Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-9
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: ધન, સુખ-સંપદા વહેંચીને ભોગવું
- તપયજ્ઞ: જેટલું અને જ્યારે જરુરી હોય તેટલું જ લઉં, બનતી કરકસર કરું  
- યોગયજ્ઞ: શરીરને તંદુરસ્ત બનાવું, મનને સંયમિત કરું અને પ્રકૃતિનો અભિન્ન હિસ્સો બનું! જાણે કોઇ બનફૂલ! 
- જ્ઞાનયજ્ઞ: રોજ સૂતાં મારા જીવનમાં સુખ, પ્રકાશ અને ઊર્જા ભરી દેનાર તમામ માનવ, જળ, જમીન, હવા, વૃક્ષ અને આકાશ સહુને પ્રેમથી વંદન કરું 

પારિવારિક જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: તેન ત્યક્તેન ભુંજીથા: બીજાનો ભાગ છોડીને ભોગવું હું! 
- તપયજ્ઞ: ઓછું બોલું, સાચું અને સારું બોલું, બનતી સેવા કરું 
- યોગયજ્ઞ: અમારાં મન એક હો, અમારી વાણી એક હો, અમારાં આચરણ એક હો 
- જ્ઞાનયજ્ઞ: વડીલોને આદર, યુવાઓને પ્રોત્સાહન અને બાલગોપાળને વ્હાલ!

વ્યવહારુ જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: જગ આખું આ ઇશમય, સંઘરવું અને બગાડ તો મહાપાપ 
- તપયજ્ઞ: જળ, ઊર્જા, જમીન અને આકાશીય સંપદાના વપરાશમાં કરકસર
- યોગયજ્ઞ: જીવો જીવસ્ય જીવનમ્! બ્રહ્માંડનો દરેક જીવ બીજા જીવનો પ્રાણાધાર છે! નિસર્ગનું ચૈતન્ય અને દૈવત ઘટે તેવું કંઇ ન કરીએ, પ્રદૂષણકર્તા ન બનીએ, ન બનવા દઇએ
- જ્ઞાનયજ્ઞ: મારાથી વધુમાં વધુ જીવોનું મહત્તમ ભલું થાય તેવું વિચારું અને તેવું જ કરું (Maximum Good of Maximum Lives during my life!) 

યજ્ઞ એટલે શું? જીવનમાં યજ્ઞ ભાવના કઇ રીતે લાવી શકાય?

  • પ્રકાશન તારીખ22 Jul 2018
  •  

યજ્ઞની આપણી સામાન્ય સમજણ કંઇ આવી છે, હવનકુંડની ફરતે મંત્રોચ્ચાર કરતા ભૂદેવો બેઠા હોય. યજમાનો હવનકુંડમાં ઘી, જવ, તલ જેવી સામગ્રીઓ હોમતા હોય, વગેરે. યજ્ઞના અનેક પ્રકારો પૈકી આ એક પ્રકાર છે.

યજ્ ધાતુ પરથી યજ્ઞ શબ્દ આવ્યો છે. યોજના અને આયોજન જેવા આધુનિક શબ્દો પણ યજ્ પરથી ઉતરી આવ્યા છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો........
“કોઇપણ સારું કામ નિ:સ્વાર્થ ભાવે કરાય તે યજ્ઞ.”

ગીતાકારે (૪/૨૮) યજ્ઞના ચાર મુખ્ય પ્રકાર ગણ્યા છે; દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ અને જ્ઞાનયજ્ઞ.

ગીતાકારે (૪/૨૮) યજ્ઞના ચાર મુખ્ય પ્રકાર ગણ્યા છે; દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ અને જ્ઞાનયજ્ઞ. ચીજવસ્તુ અથવા પદાર્થથી થાય એ દ્રવ્ય યજ્ઞ. દા.ત. તમે કોઇ સારા હેતુ માટે દાનપુણ્ય કરો કે હોમ-હવન કરો અથવા દરિદ્રનારાયણને જમાડો એ થયો દ્રવ્યયજ્ઞ.
પોતાની વૃત્તિઓ ઉપર અંકુશ કરવો તે તપ. કોઇ ઉપયોગી અને પરોપકારી પ્રવૃત્તિમાં નિષ્ઠાથી જોડાવું તે પણ તપયજ્ઞ કહેવાય, જેમ કે પ્રકૃતિના ઉદ્ધાર કે સમાજના કલ્યાણ માટે કોઇ સાર્થક પરિશ્રમ કરવો. વૃક્ષારોપણ, જળસંચય, ઊર્જા અને જળ વપરાશમાં કરકસર, જળ-જમીન સંરક્ષણ આધુનિક સંદર્ભમાં તપયજ્ઞનાં ઉત્તમ ઉદાહરણો છે.

યોગ એટલે જોડાવું. આત્માનું પરમાત્મા સાથે જોડાવું તે યોગ. કોઇ ઉદાત્ત હેતુ સાથે ચિત્તનું જોડાવું એ પણ યોગ! ધ્યાન-પ્રાણાયામ દ્વારા અંત:કરણને શુદ્ધ કરી ચેતનાના ઉચ્ચ સ્તરોને આંબવાનો પ્રયાસ કરવો એ યોગયજ્ઞ છે.

આ સિવાયનો અતિ મહત્ત્વનો અને ચોથો પ્રકાર છે, જ્ઞાનયજ્ઞ. જ્ઞાનયજ્ઞ એટલે સાચી અને સારી બાબતો અંગે સમાજમાં જાગૃતિ લાવવી. આપણી ઋષિ પરંપરા અસ્ખલિત અને નિ:સ્વાર્થ જ્ઞાનયજ્ઞનું સર્વોત્તમ ઉદાહરણ છે. નિ:સ્વાર્થ સાધના કરતા વૈજ્ઞાનિકો, ચિંતકો અને સર્જકો આધુનિક યુગના જ્ઞાનયોગીઓ છે. સત્ય-અહિંસાના ઋતને ધારણ કરનાર મહાત્મા ગાંધીથી માંડી “શિવજ્ઞાનસે જીવસેવા”ના મહામંત્રને આપનારા સ્વામી વિવેકાનંદ કે સતી થવાના ક્રૂર કુરિવાજ સામે જાગૃતિ લાવવાનું રાજા રામમોહન રાયનું કાર્ય એ જ્ઞાનયજ્ઞના ઉમદા ઉદાહરણો છે. સમાજમાં વિચારનિષ્ઠા અને પ્રામાણિકતા જગાડવી, અંધશ્રદ્ધા દૂર કરવી અને સાચી આધ્યાત્મિકતા જગાડવી એ સવાયા જ્ઞાનયજ્ઞ છે!

ગીતાકારે ત્રણેય પ્રકારોમાં જ્ઞાનયજ્ઞને ઉત્તમ કહ્યો છે. કારણ કે દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ કે યોગયજ્ઞના પાયામાં તો જ્ઞાનયજ્ઞ જ છે! જ્ઞાન વગર કોઇ સારું કાર્ય ન થઇ શકે! આમ કોઇપણ શુભ વિચારને જ્યારે સંકલ્પની વસંત બેસે ત્યારે તેમાં કર્તવ્યનાં ફૂલ આવે. નિષ્કામ સેવા રુપી સુવાસથી જેનાં તન-મન મહેંકે છે, એ ખરો યાજ્ઞિક! આવી વ્યક્તિ જે કંઇપણ કરે તે આપમેળે યજ્ઞ બની જાય!

ગીતાકાર કહે છે, જે કંઇ કરો તેમાં ઉમદા ઉદ્દેશ રાખો. જે કંઇ મેળવો એમાં ભગવાનનો ભાગ રાખો. તમારી આસપાસ જે કંઇ જીવસૃષ્ટિ છે, તેમાં ભગવાનનો વાસ છે. એટલે જ્યારે તમે એ જીવસૃષ્ટિના પાલનપોષણ માટે પ્રયાસ કરો છો તે યજ્ઞકાર્ય જ છે.

અણઘડ જીવનપદ્ધતિથી માણસે ગ્લૉબલ વૉર્મિંગ, રાઇઝીંગ સી વૉટર લેવલ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, પ્લાસ્ટિક જેવા નૉન બાયોડીગ્રેડેબલ વેસ્ટ અને ન્યુક્લીયર વેસ્ટ જેવા અનેક આધુનિક ભસ્માસુરો જન્માવ્યા છે. આ તમામનો આગોતરો જવાબ ગીતામાં આપ્યો છે! તમારે જાણવો છે, એ મંત્ર? મિત્ર! પર્યાવરણની તમામ સમસ્યાઓનો બે સરળ શબ્દોમાં હલ મળે છે, “પરસ્પરં ભાવયન્ત:” (૩/૧૧)!

ગીતાકાર કહે છે, જે કંઇ કરો તેમાં ઉમદા ઉદ્દેશ રાખો. જે કંઇ મેળવો એમાં ભગવાનનો ભાગ રાખો.

“પરસ્પરં ભાવયન્ત:” યજ્ઞની મૂળ ભાવનાને ચરિતાર્થ કરતો મહામંત્ર છે. “તમે દેવોનો ભાગ રાખો અને દેવો તમારું ધ્યાન રાખે”. આ દેવો કોણ? આપણી આસપાસના પર્યાવરણના તત્ત્વો. પૃથ્વી, જળ, વાયુ, આકાશ, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે જ્યાં જ્યાં ચેતના છે, ત્યાં ત્યાં દેવત્વ છે. આ દેવોનું ‘દૈવત’ જળવાય એ માટેનો પ્રયાસ એ યજ્ઞ. દા.ત. જમીનની ફળદ્રુપતા અને આરોગ્યપ્રદતા વધે અથવા ભૂગર્ભ જળની ઉપલબ્ધિ અને શુદ્ધિ વધે એ માટે જે કંઇ કરાય એ મહાયજ્ઞ છે. આપણા પોતાના અને સહચરોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવું કરવું એ યજ્ઞ. એ જ ભગવાનનો ભાગ!

આપણી ભાવિ પેઢીને વારસામાં કેવી પૃથ્વી અને કેવું પર્યાવરણ આપીને જવું છે તેનું સંનિષ્ઠ ચિંતન એ પણ ઉત્તમ પ્રકારનો જ્ઞાનયજ્ઞ છે.
જેને જે અનુકૂળ આવે તે પ્રેમથી કરે, યજ્ઞભાવથી કરે!
એકલા ખાવું એ ભોગ અને વહેંચીને ખાવું એ યોગ!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

અંગત જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: ધન, સુખ-સંપદા વહેંચીને ભોગવું
- તપયજ્ઞ: જેટલું અને જ્યારે જરુરી હોય તેટલું જ લઉં, બનતી કરકસર કરું  
- યોગયજ્ઞ: શરીરને તંદુરસ્ત બનાવું, મનને સંયમિત કરું અને પ્રકૃતિનો અભિન્ન હિસ્સો બનું! જાણે કોઇ બનફૂલ! 
- જ્ઞાનયજ્ઞ: રોજ સૂતાં મારા જીવનમાં સુખ, પ્રકાશ અને ઊર્જા ભરી દેનાર તમામ માનવ, જળ, જમીન, હવા, વૃક્ષ અને આકાશ સહુને પ્રેમથી વંદન કરું 

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: તેન ત્યક્તેન ભુંજીથા: બીજાનો ભાગ છોડીને ભોગવું હું! 
- તપયજ્ઞ: ઓછું બોલું, સાચું અને સારું બોલું, બનતી સેવા કરું 
- યોગયજ્ઞ: અમારાં મન એક હો, અમારી વાણી એક હો, અમારાં આચરણ એક હો 
- જ્ઞાનયજ્ઞ: વડીલોને આદર, યુવાઓને પ્રોત્સાહન અને બાલગોપાળને વ્હાલ!

મેનેજમેન્ટ-મર્મ

વ્યવહારુ જીવનમાં યજ્ઞભાવના
- દ્રવ્યયજ્ઞ: જગ આખું આ ઇશમય, સંઘરવું અને બગાડ તો મહાપાપ 
- તપયજ્ઞ: જળ, ઊર્જા, જમીન અને આકાશીય સંપદાના વપરાશમાં કરકસર
- યોગયજ્ઞ: જીવો જીવસ્ય જીવનમ્! બ્રહ્માંડનો દરેક જીવ બીજા જીવનો પ્રાણાધાર છે! નિસર્ગનું ચૈતન્ય અને દૈવત ઘટે તેવું કંઇ ન કરીએ, પ્રદૂષણકર્તા ન બનીએ, ન બનવા દઇએ
- જ્ઞાનયજ્ઞ: મારાથી વધુમાં વધુ જીવોનું મહત્તમ ભલું થાય તેવું વિચારું અને તેવું જ કરું (Maximum Good of Maximum Lives during my life!) 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP