Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-48
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

પંચકોષ વિજ્ઞાન: સવાયો માનવધર્મ

  • પ્રકાશન તારીખ30 Aug 2018
  •  

જાણો, માણો અને વિકસો તૈત્તિરીય ઉપનિષદનું પંચકોષ વિજ્ઞાન બહુ રસપ્રદ છે. અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ નામના પંચકોષ હકીકતમાં પાંચ પ્રકારના ગુણધર્મોના સમૂહ છે. બીજી ભાષામાં કહીએ તો તે માનવ અસ્તિત્વનાં પાંચ સ્તરો છે. સહુને રસ પડે તેવી રીતે તેને માણીશું.
પંચકોષનું રસપ્રદ આર્કિટેક્ચર
ઘડાના રૂપકથી પંચકોષનું દર્શન:
પંચકોષની વાતને સમજવા ઘડાનું ઉદાહરણ લઇએ. એક ઘડો લો. તેમાં છલોછલ પાણી ભરી દો. તમને પૂછવામાં આવે કે ઘડામાં ભરેલા પાણીનો આકાર કેવો છે? જવાબ મળશે, ઘડા જેવો. હવે એ પાણીમાં થોડી સાકર નાંખીને ઓગાળી દો. જો હવે એમ પૂછીએ કે ઘડામાં ભરેલા પાણીમાંની સાકરનો આકાર કેવો છે? ઉત્તર: ઘડા જેવો અલબત્ત!

પાંચેય કોષ એક રીતે જુદા જુદા છે અને બીજી રીતે એકબીજામાં ભળેલા છે. દરેક કોષનો આકાર માનવ શરીર જેવો અને જેવડો છે. માત્ર અન્નમય કોષ નરી આંખે જોઇ શકાય. અન્નમય કોષની અંદર એ જ આકારમાં પ્રાણમય કોષ સમાયેલ છે.

પાંચેય કોષ એક રીતે જુદા જુદા છે અને બીજી રીતે એકબીજામાં ભળેલા છે. દરેક કોષનો આકાર માનવ શરીર જેવો અને જેવડો છે. માત્ર અન્નમય કોષ નરી આંખે જોઇ શકાય. અન્નમય કોષની અંદર એ જ આકારમાં પ્રાણમય કોષ સમાયેલ છે. તે રીતે પ્રાણમય કોષની અંદર મનોમય કોષ, મનોમય કોષની માહેં વિજ્ઞાનમય કોષ અને વિજ્ઞાનમય કોષમાં આનંદમય કોષ છે.
પંચકોષ વિભાવના અને પર્યાવરણ સંતુલન:
પંચકોષ વિભાવના પર્યાવરણ વિજ્ઞાનના આધુનિક સિદ્ધાંતોની એરણે ખરી ઊતરે છે. ગ્લૉબલ વૉર્મિંગ, ગ્લેશિયર્સ પિગળવા, અનિયમિત વરસાદ અને સુનામી જેવા સંકટોમાંથી મુક્તિનો માર્ગ પણ અહીંયા જ છે. વળી વિશ્વયુદ્ધ અને સાંપ્રદાયિક ત્રાસવાદ જેવી બૌદ્ધિક સમસ્યાઓનું મારણ પણ પંચકોષ વિજ્ઞાન બતાવી શકે છે!
બ્રહ્માંડના પંચકોષના સંતુલન યજ્ઞમાં આપણી નાની શી કર્તવ્‍ય આહુતિ અવશ્‍ય આપીએ. પ્રકૃતિ માટે શું શું કરી શકાય તેના કેટલાક વ્‍યવહારુ ઉદાહરણો જોઇએ.
પર્યાવરણ રક્ષા એ જ સવાયો માનવધર્મ:
ગીતામંત્ર “પરસ્પરં ભાવયન્ત:” પર્યાવરણ સંતુલનનું વિશ્વસૂત્ર બને તો કેવું સારું! આદિ શંકરાચાર્ય અને મહર્ષિ કણાદે ધર્મની સુંદર વ્યાખ્યા આપી છે. “જેનાથી બધાનું ભલું થાય અને ઉચ્ચતર પ્રગતિ પણ થાય તે ધર્મ”.
પંચકોષને સંતુલિત કરવાથી મોટો કોઇ માનવધર્મ ન હોઇ શકે. કારણ કે માનવ જે કંઇ છે, તે પર્યાવરણને આભારી છે. જેવું પર્યાવરણ તેવો માનવ! તેનું શરીર ભૌતિક પર્યાવરણમાંથી બને છે. તે જ રીતે વૈચારિક પર્યાવરણમાંથી તેનાં મન-બુદ્ધિ ઘડાય છે.
વ્યક્તિના તન-મનને સ્વસ્થ-સુખી રાખવા સાથે જે પર્યાવરણને શાંતિ અને સલામત કરે તે ધર્મ!
તેનાથી ઉલ્ટું,
જે કરવાથી પર્યાવરણ અને માણસનું હિત જોખમાય તે અધર્મ!
પાપ પુણ્યની આવી વ્યાખ્યા ગાંઠે બાંધવા જેવી ખરી કે નહીં?
તો ચાલો, આજે પર્યાવરણ-ધર્મનાં સંદર્ભમાં પાપ અને પુણ્યની યાદી બનાવીએ!
પર્યાવરણ ધર્મનાં પાંચ મહાપાપ અને પાંચ મહાપુણ્ય
અન્નમય કોષ:
મહાપુણ્ય:
૧. સજીવ ખેતી: છાણીયા ખાતર અને જૈવિક જંતુનાશક દ્વારા અન્ન ઉત્પાદન
૨. અન્નનું ઉત્પાદન વધારીને દરેક જીવને પૂરતું પોષણ આપવું
૩. શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક બનાવવો અને પીરસવો
૪. શરીરના પોષણ, વિકાસ અને જાળવણી માટે જરુરી હોય તેટલો જ ખોરાક લેવો
૫. સામાજિક પ્રસંગોમાં સમૂહભોજન ટાળીને જરૂરિયાતમંદને અન્નદાન કરવું
મહાપાપ:
૧. રાસાયણિક ખાતર વાપરવું
૨. રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ
૩. અન્ન માટે ઉત્પાદક જમીનનો બિનઉત્પાદક ઉપયોગ કરવો
૪. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ
૪. અન્નનો વેડફાટ, બગાડ કે નાશ
પ્રાણમય કોષ:
મહાપુણ્ય:
૧. જમીનને ઉત્પાદક અને જીવંત બનાવવી
૨. હયાત વનસ્પતિ સૃષ્ટિની જાળવણી અને નવાં વૃક્ષોનો ઉછેર
૩. નદી, તળાવ, સમુદ્ર વગેરે જળસ્રોતોની જાળવણી
૪. વરસાદી જળનો સંગ્રહ અને કાર્યક્ષમ ઉપયોગ
૫. સૂર્યઊર્જાનો મહત્તમ ઉપયોગ
મહાપાપ:
૧. પ્લાસ્ટિકનો વપરાશ
૨. શુદ્ધ જળમાં ઝેરી કચરો ભેળવવો
૩. વાતાવરણમાં ઝેરી વાયુ છોડવા
૪. વીજળી, ગેસ કે પેટ્રો પ્રૉડક્ટ્સનો અવિવેકી ઉપયોગ
૫. ઘોંઘાટ કરવો, લાઉડસ્પીકર વાપરવા
મનોમય કોષ:
મહાપુણ્ય:
૧. આંખ વડે શાંત અને સુંદર પદાર્થોનું દર્શન
૨. કાન મારફતે શુભ શબ્દોનું શ્રવણ
૩. મુખ વડે સત્ય અને ઉપકારક વાતનું ઉચ્ચારણ
૪. જીભ અને નાક દ્વારા પ્રાકૃતિક રસ અને સુગંધ માણવા
૫. ઉપરના અનુભવોના આધારે રચનાત્મક વિચારણા
મહાપાપ:
૧. અભદ્ર, અશ્લીલ કે વિકૃત પદાર્થો કે ચિત્રો જોવા કે બતાવવા
૨. નકારાત્મક અને ગંદી વાતો સાંભળવી કે પ્રચાર કરવો
૩. અપશબ્દ કે કઠોર વાણી બોલવી કે સહન કરવી
૪. દુર્ગંધિત કે નશાકારક પદાર્થોનું સેવન કે તેનો પ્રસાર કરવો
૫. અસ્વસ્થ ટેવોમાં મનને જોતરવું કે તેવી પ્રેરણા આપવી
વિજ્ઞાનમય કોષ:
મહાપુણ્ય:
૧. સત્ય, પ્રેમ, કરુણા, નિ:સ્વાર્થ સેવા જેવા રચનાત્મક વિચારો અને કામોમાં શ્રદ્ધા કેળવવી
૨. તટસ્થતા અને સ્વંત્રતાપૂર્વક વિચાર કરવો
૩. સુખ-શાંતિ, સલામતી અને સૌહાર્દ વધે તેવી પ્રવૃત્તિ કરવી
૪. વૈવિધ્યપૂર્ણ વિચારો અને અસ્તિત્વનો પ્રેમથી સ્વિકાર કરવો
૫. સમાજમાં જ્ઞાન, વિજ્ઞાન અને સમજણ કેળવવા

પંચકોષ વિભાવના પર્યાવરણ વિજ્ઞાનના આધુનિક સિદ્ધાંતોની એરણે ખરી ઊતરે છે. ગ્લૉબલ વૉર્મિંગ, ગ્લેશિયર્સ પિગળવા, અનિયમિત વરસાદ અને સુનામી જેવા સંકટોમાંથી મુક્તિનો માર્ગ પણ અહીંયા જ છે.

મહાપાપ:
૧. ગેરસમજણ કે અંધશ્રદ્ધા ફેલાવવી
૨. ક્રોધ, તિરસ્કાર કે હિંસા કરવી કે તેમાં સહયોગ કરવો
૩. સારા અને સંસ્કારી વ્યક્તિને દુ:ખી કે નિરાશ કરવી
૪. ધર્મ, સંપ્રદાય કે જાતિગત ભેદભાવ ઉભા કરવા
૫. સામાજિક કે આર્થિક અન્યાય કરવા કે તેને પ્રોત્સાહન આપવું
આનંદમય કોષ:
મહાપુણ્ય:
૧. સારું કામ કે સારી વ્યક્તિને જોઇ રાજી થવું
૨. અણઘડ વિચારો અને પૂર્વગ્રહોથી મુક્ત થવું
૩. અવનવા રચનાત્મક વિચારો અને કાર્યોની ખોજમાં ગૂલ થવું
૪. કાવ્ય, નાટ્ય, સંગીત, નૃત્ય કે ચિત્રકામ દ્વારા અંતરને પુલકિત કરવું
૫. પર્યાવરણમાં સુખ-શાંતિ વધે તે માટે સંશોધન અને સંવાદ કરવો
મહાપાપ:
૧. કોઇપણ જીવને હાનિ કે દુ:ખ પહોંચાડવા
૨. પરપીડન વૃત્તિ, બીજાને પીડા આપી વિકૃત આનંદ લેવો
૩. રચનાત્મક અભિગમ કે પ્રવૃત્તિને અવરોધવા
૪. વ્યક્તિ કે સમૂહના મૌલિક સ્વાતંત્ર્યને હાનિ પહોંચાડવી
૫. ખુશામતખોરી દ્વારા અન્યને ગેરમાર્ગે દોરવા
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP