Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

પ્રાણયોગી બનું! 
- જળ અને ઊર્જા રાષ્ટ્રીય સંપદા છે
- તેનો વેડફાટ કરવાનો દેશદ્રોહ હું કેમ કરી શકું! 
- રોજના જળ અને ઊર્જા વપરાશનું ઑડિટ કરું
- ક્યાં અને કેવી રીતે જળ-ઊર્જા બચાવી શકું? 

ગૃહિણીધર્મ 
- જળ શ્રીકૃષ્ણ! આ મંત્ર શ્રીકૃષ્ણને વધુ ગમશે હોં કે! 
- પ્લાસ્ટિક થેલીનો વપરાશ નહીં જ કરું!
- શાકભાજી કે કરિયાણું લેવા કપડાની થેલી સાથે લઇને જઇશ
- ફ્રીજમાં બે-ત્રણ દિવસ પૂરતાં જ દૂધ-શાકભાજી રાખીશ
- વૉટર હીટરને બદલે રૂફટોપ સૉલર ન વાપરી શકું? 

- ફાયનાન્શિયલ ઑડિટ જેટલું જ મહત્ત્વનું છે, એનર્જી ઑડિટ! 
- સંસ્થાની છત ઉપર લગાડેલો તિરંગો અને 
- રૂફ ઉપર લગાડેલ સૉલર પેનલ બેઉ દેશપ્રેમની નિશાનીઓ છે
- એક પ્રતીકાત્મક અને બીજી પ્રયોગાત્મક! 

ધરતી અને જળવાયુ: રાષ્ટ્રનો પ્રાણકોષ રાષ્ટ્રીય ચારિત્ર્યનો માનદંડ: પર્યાવરણ પ્રેમ

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  

તમે માનશો? પર્યાવરણ બાબતે સભાનતા રાષ્ટ્રપ્રેમનો સીધો માનદંડ છે. કોઇ કહે કે હું દેશને ચાહુ છું, એટલે શું? એટલે તે દેશની ધરતીને ચાહે છે. તે દેશના પર્વતો, વનો અને નદીઓ અને સમુદ્રને ચાહે છે. દેશના તમામ માણસોને ચાહે છે એટલું જ નહીં, દેશના પશુ-પંખીને પણ ચાહે છે!
બે મંત્રો - સંતુલન અને સમાયોજન: કુદરતની આખીયે સંરચના સંપૂર્ણ અને સર્વસમાવેશી છે. આપણે જેને બાયોડાયવર્સિટી અથવા જૈવિક વિવિધતા કહીએ છીએ, તે વાસ્તવમાં કુદરતની ક્ષતિરહિત વ્યવસ્થા છે! રાષ્ટ્ર પણ એક પર્યાવરણની દૃષ્ટિએ યુનિક બાયોસિસ્ટમ છે!

જળ, જમીન અને વાયુ એ પ્રાણકોષના મન, બુદ્ધિ અને આત્મા છે! ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસના પગલે પ્રદૂષણ વધ્યું છે. પ્રકૃતિ માતાનો ખોળો ગંદો ને ગંદો થતો જાય છે.

"પરસ્પરં ભાવયન્તં શ્રેયં પરમવાપ્યસ્થ:" (ગીતા, ૩/૧૧) યજ્ઞનિષ્ઠાનો બીજમંત્ર છે. ઋષિ કહે છે કે માનવ પ્રકૃતિનું ભાવન કરે અને પ્રકૃતિ માનવનું, એમ બેઉ એકબીજાની સારસંભાળ રાખે.
ભારતમાતાના ખોળાને સદૈવ હર્યો ભર્યો રાખીએ તેમાં જ આપણું ભલું છે! આવો, ગીતાજ્ઞાનની પ્રેરણાથી આપણા રાષ્ટ્રનું પર્યાવરણ જાળવવા આટલું કરીએ.
જળ, જમીન અને વાયુનું પ્રદૂષ્ણ ઘટાડીએ: જળ, જમીન અને વાયુ એ પ્રાણકોષના મન, બુદ્ધિ અને આત્મા છે! ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસના પગલે પ્રદૂષણ વધ્યું છે. પ્રકૃતિ માતાનો ખોળો ગંદો ને ગંદો થતો જાય છે.
ઉત્પાદન ક્ષમતા, નફા અને રોજગારી જેવા સફળતાના માપનના આયામો સાથે સાથે ઉદ્યોગગૃહની પ્રદૂષણ ન કરવાની (ઝીરો પોલ્યુટિંગ) ક્ષમતાને સાંકળી લેવી જોઇએ. નગર આયોજનમાં પર્યાવરણને લગતા કાયદા અને નિયમોમાં બાંધછોડ ન થાય. કાયદાકીય જોગવાઇઓને બિઝનેસ હાઉસીસ અને નાગરિકો શિસ્તબદ્ધ રીતે અનુસરે.
પાણીના વપરાશમાં કરકસર કરીએ: ભૂગર્ભ જળ અને પૃથ્વીની સપાટી પરના તળાવો, સરોવરો અને નદીઓનાં જળસ્રોતોને અલ્પદૃષ્ટિ, નિષ્કાળજી અને વેડફાટને લીધે હાનિ પહોંચાડી છે. પ્રકૃતિની આપૂર્તિ વ્યવસ્થા પોતાનું કામ કરે તે પહેલાં ભૂગર્ભ જળને અત્યંત ઝડપથી શોષી લીધું છે. સતત વહેતી રહેતી નદીઓ પર બંધો બંધાવાને લીધે મૂળ સૂકાઇ ગયાં છે.
બને તેટલી કરકસરથી પાણીનો વપરાશ કરીએ. વરસાદી પાણીના ટીપેટીપાંને જમીનના તળમાં સંઘરીએ. નદી, તળાવ, સરોવર અને ભૂગર્ભજળના પ્રદૂષણને ટાળીએ.
વૃક્ષદેવો ભવ: આપણી પરંપરામાં છોડમાં રણછોડનું દર્શન કરવાનું કહ્યું છે. ગીતામાં પણ સંસારવૃક્ષને "ઉર્ધ્વમૂળ અશ્વત્થ" એટલે કે ઉલટા લટકતા પીપળા સાથે સરખાવવામાં આવ્યો છે. વિભૂતિયોગમાં યોગેશ્વરે જળ અને વાયુ જેવા પ્રકૃતિના તત્ત્વો, નાગ, મગર, ગાય, અશ્વ અને હાથી જેવા પ્રાણીઓ અને પીપળાના વૃક્ષમાં પોતાનો નિત્ય વાસ હોવાનું કહ્યું છે. વૃક્ષો સાથે જાડાયેલા દૈવી મહિમા પાછળ વૈજ્ઞાનિક મર્મ છે.
ગુજરાતી વિશ્વકોષમાં અનુસાર એક પુખ્ત પીપળો દર કલાકે સત્તરસો કિલો ઑક્સિજન આપે છે. સો વરસનું સરેરાશ આયુષ્ય ગણીએ તો પોતાના જીવનકાળમાં તે પંદર લાખ ટન જેટલો પ્રાણવાયુ આપે. આ ઉપરાંત જમીન ધોવાણ અટકાવવાના તેમજ ભોજન, ઔષધ અને આશ્રય પૂરો પાડવાના યોગદાનને જોતાં વૃક્ષોનું જતન આપણું કર્તવ્ય છે અને સવાયો સ્વાર્થ પણ છે!
ઊર્જાની બચત કરીએ: મશીનોને ચલાવવા ખૂબ જ ઊર્જાની જરૂર રહે છે. વાહન વ્યવહારનાં સાધનોનો વપરાશ વધવા સાથે ખનીજ તેલની જરૂરિયાત વધતી જાય છે. તે પણ કીમતી વિદેશી હુંડિયામણ વાપરી આયાત કરવી પડે છે. જળવિદ્યુત અને પવનથી મળતી "ગ્રીન ઈલેક્ટ્રિસિટી" ઘણી જ આવકાર્ય છે. બિનપરંપરાગત ઊર્જાના પ્રચલન બાબતે હજુયે આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે.
આપણે સહુ "સૂર્ય સભ્યતા"ના જન્મજાત સભ્ય છીએ તે કેમ ભૂલાય? ખોરાક રાંધવા, પાણી ગરમ કરવા, સ્ટ્રીટ લાઈટ જેવા અનેક કામો માટે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી શકાય. રાતે મોડે સુધી ચાલતા રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટ, રેસ્ટોરન્ટ અને ક્લબોનો ઉપયોગ ટાળીએ.
ડી.ઈ.એફ..આર.એ.ના અંદાજ મુજબ એક યુનીટ વીજળી બચાવવી એ વાતાવરણમાં ૦.૪૩ કિલોગ્રામ જેટલો અંગારવાયુ પ્રસરતો અટકાવવા બરાબર છે. આવું કરનાર માતા પ્રકૃતિનો લાડલો દીકરો (કે દીકરી) ન કહેવાય?

વાહન વ્યવહારનાં સાધનોનો વપરાશ વધવા સાથે ખનીજ તેલની જરૂરિયાત વધતી જાય છે. તે પણ કીમતી વિદેશી હુંડિયામણ વાપરી આયાત કરવી પડે છે. જળવિદ્યુત અને પવનથી મળતી "ગ્રીન ઈલેક્ટ્રિસિટી" ઘણી જ આવકાર્ય છે.

કાગળનો ઓછામાં ઓછો વપરાશ કરીએ: ક્લાઉડીયા થોમસને તેમના રિસાયકલ્ડ પેપર્સ પરના પુસ્તકમાં લખ્યું છે કે ચાલીસ ફીટ ઉંચાઇ અને દસ ઇંચ વ્યાસની પહોળાઇ ધરાવતા દસ વર્ષની ઉંમરના એક પરિપક્વ વૃક્ષમાંથી આશરે ૧૬ રીમ કાગળ મળે છે. આમ જો તમે સોળ રીમ કાગળનો વપરાશ ઘટાડો તો પણ એક વૃક્ષ ઉછેર્યું ગણાય! જ્યારે ઇન્ટરનેટ દ્વારા સંદેશવ્યવહારનું ચલણ વધ્યું છે ત્યારે આવશ્યક ન હોય ત્યાં પ્રિન્ટ આઉટ ન કાઢીએ. કાગળની બન્ને બાજુનો ઉપયોગ કરીએ અને શક્ય હોય ત્યાં સોફ્ટ ફાઇલોથી કામ ચલાવીએ.
પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીએ: પ્લાસ્ટિક નોન બાયોડીગ્રેડેબલ પદાર્થ છે. એટલે તે જ્યારે જમીનમાં ભળે છે ત્યારે તે જેમ ને તેમ પડી રહે છે અને જમીનની ફળદ્રુપતાને અવળી અસર કરે છે. નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનું પેકેજિંગ મટિરિયલ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.
જેવો રાષ્ટ્રનો પ્રાણકોષ તેવું નાગરિકનું આરોગ્ય
જેવું આરોગ્ય તેવું નાગરિકના જીવનની ગુણવત્તા
જેવી નાગરિક જીવનની ગુણવત્તા
તેવી રાષ્ટ્રની સમર્થતા!
સ્વ-અર્થ

પ્રાણયોગી બનું! 
- જળ અને ઊર્જા રાષ્ટ્રીય સંપદા છે
- તેનો વેડફાટ કરવાનો દેશદ્રોહ હું કેમ કરી શકું! 
- રોજના જળ અને ઊર્જા વપરાશનું ઑડિટ કરું
- ક્યાં અને કેવી રીતે જળ-ઊર્જા બચાવી શકું? 

પરિવાર-સાર

ગૃહિણીધર્મ 
- જળ શ્રીકૃષ્ણ! આ મંત્ર શ્રીકૃષ્ણને વધુ ગમશે હોં કે! 
- પ્લાસ્ટિક થેલીનો વપરાશ નહીં જ કરું!
- શાકભાજી કે કરિયાણું લેવા કપડાની થેલી સાથે લઇને જઇશ
- ફ્રીજમાં બે-ત્રણ દિવસ પૂરતાં જ દૂધ-શાકભાજી રાખીશ
- વૉટર હીટરને બદલે રૂફટોપ સૉલર ન વાપરી શકું? 

મેનેજમેન્ટ-મર્મ

- ફાયનાન્શિયલ ઑડિટ જેટલું જ મહત્ત્વનું છે, એનર્જી ઑડિટ! 
- સંસ્થાની છત ઉપર લગાડેલો તિરંગો અને 
- રૂફ ઉપર લગાડેલ સૉલર પેનલ બેઉ દેશપ્રેમની નિશાનીઓ છે
- એક પ્રતીકાત્મક અને બીજી પ્રયોગાત્મક! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP