Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- નદી, પર્વત કે ઉપવનમાં જાઓ, એકાંતમાં બેસી કલ્પના કરો...
- હું બ્રહ્માંડનો એક અંશ છું! 
- મારા પરિજન, મિત્ર, સાથી, પશુ-પંખી કે વૃક્ષ બધા બ્રહ્માંડના જ અંશ છે!
- હું ઈશ્વરની સુંદર, પૂર્ણ અને અખંડ રચના છું! 
- મારી આસપાસની દરેક રચના સુંદર અને પૂર્ણ છે! 
- વિસ્મય અને આનંદ થયો? તમારી સાવ નજીકમાં પરમાત્મા હોવાનો એ પૂરાવો છે! 

વિશ્વ, એક સકળ અને સમગ્ર સંરચના

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

વિશ્વ એટલે શું?
આ વિશ્વ કઇ રીતે નિર્માણ પામ્યું છે?
તે આપમેળે ઉદભવ્યું છે કે તેનો કોઇ સર્જનહાર છે?
તેના સર્જન, પાલન અને વિસર્જનમાં કોઇ દિવ્ય શક્તિ કામ કરે છે?
તેનું આયુષ્ય કેટલું?


આ બધા માનવ મનને મુંઝવતા સનાતન પ્રશ્નો છે. દરેક માનવ સભ્યતાને આ અંગે પોતાની વિભાવના છે. કોઇ કહે છે કે વિશ્વ એક દિવ્ય રચના છે, જે કોઇ ખગોળીય ઘટનાનું પરિણામ છે. કોઇ તેને ધાર્મિક માન્યતાઓ સાથે જોડે છે તો બીજા કેટલાક તેને વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવે છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ વચ્ચેનું રસપ્રદ સામ્ય અને દેખીતો વિરોધાભાસ માણવાનો પ્રયાસ કરીશું.


સમગ્રતા અને પૂર્ણતાનો વિશ્વમંત્ર :
"ૐ પુર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પુર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે".
આ મંત્ર ઇશાવાસ્યોપનિષદનો શાંતિમંત્ર છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે,
"તે (પરમાત્મા) પૂર્ણ છે,
આ (જીવાત્મા) પૂર્ણ છે

કોઇ કહે છે કે વિશ્વ એક દિવ્ય રચના છે, જે કોઇ ખગોળીય ઘટનાનું પરિણામ છે. કોઇ તેને ધાર્મિક માન્યતાઓ સાથે જોડે છે તો બીજા કેટલાક તેને વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવે છે.

પરમાત્મા સ્વરુપ પૂર્ણમાંથી જીવ સ્વરૂપ પૂર્ણનો પ્રાદુર્ભાવ થયો છે.
પૂર્ણમાંથી બાદબાકી થવા છતાં પૂર્ણતા અખંડ રહે છે.


(પરમાત્માસ્વરુપ પૂર્ણમાંથી જીવાત્માસ્વરૂપ પૂર્ણ પ્રકટવા છતાં બન્નેની પૂર્ણતા અકબંધ રહે છે)
પરમાત્મામાંથી સંસારની સઘળી રચનાઅને જીવાત્માનું પ્રાકટ્ય થયું છે. કોઇ એક પદાર્થમાંથી તેનો કોઇ ભાગ કાઢી લેવામાં આવે તો મૂળ સ્રોત (અંશી) ખંડિત થાય જ અને કેટલોક ભાગ બાકી રહી જવાને લીધે મૂળ પદાર્થમાંથી છૂટો પડેલો ભાગ (અંશ) પણ ખંડિત હોવાનો.
દા.ત. તમે સફરજનની છ ટૂકડા કરો. જો તમે તેમાંથી એક જુદો કાઢી લેશો તો શું થશે? હવે સફરજન છઠ્ઠા ભાગ જેટલું અપૂર્ણ રહે અને પેલો એક ટૂકડો પાંચ ગણા જેટલો મૂળ ફળથી અધૂરી રહે, ખરું ને? આવી સામાન્ય સમજ સાથે ઉપરોક્ત સમીકરણ સંમત નથી. ઋષિ કહે છે કે અંશી અને અંશ બેઉ અખંડ રહે છે.

પૂર્ણત્વનું આ સમીકરણ વિશ્વની પૂર્ણતાને સમજવાનો રાજમાર્ગ છે. દરેક સજીવ-નિર્જીવ પદાર્થ પૂર્ણતાથી ભરપૂર છે. ક્યાંય કોઇ અપૂર્ણતા નથી. પર્યાવરણનું દરેક તત્ત્વ તેના પ્રત્યેક ભાગમાં થોડેવત્તે જોવા મળે છે. પદાર્થ અને ઊર્જાના સમન્વયથી બનેલ આ સૃષ્ટિના કણેકણમાં સમષ્ટિની અખિલાઇનો પડઘો પડે છે. આ વાત કોઇપણ જૈવ રાસાયણિક કે ભૌતિક સંરચનાના પાયાનો મૂળભૂત સિદ્ધાંત છે.


વિશ્વની સકળતા દર્શાવતા વૈજ્ઞાનિક સિદ્ધાંતો
આ વિભાવના સમજવા માટે અણુવિજ્ઞાનનો સહારો લઇએ. કહે છે કે એક અણુમાંથી બીજો અણુ પ્રગટે છે, ત્યારે બેઉ એકસમાન ગુણધર્મો ધરાવે છે. પ્રજનનનો સિદ્ધાંત પણ આ વાતને અનુમોદન આપે છે. મૂળ સજીવ અને તેમાંથી ઉત્પન્ન થયેલ જીવ બેઉનું સ્વરૂપ અને ગુણધર્મો સમાન છે. તે જ રીતે સ્થૂળ સૃષ્ટિનો દરેક પદાર્થ પણ સતત પરિવર્તન પામતો રહેવા છતાં તેની મૂળભૂત લાક્ષણીકતા અખંડ રહે છે.


સૃષ્ટિ, પૂર્ણતા તરફની યાત્રા:
સૃષ્ટિની દરેક પ્રક્રિયાના પાયામાં પૂર્ણતા તરફની ગતિ જોવા મળે છે. દરેક તત્ત્વની અણુની સંરચનામાં નિશ્ચિત સંખ્યામાં ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામના ત્રણ મૂળભૂત કણો જોવા મળે છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને તેની ફરતે ઈલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરતા હોય છે. અણુની બહારની છેલ્લી કક્ષા (Orbit) માં ગતિ કરતા ઈલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની પ્રક્રિયા કરવાની વૃત્તિ (Valency) નક્કી કરે છે. કોઇ પદાર્થ ઈલેક્ટ્રોન આપે છે, તો કોઇ લે છે. તે રીતે બેઉ પોતાની પૂર્ણતા તરફ ગતિ કરે છે! સૃષ્ટિનો દરેક પદાર્થ સતત આ રીતે ક્રિયાશીલ છે. આમ એવું પણ કહી શકાય કે સૃષ્ટિનો એક પણ પદાર્થ સાવ નિર્જીવ નથી!


દરેક જીવ પૂર્ણ, અનન્ય અને વિશિષ્ઠ છે:
સજીવ પદાર્થોમાં "ડી.એન.એ. ફિંગર પ્રિન્ટિંગ" નામની એક અદભુત લાક્ષણિકતા જોવા મળે છે. દરેક સજીવનું જનીન બંધારણ બીજા કોઇ સજીવ સાથે મળતું નથી! સજીવની લાક્ષણિકતાઓ તેના ડી.એન.એ. દ્વારા નક્કી થાય છે. કોઇ બે માણસનાં તમામ રંગસૂત્રો સમાન નથી. તેમના વચ્ચે સ્પષ્ટપણે જોઇ શકાય તેવો ભેદ હોવાનો. દા.ત. દરેક માણસની આંગળીઓનાં ટેરવાં પરનાં વર્તુળો કે આંખની કીકીનો રંગ અને ભાત જગતના બીજા કોઇ માણસને મળતાં નહીં હોય. તેને નિસર્ગના હસ્તાક્ષર કહીએ તો કંઇ ખોટું ન કહેવાય!

સજીવ પદાર્થોમાં "ડી.એન.એ. ફિંગર પ્રિન્ટિંગ" નામની એક અદભુત લાક્ષણિકતા જોવા મળે છે. દરેક સજીવનું જનીન બંધારણ બીજા કોઇ સજીવ સાથે મળતું નથી! સજીવની લાક્ષણિકતાઓ તેના ડી.એન.એ. દ્વારા નક્કી થાય છે. કોઇ બે માણસનાં તમામ રંગસૂત્રો સમાન નથી. તેમના વચ્ચે સ્પષ્ટપણે જોઇ શકાય તેવો ભેદ હોવાનો.

કુદરત - ઉત્પત્તિ, વિકાસ અને લયનો નેચરલ સૉફ્ટવેર:
સૂક્ષ્મ સ્ત્રી બીજ અને પુરુષના શુક્રકણના મિલન સાથે જ માતાના શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાની શૃંખલા આપોઆપ સંચારિત થાય છે. ગર્ભસ્થ શિશુની જાતિ પણ રંગસૂત્રોના બંધારણ પરથી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે નિશ્ચિત થાય છે. તેમાં કોઇ દખલગીરીને અવકાશ નથી! ફલિત અંડના ક્રમબદ્ધ વિકાસ માટે જરુરી પોષક તત્ત્વો અને રોગપ્રતિકારક શક્તિ આપમેળે ઉપલબ્ધ થાય છે. માતાના દૂધના રાસાયણિક બંધારણમાં પણ બાળકની આવશ્યકતા મુજબ રોજેરોજ ફેરફાર થાય છે! માતાના દૂધના રાસાયણિક પૃથક્કરણથી માલૂમ પડ્યું છે કે તેમાં નવજાત બાળકના પોષણ, વિકાસ અને રોગપ્રતિકાર માટે જરૂરી એવાં તમામ તત્ત્વો હાજર હોય છે. ગમે તેટલી આધુનિક પ્રયોગ શાળામાં પણ માતાના દૂધને સમકક્ષ દૂધ તૈયાર કરવું શક્ય નથી!


આ વાત દરેક સસ્તન પ્રાણીને લાગુ પડે છે. દરેક જાતિની માદાના દૂધની રાસાયણિક લાક્ષણિકતા પોતાના પર્યાવરણ સાથે સો એ સો ટકા સુસંગત હોય છે. દા.ત. ગાયના દૂધમાં ચાર ટકા ચરબી હોય તો બ્લ્યુ વ્હેલના દૂધમાં ચાલીસ ટકા સુધી ચરબીનું પ્રમાણ જોવા મળે! આ તો માત્ર માતાના દૂધના બંધારણની વાત થઇ. અસંખ્ય સજીવોનાના કોષ બંધારણ અને અગણિત નીર્જીવ પદાર્થોના અણુએ અણુમાં વ્યાપ્ત જૈવરાસાયણિક વૈવિધ્યની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે!


ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન "ધર્મ અને વિજ્ઞાન" નિબંધમાં લખે છે,
"જેણે વિજ્ઞાનની મહત્તા જાણી છે તેના માટે તેના માટે સમગ્ર બ્રહ્માંડ એક તાંતણે ગુંથાયેલું પરમ સત્ય બની જશે".
[email protected]

સ્વ-અર્થ

- નદી, પર્વત કે ઉપવનમાં જાઓ, એકાંતમાં બેસી કલ્પના કરો...
- હું બ્રહ્માંડનો એક અંશ છું! 
- મારા પરિજન, મિત્ર, સાથી, પશુ-પંખી કે વૃક્ષ બધા બ્રહ્માંડના જ અંશ છે!
- હું ઈશ્વરની સુંદર, પૂર્ણ અને અખંડ રચના છું! 
- મારી આસપાસની દરેક રચના સુંદર અને પૂર્ણ છે! 
- વિસ્મય અને આનંદ થયો? તમારી સાવ નજીકમાં પરમાત્મા હોવાનો એ પૂરાવો છે! 

પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP