Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-44
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- આયનામાં જોઉં જ્યારે જ્યારે, નિરખું મારા વિશ્વરૂપને! 
- આજે જ સંકલ્પ કરું કે
- મારી સંપત્તિ અને ક્ષમતાને પરમાત્માની પ્રસાદી સમજીશ! 
- કોઇ એક નાનું પણ નિ:સ્વાર્થ કામ કરીશ

- મારો પરિવાર તે મારું પોતિકું વિશ્વ!
- પરિજનને પ્રભુનો પ્રેમપ્રસાદ સમજું
- માતા પાર્વતી ને પિતા મહાદેવ (સમજું!)

- સંસ્થા પરમાત્માનું જ એક વિશ્વરૂપ! 
- સંસ્થાના વિશ્વરૂપને સમજું અને નિખારું
- સંસ્થા પોતાના પર્યાવરણના વિશાળ વિશ્વરૂપનો અભિન્ન હિસ્સો છે!
- સંસ્થા પોતાના પર્યાવરણ સાથે નિર્દોષ મૈત્રી કેળવે 

ગ્લૉબલાઇઝેશનનો ગીતામંત્રઃ વિશ્વરૂપ દર્શન

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

વિભૂતિ કે વિશ્વરૂપ જેવા શબ્દોને અઘરા માનીને પડતું મૂકી ન દઇએ. તમે જોયું હશે કે આ બધા શબ્દોનો કેવો સરળ વ્યવહારુ ભાવાર્થ છે! જો અઘરામાં અઘરા અંગ્રેજી શબ્દોની જોડણી ગોખી ગોખીને યાદ રાખતા હોઇએ તો આ તો આપણા અંતરમનમાં રમતા આપણા પોતાના શબ્દો છે!

ઋષિનું દર્શન તો માનું ધાવણ છે. સર્વસુલભ, સહજ, સ્વાભાવિક અને સુપાચ્ય! તન, મન અને આત્માને પુષ્ટ કરે તેવું! બજારુ બેબીફૂડ કરતાં લાખ દરજ્જે સારું! અસ્મિતા દર્પણ એટલે માના પયોમૃતના આસ્વાદનો ઉત્સવ!

ઋષિનું દર્શન તો માનું ધાવણ છે. સર્વસુલભ, સહજ, સ્વાભાવિક અને સુપાચ્ય! તન, મન અને આત્માને પુષ્ટ કરે તેવું! બજારુ બેબીફૂડ કરતાં લાખ દરજ્જે સારું! અસ્મિતા દર્પણ એટલે માના પયોમૃતના આસ્વાદનો ઉત્સવ!
ગીતાનો અગિયારમો અધ્‍યાય એટલે વિશ્વરૂપ દર્શન. ચમત્‍કારિક વાર્તા જેવા લાગતા આ અધ્યાયમાં અત્‍યંત આધુનિક ફિલોસોફી છે.
અર્જુનને વિશ્વરૂપ દર્શનની ઇચ્છા થાય છે. યોગેશ્વર તેને દિવ્યચક્ષુ આપે છે અને યોગબળથી પોતાનું વિશ્વરૂપ બતાવે છે. એ પ્રચંડ વિશ્વરૂપમાં અર્જુનને સચરાચર સૃષ્‍ટિનું દર્શન થાય છે. વિશ્વરૂપ ધારી શ્રીકૃષ્‍ણ કહે છે કે, ‘‘હું આ પૃથ્‍વીનો ભાર ઉતારવા પ્રવૃત્ત થયેલો સાક્ષાત કાળ છું. આ કૌરવો તો મારાથી ક્યારનાયે હણાઇ ચૂક્યા છે (તારે તો માત્ર ઔપચારિકતા જ નિભાવવાની છે)”. ઇશ્વરના આ દૈવી રૂપથી અંજાઇ ગયેલો અર્જુન પુનઃ તેમને મૂળ રૂપ ધારણ કરવા પ્રાર્થના કરે છે. શ્રીકૃષ્‍ણ પોતાનું માનવીય સ્‍વરૂપ પ્રકટ કરે છે.
વિશ્વરૂપ દર્શનનું તાત્‍પર્ય
વિશ્વરૂપ એટલે સકળ વિશ્વમાં વ્‍યાપ્‍ત પરમાત્‍માના અખંડ અને દિવ્‍ય સ્‍વરૂપનું દર્શન. દરેક પદાર્થના બે અંશ હોય છે; એક છે, સત્ અને બીજું અસત્. સત્ એટલે શાશ્વત અને અસત્ એટલે ક્ષણજીવી. વાત સમજવામાં ભારે લાગે છે, મિત્ર? તો સરળ ઉદાહરણ દ્વારા તેને સમજીએ.
તમે સવારની સંધ્‍યા કરવા બેઠા છો. તમારા હાથની અંજલિમાં જળ વચ્‍ચે એક મોગરાનું મહેંકતું પુષ્‍પ છે. જેના વડે સૂર્યનારાયણને ગાયત્રી મંત્ર દ્વારા અર્ઘ્ય આપો છો. અર્ઘ્ય તો દેવને અર્પણ થઇ ગયો પણ મોગરાના ફુલની સુવાસ તમારી હથેળીને ઘણો વખત મહેંકતી રાખશે. તમારા ચિત્તમાંથી તો કયારેય લુપ્‍ત નહીં થાય. ફૂલ નાશવંત છે, સુગંધ નથી!
ગીતાકાર કહે છે, ‘‘નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત:" (૨/૧૬) અર્થાત્ શાશ્વત રૂપ કદીયે વિલાતું નથી અને નશ્વર સ્‍વરૂપ કયારેય અસ્તિત્વમાં હોતું નથી. તમારી આસપાસના દરેક પદાર્થ, જીવ, ઘટના અને માણસમાં એક અવિનાશી શાશ્વત તત્ત્વ છે. ઇશ્વરના વિશ્વરૂપનું તે પ્રતિનિધિત્‍વ કરે છે.
તમારે વિશ્વરૂપનું દર્શન કરવું છે?
પદાર્થના શાશ્વત સ્‍વરૂપનું દર્શન કરવાની ટેવ કેળવવાથી સૃષ્‍ટિના કણેકણમાં રહેલા પરમ તત્ત્વનું અનુસંધાન કરી શકાય છે. પરમાત્મા સાથેની એકરૂપતા અનુભવવા પ્રયાસ કરવો એટલે વિશ્વરૂપ દર્શન યોગ. આ માટે સતત પ્રયાસ કરવો એટલે દિવ્ય ચક્ષુ કેળવવા. નરસિંહ મહેતાને જ્યારે દિવ્ય ચક્ષુ મળ્યા ત્યારે તે ગાઇ ઊઠ્યા “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ”!
ગીતાકારે તેનો સાવ સરળ રસ્‍તો બતાવ્‍યો છે. પરમાત્મા કહે છે કે વિશ્વરૂપ દર્શન વેદાભ્‍યાસ, તપ, દાન કે યજ્ઞ વડે ન થઇ શકે, તે માત્ર અનન્‍ય ભક્તિ વડે જ શક્ય છે.
મારું કામ કરનારો, મારે પરાયણ થયેલા મારો ભક્ત, જે સહજભાવથી સહુ કોઇ માટે મિત્રરૂપ થઇ જાય છે તે મને પામે છે!
પરમાત્માનું કામ એટલે શું? નિર્દોષ, નિ:સ્વાર્થ અને રચનાત્મક કામ એટલે ભગવાનનું કામ! વૃક્ષઉછેર, અંગદાન-રક્તદાન, કેળવણી, અન્નદાન કે દિવ્યાંગ જનોની નમ્રભાવે સેવા એટલે ભગવાનનું કામ! આવું કામ કરે તેને વિશ્વરૂપ દર્શન થાય તેની યોગેશ્વરે જાતે ગેરન્ટી આપી છે!
વિશ્વરૂપનો આધુનિક આદર્શ
ત્રાસવાદ, પર્યાવરણ હ્રાસ, ગ્લૉબલ વૉર્મિંગ અને અણુશસ્ત્રોની હોડ જેવી સમસ્યાઓથી વિશ્વ આજે પરેશાન છે. એક જ શરીરના જુદાં જુદાં અંગો જાણે યુદ્ધે ચઢ્યાં હોય તેવો વરવો ખેલ મંડાણો છે! ડાહ્યા માણસોને તો ચિંતા થાય કે માણસ પોતાની જાતનું જ નિકંદન ન કાઢી નાખે તો સારું!

વિશ્વરૂપ ધારી શ્રીકૃષ્‍ણ કહે છે કે, ‘‘હું આ પૃથ્‍વીનો ભાર ઉતારવા પ્રવૃત્ત થયેલો સાક્ષાત કાળ છું. આ કૌરવો તો મારાથી ક્યારનાયે હણાઇ ચૂક્યા છે (તારે તો માત્ર ઔપચારિકતા જ નિભાવવાની છે)”.

વેપાર-ઉદ્યોગના ગ્લૉબલાઇઝેશનમાં પણ મોટેભાગે “બળિયાના બે ભાગ” જેવો ઘાટ છે. અઢારમી સદીમાં વ્યાપેલા સંસ્થાન અને સામ્રાજ્યવાદ (Colonial Imperialism) જુદા જુદા સ્વરૂપે ફરી ફરી આવતો રહ્યો હોય તેમ જણાય છે. બે બે વિશ્વયુદ્ધો અને લાખો માણસોની ખુવારીમાંથી માનવજાતે કોઇ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી!
હું શું કરી શકું?
કોઇ મોટી સમસ્યા આવે એટલે “હું શું કરી શકું?” તેવો પલાયનવાદ આપણા મનનો કબ્જો લઇ લે. અરે દોસ્ત! જાતને એવો પડકાર ફેંક કે તું શું ન કરી શકે? તને જ્યાંથી સૂઝે ત્યાંથી શરુઆત કર. તારા પોતાના તનમનથી શરૂ કર. ત્યાંથી પરિવાર, ફળિયું, ગામ, નગર કે જેટલે સુધી તારી નજર ફરે ત્યાં એ સકળ વિશ્વનું દર્શન કર!
મિત્ર! કોઇ સારી ઘટનાને જોઇને તમારું દિલ ખુશ થાય તો સમજવું કે શ્રીકૃષ્‍ણ સાવ નજીકમાં છે. બસ, આ જ ઘડી છે; આળસ ખંખેરવાની, મનની નિર્બળતાને તગેડી મૂકવાની અને કોઇ ઉત્તમ સંકલ્‍પ સાથે ઊભા થવાની.
હે પાર્થ!
ઊઠ ઊભો થા અને થા અગ્રેસર!
ફરી વિશ્વરૂપ ધારણ કરવા યોગેશ્વર જેની રાહ જુએ છે, તે તું જ હોઇ શકે!
સંભવામિ જને જને!
સંભવામિ ક્ષણે ક્ષણે!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- આયનામાં જોઉં જ્યારે જ્યારે, નિરખું મારા વિશ્વરૂપને! 
- આજે જ સંકલ્પ કરું કે
- મારી સંપત્તિ અને ક્ષમતાને પરમાત્માની પ્રસાદી સમજીશ! 
- કોઇ એક નાનું પણ નિ:સ્વાર્થ કામ કરીશ

પરિવાર-સાર

- મારો પરિવાર તે મારું પોતિકું વિશ્વ!
- પરિજનને પ્રભુનો પ્રેમપ્રસાદ સમજું
- માતા પાર્વતી ને પિતા મહાદેવ (સમજું!)

મેનેજમેન્ટ-મર્મ

- સંસ્થા પરમાત્માનું જ એક વિશ્વરૂપ! 
- સંસ્થાના વિશ્વરૂપને સમજું અને નિખારું
- સંસ્થા પોતાના પર્યાવરણના વિશાળ વિશ્વરૂપનો અભિન્ન હિસ્સો છે!
- સંસ્થા પોતાના પર્યાવરણ સાથે નિર્દોષ મૈત્રી કેળવે 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP