Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મારા મનના સર્જકો કેવા હોય? 
- વાંચન સારા વિચારોને પ્રેરતું હોય
- સંકલ્પો શુભ હોય 
- મિત્રો સારી ટેવવાળા હોય

- “ઘરનું મન” ઘડવા આટલું કરીએ...
- ટીવી ડ્રોઇંગરૂમમાં હોય, નહીં કે બેડરૂમમાં
- દર મહિને સાથે બેસી એક વાર રાષ્ટ્રભક્તિપૂર્ણ ફિલ્મ જોઇએ 
- રોજ સાંજે સમૂહ પ્રાર્થના કરીએ, રામચરિત માનસનું વાંચન કરીએ
- મોટેરાં મહાન ચરિત્રોની વાર્તાઓ બાળકોને રસપૂર્વક કહે!  

 

- અમારાં તન ભલે જુદા હો, અમારાં મન એક હો!
- અમારા રંગ ભલે જુદા હો, અમારા રસ એક હો!
- અમારા પરિવેશ ભલે જુદા હો, અમારા ઉદ્દેશ એક હો! 

રાષ્ટ્રનો મનોમય કોષ

  • પ્રકાશન તારીખ04 Sep 2018
  •  

મન એટલે સંકલ્પનો ખજાનો. જો સંકલ્પ સારા તો મણસ સારો અને જો સંકલ્પ ખરાબ તો માણસ ખરાબ. જેનું મન સતત શુભ સંકલ્પોના સાગરમાં ડૂબેલું રહે, તેનો ઉત્કર્ષ થાય. તેનાથી ઉલટું, જે અપવિત્ર વિચારોમાં રચ્યોપચ્યો રહે, તેનું પતન થયા વિના છૂટકો નથી!
આ વાત રાષ્ટ્રના સંદર્ભમાં પણ તેટલી જ ખરી ઊતરે છે. જે રાષ્ટ્રમાં શુભ અને રચનાત્મક વિચારો અને સંકલ્પો ગુંજતા રહે છે ત્યાં સમૃદ્ધિ અને સંસ્કારની મંદાકિની અવિરત વહેતી રહે છે.

મીડિયાએ શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તેની ડિબેટ ખૂબ ચાલતી રહે છે, ચાલતી રહેશે. મીડીયા જવાબદારીપૂર્વક વર્તે તે અત્યંત જરૂરી છે. "સત્યમ્ શિવમ્ સુંદરમ્"ની ત્રિગુણ સ્વયં-શિસ્ત મીડિયાનો બીજમંત્ર બની રહો.

રાષ્ટ્રનો મનોમય કોષ: રાષ્ટ્રનો મનોમય કોષ ક્યાં છે? તેનું પ્રતિનિધિત્વકોણ કરે છે? આ બે મહત્ત્વના પ્રશ્નો છે. મનોમય કોષ એ રાષ્ટ્રની ચિંતનશાળા છે. જે લોકો ચિંતન કરે છે તેઓ રાષ્ટ્રનો મનોમય કોષ રચે છે. માણસ માત્ર મન ધરાવે છે. કોઇનું મન જાગૃત છે તો કોઇનું સુષુપ્ત, કોઇનું પ્રબળ છે તો કોઇનું નિર્બળ. સરવાળે આ બધાં સામૂહિક રીતે રાષ્ટ્રના મનોમય કોષનો ઢાંચો તૈયાર કરે છે.
રાષ્ટ્રના મનોમય કોષના ચાર ઘડવૈયા છે:
શિક્ષકો
સર્જકો અને સાહિત્યકારો
સંશોધકો
અને
મીડિયા
રાષ્ટ્રના મનોમય કોષને પુષ્ટ કરીએ: ગીતાકાર કહે છે, "જેવું કરે શ્રેષ્ઠ જન, તેહને અનુસરે જન મન ગણ!"(૩/૨૧). રાષ્ટ્રના મનોમય કોષને પુષ્ટ કરવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે. ઉપર દર્શાવેલા ચારેય પોતાનું કામ ઉત્તમ રીતે કરે તો રાષ્ટ્રને એક પ્રબળ મનોદેહ પ્રાપ્ત થાય.
શિક્ષકના વાણી અને વર્તન બાળકના મન પર ખૂબ ઊંડી અસર કરે છે. કવિઓ અને સર્જકો રાષ્ટ્રનું ભાવ વિશ્વ ઘડે છે. નાગરિકના મનપંખીને ઊડવા માટેનું આસમાન તેઓ પુરું પાડે છે. સંશોધકો સનાતન સત્યના સાગરમાં ડૂબકી મારીને નીતનવાં મોતીડાં ખોળી કાઢનારા મરજીવા છે. તેમને પ્રોત્સાહન અને સંસાધનો ઉપલબ્ધ કરવાં રાષ્ટ્રીય કર્તવ્ય છે. જે સહુથી વિશિષ્ઠ અને અટપટું પરિબળ એ મીડિયા છે.
મીડિયાએ શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તેની ડિબેટ ખૂબ ચાલતી રહે છે, ચાલતી રહેશે. મીડિયા ઉડ્ડુગણની પેઠે સ્વાયત્ત અને મુક્ત હોવા જોઇએ તેની ના નથી. તેની સાથે મીડિયા જવાબદારીપૂર્વક વર્તે તે પણ તેટલું જ જરૂરી છે. "સત્યમ્ શિવમ્ સુંદરમ્"ની ત્રિગુણ સ્વયં-શિસ્ત મીડિયાનો બીજમંત્ર બની રહો.
મીડિયા
મસાલાને બદલે મંથન પ્રેરે
અને
ચકચારને બદલે ચારીત્ર્ય ઘડતર કરે તેવું પબ્લિશ કરે તો કેવું સારું!
એક ઉદાહરણ લઇએ. એક મહત્ત્વાકાંક્ષી સ્ત્રી પોતાની પુત્રીની હત્યા કરે છે. મીડિયાનું એક આખું અઠવાડિયું આ વિકૃત ઘટનામાં હોમાઇ ગયું. એ જ દિવસોમાં સ્વદેશી ક્રાયોજેનિક ટેક્નોલોજીથી વિકસાવેલ ઉપગ્રહ જી.એસ.એલ.વી.-ડી.૬ અંતરિક્ષમાં મોકલીને ભારતે સ્પેશ ટેક્નોલોજીમાં હરણફાળ ભરી. ભારતના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમની કોઇ નોંધ ન લેવામાં આવી અને પેલી મર્ડર મિસ્ટરીની મસાલેદાર વાતો ચાલતી રહી.
તેની સામે એક બીજો દાખલો જોઇએ. એક રાષ્ટ્રભક્ત મિત્ર થોડા સમય પૂર્વે ઇઝરાઇલની રાજધાની તેલ અવીવની મુલાકાતે હતા. ત્રાસવાદીઓએ ઇઝરાઇલ પર મોટો હુમલો કર્યો હતો. ત્યાંના અખબારોમાં વિનાશની ખબરોને બદલે તેમણે શું જોયું? અખબારના પહેલા પાને એક કર્મયોગી ખેડૂતે વેરાન જમીનને હરિયાળી બનાવી અન્નના કોઠારો છલકાવી દીધાના સમાચારો હતા, નહીં કે પેલી દર્દનાક ઘટનાનાં વિકૃત દૃશ્યો!
સંકલ્પો કેવા હોવા જોઇએ? રાષ્ટ્રના મનોમય કોષને સંવર્ધિત કરવા ઋષિઓએ અનેક ઉપાયોનું દર્શન કર્યું છે. આવો તેને માણીએ.
વેદના સુક્તો અને શાંતિમંત્રો: ચેતનાના ઉર્ધ્વીકરણ માટેનો સૌથી અદભુત ખજાનો એટલે વેદિક સુક્તો. ઋગ્વેદમાં રાષ્ટ્ર સૂક્ત છે, જેને ઘણા વિદ્વાનો વેદિક રાષ્ટ્રગીત પણ કહે છે. તેમાં બહુ મજાના સંકલ્પો છે.
રાષ્ટ્ર સૂક્ત
અમારા રાષ્ટ્રમાં ચારિત્ર્યવાન બૌદ્ધિકો અને દૈવી તેજથી છલકાતા શૂરવીરો જન્મે!
અમારી નારીઓ સુંદર અને સુશીલ હોય!
અમારા રાષ્ટ્રમાં અમારા રાષ્ટ્રમાં ગૌમાતા ગોરસની નદીઓ વહેતી કરે!
અમારા અશ્વો તેજ તર્રાર હોય!
અમને જોઇએ ત્યારે વરસાદ મળે!
અમારા ખેતરો હરિયાળાં હોય! વગેરે.
સૌમનસ સુક્ત સાથીઓનાં મનને એક કરવા માટેની સચોટ જડીબુટ્ટી છે. "તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ" જેવા દિવ્ય મનોભાવો પ્રકટાવતું ભદ્રસુક્ત તો આપણું અણમોલ રત્ન છે!
શાંતિમંત્ર: સંકલ્પના મહામૂલા મોતીઓ
ઉપનિષદના પ્રારંભે અને અંતે ગવાતા શાંતિપાઠમાં શક્તિશાળી વિચારબીજ પડેલાં છે.
ઇશોપનિષદના પ્રારંભે "પૂર્ણમદ: પૂર્ણમિદં" શાંતિપાઠ છે. જે જીવ અને શિવની પૂર્ણતા અને તાત્ત્વિક એકતાનું દ્યોતક છે.
કઠોપનિષદનો સહકાર-મંત્ર "સહના વવતુ" માનવની રચનાત્મક ઊર્જાનો સમન્વય સાધીને સામૂહિક ઉત્કર્ષ કરવાનો સંકલ્પ છે.
પ્રશ્નોપનિષદના શાંતિ મંત્ર "ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ"માં શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવા અને દિવ્ય કાર્યો કરવાનો સંકલ્પ છે, તો "સ્વસ્તિ ન ઇન્દ્રો"માં પ્રકૃતિ સાથેના સમાયોજનનો ભાવ છે.
ઐતરેયોપનિષદ અને તૈત્તિરીયોપનિષદના શાંતિમંત્ર "ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ"માં ઋષિની અચળ સત્યનિષ્ઠાનું દર્શન થાય છે.
દિવ્ય સંકલ્પોથી ભરપૂર શાંતિમંત્રો માનવને સ્વસ્થ અને રચનાત્મક જીવનપથ પર ચાલવા પ્રેરણા આપે છે.
તમે માનશો? વેદિક સૂક્તો અને શાંતિમંત્રો ભાવપૂર્વક ગાઇએ અને અનુસરીએ તો રાષ્ટ્રીય જીવનમાં અદ્ભૂત ચમત્કાર સર્જાય!
૧. શાંતિમય સહસ્તિત્વ
૨. સહકાર
૩. સમાયોજન
૪. આચાર-વિચારની પવિત્રતા
કહેવાની જરુર ખરી કે ભારતને વિશ્વગુરુ બનાવવાની આ ગુરુચાવી Master key છે?
સ્વ-અર્થ

- મારા મનના સર્જકો કેવા હોય? 
- વાંચન સારા વિચારોને પ્રેરતું હોય
- સંકલ્પો શુભ હોય 
- મિત્રો સારી ટેવવાળા હોય

પરિવાર-સાર

- “ઘરનું મન” ઘડવા આટલું કરીએ...
- ટીવી ડ્રોઇંગરૂમમાં હોય, નહીં કે બેડરૂમમાં
- દર મહિને સાથે બેસી એક વાર રાષ્ટ્રભક્તિપૂર્ણ ફિલ્મ જોઇએ 
- રોજ સાંજે સમૂહ પ્રાર્થના કરીએ, રામચરિત માનસનું વાંચન કરીએ
- મોટેરાં મહાન ચરિત્રોની વાર્તાઓ બાળકોને રસપૂર્વક કહે!  

 

મેનેજમેન્ટ-મર્મ

- અમારાં તન ભલે જુદા હો, અમારાં મન એક હો!
- અમારા રંગ ભલે જુદા હો, અમારા રસ એક હો!
- અમારા પરિવેશ ભલે જુદા હો, અમારા ઉદ્દેશ એક હો! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP