Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- કોઇ એક કલાક્ષેત્રે રસ કેળવું 
- હૉબી માત્ર સ્વાંત: સુખાય આનંદ માટે હોય
- કોઇ આર્થિક લાભ કે સામાજિક મોભો ન જોડું તો ઉત્તમ!

- કલાક્ષેત્રે આગળ વધવા માગતા પરિજનને પ્રોત્સાહન અને ટેકો આપીએ
- ઘરમાં સર્જનશીલતાનું વાતાવરણ નિર્માણ કરીએ
- બાળકના અને યુવાના દરેક નાનમોટા સર્જનને વધાવીએ
- મૌલિકતાને પ્રોત્સાહન આપીએ
- રેકૉર્ડેડ ગીતો પર ડાન્સ કરવાને બદલે
- જાતે ગાઇને અભિનય કરે તેવું પ્રેરીએ 

- તમારા હજાર સાથીઓમાં એકાદ મૌલિક સર્જક હશે
- તેને ઓળખો, તેની કળાને નિખારો અને આગળ વધારો
- સર્જન જેટલું જ મહત્ત્વનું સર્જનને પ્રોત્સાહન આપવાનું છે
- ગાયક જેટલો જ મહત્ત્વનો શ્રોતા છે
- રમતવીર જેટલો જ મહત્ત્વનો ગ્રાઉન્ડમેન છે!
- તમે રમતવીર ભલે ન બની શકો, ગ્રાઉન્ડમેન બનતાં કોણ રોકી શકે? 

રાષ્ટ્રના આનંદકોષના શિલ્પીઓઃ સર્જકો અને કલાકારો

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

એક અત્યંત પ્રચલિત સંસ્કૃત સુભષિતમાં કલા અને સંગીતમાં રસ ન ધરાવતી વ્યક્તિને "શિંગ અને પૂંછ વગરના પશુ"ની ઉપમા આપી છે! ભારતના ઇતિહાસનાં પાને નોંધાયેલા તમામ મહારાજા કે ચક્રવર્તી સમ્રાટની એક બાબત સામાન્ય છે. તેમની સભા અનેક વિદ્વાનો, કલાકારો અને સર્જકોથી શોભતી હતી. કલાકારોને રાજ્યાશ્રય આપવો એ રાજકર્તાનો ધર્મ લેખાતો હતો.
પ્રાચીનતમ ગ્રંથોમાં અને પુરાતત્ત્વીય અવશેષોમાં સંગીત અને નૃત્ય માટેની રંગશાળાઓના પુરાવાઓ અને ઉલ્લેખ મળી આવે છે. ગુપ્તવંશના મહાન સમ્રાટ સમુદ્રગુપ્ત વિદ્વાન સંગીતજ્ઞ હતા. સમ્રાટ હર્ષવર્ધન પોતે ઊંચી કોટીના કવિ હતા. અવંતિના વીર વિક્રમાદિત્ય અને મહારાજા ભોજના દરબારમાં નવ રત્નો હતા. કાલિદાસ, માઘ, ભવભૂતિ અને શુદ્રક જેવા કવિ-

નાટ્યકારોએ આપેલી અમર રચનાઓ આપણા સાહિત્ય વારસાના અણમોલ રત્નો છે.

ભારતના ઇતિહાસનાં પાને નોંધાયેલા તમામ મહારાજા કે ચક્રવર્તી સમ્રાટની એક બાબત સામાન્ય છે. તેમની સભા અનેક વિદ્વાનો, કલાકારો અને સર્જકોથી શોભતી હતી. કલાકારોને રાજ્યાશ્રય આપવો એ રાજકર્તાનો ધર્મ લેખાતો હતો.

સંગીત, નૃત્ય, નાટ્ય અને કાવ્યમાં મનોરંજન અને સર્જનનો બેવડો આનંદ છે. શૃંગાર અને સૌંદર્યને સુરુચિપૂર્વક રજુ કરવા સાથે સાંપ્રત સમયનાં દૂષણો અને સમસ્યાઓને ચોટદાર વ્યંગાત્મક રીતે રજુ કરવાની શક્તિ આ માધ્યમોમાં છે. તેમાં મનોરંજન અને સર્જનનો બેવડો આનંદ છે. સર્જક અને દર્શક બેઉનું સંસ્કરણ થાય છે. રચયિતા ઊર્મિઓની સૌષ્ઠવયુક્ત અભિવ્યક્તિ દ્વારા હળવાશ અને પ્રફુલ્લિતતાની અનુભૂતિ કરે છે. તો બીજી બાજુ દર્શક પોતાના મનોભાવોને કૃતિમાં સ્થાન મળતું જોઇને સધિયારો અનુભવે છે અને આનંદ પ્રાપ્ત કરે છે.


આમ સર્જકો રાષ્ટ્રદેવના આનંદમય કોષના નિર્માતા છે, તો બીજી બાજુ સર્જનકાર્યને પ્રોત્સાહિત કરતા નાગરિકો રાષ્ટ્રના આનંદમય કોષના પાલનકર્તા છે! રાષ્ટ્રના આનંદમય કોષના નિર્માણ અને પાલન માટે શું કરવું જોઇએ? તેના પર વિચાર કરીએ.


સર્જકનું સન્માન કરીએ:
એક સર્જકને શું જોઇએ? એવું કહેવાય છે કે ખરો સર્જક માત્ર "સ્વાંત: સુખાય" કામ કરે છે. સર્જનશીલ શબ્દનો અર્થ જ એ છે કે અભિવ્યક્તિનું પ્રસ્ફૂટન થવા સાથે જ સર્જકને જોઇતું મળી જાય છે. બીજું કશું તે નથી માગતો. સર્જકના સન્માન દ્વારા વસ્તુત: આપણે સર્જનશીલતાને ગૌરવ પ્રદાન કરીએ છીએ. સમાજ જે મૂલ્યને "મૂલ્યવાન" ગણશે તે કરવા નાગરિકને ઉત્પ્રેરણ મળશે. સર્જશીલતા આપણા સન્માનની યાદીમાં શીર્ષસ્થ હો.


સર્જક મુક્ત અને સ્વતંત્ર હોય:
જે મુક્ત નથી તે સર્જક ન હોઇ શકે. "ફ્રી વિલ" અથવા મુક્તૈષણા એ સર્જનક્રિયાનું પાયાનું તત્ત્વ છે. બંધિયાર વાતાવરણમાં શ્રેષ્ઠ સર્જન સંભવ નથી. તે બધા રાજકીય, સામાજિક અને આર્થિક બંધનોથી મુક્ત હો, સિવાય કે તેના પોતાના આત્માના અવાજનું બંધન! સર્જકને ગરિમાપૂર્ણ જીવન મળવું જોઇએ. સર્જકનું યોગ-ક્ષેમ સમાજની અદકેરું કર્તવ્ય છે. સામાજિક અને આર્થિક રીતે સ્વાયત્ત સર્જક સમાજની મોટી અસ્ક્યામત છે. તેને પાળીએ, પોષીએ અને ખીલવીએ. તો અને તો જ રાષ્ટ્રને ઉત્તમ અને નવાં ઋતો મળી રહેશે.


પૂર્ણ સર્જન = સત્યમ્ + શિવમ્ + સુન્દરમ્:
ત્રિઋત સત્યમ્ શિવમ્ સુન્દરમ્ ભારતીય તત્ત્વજ્ઞાનની આગવી ખોજ છે. સત્ એટલે અવિનાશી, શાસ્વત અને સનાતન. સત્ એટલે કાળ અને સ્થળથી નિરપેક્ષ. આવું હોય તે સત્ય. જે સાપેક્ષ છે, તે સત્ય નથી. સર્જનના સંદર્ભમાં સત્ એટલે શું? નિરપેક્ષભાવે અને શુદ્ધ ચેતનાથી થયેલું સર્જન સત્ છે. પરમ ચેતનાનો સ્પર્શ પામી ચૂકેલો કોઇ સર્જક પોતાના સમયથી ઘણું આગળનું જોઇ અને અભિવ્યક્ત કરી શકે છે. સત્ એ સર્જનનો આત્મા છે. જે સત્ નથી, તે સર્જકને સ્વિકાર્ય નથી.

સંગીત, નૃત્ય, નાટ્ય અને કાવ્યમાં મનોરંજન અને સર્જનનો બેવડો આનંદ છે. શૃંગાર અને સૌંદર્યને સુરુચિપૂર્વક રજુ કરવા સાથે સાંપ્રત સમયનાં દૂષણો અને સમસ્યાઓને ચોટદાર વ્યંગાત્મક રીતે રજુ કરવાની શક્તિ આ માધ્યમોમાં છે.

બીજું ઋત છે, શિવમ્. શિવ એટલે શ્રેય. શ્રેય એ તો સર્જનનો અંતરંગ ભાવ છે. પારધિના તીરથી સારસ બેલડીને ખંડિત થતાં જોઇ મહર્ષિ વાલ્મીકિના હૃદયમાં કરુણાનું ઝરણું ફૂટી નીકળ્યું, "મા નિષાદ...!" અને આપણને એક મહાકાવ્યની ભેટ મળી. જે સત્ હોવા છતાં શિવમ્ નથી, સર્જકને તે સ્વિકાર્ય નથી.


ત્રીજું ઋત છે, સૌંદર્ય. સર્જન સૌંદર્ય-શૂન્ય ન જ હોઇ શકે. સૌંદર્ય એટલે શું? "ક્ષણે ક્ષણે જે નવલાં રૂપ ધરે તે સૌંદર્ય", એવી પણ એક વ્યાખ્યા છે. સરળ ભાષામાં તેને સૌષ્ઠવપૂર્ણ અને ચિત્તને સહજ પ્રસન્નતા આપતું દર્શન કહીએ. જે સત્યમ્, શિવમ્ અને સુંદર છે, તે પૂર્ણ સર્જન છે!
આપણે રાષ્ટ્રદેવના અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ એમ પંચકોષનું દર્શન કર્યું. જેમાં રાષ્ટ્રદેવનો એક એક કોષ શાનો બનેલો છે અને તે દરેકનું સંવર્ધન કરવા શું કરવું જોઇએ, તેની ચર્ચા કરી. તે દરેકને વિગતે સમજવા આપણે પૃથક્કરણલક્ષી અભિગમ રાખ્યો છે. હકીકતમાં આ કોષોનું કોઇ સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેઓ એકમેકમાં ભળેલા છે અને આધાર-આધેય ન્યાયે જોડાયેલા છે. આ વાત રાષ્ટ્રના પંચકોષને સમાન રૂપથી લાગુ પડે છે. રાષ્ટ્રના આ પાંચેય કોષ એકબીજા સાથે કોઇ ને કોઇ રીતે સંકળાયેલા છે. સમગ્ર દૃષ્ટિથી જોઇએ તો અન્નમયથી આનંદમય કોષ સુધીમાં એક અદભુત અખિલાઇનાં દર્શન થાય છે.
[email protected]

સ્વ-અર્થ

- કોઇ એક કલાક્ષેત્રે રસ કેળવું 
- હૉબી માત્ર સ્વાંત: સુખાય આનંદ માટે હોય
- કોઇ આર્થિક લાભ કે સામાજિક મોભો ન જોડું તો ઉત્તમ!

પરિવાર-સાર
- કલાક્ષેત્રે આગળ વધવા માગતા પરિજનને પ્રોત્સાહન અને ટેકો આપીએ
- ઘરમાં સર્જનશીલતાનું વાતાવરણ નિર્માણ કરીએ
- બાળકના અને યુવાના દરેક નાનમોટા સર્જનને વધાવીએ
- મૌલિકતાને પ્રોત્સાહન આપીએ
- રેકૉર્ડેડ ગીતો પર ડાન્સ કરવાને બદલે
- જાતે ગાઇને અભિનય કરે તેવું પ્રેરીએ 
મેનેજમેન્ટ-મર્મ

- તમારા હજાર સાથીઓમાં એકાદ મૌલિક સર્જક હશે
- તેને ઓળખો, તેની કળાને નિખારો અને આગળ વધારો
- સર્જન જેટલું જ મહત્ત્વનું સર્જનને પ્રોત્સાહન આપવાનું છે
- ગાયક જેટલો જ મહત્ત્વનો શ્રોતા છે
- રમતવીર જેટલો જ મહત્ત્વનો ગ્રાઉન્ડમેન છે!
- તમે રમતવીર ભલે ન બની શકો, ગ્રાઉન્ડમેન બનતાં કોણ રોકી શકે? 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP