Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-43
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- જ્યાં જોઉં ત્યાં બસ તું હી તું!
- કણકણમાં કેશવ, છોડમાં રણછોડ અને જનજનમાં જાદવ!
- જગતનો સર્વોત્તમ આનંદ: Wonder! 
- અદભુત કુદરતની અનુભૂતિથી નીપજતું વિસ્મય માણીએ 

- પરિવાર એક જગત છે, આપણું પોતીકું જગત!
- દરેક પરિજનમાં એક અનન્ય વિશેષતા છે, તે નિસર્ગના હસ્તાક્ષર છે! 
- વિશેષતાને વધાવીએ, નિખારીએ અને સદુપયોગ કરીએ! 

- સંસ્થાને એક જીવંત સૃષ્ટિ (Vital & Dynamic Organization) તરીકે જોઇએ
- દરેક સાથી તેના કેન્દ્રસ્થાને છે
- એવું વાતાવરણ રચીએ કે જ્યાં
સંઘર્ષનું સ્થાન સહકાર
શોષણનું સ્થાન સેવા લેશે 

ગ્લૉબલાઇઝેશનનો ગીતામંત્રઃ વિભૂતિનું વિજ્ઞાન

  • પ્રકાશન તારીખ25 Aug 2018
  •  

ગ્લૉબલાઇઝેશન ભારતીયો માટે નવી વાત નથી! આખાયે જગતની તમામ સંસ્કૃતિના અંશો અહિંયા જોવા મળે. જે આ દેશમાં આવે તે અહીંના થઇને રહી જાય. તે રીતે કોઇપણ ભારતીય વિશ્વમાં ગમે ત્યાં જાય ત્યારે ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જાય!
સ્વિકાર અને સમન્વય ભારતના ડીએનએ છે!
ભારતના સમન્વયધર્મી દર્શનને Global Perspective દર્શાવતા ત્રણ મંત્રો:
૧."આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:" અમોને બધેથી શુભ અને રચનાત્મક વિચારો પ્રાપ્ત થાઓ.
૨."શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:" સમગ્ર વિશ્વમાં રહેતા પરમાત્માના પુત્રો, સાંભળો!
૩."વસુધૈવ કુટુમ્બકમ્" આ ધરતી એક પરિવાર છે.

ભારતીય ઋષિએ ક્યારેય કોઇ એક ધર્મ, સંપ્રદાય કે જાતિ-વિશેષના ઉત્કર્ષની વાત કરી નથી. કોઇ અન્‍ય વિચારધારાને કચડીને આગળ જવાના મતનો આપણે સ્વીકાર કરતા નથી.

ભારતીય ઋષિએ ક્યારેય કોઇ એક ધર્મ, સંપ્રદાય કે જાતિ-વિશેષના ઉત્કર્ષની વાત કરી નથી. કોઇ અન્‍ય વિચારધારાને કચડીને આગળ જવાના મતનો આપણે સ્વીકાર કરતા નથી.
આપણો જીવનમંત્ર છે,
"કણકણમાં દર્શન કર મારું, તો મળશે તને વૈકુંઠ તારૂં"
ગીતાનો દસમો અધ્‍યાય એટલે વિભૂતિ યોગ. વિભૂતિ એટલે વિશેષ અથવા વ્યાપક રચના. ઇશ્વરની આમ તો દરેક રચના વિશિષ્‍ટ અને અનન્‍ય છે. તે દરેકમાં પરમ તત્ત્વનો અખંડ અંશ રહેલો છે.
ગીતાકાર કહે છે, ‘‘અહમાત્મા ગુડાકેશ સર્વ ભૂતાશય સ્‍થિત:’’ ઇશ્વરે પોતાના આવાસ તરીકે હૃદયને કેમ પસંદ કર્યુ છે. બીજું કોઇ અંગ કેમ નહીં? પરમાત્મા નિસર્ગના કણેકણમાં સમાયેલા છે. તો પછી આપણા શરીરના પણ અંગેઅંગમાં તેમનો અંશ હોવાનો જ.
હૃદય તરફ પક્ષપાત કરવા પાછળ ઊંડું મનોવૈજ્ઞાનિક દર્શન છે. તમે જ્યારે કોઇ નિ:સ્વાર્થ સેવાનું કામ કરો છો કે સારી ઘટના જુઓ છો ત્‍યારે તમારૂં હૃદય પ્રસન્નતાથી છલકાઇ ઊઠે છે. તેનાથી ઊલ્‍ટું, જયારે તમે ખોટું બોલો છો કે છેતરપીંડી કરો છો ત્‍યારે તમારૂં હૃદય તમને વારવાનો પ્રયાસ કરે છે. આમ હૃદય ઇશ્વરના તમારી સતત સાથે હોવાનો પ્રબળ પુરાવો રજુ કરે છે.
તમારે દૈવી શક્તિને અનુભવવી છે? તો આ રહ્યો તેનો વ્યવહારુ ઉપાય!
એકલા મનને અનુસરવાને બદલે દિલને પણ સાંભળવાનું રાખો. તમારો અંતરાત્‍મા જે કરવાની ના પાડે તે છોડો. અંતરના અવાજને અનુસરીને કરેલા કામમાં નફા-નુકસાનને હિસાબ ન કરો. તમારા રુદીયામાં બેઠેલો પરમાત્‍મા તમામ દુન્‍યવી સૌભાગ્‍યનો કર્તા, હર્તા અને સમાહર્તા છે, જે સરવાળે તમને ખોટમાં નહીં રહેવા દે તેની ખાત્રી રાખો.
વિભૂતિ એટલે ઇશનું સાર્વત્રિક દર્શન:
વિભૂતિ શબ્દનો અર્થ છે, “વિશિષ્ઠ રચના”! કુદરતનો દરેક જીવ એકબીજાથી જુદો છે. બે માણસના હાથની રેખા, ચહેરો કે આંખોની કીકી મળતી નથી. એટલું જ નહીં પણ કોઇ બે પાંદડાં પણ સરખાં નથી!
દરેક જીવની અનન્યતા અને વિશેષતા પ્રકૃતિના દિવ્ય હસ્તાક્ષર છે!
સામાન્ય માણસ માટે ઇશ્વરના સૂક્ષ્‍મ અને સર્વ વ્‍યાપક સ્‍વરૂપનું દર્શન કરવું સહેલું બને તેટલા માટે ગીતાકારે દસમા અધ્યાયમાં વિભૂતિઓનું દર્શન કર્યું છે, ‘‘હું આદિત્‍યોમાં વિષ્‍ણુ, પ્રકાશમાન પદાર્થોમાં સૂર્ય, વાયુઓમાં મરીચિ, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્‍દ્ર, ઇન્‍દ્રિયોમાં મન અને પ્રાણીઓમાં ચેતના છું.’’
નરી આંખે જોઇ શકાય તેવી વિભૂતિઓનું વર્ણન કરતાં કહે છે, ‘‘પર્વતોમાં મેરુ છું, વૃક્ષોમાં હું પીપળો છું, ઘોડાઓમાં ઉચ્‍ચૈ:શ્રવા, હાથીઓમાં ઐરાવત, નાગોમાં અનંત, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, પાવકોમાં પવન, શસ્‍ત્રધારીઓમાં રામ, જળચરોમાં મગર અને જળસ્રોતોમાં ગંગા છું.’’
ઇશ્વરે પોતાની વિભૂતિઓનો વિસ્‍તાર માત્ર જડ-ચેતન પદાર્થો (હાર્ડવેર!) પુરતો મર્યાદિત રાખ્યો નથી. તેઓ ચેતનાના સુક્ષ્‍મતમ સ્‍તર (સોફ્ટવેર!) સુધી વિસ્‍તાર કરતાં કહે છે, ‘‘સૃષ્‍ટિનો આદિ, મધ્‍ય અને અંત હું છું. વિદ્યાઓમાં આધ્‍યાત્‍મવિદ્યા, વક્તાઓમાં સંવાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં દ્વંદ્વ સમાસ, સતત અને અવિનાશી એવા સમય અને સર્વેના કર્મફળનો આપનાર પણ હું છું’’.
વિભૂતિ યોગનું સમાપન કરતાં પરમાત્‍મા કહે છે,
જે કંઇ સ્‍થાવર જંગમ છે, તે તમામનું બીજ હું છું!
વિભૂતિનું વિજ્ઞાન:
જગત એક અદભુત સ્‍વયંચાલિત વ્‍યવસ્‍થા છે, જ્યાં દરેક પદાર્થ બીજા પદાર્થ સાથે સતત પ્રક્રિયા કરતો રહે છે. પ્રત્‍યેક પળે કરોડો જૈવ-રસાયણિક પ્રક્રિયાઓથી ધબકતી કુદરતની આ પ્રયોગશાળા નિતનવું સર્જન-વિસર્જન કરતી રહે છે. જેનું દર્શન ભૌતિક શાસ્ત્રી ફ્રિત્જોફ કાપ્રાએ “Tao of Physics”માં કર્યું છે.
સંતુલન પ્રકૃતિની દરેક પ્રક્રિયાનું હાર્દ છે! નકામા કે નિર્જીવ લાગતા હોય તેવા પદાર્થનું પણ સૃષ્‍ટિના સંતુલનમાં મહત્ત્વ હોય છે. અહીંયા કશું જ અર્થહીન કે મૂલ્‍યહીન નથી.

‘‘પર્વતોમાં મેરુ છું, વૃક્ષોમાં હું પીપળો છું, ઘોડાઓમાં ઉચ્‍ચૈ:શ્રવા, હાથીઓમાં ઐરાવત, નાગોમાં અનંત, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, પાવકોમાં પવન, શસ્‍ત્રધારીઓમાં રામ, જળચરોમાં મગર અને જળસ્રોતોમાં ગંગા છું.’’

વિભૂતિ દર્શનનો વૈશ્વિક આદર્શ:
યોગેશ્વર કહે છે, “જ્યાં જ્યાં શ્રી (Holistic Wealth), સત્ત્વ (Eternal Spirit) અને ઊર્જા (Energy) નજરે ચઢે ત્યાં ત્યાં મારી હાજરી છે, તેવું માન!” માનવના અસ્તિત્વના આ ત્રણ પાયાનાં પરિબળો છે!
તમે સરળતાથી જોઇ શકો કે જગતની એક પણ વસ્તુ ઊર્જા વિહોણી નથી. જગતની દરેક ઘટના મૂળે તો ઊર્જાની આપ-લેની ક્રિયા જ છે, ને!
કવિ કલાપિની જાણીતી પંક્તિને અધ્યાત્મના દૃષ્ટિકોણથી કહીએ તો, “જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં રામની!” કલ્પના કરો કે જો આવો ભાવ અંતરમાં જાગે તો....
મન પોતે માધવનું મધુવન બની જાય!
દરેક સાથી ગોપાળ બની જાય!
દરેક કાર્ય ગોવર્ધન ધારણની જેમ સહજ અને સરળ બની જાય!
આ ખરું ગ્લૉબલાઇઝેશન હશે કે જ્યાં...
સાશન અને સર્વોપરિતા માટે હરિફાઇ નહીં હોય!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- જ્યાં જોઉં ત્યાં બસ તું હી તું!
- કણકણમાં કેશવ, છોડમાં રણછોડ અને જનજનમાં જાદવ!
- જગતનો સર્વોત્તમ આનંદ: Wonder! 
- અદભુત કુદરતની અનુભૂતિથી નીપજતું વિસ્મય માણીએ 

પરિવાર-સાર

- પરિવાર એક જગત છે, આપણું પોતીકું જગત!
- દરેક પરિજનમાં એક અનન્ય વિશેષતા છે, તે નિસર્ગના હસ્તાક્ષર છે! 
- વિશેષતાને વધાવીએ, નિખારીએ અને સદુપયોગ કરીએ! 

મેનેજમેન્ટ-મર્મ

- સંસ્થાને એક જીવંત સૃષ્ટિ (Vital & Dynamic Organization) તરીકે જોઇએ
- દરેક સાથી તેના કેન્દ્રસ્થાને છે
- એવું વાતાવરણ રચીએ કે જ્યાં
સંઘર્ષનું સ્થાન સહકાર
શોષણનું સ્થાન સેવા લેશે 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP