Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-10
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ભક્તિનો અંગત જીવનમાં સંદર્ભ
- સેલ્ફ ઑડિટ કરું - હું કેવો ભક્ત છું? આર્ત કે અર્થાર્થી કે પછી જિજ્ઞાસુ કે જ્ઞાની?
- પરમાત્માને પ્રિય એવો જ્ઞાની ભક્ત બનું! 
- મારી જાતને પ્રેમ કરું! પ્રભુને પ્રેમ કરું! પરમાત્માની બધી રચનાને પ્રેમ કરું!  
- હું જે માંગીશ તે પ્રભુ આપશે. તો પછી એવું શા માટે ન માંગું જે અમૂલ્ય હોય! 
- મારા પોતાના પ્રયત્નોથી જે મેળવી શકું, તે શા માટે ‘બીજા’ પાસે માંગું? 
- ભલે તે ‘બીજી’ વ્યક્તિ ભગવાન પણ કેમ ન હોય?

ભક્તિનો પારિવારિક સંદર્ભ
- માતાપિતા કે ગુરુજનની સેવાસુશ્રુષા એ ઉત્તમ ભક્તિ  
- સ્વજનને દુ:ખ કે અસુવિધા પહોંચે તેવો કર્મકાંડ ભક્તિ નથી, દંભ છે
- પરિવારમાં સહુ કોઇને સાથે રાખીને થતી પ્રભુભક્તિ આદર્શ છે 
- રોજ સાંજે પરિવારની પાંચ મિનિટની સમૂહ પ્રાર્થના કલાકોના વ્યક્તિગત મેડીટેશન કરતાં ઉત્તમ છે 

ભક્તિનો વ્યવહારુ સંદર્ભ
- જે કામ કરો ત્યાં પૂરા સમર્પિત થાઓ! 
- તમારા સાથીઓને ખરો પરિચય કરો 
- કોણ આર્ત છે, કોણ અર્થાર્થી છે, કોણ જિજ્ઞાસુ છે અને કોણ જ્ઞાની છે?
- પ્રામાણિક અને નિષ્ઠાવંત સાથીને મહત્ત્વની જવાબદારી સોંપો અને તેમનો આદર કરો (એવું બને કે તેમનો સ્વભાવ અને વ્યવહાર તમને બહુ ગમતા ન હોય!)  
- આળસુ અને કામચોર સાથીઓને મહત્ત્વની જવાબદારીથી દૂર રાખો (એવું બને કે તેઓ તમારી ખૂબ પ્રસંશા કરતા હશે અને તમારી ખૂબ નજીક હશે!) 

ભક્તિ એટલે શું? ગીતાના ભક્તિ મૉડેલનો આધુનિક સંદર્ભ

  • પ્રકાશન તારીખ23 Jul 2018
  •  

ભક્ત! આ શબ્દ કાને પડે અને આંખ બંધ કરો તો મનમાં કેવું ચિત્ર ખડું થાય? દેવાલયની રોજેરોજ અચૂક મુલાકાત લેતા ધર્મભીરુ માણસની છબી ઉપસે, ખરુંને? યોગેશ્વર શ્રીકૃષ્ણ જેવા આર્ષદૃષ્ટા ભક્તિને માત્ર પરિવેશમૂલક અને સાવ પરલોકલક્ષી ગણે ખરા? મહાભારતના ધર્મયુદ્ધના મંગલાચરણમાં ગવાયેલી ગીતાનો ભક્તિયોગ તો અત્યંત આધુનિક અને મૂલ્યનિષ્ઠ છે.

ગીતામાં ચાર પ્રકારના ભક્તો ગણાવ્યા છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની.

ગીતામાં ચાર પ્રકારના ભક્તો ગણાવ્યા છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની (૭/૧૬). જે પોતાના શારીરિક કે માનસિક દુ:ખને દૂર કરવા મથે છે તે આર્ત. જેને પૈસેટકે સુખી થવું છે તે અર્થાર્થી. જે સત્યનો પાર પામવા મથે છે તે જિજ્ઞાસુ. જ્ઞાની ભક્ત એટલે એવી વ્યક્તિ જેણે જીવનનો મર્મ જાણી લીધો છે. તેને કંઇ જ જોઇતું નથી. એ નિજાનંદમાં મસ્ત છે. એ પરમાત્માને અને તેની દરેક રચનાને પ્રેમ કરે છે.

મંદિરના પગથિયે બેસીને નિરીક્ષણ કરો. તમે જોઇ શકશો કે મોટા ભાગના ભક્તો આર્ત અને અર્થાર્થીની કેટેગરીમાં આવે છે. જો કે યોગેશ્વર જ્ઞાની ભક્ત તરફ પક્ષપાત દર્શાવતાં અચકાતા નથી! જ્ઞાની ભક્તને કેમ ઓળખવો? તે પહેરવેશ કે વાતચીતથી નહીં ઓળખાય, કામથી ઓળખાશે. તે સહજ ભાવથી પર્યાવરણની રક્ષા, અબોલ જીવોની સેવા, રક્તદાન, ભૂખ્યાંને ભોજન ને રોગીને સારવાર જેવા સારા કામમાં પોતાના તન-મનને જોડી રાખતો હશે. આવા જ્ઞાની ભક્ત મંદિરના ઓટલે ભાગ્યે જ જોવા મળશે.

ભક્તના ચાર પ્રકારોની આ વાત માત્ર ધાર્મિક ક્રિયા-કલાપોને લાગુ પડે છે, તેવું નથી. ગીતાની “પર્સનાલિટી થીયરી” અનુસાર આસપાસના માણસોને આ ચાર કક્ષામાં વહેંચી શકાય. દા.ત. તમારી ઓફીસમાં કેટલાક માણસો ઘડિયાળના કાંટા સામે જોઇને બેસી રહેતા હશે અને કામ ટાળવા અથવા રજા લેવાનું બહાનું શોધતા હશે. તો બીજા કેટલાક એવા હશે કે જેઓ માત્ર પગાર-ભથ્થાંની જ ચિંતા કર્યા કરતા હશે. જેને ગીતાકાર આર્ત કે અર્થાર્થી કહે છે. આવા બિનઉપયોગી ‘ભક્તો’ને સુધરવાની તક આપો. તે ન સુધરે તો વહેલાસર વિદાય આપવી સંસ્થાના હિતમાં છે.

તમારા સાથીઓમાં કેટલાક એવા હશે કે જેને નવું નવું જાણવાનો શોખ છે. તેમનો એક હેતુ અનુભવ લેવાનો પણ હોઇ શકે. અનુભવ મેળવ્યા પછી એ બીજે સારી તક મળશે તો તમને ટાટા કરી દેશે! આ મિત્રો જિજ્ઞાસુની વ્યાખ્યામાં આવી શકે છે. તેમને તમે સામ-દામથી જોડે રાખી શકો. કર્મચારીઓ પૈકી ચોથો પ્રકાર ‘જ્ઞાની ભક્ત’ બહુ જ અગત્યનો છે. જે પોતાના કામને સારી રીતે જાણે છે. તે સંસ્થાના લક્ષ્યમંત્રને સમર્પિત છે. તે પોતાના અંગત હિત કે સુખ-દુ:ખ કરતાં સંસ્થાના વિકાસને અગત્યનો ગણે છે. આવી વ્યક્તિ જવલ્લે જ જોવા મળે. તેને બહુમૂલ્ય રત્નની પેઠે જાળવી રાખો. તેનું માન જાળવો. તેની વાત ધ્યાનથી સાંભળો. તેનામાં રહેલ શક્તિ સામર્થ્યનો શ્રેષ્ઠ ઉપયોગ કરો.

આમ કોઇ સંસ્થા, ઉદ્યોગગૃહ કે જાહેર સેવામાં જોડાયેલા (Human Resource) માનવબળને સમજવા અને પછી યોગ્ય રીતે મૉટીવેટ કરવા માટે આ ગીતાનું ભક્તિ મૉડેલ એક અદ્ભૂત દર્શન છે.

શ્રીકૃષ્ણ કહે છે, મને કેવો ભક્ત ગમે? જે ઓછું બોલે, વળી જે બોલે તે કરે. જે બધા સાથે હળીમળીને રહે. કોઇનો દ્વેષ કે ઇર્ષ્યા ન કરે. જે અસફળતાથી ન નિરાશ થાય કે પ્રારંભિક સફળતાથી ન ઘેલો થાય. તે સતત ઉમંગ અને આનંદમાં રહે.

ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગમાં આદર્શ ભક્તના લક્ષણો સમજાવ્યા છે. શ્રીકૃષ્ણ કહે છે, મને કેવો ભક્ત ગમે? જે ઓછું બોલે, વળી જે બોલે તે કરે. જે બધા સાથે હળીમળીને રહે. કોઇનો દ્વેષ કે ઇર્ષ્યા ન કરે. જે અસફળતાથી ન નિરાશ થાય કે પ્રારંભિક સફળતાથી ન ઘેલો થાય. તે સતત ઉમંગ અને આનંદમાં રહે. સાચો ભક્ત સ્વભાવ અને ચારિત્ર્યની બાબતમાં ઉમદા હોય. શ્રીકૃષ્ણને પ્રિય ભક્તના લક્ષણોની યાદીમાં પરિવેશ, ખાન-પાન કે એકપણ બાહ્ય શિષ્ટાચાર જોવા નથી મળતો. ભક્તિને દંભની કેદમાં પૂરવાનું યોગેશ્વરને ન જ પાલવે. ગીતાનો આદર્શ ભક્ત અસંભવ નથી. તમારે તેને શોધવા જહેમત કરવી પડે. પણ એ કરવા જેવી ખરી!

એક પ્રયોગ કરીએ. તમે સજ્જન ગણતા હો તેવી વ્યક્તિના ગુણોની યાદી કરો. આ યાદીને ગીતાના આદર્શ ભક્તના લક્ષણો સાથે સરખાવી જુઓ. તમારું મન આનંદથી નાચી ઉઠશે. (સિવાય કે તમારી પસંદ જરા ફરી ચકાસી લેવા જેવી હોય!)
ભક્તિ એટલે સો ટચની નિષ્ઠા અને સવાસો ટકા ઇમાનદારી!
holistcwisdom21c@gmail.com

સ્વ-અર્થ

ભક્તિનો અંગત જીવનમાં સંદર્ભ
- સેલ્ફ ઑડિટ કરું - હું કેવો ભક્ત છું? આર્ત કે અર્થાર્થી કે પછી જિજ્ઞાસુ કે જ્ઞાની?
- પરમાત્માને પ્રિય એવો જ્ઞાની ભક્ત બનું! 
- મારી જાતને પ્રેમ કરું! પ્રભુને પ્રેમ કરું! પરમાત્માની બધી રચનાને પ્રેમ કરું!  
- હું જે માંગીશ તે પ્રભુ આપશે. તો પછી એવું શા માટે ન માંગું જે અમૂલ્ય હોય! 
- મારા પોતાના પ્રયત્નોથી જે મેળવી શકું, તે શા માટે ‘બીજા’ પાસે માંગું? 
- ભલે તે ‘બીજી’ વ્યક્તિ ભગવાન પણ કેમ ન હોય?

પરિવાર-સાર

ભક્તિનો પારિવારિક સંદર્ભ
- માતાપિતા કે ગુરુજનની સેવાસુશ્રુષા એ ઉત્તમ ભક્તિ  
- સ્વજનને દુ:ખ કે અસુવિધા પહોંચે તેવો કર્મકાંડ ભક્તિ નથી, દંભ છે
- પરિવારમાં સહુ કોઇને સાથે રાખીને થતી પ્રભુભક્તિ આદર્શ છે 
- રોજ સાંજે પરિવારની પાંચ મિનિટની સમૂહ પ્રાર્થના કલાકોના વ્યક્તિગત મેડીટેશન કરતાં ઉત્તમ છે 

મેનેજમેન્ટ-મર્મ

ભક્તિનો વ્યવહારુ સંદર્ભ
- જે કામ કરો ત્યાં પૂરા સમર્પિત થાઓ! 
- તમારા સાથીઓને ખરો પરિચય કરો 
- કોણ આર્ત છે, કોણ અર્થાર્થી છે, કોણ જિજ્ઞાસુ છે અને કોણ જ્ઞાની છે?
- પ્રામાણિક અને નિષ્ઠાવંત સાથીને મહત્ત્વની જવાબદારી સોંપો અને તેમનો આદર કરો (એવું બને કે તેમનો સ્વભાવ અને વ્યવહાર તમને બહુ ગમતા ન હોય!)  
- આળસુ અને કામચોર સાથીઓને મહત્ત્વની જવાબદારીથી દૂર રાખો (એવું બને કે તેઓ તમારી ખૂબ પ્રસંશા કરતા હશે અને તમારી ખૂબ નજીક હશે!) 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP