રીતે જીવનો મોક્ષ કરવો.


આશ્રમ વ્યવસ્થા દ્વારા માણસ જીવનમાં પૂર્ણતા અને સાર્થકતાને પામવાનો પ્રયાસ કરે છે. શરીરશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્રના વૈજ્ઞાનિક સંયોજનથી આટલી સુંદર વ્યવસ્થા નિપજાવનાર ઋષિને વંદન!


વર્તન અને ગુણ માણસની કક્ષા નક્કી કરે, નહીં કે ત્વચાનો રંગ કે જન્મ!
જેમ શરીરની સુખાકારી માટે દરેક અંગ આવશ્યક છે, તેમ સમાજમાં દરેક વ્યક્તિ અગત્યની છે!
holisticwisdm21c@gmail.com

સ્વ-અર્થ

અંગત જીવન અને વર્ણાશ્રમ વ્યવસ્થા
- આ ઉંમરે મારો શો કર્તવ્ય ધર્મ છે? તેનું પ્રામાણિક રીતે ચિંતન કરું 
- મારે આજે જે કરવાનું છે, તેનો પૂરો આનંદ લઉં 
- જે તે કર્તવ્યનો યોગ્ય સમય વિતી ગયે તેનાથી હું કાયમ માટે વંચિત રહી જઇશ 
- મારા સાથીઓનાં મારા તરફનાં યોગદાનનું ઋણ સ્વિકારું અને વખત આવ્યે સવાયું કરીને વાળું!  

પરિવાર-સાર

પારિવારિક જીવન અને વર્ણાશ્રમ વ્યવસ્થા
- પરિવારની સુખાકારી માટે દરેક વ્યક્તિ મહત્ત્વની છે
- દરેક વ્યક્તિના કામની કદર કરીએ; સમભાવથી સૌનો આદર કરીએ 
- એકબીજાની સેવા અને સહકાર દ્વારા ઘરને પોતીકું સ્વર્ગ બનાવીએ  
- મોતીડાં વિંધાઇને એક દોરે સાથે બંધાય ત્યારે માળા બની ગળે પહેરાય છે1 

મેનેજમેન્ટ-મર્મ

વ્યવસાયી જીવન અને વર્ણાશ્રમ દર્શન
- તમારા સાથીઓના ગુણકર્મનો અભ્યાસ કરો 
- જે તે વિશેષ ગુણકર્મ લાયકાત અનુસાર કામની વહેંચણી કરો 
- જો કે દરેક સાથીને સમાન આદર આપો, દરેક કામની કદર કરો 
- એક પ્રયોગ યાદ રાખો. ધારો કે કોઇ એક વજનદાર વ્હીલ છે, જેને ઓછામાં ઓછા દસ વ્યક્તિ સાથે ધક્કો મારે ત્યારે તે દોડતું થાય છે. વિચાર કરો કે તેમાંથી કોઇ એક વ્યક્તિ ઓછી થાય ત્યારે વ્હીલ ફરતું બંધ થાય છે. 
- આમ તમારા દરેક સાથી દસેય વ્યક્તિ જેટલા અગત્યના છે!   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP