Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-6
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- જ્ઞાનનું અંગત જીવનમાં મહત્ત્વ

- જેટલું બોલીએ તેનાથી ત્રણ ગણું સાંભળીએ અને નવગણું મનન કરીએ
- ક્રોધના અનર્થકારી બે નિકાસદ્વાર (Outlets) છે, આંખ અને મોં! 
- ગુસ્સો આવે ત્યારે આંખ બંધ કરી બે મિનીટ ઊંડા ઊંડા શ્વાસ ભરીએ
- તકલીફો અને કસોટીઓ તન-મનને કસે છે, તેને આવકારીએ
- તમારા કામનું ફળ તુરત અથવા પૂરતું ન મળે તો નિરાશ થવાને બદલે રાહ જુઓ, તે સવાયું થઇને આવવાની તૈયારીમાં છે!

- જ્ઞાન અને પારિવારિક જીવન

- યુવા વડીલોના અનુભવને આદર આપે વદીલો યુવાની ઊર્મિઓને અવસર આપે  
- યુવા ઊર્જાનો અખૂટ સ્રોત છે તો વડીલો અનુભવનો અણમોલ ખજાનો છે! 
- ઊર્જા અને અનુભવના સંગમથી ઘર ખુશહાલીથી છલકાઇ જશે
- અગ્નિને ઇંધણ ન આપો તો શું થાય? તે ઠરી જાય! 
- ઘરની એક વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે બીજા સંયમ રાખે તો ઘરની શાંતિ જળવાઇ રહે 

- જ્ઞાન અને વ્યવહારુ જીવન

- માહિતીસભર વાતોથી સાથીઓને ઘડીભર આંજી શકશો પણ ખરી પ્રેરણા તો તેઓ તમારા જ્ઞાનયુક્ત આચરણથી જ મેળવશે   
- મીઠું બોલનારને નહીં પણ સાચું બોલનારને પડખે બેસાડો
- કડવી દવાની પેઠે કડવી સલાહ સંસ્થાના મનના આરોગ્ય માટે આવકાર્ય છે   
- સંસ્થા માટે ત્યાગ અને ભોગ આપનાર મૂકસેવકને આદર આપો, તે ઇમારતના પત્થરોને એકમેકથી જોડી રાખનાર સિમેન્ટ છે!

જ્ઞાન એટલે શું? માહિતી અને જ્ઞાન વચ્ચે શો તફાવત?

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

જે અનુભવજન્ય હોય તે જ્ઞાન.
જેની જાતે પ્રતીતિ થઇ હોય એ જ્ઞાન.
જે બીજા પાસેથી જાણીને માની લીધું હોય એ માહિતી.
જે ગોખાય એ માહિતી. જે સમજાય એ જ્ઞાન!

રુડ્યાર્ડ કિપ્લિંગનું પ્રખ્યાત વિધાન છે, “I keep six honest serving-men (They taught me all I knew); Their names are What and Why and When and How and Where and Who.” તેને કિપ્લિંગના છ ડબ્લ્યુઝ પણ કહે છે. માણસની જિજ્ઞાસાના છ આયામો છે, શું? શા માટે? ક્યારે? કઇ રીતે? ક્યાં? અને કોણ? તેને જ્ઞાનમંદિરના છ દેવતાઓ કહેવામાં હરકત નથી.

વિદ્વાનો ગીતાને જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વયયોગ કહે છે. જ્ઞાન એટલે “શું?”, કર્મ એટલે “કોણ” અથવા “કઇ રીતે” અને ભક્તિ એટલે “કોના માટે” અથવા “શા માટે?”. આધુનિક મેનેજમેન્ટના પાયાના સિદ્ધાંત સાથે ગીતાની સમાનતા બહુ જ રોચક છે.

માણસની જિજ્ઞાસાના છ આયામો છે, શું? શા માટે? ક્યારે? કઇ રીતે? ક્યાં? અને કોણ? તેને જ્ઞાનમંદિરના છ દેવતાઓ કહેવામાં હરકત નથી.

જ્ઞાન અને માહિતીના તફાવતને સમજવાનો પ્રયાસ કરીએ. ધારો કે કોઇ માણસ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા પાંચ યમ અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિયમો પુસ્તકમાંથી વાંચીને કંઠસ્થ કરી લે, એ માહિતી થઇ. આવી માહિતી દ્વારા તે ઑડિયન્સને ક્ષણિક પ્રભાવિત પણ કરી શકે. જો કે તેના જીવનમાં કોઇ ઝાઝો ફાયદો નહીં થાય કે ન તેના સંગથી કોઇ બીજાને ખાસ પ્રેરણા મળે. આવી વ્યક્તિ માહિતીસભર છે તેમ કહેવાય.

હવે ધારો કે તે જ વ્યક્તિ સત્ય અને અહિંસા જેવા કોઇ વ્રતનું ચુસ્ત પાલન કરે. થોડા સમય પછી તેના વ્યક્તિત્વમાં ચમત્કૃતિ પ્રગટ થાય. લોકો તેની હાજરી માત્રથી પ્રેરિત થાય. તેના સાવ સરળ શબ્દો જાદુઇ અસર કરે. મહાત્મા ગાંધી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આમ યમ-નિયમ વ્યક્તિત્વમાં ઓગળીને એકરૂપ થાય અને પછી વર્તન અને વ્યવહારમાં પ્રકટ થાય ત્યારે માણસને યમ-નિયમનું ખરું જ્ઞાન લાધ્યું કહેવાય. કહેવતોની દુનિયાનો રાજા “પોથીમાંનાં રીંગણાં” એ માહિતી અને જ્ઞાનના તફાવતને સમજાવતું સૌથી સચોટ ઉદાહરણ છે.

જ્ઞાન અને માહિતી કેળવણીના ક્ષેત્રમાં બહુ જ ઉપયોગી વિભાવના છે. વિદ્યાર્થીનું મગજ માત્ર માહિતીનો અંબાર બની રહે તે કેમ ચાલે? એટલે તેને વ્યવહારુ જ્ઞાન પણ મળવું જ જોઇએ. થિયરીને માહિતી અને પ્રેક્ટિકલને જ્ઞાનના સ્રોત કહી શકાય. વિજ્ઞાન અને ટેકનોલોજીના ભણતરમાં તો લેબ અને પ્લાન્ટમાં કોલર મેલા કર્યા વિના ડિગ્રી મળે તે વાતમાં માલ જ નહીં! આમ તો સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાનના સમન્વયની વાત દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જે રીતે લંબાઇ-પહોળાઇ સાથે ઉંડાઈ ઉમેરાય તો જ ઘનાકાર બંને છે, તે રીતે અનુભવજન્ય જ્ઞાન સાથેના સમન્વયથી અભ્યાસ પરિપક્વ થાય છે.

ગીતાકારે (૪/૧૯) જ્ઞાનને અગ્નિની ઉપમા આપી છે. ગીતાકાર કહે છે કે જેમ અગ્નિમાં તપીને લોઢું કે સુવર્ણ જેવી ધાતુ શુદ્ધ થાય તેમ જ્ઞાન રુપી અગ્નિમાં તપીને જેનાં કર્મો શુદ્ધ થાય એ ખરો પંડિત. આવો જ્ઞાની કેવો હોય? આ વાતને સમજવા જિજ્ઞાસુએ સાંખ્યયોગમાં વર્ણિત સ્થિતપ્રજ્ઞના લક્ષણો જોઇ જવા જોઇએ (૨/૫૪ થી ૭૨).

જ્ઞાન અને માહિતી કેળવણીના ક્ષેત્રમાં બહુ જ ઉપયોગી વિભાવના છે. વિદ્યાર્થીનું મગજ માત્ર માહિતીનો અંબાર બની રહે તે કેમ ચાલે? એટલે તેને વ્યવહારુ જ્ઞાન પણ મળવું જ જોઇએ.

સ્થિતપ્રજ્ઞ એટલે જ્ઞાની. જ્ઞાની કેવા હોય? જ્ઞાની સરળ હોય. જ્ઞાની સર્વમિત્ર હોય, ન તે કોઇના શત્રુ હોય કે ન તેને કોઇ શત્રુ હોય. જ્ઞાની ન સફળતાથી વધુ પડતા ફૂલાઇ જાય કે ન નિષ્ફળતાથી નિરાશ થાય. કપરા સંજોગોમાં પણ તે ઉંડા પાણીની જેમ ધીરગંભીર અને શાંત હોય. જ્ઞાની ઓછું અને માત્ર ખપ પૂરતું જ બોલે. જ્ઞાની ઘડીકમાં ઓળખાય પણ નહીં. આ વિધાનનું પ્રતીપ વિધાન પણ સત્ય છે, એટલે કે જે જલ્દીથી ઓળખાઇ જાય એના જ્ઞાની હોવા માટે શંકા સેવવા જેવી ખરી! તો પછી તેની પરખ કેમ થાય? જ્ઞાનીની પરખ માટેના બે ગુણ છે. એક, ગમે તેવા સંજોગોમાં તે શાંત અને સ્વસ્થ હશે. બીજું, બીજાને દુ:ખ પહોંચે એવું કદાપિ નહીં વિચારે કે નહીં કરે. જ્ઞાની સચ્ચિદાનંદ સ્વરુપ જ હોય! જ્ઞાનીનાં બે બાહ્ય લક્ષણો છે; તેની આંખો ભીની હશે અને મુખ પર નિર્દોષ સ્મિત હશે.
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- જ્ઞાનનું અંગત જીવનમાં મહત્ત્વ

- જેટલું બોલીએ તેનાથી ત્રણ ગણું સાંભળીએ અને નવગણું મનન કરીએ
- ક્રોધના અનર્થકારી બે નિકાસદ્વાર (Outlets) છે, આંખ અને મોં! 
- ગુસ્સો આવે ત્યારે આંખ બંધ કરી બે મિનીટ ઊંડા ઊંડા શ્વાસ ભરીએ
- તકલીફો અને કસોટીઓ તન-મનને કસે છે, તેને આવકારીએ
- તમારા કામનું ફળ તુરત અથવા પૂરતું ન મળે તો નિરાશ થવાને બદલે રાહ જુઓ, તે સવાયું થઇને આવવાની તૈયારીમાં છે!

પરિવાર-સાર

- જ્ઞાન અને પારિવારિક જીવન

- યુવા વડીલોના અનુભવને આદર આપે વદીલો યુવાની ઊર્મિઓને અવસર આપે  
- યુવા ઊર્જાનો અખૂટ સ્રોત છે તો વડીલો અનુભવનો અણમોલ ખજાનો છે! 
- ઊર્જા અને અનુભવના સંગમથી ઘર ખુશહાલીથી છલકાઇ જશે
- અગ્નિને ઇંધણ ન આપો તો શું થાય? તે ઠરી જાય! 
- ઘરની એક વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે બીજા સંયમ રાખે તો ઘરની શાંતિ જળવાઇ રહે 

મેનેજમેન્ટ-મર્મ

- જ્ઞાન અને વ્યવહારુ જીવન

- માહિતીસભર વાતોથી સાથીઓને ઘડીભર આંજી શકશો પણ ખરી પ્રેરણા તો તેઓ તમારા જ્ઞાનયુક્ત આચરણથી જ મેળવશે   
- મીઠું બોલનારને નહીં પણ સાચું બોલનારને પડખે બેસાડો
- કડવી દવાની પેઠે કડવી સલાહ સંસ્થાના મનના આરોગ્ય માટે આવકાર્ય છે   
- સંસ્થા માટે ત્યાગ અને ભોગ આપનાર મૂકસેવકને આદર આપો, તે ઇમારતના પત્થરોને એકમેકથી જોડી રાખનાર સિમેન્ટ છે!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP