Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

વિશ્વગીતાઃ અર્થશુદ્ધિ - શાંત, સુખી અને પ્રગતિશીલ વિશ્વની ગુરુચાવી

  • પ્રકાશન તારીખ18 Sep 2018
  •  

ઉદાત્ત સાધ્ય અને શુદ્ધ સાધન
જીવનમાં પૂર્ણતા લાવવા ઉદાત્ત સાધ્ય સાથે આદર્શ સાધન અનિવાર્ય છે. સાધન શબ્દમાં તમામ પ્રકારની ભૌતિક સાધન સંપત્તિ, બૌદ્ધિક સંપદા અને માનવ બળનો સમાવેશ થાય છે. સાધન શુદ્ધિ વગર ગમે તેવા ઉત્તમ સાધ્યની સર્વાર્થ સિદ્ધિ અસંભવ છે.
બાહ્ય અથવા ભૌતિક સાધનો : સોનું-ચાંદી, રૂપિયાપૈસા, જળજમીન અને ખનીજ ભંડોળ
આંતરિક અથવા સૂક્ષ્મસાધનો: બુદ્ધિબળ, સંસ્કાર, ચારિત્ર્ય અને આત્મશક્તિ
બન્ને સાધનોનો કરીએ સમન્વય અને શ્રેષ્ઠ ઉપયોગ ભારતીય પરંપરામાં આંતરિક સમૃદ્ધિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિમાં બાહ્ય સાધનોને વિકસાવવા પર ભાર મૂકાયો છે. બેઉનું પોતપોતાનું મહત્ત્વ અને મર્યાદાઓ છે. ભૌતિક શાસ્ત્રમાં જેને વેગ કહીએ છીએ તેના બે આયામો છે, એક ગતિ અને બીજું દિશા. આ રૂપકના સંદર્ભમાં કહી શકાય કે સાંપ્રત વૈશ્વિક સમસ્યાઓના પાયામાં વિકાસની દિશાવિહીનતા મુખ્ય કારણ છે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની ગતિને વિશ્વ કલ્યાણના ઉત્તમ આદર્શોનું દિશા-દર્શન મળે તો સોનામાં સુગંધ ભળે.

સાંપ્રત વૈશ્વિક સમસ્યાઓના પાયામાં વિકાસની દિશાવિહીનતા મુખ્ય કારણ છે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની ગતિને વિશ્વ કલ્યાણના ઉત્તમ આદર્શોનું દિશા-દર્શન મળે તો સોનામાં સુગંધ ભળે.

ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુઓની વાતમાંથી પ્રેરણા લઇ આજના સંદર્ભમાં માનવના આર્થિક જીવનને સ્વસ્થ બનાવવા માટેના ત્રણ ગુરુઓની મૌલિક વિચારણા કરીએ.
ગુરુબોધ એક - બને તેટલું ઓછું લઇએ, જરૂરી હોય તેટલું લઇએ અને કોઇને હાનિ કર્યા વિના લઇએ: બાગમાં ઊડતાં પરમાત્માના આનંદ-દૂત સમા રંગબેરંગી પતંગિયાંને ધ્યાનથી જોયાં છે? સાવ નાજુક ફૂલ પર બેસે તોય પુષ્પને લગીરેક ન લાગે ભાર! ફૂલનો અમીરસ ગ્રહણ એ રીતે કરે કે ફૂલ ન શોષાય કે ન કરમાય!
ગુરુબોધ બે – કૃતજ્ઞ બનીએ: તમે અળસિયાંને ધ્યાનથી જોયાં છે? એ માટી ખાઇને પાછી બહાર કાઢે છે. તેમનાં શરીરમાંથી બહાર નીકળતી માટી ખાતર બની જાય! તે જમીનને પોચી અને અત્યંત ફળદ્રુપ બનાવે છે. કૃતજ્ઞતાનું મોટું ઉદાહરણ બીજું કયું હોય?
ગુરુબોધ ત્રણ – વેલ્યુ એડિશન અથવા મૂલ્ય વર્ધન કરીએ: સુંદર માળો ગુંથતી સુઘરીને ધ્યાનથી જોઇ છે? “વેસ્ટમાંથી બેસ્ટ”નું પરફેક્ટ એક્ઝામ્પલ! કર્તવ્ય અને સૌંદર્યના સમન્વયનો આદર્શ! એક એક તણખલું વીણી માળો બનાવે. ન કોઇનું ઘર તોડે કે ન પચાવી પાડે! તે તો બસ પોતાનાં શિશુના ઉછેર માટે કરે નિર્દોષ પરિશ્રમ! અળસિયાં પણ મૂલ્યવર્ધનનો ઉત્તમ આદર્શ બની શકે ખરું ને?
પતંગિયાં, અળસિયાં અને સુઘરીને જો માનવની ભાષા મળે તો?
તેઓ એવું ચોક્કસ કહે કે
પ્રખર બુદ્ધિબળ અને પરમ ચેતનાના ધણી હે માનવ!
અમ કીટકો કે પક્ષીઓ જેટલું પણ તું નહીં કરે?
સમ્યક્ વિકાસનાં દસ મહાવ્રત: આર્થિક વિકાસની ચર્ચા દરમ્યાન એક શબ્દ વારંવાર પ્રયોજાય છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અથવા સંપોષિત વિકાસ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શબ્દમાં વિકાસની ગતિ અને સાતત્ય જાળવી રાખવાનો ઉદ્દેશ છે. જ્યારે સમ્યક્ વિકાસ શબ્દનો અર્થબોધ ઘણો સમૃદ્ધ અને પ્રાગતિક છે. તેમાં સદ્ભાવ, સમગ્રતા અને સર્વસમાવેશકતાનો ભાવ છે.
યોગદર્શનમાં અહિંસા-સત્યાદિ પાંચ યમ અને તપ-શૌચાદિ પાંચ નિયમો છે. આગળ અસ્મિતા દર્પણના વીસમા અંકમાં વિગતે આ વાત કરી ગયા છીએ એટલે આર્થિક વ્યવહારના સંદર્ભમાં ફરી આ ઋતોને માત્ર યાદ કરી લઇએ. તેમજ આ દરેકના સંદર્ભમાં શું કર્તવ્ય છે તેના એક બે ઉદાહરણો જોઇ લઇશું.
પાંચ યમ:
સત્ય: ત્રણ મૂલ્યો જાળવીએ- વિશ્વાસ,વફાદારી અને ગુણવત્તા દા.ત. ક્વૉલિટિ એસ્યોરન્સ, અસ્યોર્ડ સર્વિસ
અહિંસા: ત્રણ વિકારો ટાળીએ- લોભ, ક્રોધ અને ભય દા.ત. સ્વસ્થ બિઝનેસ સંબંધ, પર્યાવરણ જાળવણી
અસ્તેય: હકનું લઇએ, હકનું આપીએ દા.ત. નફાખોરી ટાળીએ, બેન્ક, શેર હૉલ્ડર્સનું દેવું ચૂકતે કરીએ
અપરિગ્રહ: જેટલું જોઇએ તેટલું, ત્યારે અને ત્યાં વાપરીએ દા.ત. સંઘરાખોરી ટાળીએ, સરકારને કરવેરા અને કામદારોને વળતર વાજબી આપીએ
બ્રહ્મચર્ય: ગ્રાહકને આકર્ષવામાં સંયમ રાખીએ દા.ત. યુવાઓને ગેરમાર્ગે દોરનાર પ્રોડક્ટ કે એડ ટાળીએ
પાંચ નિયમ:
શૌચ: નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરીએ દા.ત. ભેળસેળ ન કરીએ, માનવ કે અન્ય જીવને હાનિકારક વ્યવસાય કે પ્રોસેસથી બચીએ
સંતોષ: જાતે પ્રોફિટ લિમિટ નક્કી કરીએ, બહોળા સામાજિક હિત તરફ વળીએ દા.ત. Voluntary R&D
તપ: સામાજિક અને નૈતિક મૂલ્યો, વૈધાનિક કાયદા અને પર્યાવરણ અને અન્ય આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન દા.ત. ગ્રીન એનર્જી, કાર્બન ક્રેડિટ, એમ્પ્લોયીઝ વેલ્ફેર કે એથિકલ બિઝનેસ
સ્વાધ્યાય: વ્યવસાય અને ઉદ્યોગમાં ઉત્પાદન, સ્ટોરેજ અને ટ્રાન્સ્પૉર્ટની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિકસાવવી દા.ત. કાઇઝેન, ઓછામાં ઓછી ઊર્જાનો વપરાશ, ઝીરો પોલ્યુટિંગ મેથડ્સ અને સ્કીલ ડેવલપમેન્ટ
ઈશ્વર પ્રણિધાન: “યતોભ્યુદય નિ:શ્રેયસ:” વિશ્વ સતત પ્રગતિ અને કલ્યાણના પથ પર વહેતો રહે તેવું મિશન સેવવું, માત્ર માણસ જ શા માટે પૃથ્વીના તમામ જીવોના કલ્યાણ માટે પ્રવૃત્ત રહેવું! ચિંતક ઇવાન ઇલિચે "Counter Productivity” અને "Specific Diseconomy”ના સિદ્ધાંત દ્વારા વિશ્વમાં વિકાસના આધુનિક પરિમાણોની ઠીક ઠીક ટીકા કરી છે. દા.ત. તબીબી ઉદ્યોગના વિકાસને કારણે વધેલી અનારોગ્યતા, શિક્ષણસંસ્થાઓ વધવા છતાં અજ્ઞાન અને તમસનો વધેલો વ્યાપ, કાયદા અને કાનૂની વ્યવસ્થાની સ્થાપના પછી પણ નીતિમત્તા અને ન્યાયનું થયેલ અધોગમન કે અધધધ સંરક્ષણ ખર્ચાઓ પછી પણ નાગરિકની સુરક્ષાની ચિંતામાં વધારા જેવી અનેક વિરોધાભાસી બાબતોનો સચોટ આંકડાકીય માહિતી દ્વારા રહસ્યસ્ફોટ કર્યો છે. આ પરિણામો સૂચવે છે કે જે હેતુ માટે આ બધી વ્યવસ્થાઓ બની છે, તેમાં કોઇ ચૂક અવશ્ય થઇ છે.
ઇવાન ઇલિચનાં તારણો સાથે આ લખનાર પણ પૂરો સંમત નથી. તમે પણ ન હો તેવું બને. જો કે એક પર્સ્પેક્ટિવ તરીકે તેના નિરીક્ષણો રસપ્રદ ખરાં! એક ઉદાહરણ તરિકે આધુનિક જીવનશૈલીમાં “આવશ્યક” ગણાતી અંગત મોટરકાર અંગે ઇવાન ઇલિચના અભ્યાસનું રસપ્રદ તારણ જોઇએ.

ત્રણ મૂલ્યો જાળવીએ- વિશ્વાસ,વફાદારી અને ગુણવત્તા દા.ત. ક્વૉલિટિ એસ્યોરન્સ, અસ્યોર્ડ સર્વિસ

સિત્તેરના દાયકામાં અમેરીકામાં મોટરકારની સુવિધા માટે તેણે તારવ્યું હતું કે એક મોટરકાર ખરીદવા માટેનાં નાણાં કમાવા પાછળ ખર્ચાતો સમય, કાર માલિકે કારમાં ગાળેલો સમય (જેમાં ટ્રાફિક જામને લીધે વેડફાતા સમયનો સમાવેશ થઇ જાય છે), અકસ્માતોના સંજોગોમાં સારવાર પાછળ ખર્ચાતો સમય, કારને ચલાવવા ઇંધણ મેળવવા પાછળ લાગતો સમય, વગેરે આ બધાંનો સરવાળો કરીએ અને પછી તેનાથી કારમાં કરેલ પ્રવાસને ભાગીએ તો શું મળે? તેણે અંદાજ્યું હતું કે એક અમેરિકને વરસમાં એક કાર દ્વારા કરેલ આશરે ૧૦૦૦૦ કિ.મી. પ્રવાસને ઉપર મુજબ ગણેલા ૧૬૦૦ કલાકના સમય વડે ભાગીએ તો એક કારની દર કલાકે ખરેખર સરેરાશ ઝડપ માત્ર ૬ કિ.મી. થાય. મુંબઇ, દિલ્હી કે અમદાવાદ શહેરમાં જીવતા મેટ્રો સિટિઝન માટે આ વાત સમજવી અઘરી નથી. ઇવાન ઇલિચની ગણતરી મુજબ કારની ખરેખર ઝડપ આપણી પગ વડે ચાલવાની સામાન્ય ઝડપથી સહેજ વધારે છે! તેને માટે કેટલું પ્રદૂષણ અને કેટલી બધી જીવહાનિ!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP