Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-11
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

કર્મયોગ અને અંગત જીવન
- મારા માટે સારું શું છે? મને શું ગમે છે? આ બન્ને પ્રશ્નોનો ઉત્તર સરખો છે? 
- જો ‘હા’  તો કોઇ શંકા વગર કામે લાગી જાઓ
- જો ‘ના’ તો જે સારું છે, તે જ કરો. થોડા વખત પછી ગમવા માંડશે
- આપેલા સંજોગોમાં મારે શું કરવાનું છે? તેના પર ધ્યાન રાખું, બીજા લોકોની ચિંતા છોડું! 
- મારી ક્ષમતા અને મારી મર્યાદા વિષે હું કેટલું જાણું છું? 
- મારી મર્યાદા વિષે મારા સાથીઓ મને મુક્ત રીતે કહી શકે છે? 

કર્મયોગ અને પારિવારિક જીવન
- અહમ્ (હું) થી વયમ્ (આપણે): પારિવારિક સુખની આનંદયાત્રાના બે અંતિમ છેડા 
- સદ્ભાવ, પ્રેમ અને સેવા ત્રણ સ્વર્ગનાં દ્વાર  
- ઇર્ષ્યા, મોહ અને અભિમાન ત્રણ નરકનાં દ્વાર 
- સહુ પોતપોતાની ફરજ અદા કરે
- વડીલો કામ અને ફળની ન્યાયી અને સમાન વહેંચણી કરે
- યુવા પરિવારની સુખાકારી માટે સખત પરિશ્રમ કરે 

કર્મયોગ અને વ્યવસાયિક જીવન
- જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય = 3 Ds: DIRECTION, DEPLOYMENT & DEDICATION 
- સમગ્ર (Holistic vision)  અને સ્વસ્થ (Healthy environment) લક્ષ્ય સેવો  
- અનુભવ અને ક્ષમતા અનુસાર જવાબદારીની વહેંચણી 
- સફળતાના ત્રિમંત્ર: વિવાદને બદલે સંવાદ, સ્પર્ધાને બદલે સમન્વય, સંઘર્ષને બદલે સહયોગ
- ફળની વહેંચણીમાં સમાનતા (Equality) સંભવ નથી પણ સમત્વ (Equanimity) તો છે જ ! કોઇ અતિ પ્રસન્ન અને કોઇ અતિ નારાજ ન થાય તેની કાળજી રાખો

કર્મયોગ એટલે શું? જ્ઞાન-કર્મ-ભક્તિ મૉડેલની વ્યવહારુ ઉપયોગિતા છે?

  • પ્રકાશન તારીખ24 Jul 2018
  •  

ગીતાને કર્મયોગશાસ્ત્ર પણ કહે છે. ગીતા સમન્વયયોગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. આમ તો જીવનમાં સફળ થવું હોય તો સમન્વયધર્મી બનવું જરુરી છે.

સમન્વય એટલે શું? તમે જ્યારે રસોઇ કરો ત્યારે દાળમાં મીઠું, હિંગ, હળદર, મરચું અને અન્ય મસાલા, પાણી વગેરે સ્વાદ-પસંદ અનુસાર જુદાજુદા પ્રમાણમાં અને અલગ અલગ સમયે નાખો છો. જેનાથી દાળ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ થયું સમન્વય શબ્દનું સરળ ઉદાહરણ.
જીવનમાં પણ આપણે સફળ થવા અનેક જાતની વસ્તુઓનો સમન્વય કરતા રહીએ છીએ; જેમ કે, વાસ્તવિકતા અને આદર્શો વચ્ચે સમન્વય; સાધ્ય અને સાધન વચ્ચેનો સમન્વય; પોતાનાં-પારકાં; રાગ-દ્વેષ; સુખ-દુ:ખ; લાભ-હાનિ અને સફળતા-નિષ્ફળતા જેવાં અનેક જોડકાં વચ્ચે સંતુલન સાધવાનો યજ્ઞ એટલે આપણું જીવન. જુદીજુદી વ્યક્તિમાં પણ ક્ષમતાઓ-મર્યાદાઓ અને સદ્ગુણો-દુર્ગુણોનો સમન્વય થયો જ હોય છે.

પોતાનાં-પારકાં; રાગ-દ્વેષ; સુખ-દુ:ખ; લાભ-હાનિ અને સફળતા-નિષ્ફળતા જેવાં અનેક જોડકાં વચ્ચે સંતુલન સાધવાનો યજ્ઞ એટલે આપણું જીવન

ગીતા એ વ્યવહારુ જીવનદર્શન છે. એથી તેનું સમન્વયકારી હોવું સ્વાભાવિક છે. ગીતાને જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વયયોગ કહે છે.

વિચાર કરીએ એટલે સૌ પહેલાં બે પ્રશ્નો આવે, શું? અને શું નહીં? આ જ્ઞાનનાં કાર્યક્ષેત્રો છે. જ્ઞાન એટલે જાણકારી અને વિવેક. શું છે અથવા શું નથી તે જાણકારી. શું સારું છે અને શું ખરાબ છે તેની સમજણ એટલે વિવેક. આ બન્નેનો સરવાળો એટલે જ્ઞાન!

જ્ઞાનથી દૃષ્ટિ વિકસે. એકવાર વિઝન અથવા દૃષ્ટિ સ્પષ્ટ થઇ જાય તે પછી જ કર્મનો મારગ ખૂલે. જ્ઞાન વિનાનું કર્મ અંધારામાં લીધેલા નિશાન બરાબર છે. ગીતાકાર જ્ઞાનને અગ્નિ સમાન પવિત્ર ગણે છે. જેમ અગ્નિમાં તપીને ધાતુ શુદ્ધ થાય તેમ જ્ઞાનમાં તપીને માણસની વૃત્તિઓ અને કર્મો શુદ્ધ થાય. તે પછી સફળતા અને યશ બન્ને મળે. સારાંશ, સમજણ વિના ન શુદ્ધિ, ન બુદ્ધિ કે ન રિદ્ધિસિદ્ધિ!

કોણ? કઇ રીતે? ક્યારે? ક્યાં આ બધા કર્મના વિષયો છે. પૂરી લગન, જોશ અને નિષ્ઠાથી યોગ્ય દિશામાં અને પૂરતા સંસાધનો સાથે કામે લાગવું એ કર્મયોગ. ગીતાકાર કર્મયોગમાં અનાસક્તિ અને એકનિષ્ઠા બે શરતો મૂકે છે. અનાસક્તિ એટલે હાર-જીત, જશ-અપજશ, સફળતા-નિષ્ફળતા જેવા જોડકાં અંગે બેફિકરાઇ. મારા કાબુમાં શું છે? માત્ર કામ કરવાનું મારા હાથમાં છે. જે પરિબળો મારા હાથમાં નથી તેની ચિંતા કરવાથી તો સમય વેડફાય, ધ્યાનભંગ થાય અને સંકલ્પબળ નબળું પડે.

ગીતા “વ્યવસાયાત્મિકા બુદ્ધિ”ની (Professional Intelligence!) વાત કરે છે. જે કામ હાથમાં લીધું હોય તેનું પૂરેપૂરું કૌશલ્ય કેળવીએ. તે પછી કોઇ શંકા વગર કામે લાગી જઇએ. આ થયું અનાસક્ત કર્મ.

શા માટે અથવા કોના માટે? એ ભક્તિયોગનાં કાર્યક્ષેત્રો છે. આમ તો આ પ્રશ્નો કામ હાથમાં લેતાં પહેલાં વિચારવાનાં છે. કામ પુરું થય પછી તો તે ખૂબ અગત્યનાં બની જાય છે. તે કામના ફળની વહેંચણીનો વિષય છે.

કર્મ કરીએ એટલે ફળ ઉદ્ભવે. આ ફળ કોનું? ઇશોપનિષદમાં કહે છે, તેન ત્યક્તેન ભુંજીથા:”, ત્યાગીને ભોગવી જાણો. થોડી અટપટી વાત છે. જો ત્યાગીએ તો ભોગવી કેમ શકાય? ઋષિ એવું કહેવા માગે છે કે તારી પાસે જે કંઇ છે, તે પ્રભુનો પ્રસાદ છે. વધુમાં વધુ સાથીઓ સાથે વહેંચીને તેને ભોગવ.

કર્મ કરીએ એટલે ફળ ઉદ્ભવે. આ ફળ કોનું? ઇશોપનિષદમાં કહે છે, તેન ત્યક્તેન ભુંજીથા:”, ત્યાગીને ભોગવી જાણો

કામ કરવા માટેના બે અભિગમ હોઇ શકે. કર્મણિ અભિગમ એટલે “મારાથી થાય છે” તેવો નિમિત્ત ભાવ. તેનાથી ઉલ્ટો એટલે કર્તરી અભિગમ, “હું કરું છું”, “આ બધું મારું છે” વગેરે. ગીતાકાર કહે છે, “કર્મણિ એવ અધિકારસ્તે મા ફલેષુ”. ગીતાના કર્મણિ અભિગમ પાછળ ઉંડું મનોવિજ્ઞાન છે. સ્વાર્થ અને મોહ અહંકારના સંતાનો છે; જે અંતે માણસને લોભ, ઇર્ષ્યા, વેર-ઝેર જેવી તામસી વૃત્તિ તરફ વાળી જાય.

જે નિમિત્ત ભાવે કામ કરે છે, તે સફળતાને સહજ રીતે પચાવી શકે અને નિષ્ફળતાને પણ ખેલદિલીથી સહી શકે. એકોમોડેટિવ અથવા ઉદાર અભિગમ નિષ્ઠાવાન સાથીઓને તમારી તરફ ખેંચી લાવે. ટીમને મજબૂત બનાવે. સફળતાની ગેરન્ટી આપે!

દિશા અંગે પુખ્ત સમજ + કર્મ સાથે પૂરી નિષ્ઠા + કર્મફળનો પરમાર્થે સદુપયોગ = કર્મયોગ!
KNOWLEDGE + ACTION + DEDICATION = SUCCESS
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

કર્મયોગ અને અંગત જીવન
- મારા માટે સારું શું છે? મને શું ગમે છે? આ બન્ને પ્રશ્નોનો ઉત્તર સરખો છે? 
- જો ‘હા’  તો કોઇ શંકા વગર કામે લાગી જાઓ
- જો ‘ના’ તો જે સારું છે, તે જ કરો. થોડા વખત પછી ગમવા માંડશે
- આપેલા સંજોગોમાં મારે શું કરવાનું છે? તેના પર ધ્યાન રાખું, બીજા લોકોની ચિંતા છોડું! 
- મારી ક્ષમતા અને મારી મર્યાદા વિષે હું કેટલું જાણું છું? 
- મારી મર્યાદા વિષે મારા સાથીઓ મને મુક્ત રીતે કહી શકે છે? 

પરિવાર-સાર

કર્મયોગ અને પારિવારિક જીવન
- અહમ્ (હું) થી વયમ્ (આપણે): પારિવારિક સુખની આનંદયાત્રાના બે અંતિમ છેડા 
- સદ્ભાવ, પ્રેમ અને સેવા ત્રણ સ્વર્ગનાં દ્વાર  
- ઇર્ષ્યા, મોહ અને અભિમાન ત્રણ નરકનાં દ્વાર 
- સહુ પોતપોતાની ફરજ અદા કરે
- વડીલો કામ અને ફળની ન્યાયી અને સમાન વહેંચણી કરે
- યુવા પરિવારની સુખાકારી માટે સખત પરિશ્રમ કરે 

મેનેજમેન્ટ-મર્મ

કર્મયોગ અને વ્યવસાયિક જીવન
- જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય = 3 Ds: DIRECTION, DEPLOYMENT & DEDICATION 
- સમગ્ર (Holistic vision)  અને સ્વસ્થ (Healthy environment) લક્ષ્ય સેવો  
- અનુભવ અને ક્ષમતા અનુસાર જવાબદારીની વહેંચણી 
- સફળતાના ત્રિમંત્ર: વિવાદને બદલે સંવાદ, સ્પર્ધાને બદલે સમન્વય, સંઘર્ષને બદલે સહયોગ
- ફળની વહેંચણીમાં સમાનતા (Equality) સંભવ નથી પણ સમત્વ (Equanimity) તો છે જ ! કોઇ અતિ પ્રસન્ન અને કોઇ અતિ નારાજ ન થાય તેની કાળજી રાખો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP