Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-45
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- ત્રણ સંકલ્પો લઇએ
- અન્નનો દાણો કે પાણીનું ટીપું ન બગાડીએ
- પ્લાસ્ટિકનો વપરાશ શૂન્ય કરીએ
- વાહન કે ફેક્ટરી દ્વારા હવા-અવાજનું ઓછામાં ઓછું પ્રદૂષણ કરીએ

- કટિબદ્ધ થઇએ 
- સ્વજનનો જન્મદિન એક વૃક્ષ-ઉછેર દ્વારા ઉજવીએ
- કૌટુમ્બિક પ્રસંગો બને તેટલી સાદાઇથી ઉજવીએ
- દરેક સભ્ય રક્તદાન, દેહદાન, ચક્ષુદાન કે તેવો કોઇ શુભ સંકલ્પ કરે 

- એ ન ભૂલીએ
- રૂપિયાથી પણ મોટી કમાણી પુણ્ય છે!
- તમે પ્રકૃતિને જે આપશો, તે સવાયું થઇ પાછું આવશે! 

શરીર, સમાજ, વિશ્વ એક ખેતર છે! તેનાં ખેડ, બીજ, ખાતર અને પાણી ક્યાં?

  • પ્રકાશન તારીખ27 Aug 2018
  •  

તમે માનશો? ગીતાકારે ખેતર અને ખેતરપાળ જેવા સરળ શબ્દો વડે શરીરને અને સૃષ્ટિને સમજાવી છે! શ્રીમદભગવદગીતાનો તેરમો અધ્‍યાય એટલે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગ યોગ. કેટલાક વિદ્વાનો તેને પ્રકૃતિ-પુરુષ વિવેક એવું નામ પણ આપે છે.
ખેડૂતોમાં ખેતલીયા દાદા કે ખેતરપાળની પૂજા અર્ચના કરવાની પરંપરા છે. ખેતરપાળ એટલે ખેતરાઉ જમીનમાં દર બનાવીને રહેતા નાગદાદા. જુનવાણી પરંપરામાં વ્યવહારુ શાણપણ છે. ખેડૂતનો સૌથી મોટો શત્રુ કોણ? ઉંદર, અલબત. ઉંદરના નિયંત્રણ માટેની જૈવિક વ્‍યવસ્‍થા એટલે નાગરાજા. તેનું રક્ષણ-પાલન કરવું ખેડૂત માટે ઉપકારક છે. આ રીતે નાગની રક્ષા કરવાની અને તેને પૂજવાની પરંપરા આવી.

પૃથ્‍વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પ્રકૃતિનાં પાંચ તત્ત્વો અથવા પંચ-મહાભૂતો છે. આ તત્ત્વોમાં પૃથ્વી નરી આંખે સરળતાથી જોઇ શકાય તેવું સૌથી સ્‍થૂળ તત્ત્વ છે અને આકાશ સૌથી સૂક્ષ્‍મ તત્ત્વ છે.

જો કે પ્રકૃતિના વિજ્ઞાનને સમજવાને બદલે મૂર્તિઓ બનાવીને પૂજવા માંડી. મૂળ વૈજ્ઞાનિક તત્ત્વ ભૂલાઇ ગયું. સાપ ગયા અને લિસોટા રહી ગયા તેવો ઘાટ થયો, જ્ઞાન ગયું અને કર્મકાંડ રહી ગયા!
ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગના દર્શનને સમજવા આ ગામઠી રૂપક ખૂબ કામનું છે. હકીકતમાં આપણું શરીર એક ખેતર છે. તેને સારી રીતે સમજનારો ક્ષેત્રજ્ઞ કહેવાય. આ ખેતરમાં શું શું છે?
શરીર અને પ્રકૃતિનો સંબંધ: સમજો અને માણો
પંચમહાભૂત: પ્રકૃતિના તત્ત્વોની સંખ્યા ગણવાનો પ્રયાસ કર્યો છે. પૃથ્‍વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પ્રકૃતિનાં પાંચ તત્ત્વો અથવા પંચ-મહાભૂતો છે. આ તત્ત્વોમાં પૃથ્વી નરી આંખે સરળતાથી જોઇ શકાય તેવું સૌથી સ્‍થૂળ તત્ત્વ છે અને આકાશ સૌથી સૂક્ષ્‍મ તત્ત્વ છે.
પાંચ જ્ઞાનેન્દ્રિય: પાંચ મહાભૂતો પૃથ્‍વી, જળ, તેજ, વાયુ અને આકાશ સાથે સંબંધ જોડતી પાંચ જ્ઞાનેન્દ્રીયો છે, નાક, જીભ, આંખ, ત્વચા અને કાન.
પંચતન્માત્રા: દરેક તત્ત્વને પોતાનો ગુણધર્મ છે. જેને તન્માત્રા કહે છે. તે પંચતત્ત્વ અને જ્ઞાનેન્દ્રિયને જોડતી કડી છે. પૃથ્વીની તન્માત્રા ગંધ છે, જેનો નાક સાથે સંબંધ છે. તત્ત્વ-તન્માત્રા-જ્ઞાનેન્દ્રિયના અન્‍ય ચાર જોડકાં છે; જળ-રસ-જીભ, તેજ-રૂપ-આંખ, વાયુ-સ્‍પર્શ-ત્‍વચા અને આકાશ-શબ્દ–કાન.
જ્ઞાનેન્દ્રિય આપણી સંવેદનાના દરવાજા છે. રંગ, સ્વાદ, સુગંધ, પ્રકાશ અને ધ્વનિને માણવાનાં કુદરતી યંત્રો છે. આપણે આ યંત્રોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ તો જીવન રસભર બની જાય. ઘણીવાર તણાવ કે ઉતાવળમાં આપણે રંગ-રૂપ કે સ્વાદ જેવા મૂળભૂત આનંદથી પણ વંચિત રહી જઇએ છીએ. તો પછી સૂક્ષ્મ આધ્યાત્મિક આનંદની તો વાત જ શી કરવી?
પાંચ કર્મેન્દ્રિય: આ ઉપરાંત આપણા શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો છે; મોં, હાથ, પગ, પ્રજનન ઇન્દ્રિય અને ઉત્સર્ગેન્દ્રિય. આ પાંચ કર્મેન્દ્રિયો અનુક્રમે ભોજન લેવું, ધારણ કરવું, હલનચલન, પ્રજનન અને મળ-મૂત્ર ત્યાગની જુદી જુદી ક્રિયા કરે છે.
ચાર અંત:કરણ: શરીરમાં ચાર અંત:કરણો છે; મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જે સંકલ્‍પ અને વિકલ્‍પ કરે અને માણસને આમતેમ દોડાવે તે મન. બીજું તત્ત્વ છે, બુદ્ધિ. બુદ્ધિ એટલે નિશ્ચય. શું સારું કે સાચું અને શું નરસું કે ખોટું તેનો સારાસાર વિવેક એટલે બુદ્ધિ. ચિત્ત એ માણસની ચિંતનાત્મક વૃત્તિ છે. જ્યારે "હું છું" એવી સભાનતા એટલે અહંકાર.
૨૪ તત્ત્વોની પ્રકૃતિ: ઉપર કહેલા ચોવીસ તત્ત્વોને પ્રકૃતિ કહે છે. જો કે પ્રકૃતિ પોતાની મેળે સર્જન કરી શકતી નથી. સર્જન કરવા માટે તેને ચેતન તત્ત્વની આવશ્યકતા રહે છે. તે છે, પુરુષ કે આત્મ તત્ત્વ. આમ પ્રકૃતિ અને પુરુષ એક-મેકનાં પૂરક છે. તેઓ એકબીજા વગર અધૂરાં છે, પુરુષ અને સ્ત્રીની જેમ!
પ્રકૃતિ અને શરીરના સંબંધની અગત્ય
જે બહાર છે, તે જ અંદર છે.
જે સમષ્ટિમાં છે, તે જ વ્યક્તિમાં છે.
પ્રકૃતિમાં બે ભાગ છે, સજીવ અને નિર્જીવ. જે જન્મે, વિકસે કે વધે અને અંતે પ્રકૃતિમાં ભળી જાય તે સજીવ. આમ જુઓ તો એકપણ પદાર્થ સાવ નિર્જીવ નથી. જે મોટેભાગે નિષ્ક્રીય રહે તેને નિર્જીવ કહીએ છીએ. દરેક સજીવ કે નિર્જીવ પદાર્થ પ્રકૃતિનો ભાગ છે. આ બધા પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરતા રહે છે. જેમ કે માછલી પાણીમાં રહે. પાણીમાંનો ઑક્સિજન લે અને વનસ્પતિ ખાય. આ માછલી પોતે બીજા જીવોનું ભોજન પણ બને! આમ એકબીજા ઉપર સહુ જીવો નભે છે.
આધુનિક વિજ્ઞાનમાં સંચયના (Laws of Conservation) સિદ્ધાંતો છે. જેમ કે, ઊર્જા સંચય, ઑક્સિજન સાઇકલ, નાઇટ્રોજન સાઇકલ વગેરે. આ વૃત્ત અથવા સાઇકલ્સ સતત ચાલતા રહે છે. સરળ ઉદાહરણ વનસ્પતિ અને પ્રાણીનું છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઑક્સિજન છોડે. તેનાથી ઉલ્ટું પ્રાણી ઑક્સિજન પર નભે અને શ્વાસોચ્છ્વાસ દરમ્યાન કાર્બન ડાયોક્સાઇડ છોડે.

ઉપર કહેલા ચોવીસ તત્ત્વોને પ્રકૃતિ કહે છે. જો કે પ્રકૃતિ પોતાની મેળે સર્જન કરી શકતી નથી. સર્જન કરવા માટે તેને ચેતન તત્ત્વની આવશ્યકતા રહે છે. તે છે, પુરુષ કે આત્મ તત્ત્વ.

કુદરતની આ વ્યવસ્થામાં કોઇ અવરોધ ઉભો થાય તો સંતુલન ખોરવાય. જેમ કે પ્લાસ્ટિકના ઉપયોગથી માટીની જીવંતતા ઘટે. કેમીકલ ભળવાથી પાણીનું ઑક્સિજન સ્તર ઘટે. કાર્બન ડાયોક્સાઇડની ભેળસેળથી હવા ઝેરી બને! તેની અવળી અસર પેલા ન્યુસન્સ કરનાર સજીવ સાથે બીજા નિર્દોષ સજીવો પર પણ થાય! ગ્લૉબલ વૉર્મિંગ, સમુદ્રમાં જમીન ડૂબમાં જવી, ખારોપાટ વધવો, સુનામી અને બીજું ઘણું બધું!
“પરસ્પરં ભાવયન્ત: શ્રેયમ્ પરમ્!"
પ્રકૃતિના સંતુલનનો મહામંત્ર છે.
તમે જ્યાંથી લો, ત્યાં સવાયું કરીને પાછું વાળો!
જે પ્રકૃતિમાતાની આવી સેવા કરે તે ખરો પુણ્યશાળી!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- ત્રણ સંકલ્પો લઇએ
- અન્નનો દાણો કે પાણીનું ટીપું ન બગાડીએ
- પ્લાસ્ટિકનો વપરાશ શૂન્ય કરીએ
- વાહન કે ફેક્ટરી દ્વારા હવા-અવાજનું ઓછામાં ઓછું પ્રદૂષણ કરીએ

પરિવાર-સાર

- કટિબદ્ધ થઇએ 
- સ્વજનનો જન્મદિન એક વૃક્ષ-ઉછેર દ્વારા ઉજવીએ
- કૌટુમ્બિક પ્રસંગો બને તેટલી સાદાઇથી ઉજવીએ
- દરેક સભ્ય રક્તદાન, દેહદાન, ચક્ષુદાન કે તેવો કોઇ શુભ સંકલ્પ કરે 

મેનેજમેન્ટ-મર્મ

- એ ન ભૂલીએ
- રૂપિયાથી પણ મોટી કમાણી પુણ્ય છે!
- તમે પ્રકૃતિને જે આપશો, તે સવાયું થઇ પાછું આવશે! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP