Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-47
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મન તોફાની બચ્ચા જેવું છે, તેને મારો નહીં, વાળો!
- ખરાબ ટેવો છોડવાનો એકમાત્ર માર્ગ
- સારા વિકલ્પોમાં મશગૂલ થાઓ! 
- ઇમાનદારીથી ડાયરી લખવી ઉત્તમ આદત છે! 

- સાથે જમીએ, સાથે રમીએ, સાથે પ્રાર્થીએ! 
- કુટુંબની સુખાકારીનો મહામંત્ર 
- તન છો રહ્યાં જુદાં મન અમારાં એક હો! 

- આનંદ અને આત્મસંતોષ: શ્રેષ્ઠ મૉટિવેટર્સ છે! 
- કાર્યસ્થળ બને જો આનંદવન, સફળતાના ભરાય નવરંગ! 

આંતરિક શક્તિઓ ખીલવવા માટે શું કરવું?

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

પંચકોષ વિજ્ઞાન: મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ માણસ અદભુત હસ્તી છે.
તે જે ધારે છે તે કરી શકે છે....
પણ તે ધારે છે જ ક્યાં?
ગતાંકમાં આપણે કુદરતના પંચકોષ ખજાનામાં ડોકિયું કર્યું. અન્નમય અને પ્રાણમય કોષને જાણવાનો પ્રયાસ કર્યો. ‘જે પિંડે તે બ્રહ્માંડે, મંત્રનો ભાવાર્થ સમજ્યા. આજે અંદરની તરફ ડૂબકી મારીએ. તમારા મનના તળિયે અમૂલખ મોતી જરુર જડી આવશે!

મનોમય કોષની ઉપરનો માળ એટલે વિજ્ઞાનમય કોષ. વિચાર પ્રક્રિયા દરમ્યાન મંથન થયા બાદ ડહાપણ રૂપી નવનીત જે ઘડામાં સંઘરવામાં આવે છે તેને વિજ્ઞાનકોષ કહેવાય. તમે તેને જજમેન્ટ સેલ કહી શકો!

મનોમય કોષ:
વ્યક્તિત્વનો ત્રીજો ખજાનો છે, મનોમય કોષ. આંખ-કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી મેળવેલા તમામ સંકેતો (જોયેલું, સાંભળેલું, સ્‍પર્શેલું, સુંઘેલું અને આસ્‍વાદેલું) મનોમય કોષ અથવા સાઇકોલોજિકલ સેલમાં સંગ્રહાય છે. અનુકૂળ સંજોગોમાં આ સંકેતો સચેતન મનની સપાટી ઉપર ઉપસી આવે ત્યારે "યાદ તાજી થઇ" એવું કહીએ!
આ ઉપરાંત મનોમય કોષમાં આપણા અનુભવોના સંદર્ભમાં કરેલ વિચારણા, ધારણાઓ, અભિપ્રાયો, મંતવ્‍યો, પૂર્વગ્રહો વગેરે બધું જ સંઘરાય છે.
પ્રકૃતિને પણ તેનો મનોમય કોષ હશે કે? તે હોવાની પૂરી સંભાવના છે. ભલે આ કોષ નરી આંખે દેખાય તેવો નહીં હોય પણ તે માણસના વર્તન પર ઊંડી અસર કરતો રહે.
વિજ્ઞાનમય કોષ:
આપણા અસ્તિત્વનો ચોથો કોષ વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાન એટલે વિવેક અથવા વિઝડમ સેલ. વિવેક એટલે સારાસાર નિર્ણય. શું સારું છે અથવા કરવા યોગ્‍ય છે, તેનો નિર્ણય એટલે વિવેક.
મનોમય કોષની ઉપરનો માળ એટલે વિજ્ઞાનમય કોષ. વિચાર પ્રક્રિયા દરમ્યાન મંથન થયા બાદ ડહાપણ રૂપી નવનીત જે ઘડામાં સંઘરવામાં આવે છે તેને વિજ્ઞાનકોષ કહેવાય. તમે તેને જજમેન્ટ સેલ કહી શકો!
અંતરના કોષોનું વ્યવહારુ સ્વરૂપ:
અન્ન અને પ્રાણમય કોષ નરી આંખે દેખાય તેવા છે. સરખામણીમાં મનોમન અને વિજ્ઞાનમય કોષ ઘણા સૂક્ષ્મ છે. એટલે તેને સમજવા અઘરા છે. તેને કેટલાક નેગેટિવ અને પોઝિટિવ એમ બન્ને પ્રકારના વ્યવહારુ દાખલાથી સમજવાનો પ્રયાસ કરીએ.
તમે જ્યારે કોઇ ઘોંઘાટમય વાતાવરણમાં સપડાઇ જાઓ છો, ત્‍યારે શું થાય છે?
તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમારી બાજુની સીટ પર બેઠેલી વ્‍યક્તિ તમને ન ગમતી પંચાત શરૂ કરે છે, ત્‍યારે કેવું લાગે છે?
તમને કોઇ ઇર્ષાળુ માણસ સાથે કામ કરવાની ફરજ પડે છે, ત્‍યારે કેવી તકલીફ થાય છે?
બકવાસ, ક્રોધ, ઇર્ષા, વેર-ઝેર કે નિંદા મનોમય અને વિજ્ઞાનમય કોષના ખેતરમાં ઊગતાં હાનિકારક નિંદામણ છે. જેનાથી તનાવ અને અનારોગ્ય થાય છે.
હવે બે પોઝિટિવ ઉદાહરણો જોઇએ.
તમે ઑફિસના તણાવભર્યા વાતાવરણમાંથી થાકીને ઘરે આવો છો. વહાલસોયી દિકરી “પાપા આવી ગયા!” એમ બોલતી દોડીને તમને વળગી પડે છે. તમારો બધો થાક ઊતરી જાય છે!
કોઇ વ્યક્તિ મોટા આર્થિક સંકટમાં ફસાઇ ગઇ છે. ચિંતાતુર મને તે રસ્તા પર ચાલી રહી છે, એ વખતે તેના પ્રૉફેસર તમને મળી જાય છે. તમે દિલ ખોલીને વાત કરો છો. તે યાદ કરાવે છે કે તમે જ્યારે કૉલેજની ફૂટબૉલ ટીમના કેપ્ટન હતા, ત્યારે કેવા લડાયક હતા! ગુરુજી તમારો વાંસો થાબડી “ઉત્તિષ્ઠ ભારત” બે શબ્દ કહે છે. તમારી નિરાશા દૂર થાય છે.
આનંદમય કોષ:
આ ભગવાનનું ઘર છે. શરીરનો સુક્ષ્‍મતમ કોષ એટલે આનંદમય કોષ. પરમાત્‍મા શુદ્ધ નિર્ભેળ આનંદ સ્‍વરૂપ છે. જેને સત્ + ચિત્ + આનંદ અથવા સચ્ચિદાનંદરૂપ કહ્યા છે. સત્ એટલે શાશ્વત, ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે નિર્દોષ પ્રસન્નતા. શાશ્વત જ્ઞાનના સ્‍નાન વડે શુદ્ધ થયેલ અંતરાત્‍મા જયારે અનાયાસ પ્રસન્નતા અનુભવે તે થયું સચ્ચિદાનંદ સ્‍વરૂપ.
આનંદ: અભિવ્યક્તિનો નહીં પણ અનુભૂતિનો વિષય
આનંદ શબ્દ સાથે નજીકનું સગપણ ધરાવતા બીજા શબ્દો છે; ખુશી, પ્રસન્નતા, મજા વગેરે. જો કે આમાંથી એક પણ આનંદની વિભાવના પૂર્ણ રીતે વ્‍યકત કરી શકે તેમ નથી.
ખરેખર આનંદ કોને કહેવાય?
૧. તે સમજવા કેટલાંક ઉદાહરણો જોઇએ.
એક ચિત્રકાર પોતાના મનમાં ઊઠતી ઉર્મિઓને રેખાંકિત કરે છે અથવા એક ગીતકાર શબ્દ દ્વારા પોતાની ઊર્મિઓને અભિવ્‍યક્ત કરે છે કે સંગીતકાર તેને લયબદ્ધ કરે છે, ત્યારે તેમને થતી અનુભૂતિ સર્જનનો આનંદ છે.
૨. બાથટબમાં બેઠેલો આર્કિમીડીઝ જયારે "યુરેકા, યુરેકા" બોલતો ઉઘાડા ડીલે શહેરની ગલીઓમાં દોડી ગયો તે "કંઇક જડી ગયા"નો આનંદ છે.
૩. ઉરના અમૃતથી પોતાના બાળકનું પોષણ કરતી માતાની આંખોમાં સાર્થકતાથી મળેલ પરિતૃ‍પ્‍તિનો આનંદ છે.
૪. અકસ્માતમાં ઘવાયેલી અજાણી વ્યક્તિને તત્કાળ લોહીની જરુર છે. તમારું બ્લડ ગ્રુપ મળતું આવે છે. તમે અગત્યનું કામ પડતું મૂકી લોહી આપવા તૈયાર થઇ જાઓ છો! આ નિ:સ્વાર્થ સેવાનો આનંદ છે!
૫. માભોમની રક્ષા કાજે છેલ્‍લા શ્વાસ સુધી લડીને શહીદ થઇ રહેલા શૂરવીરની આંખોમાં
સમર્પણના આનંદનું દર્શન થાયઆ બધા શાશ્વત અને દિવ્‍ય આનંદના પ્રકારો છે.

બકવાસ, ક્રોધ, ઇર્ષા, વેર-ઝેર કે નિંદા મનોમય અને વિજ્ઞાનમય કોષના ખેતરમાં ઊગતાં હાનિકારક નિંદામણ છે. જેનાથી તનાવ અને અનારોગ્ય થાય છે.

તમે સાચો આનંદ માણ્યો છે?
મિત્ર! ઉપરનાં ઉદાહરણો ફરી વાંચી જાઓ. તમે આવા કોઇ નિર્દોષ આનંદની અનુભૂતિ કરી છે? જો હા, તો તેને વારંવાર મમળાવો. તમને આવો આનંદ ફરી માણવા મન થશે. તમારા મનમાં કેટલાક રચનાત્મક સંકલ્પો ઉઠશે. તે તમારા જીવનનો માર્ગ બદલી દે, તેવું પણ બને! જે ક્ષણે નિર્દોષ આનંદના માર્ગે તમે વહેતા થાઓ તે તમારો નવો જન્મ છે! મેની મેની હેપી રિટર્ન્સ!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- મન તોફાની બચ્ચા જેવું છે, તેને મારો નહીં, વાળો!
- ખરાબ ટેવો છોડવાનો એકમાત્ર માર્ગ
- સારા વિકલ્પોમાં મશગૂલ થાઓ! 
- ઇમાનદારીથી ડાયરી લખવી ઉત્તમ આદત છે! 

પરિવાર-સાર

- સાથે જમીએ, સાથે રમીએ, સાથે પ્રાર્થીએ! 
- કુટુંબની સુખાકારીનો મહામંત્ર 
- તન છો રહ્યાં જુદાં મન અમારાં એક હો! 

મેનેજમેન્ટ-મર્મ

- આનંદ અને આત્મસંતોષ: શ્રેષ્ઠ મૉટિવેટર્સ છે! 
- કાર્યસ્થળ બને જો આનંદવન, સફળતાના ભરાય નવરંગ! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP