Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-5
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

પુનર્જન્મ સિદ્ધાંત અને અંગત જીવન
માત્ર લાંબુ જ નહીં, સારું જીવીએ
- કોઇએ ભૂલ કરી હોય તો જીવનની અંતિમ ક્ષણે સહુને ક્ષમા આપીએ
- જાતે કોઇ ખરાબ કામ થયું હોય તો અપરાધભાવ (Guilt) ન સેવતાં ખરા દિલથી પસ્તાવો કરીએ
- પરમાત્મા આવતા ભવે ભૂલ સુધારવા તક આપે તેવી પ્રાર્થના કરીએ
- અંતિમ વિદાયની વેળા સંપદા અને સત્તા નહીં પણ સત્કર્મોની સુગંધ જોડે આવવાની છે 

પુનર્જન્મનો સિદ્ધાંત અને પારિવારિક જીવન
- માતાપિતા કે ગુરુજનોની કૃતજ્ઞતાના ભાવથી સેવા કરીએ, પૂર્વજન્મમાં તેમણે કરેલ સેવાનો બદલો વાળતાં હો તે રીતે! 
મારા સ્વજનો અને મિત્રો સાથે મારો કોઇ ગત જન્મની લેણાદેણી હશે કે? 
- મમતા સહુની પણ માયા ન કોઇની! 
બધા જન્મ અને મરણ નામના બે અંકના નાટકના પાત્રો છીએ! 

પુનર્જન્મનો સિદ્ધાંત અને વ્યવહારુ જીવન 
- બેંક બેલેન્સની ચિંતા કરવા સાથે પ્રેમ બેલેન્સ પણ ચેક કરતા રહીએ  
- જીવની બેલેન્સ સીટમાં સારા કર્મો અમાનત (Assets) છે, કુકર્મો (Liabilities) જવાબદારી છે 
- કોઇક અજાણી વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી આત્મીયતા કેળવાઇ જાય છે, તે માત્ર યોગાનુયોગ ન પણ હોય, કોઇ પૂર્વ જન્મનો ઋણાનુબંધ હોઇ શકે

પુનર્જન્મ છે?

  • પ્રકાશન તારીખ17 Jul 2018
  •  
આત્મા અમર અને અક્ષર છે. શરીર નાશવંત છે. આત્મા પરમાત્માનો અંશ છે. આ ભારતીય દર્શનમાં સ્વિકારેલા સિદ્ધાંતો અથવા હાઇપોથીસીસ છે. આધુનિક વિજ્ઞાનમાં પણ કેટલાક સર્વમાન્ય સિદ્ધાંતો છે, જેને સ્વિકારીને બીજા ગૌણ સિદ્ધાંતો તારવવામાં આવે છે. પુનર્જન્મની વિભાવના આત્માના અમરત્વના સિદ્ધાંત પરથી ઉતરી આવેલો વિચાર છે. મોટેભાગે ભારતીય આસ્થા પુનર્જન્મનો સ્વિકાર કરે છે.

પુનર્જન્મની વિભાવના આત્માના અમરત્વના સિદ્ધાંત પરથી ઉતરી આવેલો વિચાર છે. મોટેભાગે ભારતીય આસ્થા પુનર્જન્મનો સ્વિકાર કરે છે.

જો કે ચાર્વાક જેવા નાસ્તિક મતવાદીઓ કહે છે, “અગ્નિમાં બળીને ભસ્મ થયેલું શરીર પાછું ક્યાંથી આવે?” વળી નાસ્તિકો તો ત્યાં સુધી પણ કહે છે, “ઋણં કૃત્વા ઘૃતં પીબેત્”! બીજાના ભોગે પણ મોજમજા લૂંટો, ભલે તેના માટે તમારે દેવું કરવું પડે! આવું વિચારનારા આજે પણ અસંખ્ય છે! ચાર્વાકો સાવ નાબૂદ તો નથી જ થયા, ખરું ને? જીવનને માત્ર શરીરનો જ ગુણધર્મ માની લઇએ તો પશુવૃત્તિ કેળવાય અને જો આત્માનો સ્વિકાર કરીએ તો દેવવૃત્તિ પ્રગટ થાય. પસંદ અપની અપની!
ગીતાકારે પુનર્જન્મનો સ્પષ્ટ સ્વિકાર કર્યો છે. ચોથા અધ્યાયના પ્રારંભે શ્રીકૃષ્ણ જ્યારે એમ કહે છે કે ગીતાદર્શન તેમણે સહુ પહેલાં વિવસ્વાનને કહેલ અને તે પછી વિવસ્વાને બીજાને કહેલ અને એમ કરીને આ રીતે ઊતરી આવ્યું છે, ત્યારે અર્જુન શંકા કરે છે કે વિવસ્વાન તો બહુ પહેલાં થઇ ગયા છે અને તમે વર્તમાનમાંમાં છો તો પછી એવું કઇ રીતે સંભવે? તેના પ્રત્યુત્તરમાં યોગેશ્વર સ્પષ્ટતા કરતાં કહે છે કે “તારા અને મારા ઘણા જન્મો થયા છે, જે તું જાણતો નથી” (૪/૪,૫).
આપણને પણ આપણા અગાઉના જન્મો ક્યાં યાદ છે? અને ધારો કે અગાઉના જન્મોની બધી વાતો યાદ રહે તો શું થાય? તો જીવન જીવવું અઘરું ન થઇ જાય? એટલે કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે જન્મ સાથે નવી ગિલ્લી નવો દાવ જેવી રમત શરુ થાય. જો કે ખૂણેખાંચરે એવા દાખલાઓ મળતા રહ્યા છે, જેમાં કોઇને ગત જન્મની યાદ તાજી થઇ આવે. આવી વ્યક્તિ પૂર્વજન્મના સગાંવહાલાંઓ અને વતનનાં સ્થળો ઓળખી બતાવે. મનોવૈજ્ઞાનિકો આધુનિક થિયરીઓના આધારે આવી ઘટનાઓને સમજાવવાનો પ્રયાસ કરે છે. જો કે ક્યાંક કોઇ કડી ખૂટે છે, તેવું લાગ્યા વિના રહેતું નથી.
સવાલ એ છે કે આધુનિક શોધ પદ્ધતિઓથી પારંપરિક વિદ્યાની તપાસ થઇ શકે ખરી? તેનો ઉત્તર સ્પષ્ટ ‘હા’ નથી. વળી તમે જ્યારે આવી ચકાસણી કરો અને તમને ચોક્કસ પૂરાવો ન મળે તો તમે એવું વધુમાં વધુ એવું કહી શકો કે અમુક પદ્ધતિથી તપાસતાં જે તે વાત સાબિત થઇ શકતી નથી. ટૂંકી વાત એટલી કે શરીર કે મનોવિજ્ઞાનની આધુનિક પદ્ધતિથી પુનર્જન્મ સાબિત ન કરી શકાય તેવા કિસ્સામાં એવું સ્પષ્ટપણે ન કહી શકાય કે પુનર્જન્મ નથી. એટલે માનવમન માટે હજુ આ રહસ્યમય વિસ્તાર છે.
ગીતાકાર (૭/૪૧ થી ૪૫) કહે છે કે જ્યારે જીવ શરીર છોડે છે ત્યારે તે પોતાની સાથે જીવના સંસ્કારોને સાથે લઇ જાય છે. જેમ ફૂલ પરથી પસાર થતી વેળા પવન તેની સુગંધ સાથે લઇ લે તેમ. આ સંસ્કારો એટલે જીવનકાળ દરમ્યાન માણસે જ્ઞાનેન્દ્રિયો અને અંત:કરણ દ્વારા મેળવેલ અનુભવો. આ સિદ્ધાંત ઘણો તર્કબદ્ધ છે. ભવિષ્યમાં કોઇ પુનર્જન્મને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકશે તો તેના પાયામાં ગીતાનો આ સિદ્ધાંત હોવાની શક્યતા ઘણી પ્રબળ છે. ડીએનએ ફીંગરપ્રીન્ટીંગ અને સાઇક્યાટ્રીના સંયુક્ત અનુસંધાન દ્વારા બે જીવો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય કે કેમ? વળી જીવ સાથે જોડાયેલા સંસ્કારોના ફીંગરપ્રીન્ટીંગની નવી દિશા પણ ખોલવા જેવી ખરી!

ગીતાકાર (૭/૪૧ થી ૪૫) કહે છે કે જ્યારે જીવ શરીર છોડે છે ત્યારે તે પોતાની સાથે જીવના સંસ્કારોને સાથે લઇ જાય છે. જેમ ફૂલ પરથી પસાર થતી વેળા પવન તેની સુગંધ સાથે લઇ લે તેમ.

અઘરી વાતોને ઘડીભર પડતી મૂકીએ અને સરળ રૂપક વિચારીએ. તમે મોગરાનું એક ફૂલ બે મિનિટ હાથમાં રાખો છો અને પછી મૂકી દો છો. મોગરાના ફૂલનો ઘડીભરનો સ્પર્શ તમારી હથેળીને કલાકો સુધી મહેંકતો રાખશે, ખરું ને? તો ઘટનાઓ, પ્રબળ વિચારો અને સંકલ્પો અને અસ્તિત્વના અતલ ઊંડાણ સુધી ઊતરેલી સંવેદનાઓ જીવાત્માને બાંધેલું રાખે તેમાં આશ્ચર્ય ન થવું જોઇએ!
સંકલ્પ કરીએ કે આપણાં તન-મન ઉન્નત વિષયો સાથે જોડાયેલાં રહે. વિચારો અને કાર્યો પવિત્ર રસ્તે વહેતા રહે. જીવને પરમાર્થની ફોરમથી સતત આનંદિત રાખીએ. જ્યારે અંતિમ ઘડી આવે ત્યારે કોઇ અફસોસ ન રહી જાય. આ જન્મ સુધારી લઇએ તો પુનર્જન્મ આપોઆપ સારો જ થશે!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

પુનર્જન્મ સિદ્ધાંત અને અંગત જીવન
માત્ર લાંબુ જ નહીં, સારું જીવીએ
- કોઇએ ભૂલ કરી હોય તો જીવનની અંતિમ ક્ષણે સહુને ક્ષમા આપીએ
- જાતે કોઇ ખરાબ કામ થયું હોય તો અપરાધભાવ (Guilt) ન સેવતાં ખરા દિલથી પસ્તાવો કરીએ
- પરમાત્મા આવતા ભવે ભૂલ સુધારવા તક આપે તેવી પ્રાર્થના કરીએ
- અંતિમ વિદાયની વેળા સંપદા અને સત્તા નહીં પણ સત્કર્મોની સુગંધ જોડે આવવાની છે 

પરિવાર-સાર

પુનર્જન્મનો સિદ્ધાંત અને પારિવારિક જીવન
- માતાપિતા કે ગુરુજનોની કૃતજ્ઞતાના ભાવથી સેવા કરીએ, પૂર્વજન્મમાં તેમણે કરેલ સેવાનો બદલો વાળતાં હો તે રીતે! 
મારા સ્વજનો અને મિત્રો સાથે મારો કોઇ ગત જન્મની લેણાદેણી હશે કે? 
- મમતા સહુની પણ માયા ન કોઇની! 
બધા જન્મ અને મરણ નામના બે અંકના નાટકના પાત્રો છીએ! 

મેનેજમેન્ટ-મર્મ

પુનર્જન્મનો સિદ્ધાંત અને વ્યવહારુ જીવન 
- બેંક બેલેન્સની ચિંતા કરવા સાથે પ્રેમ બેલેન્સ પણ ચેક કરતા રહીએ  
- જીવની બેલેન્સ સીટમાં સારા કર્મો અમાનત (Assets) છે, કુકર્મો (Liabilities) જવાબદારી છે 
- કોઇક અજાણી વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી આત્મીયતા કેળવાઇ જાય છે, તે માત્ર યોગાનુયોગ ન પણ હોય, કોઇ પૂર્વ જન્મનો ઋણાનુબંધ હોઇ શકે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP