Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

રાષ્ટ્રના વિવેકકોષના ત્રણ ઘડવૈયાઃ સંત, નેતા અને સુધારક

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  

તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જ્ઞાન એટલે ‘શું છે?’ જ્યારે વિજ્ઞાન એટલે ‘શું હોવું જોઇએ?’ જ્ઞાન એટલે વાસ્તવનું દર્શન. વિજ્ઞાન એટલે આદર્શ અથવા વિવેક. રાષ્ટ્રના વિજ્ઞાનકોષના ત્રણ આર્કિટેક્ટ છે; સંત, નેતા અને સમાજસુધારક. કોઇપણ મહાન સભ્યતાના પાયામાં આ ત્રણ સંપદાની ભૂમિકા અવશ્ય જોવા મળશે!
સંતત્વનું વિજ્ઞાન: સંત કેવા હોય? આ પ્રશ્નનો સચોટ ઉત્તર ગીતાના ભક્તિયોગમાં મળે છે. ભક્તિયોગ નામ સાંભળીને તમને એમ થશે કે આ કોઇ સાંપ્રદાયિક વાર્તાલાપ હશે. જો પહેલા મંત્રના અભ્યાસ સાથે તમારી ભ્રમણા તૂટવા માંડશે. અહિંયા આદર્શ સંતનાં લક્ષણો દર્શાવ્યાં છે.

જેની બુદ્ધિ સ્થિર થઇ છે, તેવી વ્યક્તિ એટલે સંત. આવી વ્યક્તિ બીજાની વાતોથી દોરવાઇ જતી નથી. જેણે સત્યનું જાતે દર્શન કરીને સ્વતંત્ર અભિપ્રાય કેળવ્યો છે, તેવી વ્યક્તિ જ સંત કહેવાય.

નિત્યયુક્ત: જે નિત્ય યોગી છે. જેના જીવનનો પ્રત્યેક ધબકાર પરમાત્મા કાજે, પરમાત્મા થકી અને પરમાત્મા દ્વારા વહન થાય છે! સારાંશ એ કે જેણે આખુંયે જીવન પરમાર્થ કાજે સમર્પિત કર્યું છે.
સમબુદ્ધય સર્વભૂત હિતેરત: જેમણે બૌદ્ધિક સમતા પ્રાપ્ત કરી છે. મારું કે પારકું એવો ભેદ કરતા નથી. તેઓ સર્વમિત્ર છે. તેથી સર્વ જીવોના કલ્યાણમાં રચ્યાપચ્યા રહે છે.
મય્યાવેશિત ચેતસામ્: શ્રી કૃષ્ણ કહે છે, "જેઓ પોતાની જાતને મારી સાથે જોડી દે છે, તેઓનો મારામાં જ નિવાસ થાય છે!" તમે જેનું ધ્યાન કરો તે તમને મળે. જો સામાન્ય લોભમોહથી ઉપર ઊઠી શકો તો દિવ્ય ચેતનાનો સાક્ષાત્કાર કરી શકો. જે બીજા લોકોને ચમત્કાર જેવા લાગે તેવા કામ કરી શકો!
સંતુષ્ટ: જે સત્ત્વને પામી જાય છે, તેની તૃષ્ણા શમી જાય છે. આવી વ્યક્તિને દ્વેષ કે રોષનું કારણ રહેતું નથી. તે પોતાની આંતરિક સમૃદ્ધિના કેફમાં મસ્ત રહે છે. તેને બાહ્ય આકર્ષણો, ખાસ કરીને રાજસી કે તામસી ભોગ વિલાસના સાધનો આકર્ષી શકતા નથી.
મુક્ત: મુક્તિ માત્ર મૃત્યુ પછી જ અનુભવાય? એક સાચો ભક્ત એ કે જે જીવતે જીવ મુક્ત થયો હોય! જેણે સુખ-દુ:ખ માટે પારકાનું અવલંબન છોડી દીધું છે, તે મુક્ત છે! જેણે ભય અને લોભ ત્યાગ્યા છે તે મુક્ત છે. ડાયોજિનિસની જેમ તે સિકંદર જેવા વિશ્વવિજેતાને મોઢા પર સાચું સંભળાવી શકે, કારણ કે તે સંત છે!
અનપેક્ષ શુચિર્દક્ષ: જેણે અપેક્ષા છોડી છે. સંજોગોથી સ્વતંત્ર રીતે વર્તે છે, તે અનપેક્ષ અથવા એબ્સોલ્યુટ છે! જેની સાધુતા શરતી નથી, તે સંત છે! જેનું મન મેલું ન હોય વળી તે પોતાની શુચિતા અને સ્વસ્થતાને જાળવી રાખવામાં દક્ષ હોય, તે સાચો ભક્ત છે.
સંગવિવર્જિત: સંગ એટલે ઇંદ્રિયોની તેના વિષયો સાથેની આસક્તિ. ઇંદ્રિયોના આવેગોને જીત્યા વિના ભક્તનું બિરુદ ન મળે. માત્ર પોથી પંડિત બન્યાથી સંતત્વ ન પામી શકાય.
સ્થિરમતિ: જેની બુદ્ધિ સ્થિર થઇ છે, તેવી વ્યક્તિ. આવી વ્યક્તિ બીજાની વાતોથી દોરવાઇ જતી નથી. જેણે સત્યનું જાતે દર્શન કરીને સ્વતંત્ર અભિપ્રાય કેળવ્યો છે, તેવી વ્યક્તિ જ સંત કહેવાય.
ગીતાકારે દર્શાવેલાં સંતનાં લક્ષણો વિશ્વની કોઇપણ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની પ્રણાલીમાં જોવા મળશે. આ લક્ષણો માત્ર ગુણાત્મક નથી. તેમાં ભારોભાર આચારનિષ્ઠા છલકે છે. જે વખત આવ્યે બોલેલું પાળી બતાવે એ સાચો સંત! સંતે માત્ર રાહ ચીંધવાની નથી, કેડી પણ કંડારવાની છે.
નેતૃત્વનું વિજ્ઞાન: ગીતાનો આચાર મંત્ર છે, "યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠ:" એટલે કે જે ઉત્તમ માણસ કરે તેને સામાન્ય જન અનુસરે છે. મહર્ષિ વાલ્મીકિએ રામચરિત્રનું નામ "રામાયણ" રાખ્યું છે. રામાયણ એટલે જે રસ્તે રામ ચાલ્યા તે!
એક આમ નાગરિકને જીવનનો ઉત્કૃષ્ટ આદર્શ પૂરો પાડે તે નેતા. જીવનનો આદર્શ તો આચરણથી જ મળે. "સત્યના પ્રયોગો"ના પ્રવેશમાં જ ગાંધીકલમે આલેખાયેલા શબ્દો "મારું જીવન એ જ મારો સંદેશ" આપણી મોટી ધરોહર છે.
વ્યક્તિપૂજા ભારતીય સમાજની એક આગવી લાક્ષણિકતા છે. વ્યક્તિપૂજાને બદલે મૂલ્યપૂજા કરીએ તો કેવું સારું! ગીતાએ બહુ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે, વ્યક્તિ એ માત્ર નિમિત્ત છે (૧૧/૩૩).
સારી અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની પ્રસંશા અને અનુસરણ કરવામાં કોઇ હરકત નથી. જે લોકો જાતે આદર્શોને પાળવાની હામ નથી ધરાવતા તેઓને આંધળી વ્યક્તિપૂજા વધુ ફાવે. બીજા કેટલાક દેખાદેખીથી તેવું કરે છે. આમ એક ગેરમાર્ગે દોરાતા ઘેટાંનું ટોળું ભેગું થાય છે. આ ટોળું અંતે ખાડામાં જ પડે તે સ્વાભાવિક છે. મોટે ભાગે લેભાગુ તત્ત્વો સમાજની આ માનસિકતાનો ગેરલાભ લે છે. તેનાથી સમાજ નબળો પડે છે. તેને બદલે ગુણોનું નિરપેક્ષ પૂજન કરીએ. સમાજમાં ગુણોનો વ્યાપ વધે, ગુણીજનોને કોઇ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના સન્માન મળે. ઢોંગી ધૂતારાઓને પણ તેમનું યથાયોગ્ય સ્થાન બતાવી દેવામાં આવે તો જ મૂલ્યગ્રાહી સમાજનું નિર્માણ થશે.
સમાજ સુધારણાનું વિજ્ઞાન:. ડાહ્યો સમાજ એ કહેવાય કે જે નવી વાતો માટે બારી ખૂલ્લી રાખે. જો કે બારીમાં મચ્છરદાની પણ બાંધી રાખે, જેથી રોગકારક જીવાત ન પેસી જાય! આ ઉપરાંત સમાજ-દેહમાં વખતોવખત આવતી બિમારીઓનો ઇલાજ પણ કરવો રહ્યો.

ગીતાનો આચાર મંત્ર છે, "યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠ:" એટલે કે જે ઉત્તમ માણસ કરે તેને સામાન્ય જન અનુસરે છે. મહર્ષિ વાલ્મીકિએ રામચરિત્રનું નામ "રામાયણ" રાખ્યું છે. રામાયણ એટલે જે રસ્તે રામ ચાલ્યા તે!

સમાજ સુધારકે સામા વહેણે તરવું પડે. મોટા ભાગના સુધારકોએ વેદના વેઠી છે. કોઇએ જીવનના અમૂલ્ય વરસો કેદખાનામાં ગાળવા પડ્યા છે. કોઇ શૂળીએ ચઢ્યા છે, તો કોઇને જીવતા જલાવી દેવામાં આવ્યા છે. છતાં જેણે ઋતના અમૃતનો સ્વાદ ચાખી લીધો છે, તેને ભયથી કે લોભથી ન જ ચળાવી શકાય.
શિક્ષણ, કુરિવાજો સામે જનજાગૃતિ અને પીડિતો-શોષિતોની નિ:સ્વાર્થ સેવા સમાજ સુધારકનાં ત્રણ ગમતાં કામ!
સંત, નેતા અને સુધારક એક સમાન!: સંત, નેતા અને સુધારક ત્રણેય માટે વખતોવખત આ ત્રણેય રૉલ ભજવવાના આવે!
વ્યાસથી કણાદ સુધીની ઋષિપરંપરા
શંકરાચાર્યથી લઇને વલ્લભાચાર્ય જેવી સંતપરંપરા
તુલસીથી તુકારામ સુધીની ભક્તપરંપરા
કબીરથી અખા કે રાજા રામમોહન રાય સુધીની સમાજસુધારકોની હરોળ
અને ટિળક અને ગાંધી જેવી વિભૂતિઓએ નેતૃત્વની જ્યોત જલતી રાખી છે.
જેના પરિણામે આજે ભારત એક વિકાસોન્મુખ યુવા રાષ્ટ્ર તરીકે
વિશ્વના મંચ પર ઉન્નત મસ્તકે વિરાજમાન છે.
વંદે વિભૂતિ માતરમ્! વંદે માતરમ્!
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP