Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-41
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- ક્ષમતા વધારો તે સાથે ક્ષમા પણ કેળવો 
- આત્મશ્રદ્ધા હોય તો પોતાની જાતથી મોટો ન કોઇ મિત્ર અને 
- પોતાના પર પર ભરોસો ન હોય તો જાતથી ન કોઇ મોટો શત્રુ ! 
- દિલને દુભવીને મનને રાજી ન કરવું 

- જતું કરેલું સવાયું થઇને પાછું આવે છે!
- તમને સારું લાગે તેવું બોલે તે તાળીમિત્ર 
- તમારા માટે સારું હોય તેવું બોલે તે હિતેચ્છુ મિત્ર  
- ધનસંપદા અને સંબંધો એ બે માંથી પસંદ કરવાનું આવે તો? 
- ગયેલું ધન પાછું સરળતાથી કમાઇ શકાય પણ 
- વણસેલા સંબંધો ફરી પહેલાં જેવા ક્યારેય થઇ શકતા નથી 

- છ સંપદાના પાયા પર સાથીઓનું Skill Mapping કરીએ 
- માણસનું મૂલ્યાંકન માત્ર યાદશક્તિ, તર્કબુદ્ધિ કે બોલવાની કળા પરથી ન કરીએ
- નિષ્ઠા, વફાદારી અને સંવેદનશીલતા પણ અગત્યના ગુણ છે! 

યોગનાં સાધનોઃ જીવન વ્યવહારમાં યોગ-૧

  • પ્રકાશન તારીખ23 Aug 2018
  •  

ગીતાના પ્રથમ છ અધ્યાય કર્મયોગ, પછીના છ ભક્તિયોગ અને છેલ્લા છ જ્ઞાનયોગ છે. આ રીતે ગીતા જીવનનાં ત્રણેય પાસાંને સાંકળતું સર્વગ્રાહી યોગિક તત્ત્વજ્ઞાન છે. જો કે ગીતાના તત્ત્વજ્ઞાનને સમજતાં પૂર્વે અધ્યાત્મયોગનાં બેઝિક્સ જાણવા જોઇએ. જેમને સારી રીતે સમજવું છે, તેમણે આદિ શંકરાચાર્યનું “વિવેક ચૂડામણિ” વાંચવા ભલામણ છે.
યોગનાં ચાર સાધનો કહ્યા છે; વિવેક, વૈરાગ્‍ય, મુમુક્ષતા અને ષટ્સંપત્તિ (છ સંપદા; શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન).
વાચક મિત્ર, તમને આ શબ્દો કોઇ અજાણી ભાષાના લાગે છે? પાંચ મિનિટ ધીરજ ધરીને વાંચશો તો આ શબ્દો જાણીતા લાગશે. અમલમાં મૂકશો તો સમજાશે કે ખૂબ અગત્યના પણ છે!

‘‘શું ખરું અને શું ખોટું’’ તેમજ “શું કરવું અને શું ન કરવું” એ વાતનો ભેદ સમજવો તે વિવેક. કૌરવો શકુનિની ખોટી વાતોમાં દોરાયા એટલે હાર્યા અને માર્યા ગયા. જ્યારે પાંડવો શ્રી કૃષ્ણના શરણે ગયા એટલે જીત્યા!

વિવેક:
‘‘શું ખરું અને શું ખોટું’’ તેમજ “શું કરવું અને શું ન કરવું” એ વાતનો ભેદ સમજવો તે વિવેક. કૌરવો શકુનિની ખોટી વાતોમાં દોરાયા એટલે હાર્યા અને માર્યા ગયા. જ્યારે પાંડવો શ્રી કૃષ્ણના શરણે ગયા એટલે જીત્યા! જ્યાં સત્ય અને ન્યાય તરફનો લગાવ છે, ત્યાં જીત અને બસ જીત જ છે!
વૈરાગ્ય:
રાગ એટલે કોઇ પદાર્થ કે વ્‍યક્તિ તરફનું ખેંચાણ. વિરાગ એટલે ઉદાસીનતા. કોઇ ખાસ ગણવેશ ધારણ કરવો તે વૈરાગ્‍ય નથી. વૈરાગ્‍ય એટલે પ્રેય-શ્રેયની સાચી સમજણ. જે મનને ગમે તે પ્રેય. સારું હોય તે શ્રેય. મનને ગમે તે બધું સારું ન હોય. મનને ગમતું હોય તે પૈકીનું સારું હોય તે કરવું જોઇએ.
ગણિતની ભાષામાં કહીએ તો ગમતું હોય અને સારું હોય તેવી બે યાદીનો ગુરુત્તમ સાધારણ અવયવ (ગુ.સા.અ. અથવા HCF) તે ખરો વૈરાગ્ય!
મુમુક્ષુતા:
મુમુક્ષુતાનો અર્થ છે, ‘‘છૂટવાની ઇચ્‍છા’’. નબળી અને નકામી ચીજોને છોડવું એ મોક્ષની વ્યવહારુ વ્યાખ્યા. તમે જેમ જેમ સારા સાહિત્ય કે વ્યક્તિનો સંસર્ગ કરતા જશો તેમ તેમ નબળી વાતો છૂટતી જશે.
મનની શીશી ખાલી ન રાખો. તેમાં કામની વાતો ભરતા રહો. નકામી ચીજોની જગા જ ન રહે!
ષટ્સંપત્તિ:
સંપત્તિ એટલે રૂપિયા-પૈસા તેવું સામાન્ય રીતે માનીએ છીએ. યોગીની સંપત્તિ કઇ? છ સંપદા: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. જેણે રચનાત્મક રીતે ઉપર ચઢવું છે, તેના માટે આ સંપદાઓ જરૂરી છે.
શમ:
મનનું શમન તે શમ. ઉત્તમ લક્ષ્યમાં મનનું જોડાવું, એકચિત્ત થવું એટલે શમ. કોણ કહી શકે તે ભારતીય તત્ત્વજ્ઞાન અવ્‍યવહારુ છે? જીવનના દરેક ક્ષેત્રમાં શમ ઉપયોગી છે!
વ્યવહારુ રીતે જોઇએ તો શમ એટલે ખીલો! મનને ઉપયોગી વાતે જોડવાનો ખીલો!
દમ:
બાહ્ય વૃત્તિ પર અંકુશ એટલે દમ. મન બહાર ભટકતું રહે તો કોઇ એક લક્ષ્ય પર સ્થિર ન થઇ શકાય, ખરું ને? એટલે મનને સિલેક્ટિવ થવું પડે. પસંદ કરેલ વિષયો તરફ વિચારોને અને વૃત્તિઓને વાળવા પડે. સર્વોચ્‍ચ સિદ્ધિ હાંસલ કરવા માટે દમયોગ અત્‍યંત આવશ્‍યક છે.
દમ અને શમ એક માતાના બે પુત્રો છે. તેઓ સાથે જ ચાલે. દમનો પાયો શમ પર ટકેલો હોય ત્યારે વાંધો આવતો નથી. બ્રહ્મચર્ય અને ઉપવાસ જેવા શારીરિક તપના સંદર્ભમાં કૃત્રિમ દમ વિકૃતિનું કારણ બને છે.
ઉપરતિ:
દમથી ઉપરનું પગથિયું એટલે ઉપરતિ. ઉપરતિ એટલે પાછું વળવું. ઉત્કૃષ્ટ લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવા વૃત્તિઓને અંદરની તરફ વાળવી પડે.
ઉપરતિ એટલે મનનું Conditioning અથવા સંસ્‍કરણ. જ્યાં માણસ પોતે જાતે ચૂંટેલા ઉર્ધ્વગામી વિષયમાં રસ કેળવે!
તિતિક્ષા:
રડ્યા-કકળ્યા વગર મુશ્કેલીઓને સહન કરવી એ તિતિક્ષા. તેને ધીરજ પણ કહી શકો.
પોતે શક્તિમાન હોવા છતાં નાના તણખલાંનો માર ખાઇ લે તે ખરી તિતિક્ષા. તમારાં નાનાં ભૂલકાંનો પગનો માર પ્રેમથી ખમી લો છો ને? આ ભાવ બધા સંબંધોને આવરી લે તો વ્યક્તિત્વમાં કેવી "મોટાઇ" પ્રાપ્ત થાય!

રડ્યા-કકળ્યા વગર મુશ્કેલીઓને સહન કરવી એ તિતિક્ષા. તેને ધીરજ પણ કહી શકો. પોતે શક્તિમાન હોવા છતાં નાના તણખલાંનો માર ખાઇ લે તે ખરી તિતિક્ષા.

શ્રદ્ધા:
ગુરૂ અને વેદાન્‍ત-વાક્યમાં અખૂટ વિશ્વાસ એટલે શ્રદ્ધા. ગુરૂ કોણ? અંધકારથી પ્રકાશ તરફ હાથ પકડીને દોરી જાય તે ગુરૂ. તે કયારેય દક્ષિણાલોભી કે પાયલાગણમોહી ન હોઇ શકે. સાચો ગુરુ માત્ર અણિશુદ્ધ નિષ્‍ઠા અને નિ:સ્વાર્થ પ્રેમનો અર્ધ્‍ય સ્‍વીકાર કરે. શિષ્યે ગુરુનો અને ગુરુએ શિષ્યનો સ્વિકાર કરતાં પહેલાં પાકી ખાત્રી કરવી જોઇએ.
અંધશ્રદ્ધા એ શ્રદ્ધા નથી જ.
સમાધાન:
કેળવાયેલી બુદ્ધિ લક્ષ્યમાં અચળ રીતે સ્‍થાપિત થાય એ અવસ્થાને સમાધાન કહેવાય.
તે ‘‘હું લડી શકતો નથી તેથી સંધિ કરૂં છું’’ તેવી કાયર અવસ્‍થા નથી. એ તો સત્‍યનો શુદ્ધબુદ્ધિ પૂર્વકનો સ્‍વીકાર છે. ચંચળતા મનનું અને બુદ્ધિનું લક્ષણ નિશ્ચળતા છે. જાતજાતના વિકલ્પો વિચાર્યા પછી જે શ્રેષ્ઠ માર્ગ દેખાય તે બુદ્ધિ.
ગાયત્રી મંત્ર બુદ્ધિ ઉર્ધ્વગામી થવાની પ્રાર્થના છે. બુદ્ધિ શબ્‍દમાં જ શુદ્ધિ જેવો અર્થ સમાયો છે. જે શુદ્ધ ન હોય તે બુદ્ધિ જ નથી.
અસ્મિતા યાત્રાનો આશય તરસ છિપાવવાનો નથી, જગાવવાનો છે.
આમ પણ સાધના પોતિકી વસ્તુ છે. બીજા પાસેથી પરિચય મેળવી શકાય, અનુભવ નહીં!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- ક્ષમતા વધારો તે સાથે ક્ષમા પણ કેળવો 
- આત્મશ્રદ્ધા હોય તો પોતાની જાતથી મોટો ન કોઇ મિત્ર અને 
- પોતાના પર પર ભરોસો ન હોય તો જાતથી ન કોઇ મોટો શત્રુ ! 
- દિલને દુભવીને મનને રાજી ન કરવું 

પરિવાર-સાર

- જતું કરેલું સવાયું થઇને પાછું આવે છે!
- તમને સારું લાગે તેવું બોલે તે તાળીમિત્ર 
- તમારા માટે સારું હોય તેવું બોલે તે હિતેચ્છુ મિત્ર  
- ધનસંપદા અને સંબંધો એ બે માંથી પસંદ કરવાનું આવે તો? 
- ગયેલું ધન પાછું સરળતાથી કમાઇ શકાય પણ 
- વણસેલા સંબંધો ફરી પહેલાં જેવા ક્યારેય થઇ શકતા નથી 

મેનેજમેન્ટ-મર્મ

- છ સંપદાના પાયા પર સાથીઓનું Skill Mapping કરીએ 
- માણસનું મૂલ્યાંકન માત્ર યાદશક્તિ, તર્કબુદ્ધિ કે બોલવાની કળા પરથી ન કરીએ
- નિષ્ઠા, વફાદારી અને સંવેદનશીલતા પણ અગત્યના ગુણ છે! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP