Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-39
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- સફળતાની મારી પોતાની વ્યાખ્યા હો, 
- બીજા પાસેથી ઉછીની શા માટે લઉં! 
- આત્મસંતોષ સફળતાનો આખરી પડાવ છે! 

- જો હું સુખમાં સહુનો ભાગ રાખીશ તો...
- મારા દુ:ખમાં સૌ ભાગ પડાવવા આવશે જ! 
- પરિવારની સુખાકારીની રેસિપી.....
- ચપટી એક સગવડ
મુઠ્ઠી એક સમય અને 
ઢગલો એક પ્રેમ!  

- જેનાથી આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં શાંતિ અને આનંદ વધે તે ખરી સફળતા 
- સક્સેસને બદલે એક્સેલન્‍સ
- ક્વૉન્ટિટિને બદલે ક્વૉલિટિ પર ફૉકસ કરી
- પ્રોફિટની સાથે પ્રેસ્‍ટિજનો બેવડો લાભ મેળવીએ

ગીતાના આદર્શો પર ઊભું થયેલું વ્યવસ્થાતંત્ર કેવું હોય?

  • પ્રકાશન તારીખ21 Aug 2018
  •  

Gita Model for Journey 2 Excellence (2)
આજે મોટા ભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પ્રોફિટ મોટીવનું સ્‍થાન બ્રાન્‍ડ નેઇમે લઇ લીધું છે. કસ્‍ટમરને દેવતા ગણવા સુધીની ''પ્રોફેશનલ નમ્રતા'' પણ આવી ગઇ છે! જો કે આ શિષ્ટાચાર ઉપરછલ્લો છે. પરિવેશ અને આત્‍મા વચ્‍ચેનો તફાવત સમજવો રહ્યો. ગીતાને ભણનારો નેતા ઉપરછલ્લા શિષ્ટાચારથી સંતોષ નહીં માને. તે માત્ર વેચાણ કે નફાના આંકડા કે શેર બજારમાં ઉંચકાતા અને પછડાતા ભાવથી પ્રભાવિત નહીં થાય. તે પોતાની ટીમના સાથીઓને સફળતાની સાચી વ્યાખ્યાને અનુસરવા પ્રેરણા આપશે. કેવી હશે આ વ્યાખ્યા? આ વાતને સમજવા આપણા આગળ ભણેલા પાઠોને ફરી યાદ કરવા પડશે.

ઇશોપનિષદમાં એક બહુ મજાની વિભાવના છે. તેમાં ઋષિ કહે છે, ‘‘અવિદ્યા (વ્‍યવહારૂ જ્ઞાન) દ્વારા ભૌતિક સુખ સગવડ સફળતા મેળવો પણ તે કરતી વેળા વિદ્યા (શાશ્વત નીતિમૂલ્યો)નો રસ્તો ન છોડો’’.

ગીતાને અનુસરનારો શાશ્વત મૂલ્યોમાં માને છે. તે ‘‘નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સતઃ’’ જેવી સો ટચની સત્‍યનિષ્‍ઠા ધરાવે છે. ઇશોપનિષદમાં એક બહુ મજાની વિભાવના છે. તેમાં ઋષિ કહે છે, ‘‘અવિદ્યા (વ્‍યવહારૂ જ્ઞાન) દ્વારા ભૌતિક સુખ સગવડ સફળતા મેળવો પણ તે કરતી વેળા વિદ્યા (શાશ્વત નીતિમૂલ્યો)નો રસ્તો ન છોડો’’. આમ ઋષિએ ભૌતિક અને ચૈતસિક એમ બંને પ્રકારના મૂલ્‍યોનું સંયોજન કરીને જીવનને પૂર્ણ બનાવવાની શીખ આપી છે. ભારતીય પરંપરાની ખૂબી એ છે કે તે સમન્‍વયધર્મી છે. એટલે તો સદીઓના વિધર્મો આક્રમણો છતાં ભારતીયતા અક્ષુણ્ણ રહેવા પામી છે.
વિદ્યા–અવિદ્યાની વિભાવના આધુનિક મેનેજમેન્ટમાં ઉપયોગી છે. તે સોફ્ટ સ્‍કિલ અને હાર્ડવેરનાં સનાતન અને વ્‍યાપક રૂપકો છે. પ્રાચીન રૂપકો શોધીને તેનો આધુનિક વિચારો અને તકનીકો સાથે સાંધામેળ બેસાડવાનો લગીરેક આશય નથી. આપણે તો ભારતીય દર્શનમાં રહેલા શક્તિશાળી વિચારો દ્વારા આધુનિક યુગમાં માનવજીવનને વધુ પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. એ સંદર્ભમાં સત્-અસત્ કે વિદ્યા-અવિદ્યાનું તત્ત્વજ્ઞાન કઇ રીતે ઉપયોગી બને તે જોવાનું રહ્યું.
એક કેસ સ્ટડી: ધારો કે તમે કોઇ ઉદ્યોગ કે વ્‍યવસ્‍થામાં જોડાયેલા છો. તમારી સામે તમારા સ્પર્ધકોની ગળાકાપ હરીફાઇ છે. તેઓ ઓછાભાવ સાથે મધ્‍યમ ગુણવત્તાનો માલ બજારમાં ઠાલવીને અનૈતિક રીતે યુદ્ધ જીતી લેવા માગે છે. તમે થોડા સમય માટે તણાવ અનુભવો છો. તમે તમારી કોર ટીમના સભ્‍યો સાથે ખુલ્‍લા મને સંવાદ કરો છો. તમારી પાસે બે વિકલ્‍પો રજુ થાય છે. એક, તમારા હરીફની જેમ ગુણવત્તામાં થોડી બાંધછોડ કરીને કિંમતની સ્‍પર્ધામાં ટકી જવું.
બીજો વિકલ્‍પ થોડો અઘરો છે. જેમાં ગુણવત્તા બાબતે કોઇ છૂટછાટ મૂકયા સિવાય બજારના અવળા પ્રવાહો સામે ટકી રહેવાનો પ્રયાસ કરવો. જેમાં તમારી ધીરજ અને સહન-શક્તિની પરીક્ષા થવાની સંભાવના છે. બન્ને વિકલ્‍પો માટે ખૂબ પ્રબળ તર્કબદ્ધ દલીલો રજુ થાય છે.
તમે પાંચ મિનિટ માટે એકાંતમાં વિચારો છો. ઊંડા ઊંડા શ્વાસ લઇ પ્રણવ કે ઇષ્‍ટમંત્રનું ધ્‍યાન કરો છો. પછી તમારી સામેના વિકલ્‍પોને તટસ્‍થભાવે તોળવાનો પ્રયાસ કરો છે. ત્‍યારે તમારા અંતરમાંથી એક અવાજ ઊઠે છે. યાદ રાખો, આ અવાજ તમારો પોતાનો છે. તમારા અંતરમાં બેઠેલા અનંતનો છે. જે તમને નીતિ અને ન્‍યાયના પક્ષે રહીને યુદ્ધ કરવા સદબુદ્ધિ આપે છે. તે તમારું સારથ્‍ય પણ કરશે.

સત્ પોતે તો શાંત અને મૌન પ્રકૃતિ ધરાવે છે. એટલે તમારા કાનમાં પડતા અસતના ઘોંઘાટથી તમે એવું માની બેસો છો કે સતનું અસ્‍તિત્‍વ જ નથી ! ત્‍યારે ગીતાનો આ મંત્ર તમને ભારપૂર્વક ખાત્રી આપે છે કે અસત્ તો છે જ નહીં અને સતના અસ્‍તિત્‍વનો અભાવ હોઇ જ ન શકે!

તમે તમારી ટીમ સમક્ષ તમારો સંકલ્‍પ પ્રકટ કરો. તમારી આંખોમાંથી વહી આવતા આત્‍મવિશ્વાસના તેજથી તમારી ટીમના સભ્યોનું રહ્યું રહ્યું તમસ પણ દૂર થઇ જાય છે. સૌ તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલી નીકળે છે. ફરી એકવાર અસત્ નો પરાજય થાય છે!
કોઇને રખે લાગે કે આ વાત સાવ કાલ્પનિક છે. તેની વ્‍યવહારમાં કોઇ ઉપયોગિતા નથી. મૂળ વાત સભાનતાની છે. કદાચ તમારી સફળતા પાછળ છુપાયેલું સત્ તમે ઓળખી શકતા નથી. સત્ પોતે તો શાંત અને મૌન પ્રકૃતિ ધરાવે છે. એટલે તમારા કાનમાં પડતા અસતના ઘોંઘાટથી તમે એવું માની બેસો છો કે સતનું અસ્‍તિત્‍વ જ નથી ! ત્‍યારે ગીતાનો આ મંત્ર તમને ભારપૂર્વક ખાત્રી આપે છે કે અસત્ તો છે જ નહીં અને સતના અસ્‍તિત્‍વનો અભાવ હોઇ જ ન શકે!
તમારામાં એક અભૂતપૂર્વ સંકલ્પબળ જાગૃત થાય છે. તમે જુસ્સાદાર શબ્દો દ્વારા તમારા ટીમના સભ્યોનું મનોબળ વધારો છો. બધા તમારા આ ધર્મયુદ્ધમાં તમારી સાથે રહેવા સંકલ્પ કરે છે. આ એક એવી ક્ષણ છે કે ત્યારે તમને તમારી ટીમનું અસ્તિત્વ ખરા અર્થમાં મહેસૂસ થાય છે. આ તો જીવનની ધન્યતમ ક્ષણ છે! એવું જરૂરી નથી કે તમે જે રસ્તે ચાલવા સંકલ્પબદ્ધ થયા છો તે રસ્તે ખોટ જશે. હા, એવું થવાની શક્યતા ખરી કે સફળતા મોડી મળે પણ જે સફળતા મળશે તે દીર્ઘજીવી હશે.
અમૃતં ગમય, એક અદભુત ગુણવત્તા મંત્ર:
‘‘અમૃતં ગમય’’ એટલે અમૃત ભણી જવાનો સંકલ્‍પ.
અમૃત એટલે જે મૃત નથી તે. જે માત્ર ભૌતિક માપદંડોથી મપાતું હોય તે મૃત
અને જેમાં મૂલ્યોની ઉંચાઇ હોય તે અમૃત.
આ દૃષ્ટિએ મૃત એટલે સેલ્સ, પ્રોફિટ અને સક્સેસ
અને અમૃત એટલે ક્વોલિટી, પ્રેસ્‍ટિજ અને રિલેશન્સ!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- સફળતાની મારી પોતાની વ્યાખ્યા હો, 
- બીજા પાસેથી ઉછીની શા માટે લઉં! 
- આત્મસંતોષ સફળતાનો આખરી પડાવ છે! 

પરિવાર-સાર

- જો હું સુખમાં સહુનો ભાગ રાખીશ તો...
- મારા દુ:ખમાં સૌ ભાગ પડાવવા આવશે જ! 
- પરિવારની સુખાકારીની રેસિપી.....
- ચપટી એક સગવડ
મુઠ્ઠી એક સમય અને 
ઢગલો એક પ્રેમ!  

મેનેજમેન્ટ-મર્મ

- જેનાથી આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં શાંતિ અને આનંદ વધે તે ખરી સફળતા 
- સક્સેસને બદલે એક્સેલન્‍સ
- ક્વૉન્ટિટિને બદલે ક્વૉલિટિ પર ફૉકસ કરી
- પ્રોફિટની સાથે પ્રેસ્‍ટિજનો બેવડો લાભ મેળવીએ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP