Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-37
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- આજના ચાર સંકલ્પો: 
- મારી પ્રજ્ઞાશક્તિને ઓળખું અને નિખારું
- મારી શક્તિને રચનાત્મક માર્ગે વાળું 
- મારી જાત પર આત્મવિશ્વાસ કેળવું 
- સતત ઉત્તમ વિચારો અને ઉદ્દેશોને સેવું   

- પરિવાર એક ફૂલવાડી, જેનું દરેક પુષ્પ સુંદર અને વિશિષ્ટ છે
- દરેક પુષ્પને ખીલવાનો પૂરો અવસર મળે
- ઉત્તમ આદર્શો અને સંકલ્પોથી “ઘરનું મન” મહેંકતું રહે 
- “હું મારા પરિજનો માટે શું કરી શકું” તેવું સહુ કોઇ વિચારે તો કોઇ વંચિત ન રહે! 

- દરેક સાથી અનન્ય અને અદ્વિતીય છે
- દરેક સાથીની પ્રજ્ઞાશક્તિને પીછાણીએ અને ખૂટતી કડીઓ શોધીએ 
- Knowledge Mapping and Gap analysis
- એકબીજાની ખૂટતી કડીઓ જોડીને સમર્થ અને સક્ષમ સંસ્થાનું નિર્માણ કરીએ
- સંગચ્છધ્વમ્ સંવદધ્વમ્ સં વો મનાંસિ જાનતામ્! 
- પગ ભલે જુદા હો, પથ એક હોઇ શકે!
પથ પણ જુદા હો, લક્ષ્ય એક હોઇ શકે!

જ્ઞાન કર્મ અને ભક્તિના સમન્વય-યોગની વ્યવહારુતા શી?

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

સ્‍વસ્‍થ અને સંપૂર્ણ જીવન-મૂલ્‍યોનો ખજાનો એટલે શ્રીમદભગવદગીતા! આ ખજાનાની ત્રણ ચાવીઓ છે; જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ ત્રણેય ચાવીઓ એક સાથે લગાડીએ તો જ આ ખજાનાના દરવાજા ખૂલે!
ગીતા માત્ર ધર્મગ્રંથ નથી. યોગેશ્વર જીવનમાં દરેક કાર્યમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્‍વય કરવા બોધ આપે છે. પહેલાં આ ત્રણેય ચાવીરૂપ શબ્‍દોનો ભાવાર્થ સમજી લઇએ તો કેવું?

ગીતા માત્ર ધર્મગ્રંથ નથી. યોગેશ્વર જીવનમાં દરેક કાર્યમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્‍વય કરવા બોધ આપે છે.

જ્ઞાન યોગઃ ગીતાકારે જ્ઞાનને સૌથી પાવનકારે ગણ્યું છે. યજ્ઞોમાં પણ જ્ઞાનયજ્ઞને ઉત્તમ કહ્યો છે.
જ્ઞાન એટલે શું?
ઐતરેય ઉપનિષદમાં વર્ણવેલ જ્ઞાનનાં દસ સ્વરૂપો ખૂબ અગત્યનો સંદર્ભ છે...
1. પ્રજ્ઞાન: તત્‍કાળ સમજવાની શક્તિ
2. વિજ્ઞાન: વિવેક શક્તિ
ખરું/ખોટું કે સારું/ખરાબ ભેદ પારખવાનો વિવેક એટલે વિજ્ઞાન
3. સંજ્ઞાન: વસ્‍તુના મૂળ સ્‍વરૂપને સમજવાની શક્તિ
વિજ્ઞાન અને સંજ્ઞાનનો ભેદ બહુ રસપ્રદ છે; વિજ્ઞાન એટલે એનાલીસીસ અને સંજ્ઞાન એટલે સીન્‍થેસીસ
4. આજ્ઞાન: નેતૃત્વ
આજ્ઞાનનો ભાવાર્થ આત્‍મીયતા કેળવીને જાણકારી આપવી તેવો થાય
5. મેધા: અનુભવને ધારણ કરવાની શક્તિ
ઘટનાના હાર્દને અનુભવવું અને ચોક્કસાઇથી અર્થઘટન કરવું
6. દૃષ્‍ટિ: (આરપાર) જોવાની શક્તિ.
દૂરંદેશિતા, જેને અંગ્રેજીમાં Vision કહે છે
7. મતિ: બુદ્ધિ.
રામ (સદબુદ્ધિનું રૂપક) અને રાવણ (દુર્બુદ્ધિનું પ્રતિક) જુદા પાડતી વિલક્ષણતા
સન્‍મતિ માટેની પ્રાર્થના એટલે ગાયત્રી મંત્ર
8. મનીષા: મનન શક્તિ
જોયેલ કે જાણેલ વાતને મમળાવીને સારી રીતે સમજવી
9. સ્‍મૃતિ: યાદશક્તિ
વિસ્મૃતિ પણ અગત્યની શક્તિ છે. જંક ફાઇલો ડિલીટ કરવાની ક્ષમતા!
10. સંકલ્‍પ એટલે નિર્ણય શક્તિ.
સંકલ્‍પ શક્તિ ન હોય તો તે બીજી બધી શક્તિ નિરર્થક થઇ જાય, ખરું ને!
પ્રજ્ઞાન શબ્‍દનાં આટલાં બધાં વિશિષ્ટ સ્‍વરૂપોનું વિશ્વની કોઇ બીજી તત્ત્વજ્ઞાન પ્રણાલીમાં દર્શન થયું હોય તેવું જાણમાં નથી. દરેક વ્યક્તિ આ દસ પૈકી કોઇ એક કે વધુ ગુણની દૃષ્ટિએ સમૃદ્ધ હશે. જો પરિવાર, સમાજ કે સંસ્થાના તમામ સાથીઓની પ્રજ્ઞાનો સરવાળો કરીએ તો પછી કોઇ કમી નહીં રહે!
કર્મયોગઃ ગઇકાલે કર્મયોગ વિશે વાત કરી છે. તેનું પુનરાવર્તન ન કરતાં એટલું કહી શકાય કે કર્મમાં યોગનું અનુસંધાન એટલે કર્મયોગ. યોગ એટલે જોડાણ. હાથમાં લીધેલા કામ સાથે અનન્‍યભાવથી જોડાણ એટલે કર્મયોગ. મનનમાં ઊઠેલા શુભ સંકલ્‍પ સાથે નિષ્‍ઠાપૂર્વકનું અને નિઃસ્‍વાર્થ જોડાણ એટલે કર્મયોગ. ગીતામાં ઠેકઠેકાણે કર્તવ્‍યનો મહિમા થયો છે.
ગીતાકાર કહે છે, ''સાંખ્‍ય (જ્ઞાન) અને યોગ (કર્મયોગ)ને જુદા ગણવા એ તો નરી બાલિશતા છે, પંડિતો તેને એક જ ગણે છે.'' ભાવાર્થ એ કે કર્તવ્યભાવના વિનાના જ્ઞાનનો કોઇ અર્થ નથી.
ભક્તિયોગઃ ભક્તિ એટલે કોઇ ઉચ્ચ આદર્શ સાથે અંતરમનનું જોડાણ. તમે જે કંઇ કરો છો, તેની પાછળ કોઇ અનન્ય ઉદ્દેશ રહેલો છે. તે તમારું આંતરિક પ્રેરણ છે. ભક્તિ એટલે આંતરિક પ્રેરણા અથવા Ultimate Motive!
આદર્શ ભક્તની વ્‍યાખ્‍યા આપતાં શ્રીકૃષ્‍ણ કહે છે, ‘‘તે તો સહુનો મિત્ર હોય, તેની આંખોમાંથી કરુણાનું અમી ઝરતું હોય. તે કદાપિ ખોટો દેખાડો કે અભિમાન નહીં કરે. તે નહીં કરે દ્વેષ કે ન હોય તેને લોભ-મોહ. તે ગણશે સહુને સરખા. તે તો જીવ્‍યો જશે સહજતાથી જેમ વહી જતી કો' સરિતા!’’
ગીતામાં કહેલા ચાર પ્રકારના ભક્તોની વાત અગાઉ કરી છે. તેની આધુનિક સમજણ બહુ રસપ્રદ બની રહેશે.
આર્ત: જેમને બીજે કયાંય સ્થાન ન મળતાં તમારું આંગણું પાવન કર્યું છે! તેમને બહુ મહત્ત્વની કામગીરી સોંપવી હિતાવહ નથી.
અર્થાર્થી: આ લોકો અનુભવ લેવા તમારી સાથે જોડાયા છે. તેમનો નાતો માત્ર લેણ-દેણ પૂરતો હોય. જો કે તેઓ પ્રથમ પ્રકારના માણસો કરતાં થોડા વધુ ઉપયોગી ખરા!

હાથમાં લીધેલા કામ સાથે અનન્‍યભાવથી જોડાણ એટલે કર્મયોગ. મનનમાં ઊઠેલા શુભ સંકલ્‍પ સાથે નિષ્‍ઠાપૂર્વકનું અને નિઃસ્‍વાર્થ જોડાણ એટલે કર્મયોગ.

જિજ્ઞાસુ: આ લોકો વધુ ને વધુ જાણકારી મેળવવા પ્રયત્‍ન કરે છે. જિજ્ઞાસા ઉત્તરોત્તર સંતોષવા વધુ જવાબદારી લેવા પરિશ્રમ કરશે. તેમને પ્રોત્સાહિત કરવાથી વધુ સારું કામ કરશે.
જ્ઞાની: આ મુઠ્ઠીભર માણસો છે કે જેઓના ખોળામાં તમે માથું મૂકી નિરાંતે સૂઇ શકો. તેઓ કદાચ તમારી જાહેરમાં પ્રશંસા કરવાનું ટાળશે. આવા પરમ હિતેચ્‍છુ અને સંસ્‍થા માટે અત્‍યંત ઉપકારક માણસોને સતત પ્રોત્સાહિત કરવા. તેમના કૌશલ્ય અને ચારિત્ર્યનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરવો.
ગીતાની આ ત્રિવિધ જ્ઞાનધારાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વ્‍યક્તિગત કે સંસ્‍થાકીય સફળતાના શ્રેષ્‍ઠ આયામો હાંસલ કરવા પ્રયાસ કરીએ. દરેક સાથીની વિશેષતાને ઓળખીએ અને નિખારીએ. જુદી જુદી વ્યક્તિઓમાં પડેલ ઊર્જાનો સમન્વય કરીએ. નિષ્ઠાવંત સાથીઓને પ્રોત્સાહન આપીએ.
સંસ્થાના ઉદ્દેશમંત્ર સાથે વ્યક્તિગત ઉદ્દેશમંત્ર એક થાય ત્યારે જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેણી વહેતી થાય. જેના કિનારે સમગ્ર અને સ્વસ્થ સંસ્થાતીર્થ પ્રગટ થાય!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- આજના ચાર સંકલ્પો: 
- મારી પ્રજ્ઞાશક્તિને ઓળખું અને નિખારું
- મારી શક્તિને રચનાત્મક માર્ગે વાળું 
- મારી જાત પર આત્મવિશ્વાસ કેળવું 
- સતત ઉત્તમ વિચારો અને ઉદ્દેશોને સેવું   

પરિવાર-સાર

- પરિવાર એક ફૂલવાડી, જેનું દરેક પુષ્પ સુંદર અને વિશિષ્ટ છે
- દરેક પુષ્પને ખીલવાનો પૂરો અવસર મળે
- ઉત્તમ આદર્શો અને સંકલ્પોથી “ઘરનું મન” મહેંકતું રહે 
- “હું મારા પરિજનો માટે શું કરી શકું” તેવું સહુ કોઇ વિચારે તો કોઇ વંચિત ન રહે! 

મેનેજમેન્ટ-મર્મ

- દરેક સાથી અનન્ય અને અદ્વિતીય છે
- દરેક સાથીની પ્રજ્ઞાશક્તિને પીછાણીએ અને ખૂટતી કડીઓ શોધીએ 
- Knowledge Mapping and Gap analysis
- એકબીજાની ખૂટતી કડીઓ જોડીને સમર્થ અને સક્ષમ સંસ્થાનું નિર્માણ કરીએ
- સંગચ્છધ્વમ્ સંવદધ્વમ્ સં વો મનાંસિ જાનતામ્! 
- પગ ભલે જુદા હો, પથ એક હોઇ શકે!
પથ પણ જુદા હો, લક્ષ્ય એક હોઇ શકે!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP