Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-46
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- પાંચ સંકલ્પ 
- મારા દરેક જન્મદિવસે એક વૃક્ષ ઉછેરીશ 
- દર અઠવાડિયે એક દિવસ નૉ મોટર વ્હિકલ ડે ઉજવીશ
- અન્નનો બગાડ નહીં કરું, પાણીનો વેડફાટ નહીં કરું 
- પરંપરાગત વીજળીનો ઓછામાં ઓછો વપરાશ કરીશ
- કુદરત મારો ઈશ્વર અને પર્યાવરણ સભાનતા મારો ધર્મ! 

- પાંચ સંકલ્પ 
- રૂફટોપ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરીને વરસાદી જળ સંગ્રહ કરીશું
- ગાર્ડનિંગ કે ટોઇલેટ ફ્લશ માટે રિસાઇકલ્ડ પાણી વાપરીશું
- કપડાં ધોવામાં સાબુ કે ડિટરજન્ટનો ઓછો વપરાશ કરીશું
- ઑર્ગેનિક દૂધ, શાકભાજી કે અનાજનો વપરાશ કરીશું 
- સામાજિક પ્રસંગે જમણવાર, કૃત્રિમ રોશની કે ફટાકડાનો ઉપયોગ ટાળીશું

- પાંચ સંકલ્પ
- પોલ્યુશન કરીને પ્રૉફિટ નહીં જ કરું
- ચોક્કસ અનુસરીશ: 
- ગ્રીન મટિરિયલ
- ગ્રીન એનર્જી 
- ગ્રીન પ્રોસેસીસ
- જો એક વૃક્ષ કાપવાનું થાય તો દસ વૃક્ષ વાવીશ
- બાયોડિગ્રેડેબલ/રિસાઇકલેબલ પેકેજિંગને પ્રોત્સાહન આપીશ 
- ત્રણ મંત્ર: કરકસર, જાળવણી અને કાર્યક્ષમ ઉપયોગ 
- Economise, Conserve and Efficient use of resources 

પ્રકૃતિને માતા શાથી કહે છે?

  • પ્રકાશન તારીખ28 Aug 2018
  •  

પંચકોષ વિજ્ઞાન: અન્નમય અને પ્રાણમય કોષ
પ્રકૃતિને માતા કેમ કહે છે? આપણી જન્મદાતા માતાની જેમ જ તે આપણું પાલન-પોષણ કરે છે. જન્મ આપનાર માતાથી પ્રકૃતિમાતાનો ઉપકાર ઓછો નથી!
ગતાંકમાં ગીતાના ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગની ચર્ચા કરી. પચીસ તત્ત્વો મળીને એક વૈશ્વિક પ્રણાલી બનાવે છે. જેને તૈત્તિરીય ઉપનિષદમાં પંચકોષ એવું નામ આપ્યું છે. અસ્મિતા-દર્પણના વાચક પંચકોષ વિજ્ઞાનથી અજાણ રહે તે કેમ ચાલે?

શરીરના જે ભાગને જોઇ-સ્‍પર્શી શકાય તે અન્‍નમય કોષ છે. આ કોષને અન્‍ય ચારેય કોષનું ઘર કહી શકાય.

પંચકોષ એટલે શું?
કોષ એટલે ખજાનો! અહિંયા તેનો ગૂણસમૂહ જેવો અર્થ કરીશું. પાંચ કોષ છે, અન્‍નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ કોઇ પાંચ જુદા જુદા ઓરડા કે તિજોરીઓ નથી! આપણા શરીરમાં અને આસપાસના પર્યાવરણમાં પાંચ પ્રકારના પદાર્થો અને ઊર્જા પડેલી છે. આમ તો પાંચેય કોષ એકબીજામાં સાવ અંતરંગ રીતે ભળેલા છે.
અન્‍નમય કોષ:
શરીરના જે ભાગને જોઇ-સ્‍પર્શી શકાય તે અન્‍નમય કોષ છે. આ કોષને અન્‍ય ચારેય કોષનું ઘર કહી શકાય. શરીરનો અન્‍નમય કોષ પ્રકૃતિના અન્‍નમય કોષમાંથી જન્મે છે, પ્રકૃતિમાંથી પોષણ લઇ વિકસે છે અને અંતે મૃત્યુ સમયે પ્રકૃતિમાં જ ભળી જાય છે.
અન્નમય કોષનું મહત્ત્વ:
બ્રહ્માંડના અન્નમય કોષ એટલે આધુનિક વિજ્ઞાનનું ફુડ સાયકલ કે અન્નચક્ર. ‘‘જીવો જીવસ્‍ય જીવનમ્’’ એ અન્નમય કોષનો પાયાનો સિધ્ધાંત છે. વેદમાં અન્નનો મહિમા કરતાં સરસ મંત્રો છે.
"અન્ન એ જ પરમાત્મા છે"
"અન્નનું વધુ ઉત્પાદન કરો"
"અન્નનો બગાડ ન કરો"
અને "અન્નની નિંદા ન કરો" વગેરે.
આપણી પરંપરામાં અન્નદાનને સૌથી મોટું દાન ગણવામાં આવ્‍યું છે.
અન્નમય કોષનું સંવર્ધન અને જતન કઇ રીતે કરશો?
તમારા આંગણામાં બે નાનકડાં પાત્રો મૂકી તેમાં જળ અને અનાજના દાણા મૂકવાનું રાખો. થોડા દિવસ પછી પક્ષીઓના કલરવથી તમારું પ્રભાત ખુશનુમા બની જશે.
તમારા પડોશના જરૂરીયાતમંદ પરિવારની માતા કે બાળકના પોષણ માટે દૂધ કે ફળની વ્‍યવસ્‍થા કરો.
જમવા બેસો ત્યારે જુઓ કે આસપાસમાં કોઇ ભૂખ્યું તો નથી ને?
તમારા ઘરમાં કામ કરતા સાથીઓ માટે વધેલું નહીં પણ તેમના માટે તમે જમતા હો તેવું તાજું ભોજન આપો!
આવા સહજતાથી થઇ શકતા અન્નયજ્ઞો તમારા મન અને આત્‍માને મોટી શાંતિ આપશે.
પ્રાણમય કોષ:
અન્‍નમય કોષની અંદરનો ભાગ એટલે પ્રાણમય કોષ. જેને વિજ્ઞાનની ભાષામાં ચયાપચય અથવા રેસ્‍પિરેટરી તંત્ર કહે છે. પ્રાણમય કોષ અન્‍નમય કોષને જીવંત બનાવે છે. આધુનિક વિજ્ઞાને પણ આ વાતની ખાતરી કરી લીધી છે. શરીરને ચલાવવા માટે આપણે ઑક્સિજન લઈએ છીએ અને ચયાપચયની ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. પ્રાણીઓના શરીરમાંથી નીકળતા અંગારવાયુને શોષી લઇને તેમના માટે જરૂરી પ્રાણવાયુ પૂરો પાડવાની સ્‍વયંચાલિત વ્‍યવસ્‍થા એટલે પ્રકૃતિનો પ્રાણમય કોષ.
માણસના પ્રાણમય કોષના નિર્માતા:
વૃક્ષ ઉછેર એ પ્રાણવાયુ-ચક્રના સંતુલન માટેનું ઉત્કૃષ્‍ટ ઉદાહરણ છે. એક પુખ્ત વડલો કે પીપળો પોતાના જીવનકાળ દરમ્‍યાન લાખો કિલો ઓક્સિજન આપે છે. તુલસી, બીલી કે અશોક જેવાં વૃક્ષોનું આધ્‍યાત્મિક તત્ત્વ ઔષધીય ગુણો સાથે જોડાયેલું છે. લીમડા, ઉંબરા કે આંબા જેવાં વિરાટ વૃક્ષો પક્ષીઓ, કીટકો અને અસંખ્ય જીવોને આશ્રય આપે છે. આમ જૈવિક વિવિધતા જાળવવા સાથે પર્યાવરણનું સંતુલન પણ કરે છે.
તમે માનશો? લગભગ બધા સજીવો પોતપોતાનું કુદરતી કર્તવ્‍ય નિભાવે છે. માણસ જ અણઘડ જીવ છે કે જે પ્રકૃતિ માતાના પ્રાણદેહમાં છીછરા સ્‍વાર્થ માટે છીંડાં પાડે છે. વળી સૌથી વિકસિત જીવ હોવાનું મિથ્યાભિમાન સેવે છે!
અન્ન અને પ્રાણમય કોષ એટલે આપણા શરીરને જીવતું રાખતા બે સૌથી અગત્યનાં પરિબળો. આસપાસના પર્યાવરણનો અન્નમય કોષ આપણો ભોજનથાળ છે. જેમ કે, અનાજ, શાકભાજી, દૂધ ઉત્પાદનો, ફળ-ફળાદિ અને બીજા આહારો.

વૃક્ષ ઉછેર એ પ્રાણવાયુ-ચક્રના સંતુલન માટેનું ઉત્કૃષ્‍ટ ઉદાહરણ છે. એક પુખ્ત વડલો કે પીપળો પોતાના જીવનકાળ દરમ્‍યાન લાખો કિલો ઓક્સિજન આપે છે.

પ્રદૂષણ અને કોષનું અસંતુલન:
કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અવિવેકી ઉપયોગથી જમીન અને જળ પ્રદૂષિત થયાં. કેન્સર, કિડની અને હૃદયના રોગો સતત વધી રહ્યા છે. આ બધું આપણા સામૂહિક પાપનું પરિણામ છે!
વન્યસૃષ્ટિનાં નિકંદન અને સીએફસી ગેસોના પ્રદૂષણથી વાતાવરણમાં અણધાર્યાં પરિવર્તનો આવી રહ્યાં છે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. સમુદ્રની સપાટી આગળ વધી રહી છે. આવા અનેક પડકારો માણસને પીડી રહ્યા છે.
માનવજાત માટે સારી વાત એ છે કે તેને વાત વાળી લેતાં પણ આવડે છે. વિશ્વયુદ્ધો કરી શકે છે તો શાંતિનાં નૉબેલ પ્રાઇઝ પણ આપી શકે છે! અહંકારી અને હિંસક મનોવૃત્તિનો તેણે સદા પરાજય કર્યો છે. આશા રાખીએ આ પડકારને પણ શિશુનાં ગડથોલિયાં પેઠે તે પાર કરી જશે!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- પાંચ સંકલ્પ 
- મારા દરેક જન્મદિવસે એક વૃક્ષ ઉછેરીશ 
- દર અઠવાડિયે એક દિવસ નૉ મોટર વ્હિકલ ડે ઉજવીશ
- અન્નનો બગાડ નહીં કરું, પાણીનો વેડફાટ નહીં કરું 
- પરંપરાગત વીજળીનો ઓછામાં ઓછો વપરાશ કરીશ
- કુદરત મારો ઈશ્વર અને પર્યાવરણ સભાનતા મારો ધર્મ! 

પરિવાર-સાર

- પાંચ સંકલ્પ 
- રૂફટોપ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરીને વરસાદી જળ સંગ્રહ કરીશું
- ગાર્ડનિંગ કે ટોઇલેટ ફ્લશ માટે રિસાઇકલ્ડ પાણી વાપરીશું
- કપડાં ધોવામાં સાબુ કે ડિટરજન્ટનો ઓછો વપરાશ કરીશું
- ઑર્ગેનિક દૂધ, શાકભાજી કે અનાજનો વપરાશ કરીશું 
- સામાજિક પ્રસંગે જમણવાર, કૃત્રિમ રોશની કે ફટાકડાનો ઉપયોગ ટાળીશું

મેનેજમેન્ટ-મર્મ

- પાંચ સંકલ્પ
- પોલ્યુશન કરીને પ્રૉફિટ નહીં જ કરું
- ચોક્કસ અનુસરીશ: 
- ગ્રીન મટિરિયલ
- ગ્રીન એનર્જી 
- ગ્રીન પ્રોસેસીસ
- જો એક વૃક્ષ કાપવાનું થાય તો દસ વૃક્ષ વાવીશ
- બાયોડિગ્રેડેબલ/રિસાઇકલેબલ પેકેજિંગને પ્રોત્સાહન આપીશ 
- ત્રણ મંત્ર: કરકસર, જાળવણી અને કાર્યક્ષમ ઉપયોગ 
- Economise, Conserve and Efficient use of resources 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP