Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મારી ઊર્જાનો રાષ્ટ્રીય હિતમાં મહત્તમ ઉપયોગ કરીશ
- લાંચ લઇશ નહીં કે આપીશ નહીં  
- કામના સ્થળે કે વ્યવસાયમાં કોઇ ભેદભાવ નહીં કરું
- જાતિ, જ્ઞાતિ કે વિચારધારાના પાયા પર
- આર્થિક કે સામાજિક સ્તરના આધારે 
- લિંગ કે શારીરિક સશક્તતાના આધારે 

- સામાજિક પ્રસંગોએ સાદાઇ અને કરકસર 
- કોઇ એક જરૂરિયાતમંદ પરિવારને દત્તક લઇએ
- વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ, દંભ અને અંધશ્રદ્ધા ટાળીએ 

- ‘Nation First’
- No Corruption 
- No Discrimination
- Zero tolerance to environment damage  

રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ

  • પ્રકાશન તારીખ11 Sep 2018
  •  

રાષ્ટ્રીય ચારિત્ર્ય વિશે બહુ બધું બોલાય અને લખાય છે. આમ છતાં સમાજ જીવનમાં ભાગ્યે જ કશું નક્કર જોવા મળે છે. આવું શાને થાય છે? શું આપણી રાષ્ટ્રીય ચારિત્ર્યની સમજમાં કોઇ ભૂલ છે? કે પછી રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણની પ્રક્રિયામાં પાછા પડીએ છીએ? આ બેઉ પ્રશ્નોના ઉત્તર હકારમાં છે, તેમ નમ્રપણે માનવું છે.
રાષ્ટ્ર અને રાજ્ય વિકિપીડિયામાં નેશન અને સ્ટેટ એમ બે શબ્દો અંગે ખાંખાખોળાં કરીએ અને આપણી સામે માહિતીનો અંબાર ખડકાઈ જાય. જો કે આ સંદર્ભો મહદંશે પાશ્ચાત્ય વિશ્વ અંગેના છે. વેદિક સાહિત્યમાં પડેલા રાષ્ટ્ર સંબંધી જ્ઞાનકોષનો તેમાં સહેજ પણ ઉલ્લેખ નથી! ગૂગલને અલ્ટિમેટ ગુરુ માનતા મિત્રોને આ લાલબત્તી છે!

વિકિપીડિયામાં નેશન અને સ્ટેટ એમ બે શબ્દો અંગે ખાંખાખોળાં કરીએ અને આપણી સામે માહિતીનો અંબાર ખડકાઈ જાય. જો કે આ સંદર્ભો મહદંશે પાશ્ચાત્ય વિશ્વ અંગેના છે. વેદિક સાહિત્યમાં પડેલા રાષ્ટ્ર સંબંધી જ્ઞાનકોષનો તેમાં સહેજ પણ ઉલ્લેખ નથી!

પ્રાચીન ભારતમાં રાષ્ટ્રદર્શન છેક વેદકાળથી ભારતીય પરંપરામાં રાષ્ટ્રની ખૂબ જ સ્પષ્ટ વિભાવના અભિવ્યક્ત થઇ છે. રાષ્ટ્રસુક્તમાં વ્યક્ત થયેલા દિવ્ય સંકલ્પો આજે પણ એટલા જ પ્રેરક છે. અથર્વવેદમાં રાજ્યવ્યવસ્થા અને કરપ્રણાલી અંગે સુંદર વિચારમંથન થયું છે.
રામાયણ અને મહાભારતમાં સુશાસન અંગે બહુ ઉપયોગી વાતો જાણવા મળે છે. આધુનિક યુગમાં પણ "રામરાજ્ય" શબ્દ પ્રયોજ્યા વિના આદર્શ રાષ્ટ્રની કલ્પના અધૂરી રહી જાય છે! મહાભારતના બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપેલ રાષ્ટ્રધર્મનો બોધ વાંચવા જેવો છે. ચાણક્યના "અર્થશાસ્ત્ર"ને રાષ્ટ્ર વ્યવસ્થાપનનો મહાસંદર્ભ કહી શકાય.
આર્ષ મૂલ્યોની સાંપ્રત કાળમાં પ્રસ્તુતિ
કોઇ કહેશે કે આજના લોકશાહી યુગમાં પ્રાચીન યુગની આ વાતો શા કામની? મૂળ સવાલ મૉટિવેશનનો છે. લોકો ભય અથવા લોભથી પ્રેરાઇને અમુક રીતે વર્તે છે, એ પ્રકારના કેરૉટ અને સ્ટીક મૉડેલને તો તેના ઉદગમસ્થાન પશ્ચિમની ધરતી પરથી પણ જાકારો મળી ગયો છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે કે માણસને ઉત્તમ રીતે પ્રેરિત કરતું જો કોઇ પરિબળ હોય તો તે છે, તેનું અંત:કરણ! આપણી વાતનું મૂળ અહીંયા છે.
સામાન્ય માણસ સ્પષ્ટપણે બોલી ભલે ન શકતો હોય પણ તેના અંતરમાં આદર્શનાં બીજ યુગો યુગોથી સચવાઇને રહેલા છે. જે આપણો અમૂલ્ય ખજાનો છે. ભારતીયતાના આ સુષુપ્ત સત્ત્વને ચેતનવંતું કરવા આપણા જ્ઞાન-વારસાનો વૈજ્ઞાનિક દૃષ્ટિથી અભ્યાસ કરવો જોઇએ. તમે માનશો? અસ્મિતા દર્પણ શ્રેણીનો આ જ ઉદ્દેશ છે!
૬.૨: રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણનો રોડ મેપ
રાષ્ટ્રીય ચારિત્ર્યનાં ત્રણ પાસાં છે; જાગૃતિ, કર્મઠતા અને પ્રગતિશીલતા. મહાભારતના ધર્મયુદ્ધના પ્રારંભે જ હામ હારીને બેસી ગયેલા અર્જુનને શ્રીકૃષ્ણે હાકલ કરતાં કહ્યું હતું, "તારા હૃદયની આ નબળાઇ દૂર ફેંક અને ઊઠ, ઊભો થા!” ઊઠો એટલે આળસનો ત્યાગ કરો. આ કર્મઠતાનો બોધ છે. જાગો એટલે તમે કોણ છો, તેની ઓળખ કરો. અર્થાત્ "સામાન્યતાના અંચળા હેઠળ છૂપાયેલી અસામાન્યતાની ઓળખ"!
કઠોપનિષદના ‘ઉત્તિષ્ઠત જાગ્રત’ને આપણું નેશનલ વિઝન સ્ટેટમેન્ટ કહી શકાય....
જેમાં રાઇટ વેલ્યુઝ, રાઇટ એટ્ટીટ્યુડ અને રાઇટ એકશનનું કૉમ્બિનેશન થયું છે.
આ તો થઇ બધી સૈદ્ધાંતિક વાતો પણ તેનું વ્યવહારુ અનુસરણ કઇ રીતે કરી શકાય?
રાષ્ટ્ર આપણી ઓળખ બને
દેશમાં રસ્તે ચાલતી કોઇપણ વ્યક્તિને પૂછી જુઓ, "તમે કોણ છો?". ઉત્તરમાં તમને તેના નામ, જાતિ, પ્રદેશ, ધર્મ, સંપ્રદાય જાણવા મળશે, સિવાય કે તેની રાષ્ટ્રીયતા! પોતાની આસપાસ બધા ભારતીયો જ હોય એટલે પોતાની વિશિષ્ઠ ઓળખ માટે વ્યક્તિ આવું કહેતી હશે! અમેરીકામાં એ જ વ્યક્તિને આ પ્રશ્ન પૂછો તો તે તુરત જ હસીને કહેશે, “હું ભારતીય છું!".
આમ જ્યારે એક ભારતીય વિદેશમાં જાય છે, ત્યાં તે પોતાની રાષ્ટ્રીય ઓળખ અંગે સભાન થઇ જાય છે. તેનાથી વિપરિત દેશમાં આપણે પ્રાદેશિક કે અન્ય સંકુચિત ઓળખને જીવતી રાખવા મથીએ છીએ.
અટક કે જાતિને બદલે માત્ર નામથી સંબોધન કરીએ
શાળામાં ભણતા બાળકને તેના જાતિ કે અટકથી સંબોધન કરવાને બદલે તેના પ્રથમ નામથી જ બોલાવીએ. આ જ પ્રણાલી કચેરીમાં અને જાહેર સ્થળોએ અપનાવી શકાય. તેનો ફાયદો એ છે કે તેનાથી નાત-જાતના પૂર્વગ્રહો ઘટે છે અને આત્મીયતા વધે છે.
એક રૂપકાત્મક ઘટના જોઇએ. નોકરી આપવા ઇન્ટરવ્યુ આપવા ગયેલા યુવાને પેનલમાંની એક વ્યક્તિએ જ્ઞાતિ જાણવા પૂછ્યું, "તમે કેવા છો?" ઉત્તર મળ્યો, "ભારતીય છું!” પ્રશ્ન પૂછનારને ક્ષોભજનક આંચકો મળ્યો. જો કે બુદ્ધિશાળી યુવાએ પેલા વડીલના સંકોચને દૂર કરવા મુસ્કાન સાથે કહ્યું, "આપની જેમ જ!"

સામાન્ય માણસ સ્પષ્ટપણે બોલી ભલે ન શકતો હોય પણ તેના અંતરમાં આદર્શનાં બીજ યુગો યુગોથી સચવાઇને રહેલા છે. જે આપણો અમૂલ્ય ખજાનો છે. ભારતીયતાના આ સુષુપ્ત સત્ત્વને ચેતનવંતું કરવા આપણા જ્ઞાન-વારસાનો વૈજ્ઞાનિક દૃષ્ટિથી અભ્યાસ કરવો જોઇએ.

સામાજિક સમરસતા કેળવીએ
ગીતાકાર કહે છે, "જે સમદર્શી છે, તે જ ખરો જ્ઞાની"! આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પ્રાગતિક દૃષ્ટિકોણ આપતાં યોગેશ્વરે કહ્યું હતું વર્ણ વ્યવસ્થા મહદંશે આર્થિક વ્યવસ્થા છે અને તે ગુણ, સ્વભાવ અને કર્મ આધારિત છે (૪/૧૩ અને ૧૮/ ૪૧-૪૪). સમાજના બધા વર્ગો એકમેકનાં પૂરક બની રહે તે અપેક્ષિત છે. જ્ઞાતિ-જાતિ-સંપ્રદાયના નામે થતા ઝઘડાઓ આપણી રાષ્ટ્રીય ઓળખને નબળી પાડે છે. તેને બદલે આ જ સંગઠ્ઠનો સમાયોજન અને સહકારનો સેતુ બને, તો કેવું સારું!
કેળવણી દ્વારા જ આ ભગીરથ કાર્ય સંભવ બને. સમાજની સ્વિકૃતિ વિના આ કાર્ય શક્ય નથી. લોકશિક્ષણ અને અનુશાસન એ એક સિક્કાની બે બાજુ છે. કોઇ નવો ચીલો ચાતરવા માટે લોકમત કેળવવો જરૂરી બને છે. આ માટે મુક્ત રીતે વિચાર કરતા વ્યક્તિ-વિશેષો અને સેવામંડળો અને મીડિયાની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહેશે. [email protected]
સ્વ-અર્થ

- મારી ઊર્જાનો રાષ્ટ્રીય હિતમાં મહત્તમ ઉપયોગ કરીશ
- લાંચ લઇશ નહીં કે આપીશ નહીં  
- કામના સ્થળે કે વ્યવસાયમાં કોઇ ભેદભાવ નહીં કરું
- જાતિ, જ્ઞાતિ કે વિચારધારાના પાયા પર
- આર્થિક કે સામાજિક સ્તરના આધારે 
- લિંગ કે શારીરિક સશક્તતાના આધારે 

પરિવાર-સાર

- સામાજિક પ્રસંગોએ સાદાઇ અને કરકસર 
- કોઇ એક જરૂરિયાતમંદ પરિવારને દત્તક લઇએ
- વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ, દંભ અને અંધશ્રદ્ધા ટાળીએ 

મેનેજમેન્ટ-મર્મ

- ‘Nation First’
- No Corruption 
- No Discrimination
- Zero tolerance to environment damage  

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP