Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-7
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં કર્મનો સિદ્ધાંત
- જે કરીએ તે પૂરી લગનથી કરીએ, કામ કરવાનો આનંદ એ જ કર્મફળ!   
- કર્મનો સિદ્ધાંત અફર છે. જેવું કરીશું તેવું જ ભરીશું. 
- કોઇ દોષયુક્ત કર્મ થયું હોય તો તેના માટે રોદણાં ન રોઇએ, ખરા દિલથી પસ્તાવો કરીએ. આવું ફરીથી ન થાય એ માટે કટિબદ્ધ થઇએ. 
- સારાં અને નિર્દોષ વિચારો અને કર્મોમાં જાતને ઓતપ્રોત કરી દઇએ. 
- શુદ્ધ અને સર્જનાત્મક વિચારોના ઉપવનમાં પુણ્યનાં ફળો પાકે એ યાદ રહે. 

પારિવારિક જીવનમાં કર્મનો સિદ્ધાંત
- બદલાની અપેક્ષા વગર સહુની સેવા કરું 
- મારી સેવાને કોઇ વધાવે તેની મને ચિંતા નથી કારણ કે ઇશ્વર તો જુએ જ છે!
- જેની પાસેથી લઉં છું, તેને સવાયું પાછું વાળું
- સમૃદ્ધ અને સુસંસ્કૃત ઘર-ઉપવનનાં ખેડ ખાતર પાણી : મૈત્રીભાવ, નિ:સ્વાર્થ સેવા અને સહકાર
- પરિવારની સુખ-શાંતિના ત્રિમંત્ર: સહભોજન, સહપ્રાર્થના અને સહપ્રવાસ 

વ્યવહારુ જીવનમાં કર્મનો સિદ્ધાંત
- તમારા કામનો જશ બીજું કોઇ ખાટી જાય તો નિરાશ ન થશો
- કરેલાં કામનું ફળ તત્કાળ ન મળે તો સમજવું કે તેની એફ.ડી. થઇ છે, ક્યારેક તો પાકવાની જ! 
- તમારા શ્રેષ્ઠ સાથીને યોગ્ય વળતર આપો, તેનું જાહેરમાં સન્માન કરો
- જાણી જોઇને વારંવાર અશિસ્ત કરતા સાથીને રૂબરૂ બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપો. જો ન સુધરે તો શિસ્તનાં પગલાં લો. 
- તમારા સાથીઓની નિષ્ઠા અને કામનો નિષ્પક્ષતા અને ન્યાયપૂર્વક વળતર આપો. તેમનું વર્તન તમારા રીસ્પોન્સથી જ ઘડાય છે તે યાદ રાખો.

કર્મનો સિદ્ધાંત એટલે શું? પ્રારબ્ધ સાથે કર્મનો શો સંબંધ?

  • પ્રકાશન તારીખ20 Jul 2018
  •  
જીવનમાં સફળ થવા શું જરુરી છે? કર્મ કે ભાગ્ય? આ એક વાત યુવા મિત્રોના મનને ખૂબ પજવે છે. ગીતા કર્મયોગ છે. એ યુદ્ધના મેદાનમાં થયેલો સંવાદ છે. યુદ્ધમાં અસ્તિત્વનો સવાલ હોય છે. તેમાં આપોઆપ તમારી સઘળી શક્તિઓ કામે લાગી જાય છે. ગીતાના બેકગ્રાઉન્ડને કારણે તે સબળું કર્તવ્ય દર્શન છે.
વિનોબાજી “ગીતા પ્રવચનો”માં શિવજી પર જળાભિષેકના ઉદાહરણથી ‘કર્મ’, ‘અકર્મ’ અને વિકર્મ’ની ક્રિયાઓ સમજાવી છે.

મહર્ષિ પતંજલિના યોગદર્શનનું પ્રથમ સૂત્ર છે, ‘”ચિત્તવૃત્તિ પરનો અંકુશ એ જ યોગ”. હાથ પરના કામમાં તમારું ચિત્ત જેટલું ખૂંપે તેટલું પરિણામ વધુ સારું!

તમે શિવલિંગ પર સુવાસિત જળથી અભિષેક કરી રહ્યા છો. શરુઆતમાં તમારું ધ્યાન કળશમાંથી નિકળી રહેલી જળધારા અને આસપાસના પર્યાવરણમાં વહેંચાયેલું હશે. જેમ કે, પુજારીજી અને બીજા ભક્તો શું કરે છે? તમારા તરફ કોનું કોનું ધ્યાન છે? વગેરે. આવી અર્ધધ્યાન સ્થિતિમાં થતો જળાભિષેક સ્થૂળ કર્મ અથવા ‘કર્મ’ અવસ્થા છે. કોઇ સુંદર ક્ષણે તમે ધ્યાનભંગ અંગે જાગૃત થાઓ છો. તમારા કામ અંગે કૉન્શિયસ થઇ જાઓ છો. તમે જળાભિષેકમાં ધ્યાન કેન્દ્રિત કરો છો. તમારું મન જળધારા સાથે એકરસ થશે. હવે જળધારાની સાથે જ વિચારો વહી રહ્યા છે. આ અવસ્થાને વિનોબાજી ‘અકર્મ’ અવસ્થા કહે છે. થોડા અભ્યાસ પછી તમારું ધ્યાન વધુ ઉંડું બનશે. કળશમાં પાણી ખૂટી જવાને લીધે જળધારા બંધ થવા છતાં માનસિક જળાભિષેક ચાલુ રહે છે. આ ઉત્તમ ધ્યાનાવસ્થા છે. જેને ‘વિકર્મ’ અથવા વિશેષ કર્મ કહે છે.
મહર્ષિ પતંજલિના યોગદર્શનનું પ્રથમ સૂત્ર છે, ‘”ચિત્તવૃત્તિ પરનો અંકુશ એ જ યોગ”. હાથ પરના કામમાં તમારું ચિત્ત જેટલું ખૂંપે તેટલું પરિણામ વધુ સારું!
ગીતાનો “કર્મણ્યેવાધિકારસ્તે” મંત્ર સહુથી પ્રચલિત છે. તેનો અર્થ એવો કરવામાં આવે છે કે તમારો અધિકાર કર્મ કરવાનો છે, ફળનો નહીં. જો કે આ અર્થ અધૂરો છે. મૂળ ભાવાર્થ એ છે કે કર્મમાં પૂરેપૂરી કુશળતા હોય તો સફળતા મળવી સ્વાભાવિક છે. જેમ કે મેળવણ સારું હોય અને દૂધનું તાપમાન બરાબર હોય તો દહીં જામવાનું જ. પાત્રનું ઢાંકણ વારેવારે ખોલીને દહીં જામ્યું કે નહીં તે જોવાની જરૂર નથી. તેવું જ કર્મયોગનું છે. કામ કરતી વેળા પરિણામની ચિંતા કર્યા વિના પૂરું ધ્યાન કર્મમાં રાખો.
કર્મ શબ્દનો પ્રયોગ સારાં-નરસાં પ્રકારનાં કાર્યોને દર્શાવવા પણ થાય છે. વિચારો, વાતચીત અને હાથ-પગથી થતી તમામ ક્રિયાઓનો કર્મમાં સમાવેશ થાય છે. તેના ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ એવા બે ભાગ કરવામાં આવે છે. ક્રિયમાણ કર્મ એટલે ક્રિયા સાથે ઊઠતાં તત્કાળ સ્પંદનો. આ સ્પંદનોનો સંગ્રહ એટલે સંચિત કર્મ. જે માણસના સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરે છે.
સંચિત કર્મોથી માણસની ઑરા બને છે. જેવું કામ એવાં સ્પંદનો, જેવાં સ્પંદનો તેવી ઑરા! સારા વિચારો, વૃત્તિ અને કાર્યો સારી ઑરાનું નિર્માણ કરે. ખરાબ કામો અને વૃત્તિઓ નબળી ઑરા ઉત્પન્ન કરે. સારાં કે નરસાં સ્પંદનો સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ કે હાનિ-લાભ તરફ દોરી જાય છે. આ એક વૈજ્ઞાનિક અને સ્વયંચાલિત વ્યવસ્થા છે.

કર્મ શબ્દનો પ્રયોગ સારાં-નરસાં પ્રકારનાં કાર્યોને દર્શાવવા પણ થાય છે. વિચારો, વાતચીત અને હાથ-પગથી થતી તમામ ક્રિયાઓનો કર્મમાં સમાવેશ થાય છે.

પુનર્જન્મના સિદ્ધાંતને સમજવા માટે સંચિત કર્મનો સિદ્ધાંત ખૂબ કામનો છે. શરીર છોડતી વેળા જીવન દરમ્યાન સંચિત થયેલા કર્મો જીવાત્મા સાથે લઇ જાય છે, જેમ ચિપ પર ડેટા સ્ટોર થયા હોય તે રીતે! વળી નવા જન્મ સાથે તે જીવનું ઑપનિંગ બેલેન્સ બને છે. યાદ રાખીએ, ઑપનિંગ બેલેન્સ તો આપણા હાથમાં નથી પણ ક્લૉઝિંગ બેલેન્સ તો છે જ!
ગીતાકાર સફળતા માટે કર્તા, સ્થળ-સમય અને શારિરિક-માનસિક ગતિવિધિઓ જેવાં પાંચ પરિબળો ગણે છે (૧૮/૧૪). જેમાં દૈવ અથવા પ્રારબ્ધને માણસના કર્મફળનું અંતિમ પરિબળ ગણ્યું છે. જો કે પ્રારબ્ધ વિષે ખૂબ જ ગેરસમજ પ્રવર્તે છે. જ્યોતિષની ફળકથન વિદ્યાના પાયામાં પણ સંચિત કર્મનો જ સિદ્ધાંત છે. ધાર્મિક ક્રિયાકાંડ અથવા મંત્રજાપ માનસિક શાંતિ આણી શકે પણ સંચિત કર્મોના ફળમાંથી છૂટકારો ન મળી શકે.
આચરણનો જે ભાગ પ્રારબ્ધની ઇંટ બને એને કર્મ કહેવાય.
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

અંગત જીવનમાં કર્મનો સિદ્ધાંત
- જે કરીએ તે પૂરી લગનથી કરીએ, કામ કરવાનો આનંદ એ જ કર્મફળ!   
- કર્મનો સિદ્ધાંત અફર છે. જેવું કરીશું તેવું જ ભરીશું. 
- કોઇ દોષયુક્ત કર્મ થયું હોય તો તેના માટે રોદણાં ન રોઇએ, ખરા દિલથી પસ્તાવો કરીએ. આવું ફરીથી ન થાય એ માટે કટિબદ્ધ થઇએ. 
- સારાં અને નિર્દોષ વિચારો અને કર્મોમાં જાતને ઓતપ્રોત કરી દઇએ. 
- શુદ્ધ અને સર્જનાત્મક વિચારોના ઉપવનમાં પુણ્યનાં ફળો પાકે એ યાદ રહે. 

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં કર્મનો સિદ્ધાંત
- બદલાની અપેક્ષા વગર સહુની સેવા કરું 
- મારી સેવાને કોઇ વધાવે તેની મને ચિંતા નથી કારણ કે ઇશ્વર તો જુએ જ છે!
- જેની પાસેથી લઉં છું, તેને સવાયું પાછું વાળું
- સમૃદ્ધ અને સુસંસ્કૃત ઘર-ઉપવનનાં ખેડ ખાતર પાણી : મૈત્રીભાવ, નિ:સ્વાર્થ સેવા અને સહકાર
- પરિવારની સુખ-શાંતિના ત્રિમંત્ર: સહભોજન, સહપ્રાર્થના અને સહપ્રવાસ 

મેનેજમેન્ટ-મર્મ

વ્યવહારુ જીવનમાં કર્મનો સિદ્ધાંત
- તમારા કામનો જશ બીજું કોઇ ખાટી જાય તો નિરાશ ન થશો
- કરેલાં કામનું ફળ તત્કાળ ન મળે તો સમજવું કે તેની એફ.ડી. થઇ છે, ક્યારેક તો પાકવાની જ! 
- તમારા શ્રેષ્ઠ સાથીને યોગ્ય વળતર આપો, તેનું જાહેરમાં સન્માન કરો
- જાણી જોઇને વારંવાર અશિસ્ત કરતા સાથીને રૂબરૂ બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપો. જો ન સુધરે તો શિસ્તનાં પગલાં લો. 
- તમારા સાથીઓની નિષ્ઠા અને કામનો નિષ્પક્ષતા અને ન્યાયપૂર્વક વળતર આપો. તેમનું વર્તન તમારા રીસ્પોન્સથી જ ઘડાય છે તે યાદ રાખો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP