Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ભારતમાતાનું યુવાઓને આહ્વાન
"હે યુવા! તમે જ રાષ્ટ્રનું વર્તમાન છો અને ભવ્ય ભાવિના ઘડવૈયા છો.
સદીઓની ગુલામીએ લગાડેલી મોહનિદ્રામાંથી જાગો અને ઊઠો.
નિરાશા અને આળસ ખંખેરો.
જ્યોતિર્ધરો અને ઋષિઓના પ્રેરક મહાવાક્યોને હૈયે ધરો.
તમારામાં પડેલી પ્રચંડ આત્મશક્તિને ભારતમાતાની સેવામાં સમર્પિત કરો.
સશક્ત અને નિર્વ્યસની બનો. 
શીલવાન અને અનુશાસિત બનો.
વિદ્યાવાન અને સંસ્કારી બનો. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન અધ્યાત્મનો સમન્વય કરો.
ભૌતિક સમૃદ્ધિની ન ઉપેક્ષા કરો, તેનો સર્વાર્થ સદુપયોગ કરો.
આત્મસન્માન અને આત્મશક્તિથી ભરપૂર બનો.
ભલે સામ્રાજ્યવાદી કે આક્રમણખોર ન બનો
આતતાયી આક્રમણખોરોને રાષ્ટ્રની સીમા કે જાનમાલ સામે દૃષ્ટિ ન કરવા દો.
વિશ્વની દરેક સભ્યતા પ્રત્યે સન્માન દાખવો.
તમારા સામર્થ્ય અને સંસ્કારના બળે વિશ્વની સભ્યતાઓમાં સન્માનના અધિકારી બનો.
વિશ્વબંધુત્વનો મહામંત્ર સદાયે આપણા મન, વચન અને કર્મમાં ગુંજતો રહો,
"શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:! "

મજબૂત મનોબળ: રાષ્ટ્રનિર્માણની ગુરુચાવીઃ “ઊઠ, ઊભો થા, ખંખેરીને નિરાશા તું યુદ્ધ કર, હે પાર્થ!”

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

કોઇપણ રાષ્ટ્રનું મનોબળ તેના નાગરિકોના રાષ્ટ્રીય ચારિત્ર્ય પર અવલંબે છે. જો નાગરિક ઇમાનદાર, કર્તવ્યનિષ્ઠ, વૈજ્ઞાનિક અભિગમયુક્ત અને શિસ્તબદ્ધ હશે તો રાષ્ટ્ર આપોઆપ મહાન બનશે! આ વાત સમજવી હોય તો કોઇપણ મહાન સભ્યતાનો ઈતિહાસ જોઇ લો!
જે રીતે યોગેશ્વર શ્રી કૃષ્ણ તળિયે બેઠેલી અર્જુનની નૈતિક હિંમતને ગીતાનાં સાત મહાવાક્યો દ્વારા ઊંચે લઇ જાય છે, તેનું દર્શન કરીશું. તે દરેકને વાંચીને ક્ષણભર વિચાર કરીશું તો સાંપ્રત સમસ્યાઓનો કોઇ ને કોઇ ઉકેલ અવશ્ય જડી આવશે. આ જ તો ગીતામંથનની ઉપયોગિતા છે!

જો નાગરિક ઇમાનદાર, કર્તવ્યનિષ્ઠ, વૈજ્ઞાનિક અભિગમયુક્ત અને શિસ્તબદ્ધ હશે તો રાષ્ટ્ર આપોઆપ મહાન બનશે! આ વાત સમજવી હોય તો કોઇપણ મહાન સભ્યતાનો ઈતિહાસ જોઇ લો!

આવો, ગીતાના ઝરણાંમાંથી મનોબળનું પાન કરીએ!
મનોબળ નિર્માણ માટેની રાષ્ટ્રીય સપ્તપદી:
ઉત્તિષ્ઠ ભારત: પાર્થના આત્મસન્માનને ઢંઢોળતા હોય તેમ શ્રીકૃષ્ણ ટકોર કરે છે, "આ કાયર જેવી દૂર્બળતા તને ન શોભે પાર્થ! નિર્બળતાને દૂર ફેંક, ઊઠ અને ઊભો થા." (૨/૩).
યોગેશ્વરનું આ મહાવાક્ય રાષ્ટ્રના સાર્વભૌમત્વના મિશન સ્ટેટમેન્ટ સમું છે. ગીતામાં ભગવાને અર્જુનને અનેક વાર "ભારત" કહીને સંબોધન કર્યું છે, એ માત્ર યોગાનુયોગ ન હોય!
આ એક મંત્ર સારાયે રાષ્ટ્રનું સર્વાંગી ઉત્થાન કરવા સક્ષમ છે. લોકશાહીમાં નાગરિક કેન્દ્ર સ્થાને છે. જેવો નાગરિક તેવું રાષ્ટ્ર. જો નાગરિક જાગૃત અને જવાબદાર તો રાષ્ટ્ર પણ જાગૃત અને જવાબદાર બને. નાગરિક માત્રના અંતરાત્માને ઢંઢોળતું યોગેશ્વરનું આ મહાવાક્ય આપણા રાષ્ટ્રીય જીવનનો મહામંત્ર બને તો કેવું સારું!
ન હન્યતે: "ન હન્યતે હન્યમાને શરીરે!" (૨/૨૦). મણસને સૌથી મોટો ડર ક્યો? મૃત્યુનો, અલબત્ત. આ ડર કાઢ્યા વિના માણસનો ઉદ્ધાર શક્ય નથી. માણસ જ્યારે પોતાનામાં રહેલા દૈવી ચેતન તત્ત્વને પિછાણી જાય છે, ત્યારે તેનામાં એક પ્રચંડ આત્મવિશ્વાસ જાગૃત થાય છે. જેને લીધે તે માનવ મટી મહામાનવ બની જાય છે. તેનામાં ઊર્જાનો અખૂટ ધોધ વહેતો થાય છે. માણસ માણસ મટીને રાષ્ટ્ર બને છે.
ન હન્યતેનો નાદ જેના કાનમાં સતત ગુંજે છે તે સદાકાળ યુવા છે. યુવવસ્થાનો સંબંધ માત્ર ઉંમર સાથે નથી. જેનું જિગર વીરતાથી થનગને છે. જે પોતાના રક્તનું ટીપેટીપું માતૃભૂમિ માટે સમર્પણ કરવા તૈયાર છે. આ વાત માત્ર સરહદ પર લડતા જવાનો માટે જ છે, તેવું નથી. એક શિક્ષક પોતાના છાત્રોના "ન હન્યતે"નો નાદ ગુંજતો કરીને હજારો પાર્થને જન્મ આપી શકે!
કર્મણ્યેવાધિકારસ્તે (૨/૪૭): જે કર્મમાં જ્ઞાનનો પ્રકાશ હોવા સાથે પારમાર્થિક ઉદ્દેશ સમો ભક્તિભાવ ભળેલો છે, તે આપોઆપ યજ્ઞ બની જાય. જે સમાજમાં સમર્પણ અને પરિશ્રમ જેવાં સદગુણોનાં પુષ્પો મઘમઘે છે અને લોભ અને સ્વાર્થના કાંટા નિર્મૂળ થયા છે, ત્યાં સુવર્ણયુગ આવ્યો જ સમજો!
રાષ્ટ્રના ભાવનાત્મક ઘડતર માટે આ અણમોલ બીજમંત્ર છે.
ફરજને સમજીને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કર્યે જતી દરેક વ્યક્તિ અનાસક્ત કર્મયોગી છે. પોતાના બાળકોને ઉત્તમ કેળવણી અને સંસ્કાર આપતી માતા પણ રાષ્ટ્રના ઘડતરમાં વ્યસ્ત મહત્ત્વની કર્મયોગી છે. જો તમે તમારા કામમાં સહજતા, સમર્પણ અને સેવાનો સમન્વય સાધી શકો તો આજેય યોગેશ્વર તમારા સારથિ થવા ઉત્સુક છે!
સંભવામિ યુગે યુગે: "જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે ધર્મના પરિત્રાણ માટે મારો આવિર્ભાવ થશે" (૪/૭-૮). જો કે તેનો અર્થ એવો ન કરી શકાય કે કોઇ ઉદ્ધારક આવશે તેની રાહમાં આપણે હાથ વાળીને બેસી રહેવું! યોગેશ્વરના વચનને સાર્થક કરવાનું પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે. તેને "રાષ્ટ્રધર્મ" એવું નામ આપીએ તો કેવું!
ઉદ્ધરેત આત્મનાત્માનં: "તું જ તારો ઉદ્ધારક બન"(૬/૫). યોગેશ્વરે અર્જુનના હૃદયમાં સ્વાવલંબનનું અમૃત રેડ્યું અને તેને પરિણામે ધર્મયુદ્ધમાં સત્યનો જય થયો. સ્વાવલંબનની ઇંટ વડે સ્વાભિમાનનું પગથિયું બનાવીને રાષ્ટ્રીય ચારિત્ર્યનું શિખર સર કરીએ.
પ્રત્યેક યુવા ભણી-ગણી સંસ્કારી બને. આવો પરિશ્રમ નિષ્ઠ યુવા દેશની મોટી અસ્ક્યામત છે! પોતાના સર્વાંગી ઉત્કર્ષ માટે પરિશ્રમ કરતો નાગરિક અંતે તો રાષ્ટ્ર નિર્માણમાં જ લાગેલો કહેવાય!

ફરજને સમજીને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કર્યે જતી દરેક વ્યક્તિ અનાસક્ત કર્મયોગી છે. પોતાના બાળકોને ઉત્તમ કેળવણી અને સંસ્કાર આપતી માતા પણ રાષ્ટ્રના ઘડતરમાં વ્યસ્ત મહત્ત્વની કર્મયોગી છે.

મયિ સર્વમિદં પ્રોતં: "આ સારુંયે વિશ્વ દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ઓતપ્રોત છે." (૭/૭). રાષ્ટ્રભાવના એ આપણને સહુ નાગરિકોને બાંધી રાખતો દોરો છે. પરસ્પર વિશ્વાસ અને સ્નેહનો માંજો પાઇને તેને મજબૂત બનાવીએ. રાષ્ટ્રીય એકતા તોડવા મથતા પરિબળોથી સાવધ રહીએ, તેમને નિર્મૂળ કરીએ.
કુરુસ્વ મદર્પણમ્: "તું જે કંઇ કરે, જે કંઇ ખાય, જે કંઇ હોમે કે દાન કરે તે પરમાત્મા માટે કર". (૯/૨૭). આ વાક્યમાં પરમાત્માને બદલે રાષ્ટ્ર શબ્દ વાંચીએ તો કેવું દિવ્ય સમીકરણ મળે!
"તું જે કંઇ પણ કરે તે રાષ્ટ્ર માટે કર!"
રાષ્ટ્ર માટે એટલે કોના માટે? રાષ્ટ્ર એટલે આબાલવૃદ્ધ નાગરિક ભાઇ બહેનો, આપણું પર્યાવરણ, સામૂહિક સંપદાઓ વગેરે. આ બધાનો સરવાળો એટલે રાષ્ટ્ર!
આપણો દરેક વિચાર રાષ્ટ્રના ઉત્થાન માટે હોય.
આપણું દરેક કાર્ય રાષ્ટ્રના વિકાસ યજ્ઞમાં આહુતિ હોય.
આપણા હૈયાના પ્રત્યેક ધબકારમાં વંદે માતરમ્ ની ધૂન ગુંજતી હોય!
અનાસક્ત રાષ્ટ્ર-ભક્તિયોગ એ જ નાગરિક ધર્મ છે!
સ્વ-અર્થ

ભારતમાતાનું યુવાઓને આહ્વાન
"હે યુવા! તમે જ રાષ્ટ્રનું વર્તમાન છો અને ભવ્ય ભાવિના ઘડવૈયા છો.
સદીઓની ગુલામીએ લગાડેલી મોહનિદ્રામાંથી જાગો અને ઊઠો.
નિરાશા અને આળસ ખંખેરો.
જ્યોતિર્ધરો અને ઋષિઓના પ્રેરક મહાવાક્યોને હૈયે ધરો.
તમારામાં પડેલી પ્રચંડ આત્મશક્તિને ભારતમાતાની સેવામાં સમર્પિત કરો.
સશક્ત અને નિર્વ્યસની બનો. 
શીલવાન અને અનુશાસિત બનો.
વિદ્યાવાન અને સંસ્કારી બનો. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન અધ્યાત્મનો સમન્વય કરો.
ભૌતિક સમૃદ્ધિની ન ઉપેક્ષા કરો, તેનો સર્વાર્થ સદુપયોગ કરો.
આત્મસન્માન અને આત્મશક્તિથી ભરપૂર બનો.
ભલે સામ્રાજ્યવાદી કે આક્રમણખોર ન બનો
આતતાયી આક્રમણખોરોને રાષ્ટ્રની સીમા કે જાનમાલ સામે દૃષ્ટિ ન કરવા દો.
વિશ્વની દરેક સભ્યતા પ્રત્યે સન્માન દાખવો.
તમારા સામર્થ્ય અને સંસ્કારના બળે વિશ્વની સભ્યતાઓમાં સન્માનના અધિકારી બનો.
વિશ્વબંધુત્વનો મહામંત્ર સદાયે આપણા મન, વચન અને કર્મમાં ગુંજતો રહો,
"શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:! "

પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP