Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-42
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- સાંભળેલું અને સમજેલું સુવાક્ય તમારી મિલ્કત Asset છે
- વગર વિચારે બોલેલો શબ્દ તમારી જવાબદારી Liability છે
- આ કરવું કે તે કરવું? તેવો પ્રશ્ન થાય ત્યારે અંતરનો અવાજ સાંભળો
- દિલનો સાદ મોટેભાગે સાચો અને હિતકર હશે!

- ગેરસમજણ ટાળવા આટલું કરીએ 
- સ્વજન દિલના દરવાજા ખોલે ત્યારે ધ્યાનથી સાંભળીએ 
- સ્વજનની વાત તુરત ન સમજાય તો સમય લો, શાંતિથી વિચાર કરો
- તમારો વિચારપૂર્વકનો અભિપ્રાય અને પ્રતિભાવ પરિપક્વ હશે 

- હિતેચ્છુ સાથીનો શબ્દ મનને ખૂંચે ત્યારે તે સાચો હોવાની સંભાવના વધુ
- તમારી કોઇ ખોટી પ્રસંશા કરે તો તુરત મગજમાં રેડ એલર્ટ જગાડો
- કડવી હકીકત (Brutal Realities)ને સામી છાતીએ ઝીલનાર નેતા જ નૈયા પાર ઉતારે છે!   

યોગનાં સાધનોઃ જીવન વ્યવહારમાં યોગ-૨

  • પ્રકાશન તારીખ24 Aug 2018
  •  

ગીતાને યોગશાસ્ત્ર કહે છે. યોગ શબ્દનો હાથ-પગના વ્યાયામ કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા પૂરતો મર્યાદિત અર્થ ન લેવો જોઇએ. સાધન-સંપદાનો સમન્વય કરીને કોઇ મોટું કામ કરવાનું થાય તેને યોગ કહેવાય. જ્ઞાન (Knowledge), કર્મ (Action) અને ભક્તિ (Dedication) નો રચનાત્મક સંયોગ કરીને જાહેર હિતમાં કોઇ મોટો પ્રોજેક્ટ હાથ ધરીએ તે યોગસાધના જ છે.
આગળના અંકમાં યોગનાં ચાર સાધનો વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા અને છ સંપત્તિની વાત કરી. આ ઉપરાંત વિદ્વાનો શ્રવણ, મનન, નિદિધ્યાસન અને મહાવાક્ય-વિવેક નામનાં બીજાં ચાર સાધનો મળીને કુલ આઠ સાધન થાય છે.

એક મિત્રને ઓફિસ અને સામાજિક સંબંધોમાં વારંવાર સંબંધો ખરાબ થાય. તેમને એક કુટેવ હતી. તે બહુ બોલકા હતા. સાંભળવામાં સાવ શૂન્ય! તેણે કૉન્ફ્લિક્ટ નિવારણ અંગે માર્ગદર્શન માગ્યું. એક સાવ સરળ મંત્ર આપ્યો. Listen, Listen, Listen and then Speak!

ઉપરના શબ્દો ભારેખમ લાગતા હોય તેથી વાંચવાનું પડતું ન મૂકશો! માત્ર પાંચ મિનિટ કાઢીને આગળ વાંચો. તમને ચોક્કસ લાગશે કે આ તો હું રોજબરોજના જીવનમાં અનુભવું છું. તેનું નામ જ અસ્મિતા દર્પણ!
શ્રવણ:
જે સાંભળો તેમાંથી ઉપયોગી સાર તારવી લેવો એટલે શ્રવણ. વક્તાના શબ્દો ભલે એક હોય પણ જુદા જુદા શ્રોતાને પોતાનું આગવું શ્રવણ હોય છે. મહાન વ્યક્તિના સંવાદમાંથી કોઇનો આત્મા જાગી જાય તો બીજાને વળી મુંઝવતી સામાજિક સમસ્યાનો ઉકેલ જડી જાય અને કોઇ ધંધામાં સફળતાનો મંત્ર પણ મેળવી ખુશ થઇ જાય!
એક મિત્રને ઓફિસ અને સામાજિક સંબંધોમાં વારંવાર સંબંધો ખરાબ થાય. તેમને એક કુટેવ હતી. તે બહુ બોલકા હતા. સાંભળવામાં સાવ શૂન્ય! તેણે કૉન્ફ્લિક્ટ નિવારણ અંગે માર્ગદર્શન માગ્યું. એક સાવ સરળ મંત્ર આપ્યો. Listen, Listen, Listen and then Speak! તેમણે પોતાના ડેશબૉર્ડ પર આ મંત્ર લખી રાખ્યો. તેણે આ મંત્રને વ્યવહારમાં ઉતાર્યો પણ ખરો. તમે માનશો? તેના સંબંધો સુધર્યા અને સફળતા પણ મળી.
જાહેર જીવનના ત્રણ દાયકાની સેવામાં શીખ્યો છું કે ઘણી સમસ્યાઓ માત્ર સાંભળવાથી જ ઉકેલાઇ જાય છે!
મનન:
જે સાંભળ્યું છે તેના પર વિચાર કરવો એટલે મનન. શ્રવણ-મનન એ જોડકાં બંધુઓ છે. એકના વગર બીજું અધુરૂં છે. વિદ્યાર્થી લઇને વયસ્‍ક સુધી સહુ માટે યાદદાસ્ત વધારવાનું લોઠકું સાધન એટલે મનન.
ઘણીવાર કોઇ મિત્ર સાથેની વાતચીતમાં ઉતાવળે જવાબ આપવામાં કાચું કપાઇ જાય છે. શાંતિથી વિચાર કર્યા પછી વાતનો પૂરો ખ્યાલ આવે છે. ત્યારે એવો અફસોસ થાય છે કે વિચાર કરીને જવાબ આપ્યો હોત તો? મનન સામાજિક સંબંધો અને વ્યવસાયિક સફળતા માટે ખૂબ અગત્યનું પરિબળ છે.
એક ટેવ પાડીએ. કોઇ અગત્યની વાત સાંભળ્યા પછી તરત ઉત્તર ન સુઝે તો થોડો સમય અને અવકાશ લો. પૂરો વિચાર કરો અને પછી જ પ્રતિભાવ આપો. સંબંધો સુધારવા અને સાચા નિર્ણયો લેવાની આ જડીબુટ્ટી છે.
નિદિધ્યાસન:
ઉચ્ચ લક્ષ્ય તરફના એકધ્યાન ચિંતનનો અખંડ પ્રવાહ સિદ્ધ કરવો એટલે નિદિધ્‍યાસન. તેને “સજાતીય વૃત્તિના પ્રવાહને અખંડ કરવો” કહે છે.
આપણી વૃત્તિઓના બે પ્રકાર છે; વિજાતીય અને સજાતીય. મનને બહારના વિષયો તરફ ખેંચી જતી વૃત્તિઓને વિજાતીય કહેવાય. ઇન્‍દ્રિયો પર સંયમ થયા બાદ વૃત્તિ અંદરની બાજુ વળે ત્યારે સજાતીય વૃત્તિ કેળવાય છે. મંત્રજપ, દેવ-દર્શન અને ધ્‍યાન સજાતીય વૃત્તિ માટેનાં સાધનો છે.
થોડા સમય પૂર્વે આર્ચરીના નિષ્ણાત સાથે વાત કરવાનું થયું. બાણાવળી લક્ષ્યવેધ કરતાં પહેલાં શું કરે છે? સહુ પ્રથમ તો તે સંતુલિત રીતે ઉભા રહીને હાથ વડે ધનુષ્યને સ્થિર રીતે પકડી રાખે છે. બીજા હાથથી તીરને ધનુષ્ય પર ટેકવે છે. હવે તે લક્ષ્ય તરફ નજર ઠેરવે છે. થોડી સેકન્ડ માટે તે એવા ધ્યાનમગ્ન થાય છે કે જાણે કોઇ મૂર્તિ જોઇ લો! બીજું કંઇ જોતા કે સાંભળતા નથી. આંખ, લક્ષ્ય, તીર, બાણ અને હાથ-પગ જાણે જળ-ચંદનની જેમ ભળી ગયા હોય!
નિદિધ્યાસનનું આ સૌથી સચોટ રૂપક છે.
ધ્યાન નથી લાગતું તેવી ફરિયાદ છે? થોડો સમય આર્ચરી ક્લબ જોઇન કરો!

એક ટેવ પાડીએ. કોઇ અગત્યની વાત સાંભળ્યા પછી તરત ઉત્તર ન સુઝે તો થોડો સમય અને અવકાશ લો. પૂરો વિચાર કરો અને પછી જ પ્રતિભાવ આપો. સંબંધો સુધારવા અને સાચા નિર્ણયો લેવાની આ જડીબુટ્ટી છે.

મહાવાક્ય વિવેક:
ભારતીય દર્શનમાં જુદા જુદા વેદના ચાર મહાવાક્યો છે, “તત્ત્વમસિ”, “અહં બ્રહ્માસ્મિ”, “અયમાત્મા બ્રહ્મ” અને “પ્રજ્ઞાનં બ્રહ્મ”. જેનો સામાન્ય અર્થ છે, “હું જ ઈશ્વર છું”.
થોડું વિચારીએ તો લાગે કે જો હું ઈશ્વર છું તો મારી આસપાસની દરેક વ્યક્તિ અને વસ્તુ પણ ઈશ્વર જ હોવી જોઇએ! તો પછી ઈશ્વર અને ઈશ્વર વચ્ચે ભેદ કે વેર સંભવે ખરા?
અહં બ્રહ્માસ્મિ બોલવાથી બ્રહ્મ થઇ જવાય ખરું? આ બોલવાનું નહીં પણ ઉંડાણથી અનુભવવાનું વાક્ય છે. “અહં બ્રહ્માસ્મિ”ના બે અર્થ છે. “હું અસીમ અને અનંત શક્તિ ધરાવું છું” એવો આત્મવિશ્વાસ તેનો અંગત અર્થ. “મારી આસપાસ ચારેકોર બસ પરમાત્મા જ છે; તેને પ્રેમ કરું, યથાશક્તિ સેવા કરું”, તે સામાજિક મર્મ!
શ્રવણ એટલે ધ્યાનથી સાંભળવું અને સમજવું!
Listen & Understand
મનન એટલે પૂરેપૂરો વિચાર કરવો!
Think
નિદિધ્યાસન એટલે લક્ષ્ય સાથે એક થવું!
Focus
મહાવાક્ય વિવેક એટલે પોતાની અસીમ ક્ષમતાનો અહેસાસ થવો!
Self awareness
મિત્ર! જીવનનું એ ક્યું ક્ષેત્ર છે, જ્યાં આ ચાર સાધનો અગત્યનાં નથી?
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- સાંભળેલું અને સમજેલું સુવાક્ય તમારી મિલ્કત Asset છે
- વગર વિચારે બોલેલો શબ્દ તમારી જવાબદારી Liability છે
- આ કરવું કે તે કરવું? તેવો પ્રશ્ન થાય ત્યારે અંતરનો અવાજ સાંભળો
- દિલનો સાદ મોટેભાગે સાચો અને હિતકર હશે!

પરિવાર-સાર

- ગેરસમજણ ટાળવા આટલું કરીએ 
- સ્વજન દિલના દરવાજા ખોલે ત્યારે ધ્યાનથી સાંભળીએ 
- સ્વજનની વાત તુરત ન સમજાય તો સમય લો, શાંતિથી વિચાર કરો
- તમારો વિચારપૂર્વકનો અભિપ્રાય અને પ્રતિભાવ પરિપક્વ હશે 

મેનેજમેન્ટ-મર્મ

- હિતેચ્છુ સાથીનો શબ્દ મનને ખૂંચે ત્યારે તે સાચો હોવાની સંભાવના વધુ
- તમારી કોઇ ખોટી પ્રસંશા કરે તો તુરત મગજમાં રેડ એલર્ટ જગાડો
- કડવી હકીકત (Brutal Realities)ને સામી છાતીએ ઝીલનાર નેતા જ નૈયા પાર ઉતારે છે!   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP