Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- હું દેશભક્ત છું? ચાર કસોટી 
- કરવેરા ઇમાનદારીથી ભરું છું? 
- ધંધા વ્યવસાયમાં કામચોરી નથી કરતો ને? 
- કાયદાના પાલનમાં છિંડાં નથી શોધતો ને?
- ગરીબ, અશક્ત અને વૃદ્ધ દેશબાંધવો તરફ મારો વર્તાવ કેવો છે?

- રાષ્ટ્રીય પર્વની ઘરમાં આ રીતે ઉજવણી કરીએ
- ધ્વજવંદન કરીએ, રાષ્ટ્રભક્તિનાં ગીત-સંગીત-ફિલ્મ માણીએ
- આપણી જ્ઞાતિ કે સગાં ન હોય તેવા એક જરુરિયાતમંદ પરિવારને દત્તક લઇએ
- સોલાર પાવર, વીજ બચત કે જળના કરકસરુ ઉપયોગનો પ્રોજેક્ટ શરુ કરીએ 
- દર પ્રસંગે પરિવાર દીઠ એક વૃક્ષ ઉછેરીએ 

- દેશપ્રેમ એટલે 
- No Tax evasion
- No wastage of resources 
- Judicious remuneration to employees 
- No Pollution
- Maximum use of Non conventional energy 

 

વંદે માતરમ્! વંદે ભારત માતરમ્!

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

ભારતમાતાને ભાવથી પૂજીએ છીએ. તમે માનશો? વેદોમાં પણ રાષ્ટ્રસૂક્ત છે! તેને રાષ્ટ્રીદેવી કહીને વધાવી છે.
ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસત અને ખાસ કરીને નીતિમત્તાનાં મૂલ્યવારસાને વિશ્વમાં ઘણું સન્માન મળે છે. કોઇએ અંગ્રેજ પ્રસાશક મેકૉલેની નોંધ જોવા મોકલી હતી. તેનો સાર એવો હતો કે ભારતની સામાજિક નીતિમત્તા અને પરંપરાઓની મજબૂત વિરાસત તોડ્યા વિના ભારતને લાંબો સમય ગુલામ રાખી શકાય તેમ નથી! આવી નોંધ અધિકૃત છે કે કેમ તે આપણે નથી જાણતા પણ તેનો ભાવાર્થ ખૂબ મજાનો છે.

ઈતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઇ દેશ પર વિદેશીઓએ આક્રમણ કર્યું છે, સત્તા જમાવવાના પહેલા કદમ તરીકે ત્યાંની મૂળ સંસ્કૃતિને ખતમ કરવા ભરપૂર પ્રયાસો કર્યા છે. ભારત પણ તેમાં અપવાદ નથી!

ઈતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઇ દેશ પર વિદેશીઓએ આક્રમણ કર્યું છે, સત્તા જમાવવાના પહેલા કદમ તરીકે ત્યાંની મૂળ સંસ્કૃતિને ખતમ કરવા ભરપૂર પ્રયાસો કર્યા છે. ભારત પણ તેમાં અપવાદ નથી!
રાષ્ટ્ર અને હું
આપણે રોટી, કપડાં અને મકાન જેવી પાયાની સુવિધા લઇએ છીએ, તે ક્યાંથી આવે છે? તેના વિના આપણે ટકી શકીએ ખરા?
પર્યાવરણનાં જળ, જમીન, વનસ્પતિ, પશુ-પંખી વિના આપણી હસ્તી સંભવ છે, ખરી?
આપણે જે ભાષા બોલીએ છીએ તે કોણે બનાવી? તેના વિના આપણું જીવન કેવું હોત?
અફઘાનો, આરબો, મુઘલો અને અંગ્રેજોએ સરહદ તોડીને ગુલામ બનાવ્યાની ઐતિહાસિક તવારીખો ભણ્યા છીએ. આજે એક રાષ્ટ્ર તરિકે આપણી અસ્મિતાની રક્ષા કોણ કરે છે? કપરા સંજોગો સહીને માભોમની રક્ષા કરનાર જવાનના કેટલા ઋણી છીએ!
આપણા માતા-પિતા, ભાઇ-બહેન, ગુરુ-મિત્ર જેવા અગણિત સામાજિક સંબંધો વિના જીવન કેવું અસલામત અને ભાવહીન લાગત!
મહાન શિક્ષકો, વૈજ્ઞાનિકો, શૂરવીરો અને સંત-સુધારકોનું ગૌરવ લઇએ છીએ. તેમના વિચારો અને મૂલ્યોની આપણા વ્યક્તિત્વમાંથી બાદબાકી કરીએ તો શું બચે?
આપણે જે કલા, સંગીત કે નૃત્ય જેવું મનોરંજન માણીએ છીએ, તેના વિના આપણું જીવન કેટલું રંગહીન અને રસહીન હોત?
જો આ બધું સમેટીને એક શબ્દમાં મૂકવું હોય તો શું કહી શકાય? આવા સ્વર્ગીય સુખની દાતા એવી જન્મભૂમિનું ઋણ અદા કરીએ.
મિત્ર, વિચાર કરો કે ભારતમાતા પાસેથી મેં ખૂબ લીધું છે! હું જેટલું કરું તેટલું ઓછું છે!
હક્ક વિ. ફરજ
હવે કેટલાક આંખ સામેના સાવ રોજિંદાં ઉદાહરણો લઇએ.
તમે જમો છો, તે અન્ન કોણ પકવે છે? તમારા ભાણામાં તાજું ભોજન પીરસાય તે માટે તનતોડ પરિશ્રમ કરતા જગતના તાત એવા ખેડૂતની સુખાકારી માટે તમે શું કરી શકો?
તમે બસ કે ઑટોમાં બેસી જાઓ છો, ત્યારે તમને ખાત્રી છે કે ડ્રાઇવર ભાઇ તમને સલામત પહોંચાડશે! વિચાર કરો તમારા કામના સ્થળે તમે કેટલા સમર્પિત છો?
વાલ્વમેન અને વાયરમેન મિત્રની મહેરબાનીથી તમે નળ ખોલો અને પાણી આવી જાય કે ચાંપ દબાવો અને રુમ વીજળીથી ઝળહળી ઊઠે. તમે કહેશો કે એ તો તેની ફરજ છે, તેમાં શું? તો એ જ પ્રશ્ન જ્યારે તમને પુછાય છે, ત્યારે તમારી કને કોઇ જવાબ છે ખરો?
આ બધું આપણે અધિકાર તરીકે ભોગવીએ છીએ. સામી બાજુએ આપણી પણ કોઇ ફરજ ખરી કે નહીં!
ભ્રષ્ટાચાર સામે રાડોરાડ કરીએ છીએ પણ કરચોરીનો એકેય મોકો છોડતા નથી, તે કેવું?
જાતિ-જ્ઞાતિવાદ કે સામાજિક દૂષણો અંગે ખૂબ બૉલ્ડ ઑપીનિયન્સ આપતાં ફરીએ પણ જ્યારે પગ નીચે રેલો આવે ત્યારે લાભ લઇ લેવા જાતભાતની ‘પેટા’ ઓળખો ઊભી કરીએ!
વિદેશની સ્વચ્છતા, જાહેર વ્યવસ્થા અને ચીજ વસ્તુઓની ગુણવત્તાની વાતો કરીએ પણ જાહેરમાં ગંદકી અને બસમાં ઘોંઘાટ કરતાં રહીએ અને પોતે જે વ્યવસાયમાં હોઇએ તેમાં બે પૈસા વધુ કમાઇ લેવા ગુણવત્તાની બલિ ચઢાવતાં લગીરે અચકાતા નથી.

વાલ્વમેન અને વાયરમેન મિત્રની મહેરબાનીથી તમે નળ ખોલો અને પાણી આવી જાય કે ચાંપ દબાવો અને રુમ વીજળીથી ઝળહળી ઊઠે. તમે કહેશો કે એ તો તેની ફરજ છે, તેમાં શું? તો એ જ પ્રશ્ન જ્યારે તમને પુછાય છે, ત્યારે તમારી કને કોઇ જવાબ છે ખરો?

પંદરમી ઓગષ્ટે કે છવ્વીસમી જાન્યુઆરીએ આપણી દેશભાવના હિમાલયની ટોચે જઇ પહોંચે છે. વળી પાછી સોળ ઓગષ્ટે અને સત્તાવીસમી જાન્યુઆરીએ તળિયે પહોંચી જાય તે કેમ ચાલે!
દેશભક્તિ એટલે દેશ પહેલાં, પછી બીજું બધું! જો કે આ માત્ર બોલી દેવાથી ન શક્ય બને!
રાષ્ટ્રભક્ત બનવા રાષ્ટ્ર બનવું પડે!
ગર્વ સે કહો કે મૈં ભારત હું!
મહાન રાષ્ટ્રભક્ત સ્વામી રામતીર્થનું રાષ્ટ્રદર્શન માણીએ...
“ભારતવર્ષ મારું શરીર છે
કન્યાકુમારી મારા પગ અને હિમાલય મારું મસ્તક છે.
મારી જટાઓમાંથી ગંગા વહી આવે છે અને મસ્તકમાંથી બ્રહ્મપુત્ર અને સિંધુ પ્રકટ થાય છે.
વિંધ્યાચળ જ મારો કમરપટ્ટો છે. કોરોમાંડલ મારો ડાબો અને મલબાર જમણો પગ છે.
હું સંપુર્ણ ભારતવર્ષ છું.
જેનાં પૂર્વ અને પશ્ચિમ પ્રદેશો બે ભુજાઓ છે, જેને મેં માનવ સમાજને ભેટવા માટે ફેલાવી છે.
જ્યારે હું ચાલું છું, ત્યારે વિચારું છું કે ભારત ચાલી રહ્યું છે.
જ્યારે હું બોલું છું ત્યારે વિચારું છું કે ભારત બોલી રહ્યું છે.
જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે વિચારું છું કે ભારત શ્વાસ લઇ રહ્યું છે.
મારો પ્રેમ સાર્વભૌમિક છે.
મારો અંતરાત્મા વિશ્વાત્મા છે.
હું ભારતવર્ષ છું.
હું શંકર છું, હું શિવ છું.
આ જ રાષ્ટ્રભક્તિનો સર્વાંગીણ સાક્ષાત્કાર છે.
આ જ વ્યવહારિક વેદાંત છે. ૐ!"
સ્વ-અર્થ

- હું દેશભક્ત છું? ચાર કસોટી 
- કરવેરા ઇમાનદારીથી ભરું છું? 
- ધંધા વ્યવસાયમાં કામચોરી નથી કરતો ને? 
- કાયદાના પાલનમાં છિંડાં નથી શોધતો ને?
- ગરીબ, અશક્ત અને વૃદ્ધ દેશબાંધવો તરફ મારો વર્તાવ કેવો છે?

પરિવાર-સાર

- રાષ્ટ્રીય પર્વની ઘરમાં આ રીતે ઉજવણી કરીએ
- ધ્વજવંદન કરીએ, રાષ્ટ્રભક્તિનાં ગીત-સંગીત-ફિલ્મ માણીએ
- આપણી જ્ઞાતિ કે સગાં ન હોય તેવા એક જરુરિયાતમંદ પરિવારને દત્તક લઇએ
- સોલાર પાવર, વીજ બચત કે જળના કરકસરુ ઉપયોગનો પ્રોજેક્ટ શરુ કરીએ 
- દર પ્રસંગે પરિવાર દીઠ એક વૃક્ષ ઉછેરીએ 

મેનેજમેન્ટ-મર્મ

- દેશપ્રેમ એટલે 
- No Tax evasion
- No wastage of resources 
- Judicious remuneration to employees 
- No Pollution
- Maximum use of Non conventional energy 

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP