Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- જમતાં પહેલાં ધરતીમાતા, ગૌમાતા, જળદેવતા અને સૂર્યનારાયણનું ઋણ સ્મરીએ
- કઠોર પરિશ્રમ કરતા કિસાન અને ગોપાળને ભાવથી યાદ કરીએ
- આ દરેક અન્નદાતા માટે કશુંક કરીએ 
- રસોઇ કરતા હાથોનું સન્માન કરીએ, કદર કરીએ 

- માતા, બહેન, પુત્રી કે પત્નીને પહેલાં જમવા બેસાડીએ
- એવું ન કરી શકીએ તો કમસેકમ સાથે જમવા બેસાડીએ
- દિકરા-દીકરીના પોષણમાં ભેદભાવ ભયંકર પાપ છે! 

- ગુણવત્તા અને જાળવણીના વૈશ્વિક માપદંડો ચુસ્ત રીતે પાળીએ
-ઑર્ગેનિક ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન આપીએ 
- ઉત્પાદકને પોષક ભાવો આપીએ
- સ્ટોરેજ અને પરિવહનની ઉત્તમ વ્યવસ્થા કરીએ 

રાષ્ટ્રદેવના અન્નમય કોષના સંવર્ધન દ્વારા સ્વસ્થ નાગરિક, સબળ રાષ્ટ્ર

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

આજકાલ એશિયાડ રમતોત્સવ ચાલે છે. ભારતને ગૉલ્ડ મળે ત્યારે તિરંગો લહેરાય અને રાષ્ટ્રગીતની ધૂન વાગે એટલે છાતી ગજ ગજ ફૂલે! છેલ્લાં થોડાં વરસોથી આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમ છતાં મેડલ યાદીમાં તાઇપેઇ જેવા ટચૂકડા દેશને ભારત ઉપર જોઇ થોડો સંકોચ થાય છે. તમને પણ થતો હશે, ખરું ને? માત્ર સંકોચ કર્યે શું વળે! તેનાં કારણો શોધીએ. તેને નિર્મૂળ કરીએ. સ્વસ્થ નાગરિક સબળ રાષ્ટ્રનો પાયો છે! તેના ચાર સ્થંભો છે,
પૌષ્ટિક આહાર
વ્યાયામ
રમતગમતનું પર્યાવરણ
વ્યસનમુક્તિ

ગોપાલક માતા ગૌસેવા કરીને દૂધ-દહીં-ઘી જેવા ગોરસનું ઉત્પાદન કરે, જે છેક મેટ્રો સિટીની પંચતારક હૉટેલમાં ડેઝર્ટ તરીકે પીરસાય. જમતાં પહેલાં આવા અજ્ઞાત દેશબાંધવોને કૃતજ્ઞતાથી સ્મરીએ તો કેવું સારું!

"જીવો જીવસ્ય ભોજનમ્" આખીયે સજીવ સૃષ્ટિ અસ્તિત્વ માટે એકબીજાના આધારે ટકી છે. જેને આધુનિક વિજ્ઞાનીઓ ફૂડ ચેઇન કહે છે. સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ, લીલ, વનસ્પતિ, કીટકથી લઇને માણસ સુધીના જીવો એકમેકની સાથે સંકળાયેલા છે, એક આધાર અથવા સ્રોત તરીકે તો બીજું આધેય અથવા વપરાશકાર તરીકે! સમગ્ર નિસર્ગનું અન્નચક્ર એવી સુંદર રીતે ગોઠવાયેલું છે કે તે જોઇને અચરજ પામ્યા વિના ન રહી શકાય.
આ વૈજ્ઞાનિક વિભાવના રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં પણ પ્રસ્તુત છે. કિસાન તનતોડ પરિશ્રમ કરીને અન્ન પકવે અને બધા આનંદથી જમે. ગોપાલક માતા ગૌસેવા કરીને દૂધ-દહીં-ઘી જેવા ગોરસનું ઉત્પાદન કરે, જે છેક મેટ્રો સિટીની પંચતારક હૉટેલમાં ડેઝર્ટ તરીકે પીરસાય. જમતાં પહેલાં આવા અજ્ઞાત દેશબાંધવોને કૃતજ્ઞતાથી સ્મરીએ તો કેવું સારું!
અન્ન માહાત્મ્ય
થોડા સમય માટે અન્ન ન મળે તો? તમારા સોના ચાંદીના દાગીના કે માલ મિલ્કત તેનો વિકલ્પ બની શકે ખરા?
ઉપનિષદમાં અન્નને લગતા સુંદર મંત્રો છે;
અન્ન સર્વૌષધ છે.
જીવો અન્નથી જ નિપજે છે, અન્નથી જ પોષણ પામે છે અને અન્નમાં લય પામે છે.
અન્નને જ બ્રહ્મ સમજો.
અન્નની નિંદા કે અવહેલના ન કરો.
અન્નનું સંવર્ધન કરો.
અન્નને યોગ્ય રીતે રાંધનાર અને પચાવનાર બળ અને તેજથી ભરપૂર બને છે.
અતિથિને પ્રેમથી અન્ન જમાડો.
અન્નનો આવો મહિમા સમજનારો અને તેને અનુસરનારો ઉત્તમ ફળને પામે છે!
ગીતામાં પર્જન્ય યજ્ઞ: "અન્નથી જીવનો ઉદભવ થાય, વરસાદથી ઊગે અન્ન, યજ્ઞથી થાય વરસાદ, યજ્ઞ કર્મથી સંભવે" (૩/૧૪). આ શ્રેણીને ઉલટા ક્રમમાં જોઇએ તો કંઇક આવું સમીકરણ મળે, કર્મ- યજ્ઞ-વરસાદ-અન્ન-સૃષ્ટિ.
આધુનિક દૃષ્ટિએ યજ્ઞ એટલે ત્રણ કર્તવ્ય:
૧. વૃક્ષ કાપવા પર પ્રતિબંધ અને નવા વૃક્ષોનો ઉછેર
૨. બિનપરંપરાગત ઊર્જા અથવા ગ્રીન એનર્જીનો ઉપયોગ
૩. વરસાદના પાણીનો સંગ્રહ અને ટીપેટીપાંનો કરકસર ભર્યો ઉપયોગ.
મા ભારતીને સુજલામ સુફલામ બનાવવા બધું કરી છૂટીએ, તે જ ખરો પર્જન્ય યજ્ઞ!
ઉત્તમ અન્નનું ભરપૂર ઉત્પાદન કરીએ:
વેદકાળથી કહેવાય છે, "ઉત્તમ પ્રકારના અન્નનું મબલખ ઉત્પાદન કરો. અમારા અન્નના ભંડારો સદાયે છલકતા રહો" વગેરે. કોઇપણ રાષ્ટ્રે અન્નની બાબતે સ્વાવલંબી બનવું જ રહ્યું. તે માટે ઉત્તમ પ્રકારનું કૃષિ કૌશલ્ય વિકસાવવું અનિવાર્ય છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને કૃત્રિમ જાતોના માધ્યમથી ઉત્પાદન વધારવાનો લોભ છોડવો પડે. તેને બદલે જમીન, પાણી અને આબોહવાને અનુરૂપ ખેતી કરવી જોઇએ. જૈવિક ખાતર અને જંતુ નિયંત્રણ અપનાવવાથી જમીનની ઉત્પાદકતા જળવાવા સાથે ઉત્તમ પ્રકારના અન્નનું ઉત્પાદન મળે.
વિનોબાજીના "ખેડે તેની જમીન" મંત્રમાં યોગેશ્વરનો પ્રતિસાદ નથી સંભળાતો? જે ખેડૂત પરિશ્રમ કરીને અન્ન ઉત્પાદન કરે છે, તેનું શોષણ અપરાધ છે. કિસાનને તેના ઉત્પાદનનું શ્રેષ્ઠ વળતર મળે તે સમગ્ર સમાજના હિતમાં છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. રાજ્યના સંતુલિત આર્થિક વિકાસમાં શ્વેત ક્રાંતિ અને દૂધ ઉત્પાદકોના સહકારી આંદોલનનો સિંહ ફાળો છે.
દરેક નાગરિકને મળે પર્યાપ્ત અને પોષક અન્ન: ઉત્પાદન પછીનો પ્રશ્ન છે, તેનું સંતુલિત અને સમતાપૂર્ણ વિતરણ.
ગીતામાં તો "બધાને વહેંચીને જમે તે શ્રેષ્ઠ અને જે એકલા માટે રાંધે છે, તે તો પાપ રાંધીને ખાય છે (‌૩/૧૩)" તેવું કહ્યું છે. આપણી પરંપરામાં અન્નદાનનું ખાસ મહત્ત્વ છે. અન્નદાનને મહાયજ્ઞ માનવામાં આવ્યો છે. સાવ સામાન્ય સ્થિતિની ગૃહિણી પણ ઘરને આંગણે પધારનાર અતિથિને જમ્યા વિના નહીં જવા દે. અરે! માનવ તો ઠીક, પશુ, પંખી અને કીડી સુદ્ધાંને તે પ્રેમથી જમાડશે!
માતા અને બાળ પોષણ- રાષ્ટ્ર ઘડતરનો પાયો: આપણી પરંપરામાં સ્ત્રીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે કાળના પ્રવાહે અનેક સામાજિક કુરિવાજો પ્રવેશી ગયા. જેમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અને કિશોરીઓના ઘડતરની ઉપેક્ષા મુખ્ય છે.

જે ખેડૂત પરિશ્રમ કરીને અન્ન ઉત્પાદન કરે છે, તેનું શોષણ અપરાધ છે. કિસાનને તેના ઉત્પાદનનું શ્રેષ્ઠ વળતર મળે તે સમગ્ર સમાજના હિતમાં છે.

અન્નપૂર્ણાના સાક્ષાત્ અવતાર સમી માતાઓ, કિશોરીઓ કે સગર્ભા-ધાત્રી માતાઓ કુપોષિત રહે તે કેમ પાલવે? આ માત્ર આદર્શ વાત નથી, ખૂબ વ્યવહારુ તત્ત્વજ્ઞાન છે. કુપોષિત માતા નિર્બળ સંતાનને જન્મ આપે. નિર્બળ નાગરિક એટલે નિર્બળ દેશ!
વાચક મિત્ર, આપ જાણો છો? ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી દેશમાં પોષણ માસ ઉજવાશે. યોગાનુયોગ પાવન શ્રાવણ માસ ચાલે છે. પછી ગણેશોત્સવ આવશે. આ બન્ને પર્વને અન્નપૂર્ણા ઉત્સવ તરીકે ઉજવીએ! કઠોળ, ફળફળાદિ, દૂધની આરોગ્યપ્રદ મીઠાઇઓ વગેરે લાવીએ અને આપણા વિસ્તારની આંગણવાડીના બાળકો અને માતાઓ સાથે બેસીને ઉજાણી કરીએ. આ મોટી દેશસેવા ગણાશે!
તમે માનશો? આ રાષ્ટ્રનિર્માણનું કાર્ય છે! વંદે અન્નપૂર્ણા માતરમ્! વંદે માતરમ્!
સ્વ-અર્થ

- જમતાં પહેલાં ધરતીમાતા, ગૌમાતા, જળદેવતા અને સૂર્યનારાયણનું ઋણ સ્મરીએ
- કઠોર પરિશ્રમ કરતા કિસાન અને ગોપાળને ભાવથી યાદ કરીએ
- આ દરેક અન્નદાતા માટે કશુંક કરીએ 
- રસોઇ કરતા હાથોનું સન્માન કરીએ, કદર કરીએ 

પરિવાર-સાર

- માતા, બહેન, પુત્રી કે પત્નીને પહેલાં જમવા બેસાડીએ
- એવું ન કરી શકીએ તો કમસેકમ સાથે જમવા બેસાડીએ
- દિકરા-દીકરીના પોષણમાં ભેદભાવ ભયંકર પાપ છે! 

મેનેજમેન્ટ-મર્મ

- ગુણવત્તા અને જાળવણીના વૈશ્વિક માપદંડો ચુસ્ત રીતે પાળીએ
-ઑર્ગેનિક ખાદ્યપદાર્થોને પ્રોત્સાહન આપીએ 
- ઉત્પાદકને પોષક ભાવો આપીએ
- સ્ટોરેજ અને પરિવહનની ઉત્તમ વ્યવસ્થા કરીએ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP