Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મારા આનંદના વિષયો કેવા છે?
- બીજાને દુ:ખ પહોંચાડીને કે દુ:ખી જોઇને મને આનંદ તો નથી થતો ને?
- મારા આનંદના નિર્માતા જેવા સાથીઓ પ્રત્યે મારો વ્યવહાર કેવો છે?
- મારા આનંદને મહત્તમ સાથીઓ સાથે વહેંચું છું કે?  

- ઉત્સવો માટે કેટલાક સંકલ્પો:
- પર્વની મૂળ ભાવના પહેલાં સમજીશું
- બાળ, યુવા અને વડીલો બધા ભાગ લઇ શકે તેવી રીતે ઉજવીશું
- ત્રણ મંત્ર: સાદગી, પર્યાવરણ જાળવણી અને સ્વસ્થતા 

રાષ્ટ્રનો આનંદમય કોષ

  • પ્રકાશન તારીખ08 Sep 2018
  •  

તમે આ કામ શા માટે કામ કરો છો? તમે શા માટે ભણો-વાંચો છો? તમે શા માટે રમો-જમો છો? તમે શા માટે સામાજિક સંબંધો બાંધો છો? આવા અસંખ્ય પ્રશ્નોનો સામાન્ય ઉત્તર લગભગ એક જ મળે. આનંદ મળે તે માટે!
આનંદ માણસના અસ્તિત્વનું મૂળ છે. આત્મા પોતે આનંદસ્વરૂપ છે! આનંદના દેવતા શ્રીકૃષ્ણની આગળ રાધે લખાય છે. ભગવતી રાધે પોતે આહ્લાદિની શક્તિ છે! તે જ માણસના અસ્તિત્વને ગતિમાન કરે છે. આનંદ શબ્દ અવ્યાખ્યાયિત છે. આનંદ, મોદ, પ્રમોદ, પ્રસન્નતા, પ્રસાદ કે સુખ જેવા શબ્દો અંતે એક જ કૂળના છે.

ગીતામાં (૧૮/૩૬-૩૮) સાત્ત્વિક, રાજસી અને તામસી, એ રીતે સુખના ત્રણ પ્રકાર આપ્યા છે. સાધના અને નિ:સ્વાર્થ સેવા જેવા અંતરને પ્રસન્ન કરતા સુખને સાત્ત્વિક કહે છે. ભૌતિક ઇંદ્રિયોના સુખને રાજસી અને આળસ કે પરપીડનથી ઉપજે તે તામસી સુખ!

ગીતામાં (૧૮/૩૬-૩૮) સાત્ત્વિક, રાજસી અને તામસી, એ રીતે સુખના ત્રણ પ્રકાર આપ્યા છે. સાધના અને નિ:સ્વાર્થ સેવા જેવા અંતરને પ્રસન્ન કરતા સુખને સાત્ત્વિક કહે છે. ભૌતિક ઇંદ્રિયોના સુખને રાજસી અને આળસ કે પરપીડનથી ઉપજે તે તામસી સુખ!
રાજસી અને તામસી આનંદના દાખલાઓ તો ડગલે ને પગલે જોવા મળે. સાત્ત્વિક આનંદના ઉદાહરણો એટલી સરળતાથી નજરે ન ચઢે. જો તમે બારિકાઇથી જુઓ તો તમને એ પણ દેખાય.
"આખો દિવસ ઑફિસમાં તનતોડ કામ કરીને થાકીને લોટપોટ થઇ જાઉં છું, પણ ઘરે જાઉં ત્યારે ઘરના ઓટલે રાહ જોતી વૃદ્ધ માતાના બે શબ્દો "આવી ગયો ભાઇ!" અને મીઠા મલકાટથી બધો થાક ઊતરી જાય છે!" તમે આવું ઘણીવાર જાતે અનુભવ્યું છે. ખરું ને? પણ આ વાત એટલી સાહજિક છે કે તે પેલા રાજસી આનંદની જેમ ડી.જે.ના તાલે કે શરાબીની જેમ ઝૂમતી ચાલે નથી આવતી એટલે ધ્યાન બહાર રહી જાય છે!
બીજી એક રૂપકાત્મક ઘટના જોઇએ.
"મારા એક સાથીને તેની વાઇફની આકસ્મિક બીમારીના કારણે તાત્કાલિક પૈસાની જરૂર પડી, મેં વીક એન્ડમાં ફરવા જવા માટે મૂકી રાખેલા રૂ. વીસ હજાર આપી દીધા. મારી નાની દીકરીએ કહ્યું, "નૉ પ્રોબ્લેમ ડેડી, આપણે રવિવારે મંદિરમાં જઇ આન્ટી માટે ખાસ પ્રાર્થના કરીશું!" મારાં પત્નીએ ભીની આંખે તેને હરખથી તેડી લીધી. વુડ યુ બિલીવ? વી હેડ મચ મૉર એનલાઇટનિંગ વીક એન્ડ!"
રાષ્ટ્રના આનંદકોષના રચયિતા:
આનંદ કોષની સમજ કેવી હશે? રાષ્ટ્રનો આનંદકોષ કોણ બનાવે છે? વ્યષ્ટિ વ્યષ્ટિ મળીને સમષ્ટિ બને છે. સર્જનાત્મક અને હકારાત્મક વૃત્તિ જ્યારે સમાજ જીવનનો મધ્યવર્તી ધબકાર બની રહે ત્યારે રાષ્ટ્ર સાત્ત્વિક આનંદની સરવાણીથી ચેતનવંતું બને.
આપણે જોયું કે વ્યક્તિગત ઉમંગનો વિસ્તાર સામૂહિક ચેતનાને પ્રગટાવે છે. જો કે કવિ, લેખક, નાટ્યકાર, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, શિલ્પકાર અને રમતવીરો જેવા કેટલાક વ્યક્તિ વિશેષો રાષ્ટ્રના આનંદમય કોષમાં સવિશેષ યોગદાન આપે છે. વળી ઉત્સવો અને પર્વો પણ સમાજ જીવનને એક ઘરેડમાંથી ઉગારે છે અને રચનાત્મક ઊર્જાની અભિવ્યક્તિ માટે અવસર પૂરો પાડે છે. આ બધા છે, રાષ્ટ્રનો આનંદકોષના ઘડવૈયા!
પર્વો અને ઉત્સવો:
ભારત ઉત્સવોનો દેશ છે. ઉત્ અને સવ એ બે ધાતુઓનો બનેલો આ ચેતનાના ઉર્ધ્વ ગમન સાથે જોડાયેલો છે. એક બીજો નજીકનો શબ્દ છે, "ઉત્સ". ઉત્સ એટલે ફૂવારો! આબાલવૃદ્ધ અને ગરીબથી લઇને તવંગર સહુના જીવનમાં સપ્તરંગી ફૂવારો બનીને આવે અને એક નવોન્મેષ ભરી દે તે ઉત્સવ!
આપણા ઉત્સવો અને પર્વો વૈજ્ઞાનિક સમજથી ભરપૂર છે. તેમાં સમાજશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્ર તથા પ્રકૃતિવિજ્ઞાન સાથે અધ્યાત્મનો સુમેળ કરવામાં આવ્યો છે.
ઉત્તરાયણ અને શરદપૂર્ણિમા જેવાં જ્યોતિ-પર્વો, ઓનમ અને બૈશાખી જેવાં ઋતુ-પર્વો, દિપાવલી અને નવરાત્રિ જેવાં પ્રકાશ-પર્વો, રક્ષાબંધન અને કરવા ચૌથ જેવાં સ્નેહ-પર્વો અને જન્માષ્ટમી અને રામનવમી જેવાં અસ્મિતા-પર્વોનું અદભુત સંયોજન થયું છે.
પર્વો સામાજિક સમરસતા અને સંગઠ્ઠનનાં સંવાહકો છે. જો કે એ સ્વિકારવું પડશે કે સમય જતાં પર્વો અને ઉત્સવોમાં કેટલાક દૂષણો પ્રવેશી ગયાં છે. ઉજવણીમાં સાદગી અને સહજતાને બદલે દેખાડા અને દંભ વધી ગયા છે. પર્યાવરણને પ્રદૂષિત કરે તેવા કૃત્રિમ અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ વધતો જાય છે.
વળી, એકાત્મ અને પ્રફુલ્લિત સમાજનું નિર્માણ, જે ઉત્સવનો મૂળ ઉદ્દેશ છે, સાવ કોરાણે મુકાઇ રહ્યો હોય તેવું લાગે છે! આવો, આપણા પૂર્વજોએ સ્થાપેલી આ સ્વસ્થ પરંપરાઓને ટકાવી રાખવા પ્રયાસ કરીએ. ભાવિ પેઢીને ઉત્તમ સાંસ્કૃતિક વારસો ભેટમાં આપ્યાનો આત્મસંતોષ અંકે કરી લઇએ!

આપણા ઉત્સવો અને પર્વો વૈજ્ઞાનિક સમજથી ભરપૂર છે. તેમાં સમાજશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્ર તથા પ્રકૃતિવિજ્ઞાન સાથે અધ્યાત્મનો સુમેળ કરવામાં આવ્યો છે.

રામાયણની બે ઘટનાથી આનંદ મીમાંસા માણીએ. બે ઐતિહાસિક ઘટનાઓ આપણી સામે છે. અયોધ્યાના વયસ્ક મહારાજા દશરથ રાજસભામાં સંસ્કારી અને લોકપ્રિય રામચંદ્રને યુવરાજ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ વાતને અયોધ્યાવાસીઓ હરખથી વધાવી લે છે. જ્યારે રામ પિતાની ટેક પાળવા રાજગાદીનો મોહ છોડી વનમાં ચાલી નીકળ્યા ત્યારે તો અવધ આખું તેમની સાથે ચાલતું થાય છે! બીજા છેડે રાવણના દરબારમાં રામનો સંદેશો આપવા આવેલા હનુમાનજીની પૂંછને આગ લગાડીને ગેલમાં આવી ગયેલા લંકાવાસીઓ છે. રામ-રાજ્યાભિષેકના સમાચારથી પ્રસન્ન થયેલા અવધવાસીઓ સામે તેમના આનંદને સરખાવો.
એક આનંદ પૂર્ણત: સાત્ત્વિક છે, જેમાં તપ અને ત્યાગને પૂજવાની સભ્યતા છે. બીજો તામસી છે, જેમાં પરપીડન અને ભોગવૃત્તિ છે. પરિણામ આંખ સામે છે. રાવણની લંકા તત્કાળ ભડકે બળી અને યુદ્ધમાં લાખો યોદ્ધાઓનો ભોગ લેવાયો, તે નફામાં. બીજી બાજુ, રાષ્ટ્રનિર્માણનું યશસ્વી યુગકાર્ય કરી પરત આવેલા શ્રી રામચંદ્રના માનમાં પ્રગટેલા દિવડા હજુયે ટમટમે છે! કેવું રાષ્ટ્ર નિર્માણ કરવું છે, તે આપણા જ હાથમાં છે!
સ્વ-અર્થ

- મારા આનંદના વિષયો કેવા છે?
- બીજાને દુ:ખ પહોંચાડીને કે દુ:ખી જોઇને મને આનંદ તો નથી થતો ને?
- મારા આનંદના નિર્માતા જેવા સાથીઓ પ્રત્યે મારો વ્યવહાર કેવો છે?
- મારા આનંદને મહત્તમ સાથીઓ સાથે વહેંચું છું કે?  

પરિવાર-સાર

- ઉત્સવો માટે કેટલાક સંકલ્પો:
- પર્વની મૂળ ભાવના પહેલાં સમજીશું
- બાળ, યુવા અને વડીલો બધા ભાગ લઇ શકે તેવી રીતે ઉજવીશું
- ત્રણ મંત્ર: સાદગી, પર્યાવરણ જાળવણી અને સ્વસ્થતા 

મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP