Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-35
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- ભૂત અને ભવિષ્યને જોડતી પ્રાણવાન કડી વર્તમાન છે! 
- વીતેલી ક્ષણ ફરી કદી નથી આવતી, તો તેનો શો શોક? 
- ભાવિના ગર્ભમાં છૂપાયેલી ક્ષણને તમે કદી જાણી નથી શકતા, તો તેની ચિંતા શીદને?  
- જીવનની પ્રત્યેક ક્ષણ કીમતી છે; તેને જીવો, જાણો અને માણો!

- પરિવાર સાથે વિતાવેલ પ્રાઇમ-ટાઇમ તમારી શ્રેષ્ઠ સંપદા છે
- સંબંધોમાં મીઠાશ લાવવા ગઇકાલની કડવાશને વિદાય આપો
- યાદ રાખો, ત્રણ વાત અણમોલ છે
- પરિવારનાં બાળકોનું શૈશવ, વાત્સલ્ય આપો અને આનંદ મેળવો
- ઉત્સાહ, સાહસ અને પડકારથી ભરપૂર ઊર્જાવાન યૌવન  
- વૃદ્ધ માતાપિતા અને વડીલોની સેવાનો સોનેરી અવસર 
- જે ફરી ક્યારેય નથી આવવાના અને જો ચૂક્યા તો જીવનભરનો અફસોસ રહી જશે 

- ભૂતકાળની ભૂલોને ભવિષ્યને સુધારવાની ચાવી તરીકે યાદ રાખો 
- ભૂતકાળને અફસોસનાં પડીકાં તરીકે ક્યારેય ગાંઠે ન બાંધો
- રોજ રાત્રે સૂઓ ત્યારે દિવસ દરમ્યાન વ્યવસાયમાં બનેલ કડવી ઘટનાને ખંખેરી કાઢો
- રોજ સવારે ઉઠો ત્યારે આજે શું નવું રચનાત્મક કામ કરશો તેનો વિચાર કરો 
- દરેક નવી ક્ષણ સંબંધો સુધારવા અને જીવન સંવારવાની તક બનીને આવે છે, તેને ઝડપી લો

ગીતાના કર્મયોગને રોજબરોજની જિંદગીમાં કઇ રીતે અપનાવી શકાય?

  • પ્રકાશન તારીખ17 Aug 2018
  •  

કર્મયોગ = (તત્‍ક્ષણ + તન્‍મય) યોગ!
અસ્મિતા દર્પણમાં શ્રીમદભગવદગીતાના તત્ત્વજ્ઞાનનો વ્યવહારુ બોધ માણી રહ્યા છીએ. રખે કોઇ ગીતાને માત્ર ધાર્મિક ગ્રંથ સમજે! એ તો જીવનલક્ષી મૂલ્યોથી છલોછલ રસથાળ છે!
ગીતાના બે સુંદર વાક્યો જોઇએ;

સમય તો અખંડ અને એકરસ છે. ગઇકાલ, આજ, આવતીકાલ જેવું કંઇ છે, ખરૂં? ‘‘તત્‍ક્ષણ’’ એટલે આજ અને અત્‍યારનો અહેસાસ. આપણી મોટાભાગની વિચાર પ્રવૃત્તિની પાછળ કાલનો અસંતોષ છે કે આવતીકાલની અપેક્ષા છે. તેમાંથી આજની તો બાદબાકી થઇ ગઇ છે!

“જે છે, તે છે; જે નથી તે નથી! હતું કે હશે નહીં જે છે તે જ છે સત્ય!” (2/16).
ગઇ ગુજરી વાતોમાં ઉલઝવા કે કલ્પનાના ઘોડા પર ઉડવા કરતાં વર્તમાનને પૂરેપૂરો અનુભવવાનો બોધ આપતાં કહે છે,
“જે જતું રહ્યું છે અને જે હજુ આવ્યું નથી, તેની ચિંતા ન કર!” (2/11)
ભારતના આધુનિક ઋષિઓમાં જે. કૃષ્ણમૂર્તિનું નામ બહુ આદરથી લેવાય છે. “વર્તમાનમાં જીવો” તે એમની બહુ જ જાણીતી સુક્તિ છે. આ વાત આમ તો જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે પરંતુ કર્મયોગનો તો મહામંત્ર છે!
સૌ પ્રથમ તો ‘‘તત્‍ક્ષણ’’ એટલે શું તે સમજીએ. આપણે સમયને વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ કે સેકંડમાં વિભાજીત કરીને જોવાની ટેવ પડી છે. સમય તો અખંડ અને એકરસ છે. ગઇકાલ, આજ, આવતીકાલ જેવું કંઇ છે, ખરૂં? ‘‘તત્‍ક્ષણ’’ એટલે આજ અને અત્‍યારનો અહેસાસ. આપણી મોટાભાગની વિચાર પ્રવૃત્તિની પાછળ કાલનો અસંતોષ છે કે આવતીકાલની અપેક્ષા છે. તેમાંથી આજની તો બાદબાકી થઇ ગઇ છે! આમને આમ ‘‘ભૂત’’ થઇને ‘‘ભવિષ્‍ય’’ કાળમાં જીવતા રહીએ છીએ!
તત્ક્ષણ યોગ સાધવો શકય છે? આસપાસની સૃષ્‍ટિમાં જુઓ. પશુ–પંખી, વૃક્ષ-વેલી, ડાળી-પાંદડા; બાળકો સુદ્ધાં કેવી સહજતાથી તત્‍ક્ષણ યોગમાં જીવે છે? રોજનું કમાઇને ખાતો એક શ્રમજીવી કેવી મોજથી તત્‍ક્ષણના આનંદમાં આળોટે છે! અને એક કરોડપતિ બધું જ હોવા છતાં ‘‘જે છે’’ તેને ઉવેખીને ‘‘જે નથી’’ તેને મેળવવા માટેના ફાંફાં મારવામાં આ ક્ષણને વેડફી મારે છે.
તમારા સામે સુંદર રસીલો ભોજનથાળ પડ્યો છે. તમે જમવાનું શરુ કરો ત્યાં તમને ઑફિસની કોઇ ઘટના યાદ આવી જાય. તમે જેમ સેલફોનને સ્વિચ ઑફ કરીને ચાર્જિંગમાં મૂક્યો હો તેમ બેધ્યાન થઇને જમવાનું ચાલુ રાખો છો પણ સ્વાદ નથી લેતા! આ તે કેવી મૂર્ખતા!
હવે મંત્રના બીજા ચરણ ‘‘તન્‍મય’’નીવાત કરીએ.
શ્રીમદભાગવતના અગિયારમા સ્‍કંધમાં શ્રીકૃષ્‍ણ અને ઉદ્ધવના સંવાદમાં દત્તાત્રેયના ચોવીસ ગુરૂઓની વાત છે. તેમાં ધનુષ્‍ય બનાવનારા કારીગરની વાત આવે છે. આ કારીગર પોતાના કામમાં વ્‍યસ્‍ત હતો. ત્‍યારે તેની બાજુમાંથી રાજાની સવારી પસાર થઇ ગઇ તો પણ તેનું ધ્‍યાન વિચલિત થયું નહીં. બીજું કીટ-ભ્રમર દૃષ્‍ટાંત છે. એક કીડો ભયનો માર્યો ભમરીના વિચારે ચઢી ગયો. આમ કરતાં કરતાં જ્યારે તે એકાગ્રતાની પરાકાષ્‍ઠાએ પહોંચ્‍યો તો તેને પાંખો ફૂટી અને તે પોતે ભમરીમાં રૂપાંતરિત થઇ ગયો!
તાઓ તત્ત્વજ્ઞાનમાં એક કસાઇની વાર્તા છે. કસાઇએ વર્ષો સુધી ધાર કઢાવ્યા વગર એક જ ઓજાર વાપર્યુ હતું. તેને કોઇએ આનું કારણ પૂછયું. તો તેણે કહ્યું ‘‘બે હાડકાંને જોડતો સાંધો મૃદુ માંસનો બનેલો હોય છે. હું જ્યારે પણ પ્રહાર કરૂં છું ત્‍યારે માત્ર એ સાંધા ઉપર જ કરૂં છું. મારૂં ઓજાર કયારેય હાડકાં સાથે અથડાતું નથી. એટલે તેની ધાર કયારેય બુઠ્ઠી થતી નથી.’’
સામાન્ય માણસ માટે આવો તત્ક્ષણ-તન્મય કર્મયોગ શક્ય છે? જવાબઃ અવશ્‍ય! એટલે તો કસાઇ, કારીગર અને કીડા જેવા રૂપકો આપવામાં આવ્‍યા છે.

આસપાસની સૃષ્‍ટિમાં જુઓ. પશુ–પંખી, વૃક્ષ-વેલી, ડાળી-પાંદડા; બાળકો સુદ્ધાં કેવી સહજતાથી તત્‍ક્ષણ યોગમાં જીવે છે? રોજનું કમાઇને ખાતો એક શ્રમજીવી કેવી મોજથી તત્‍ક્ષણના આનંદમાં આળોટે છે!

રોજબરોજના વ્‍યવસાયમાં તત્‍ક્ષણતા અને તન્‍મયતાના માધ્યમથી શ્રેષ્‍ઠતા લાવવા માટેનો પ્રયોગ જોઇએ. ગમતું કામ પસંદ કરો. આ કામ માટે તમારો પ્રાઇમ ટાઇમ અવર ફાળવો. સૌ પ્રથમ પાંચ મિનિટ ઊંડા-ધીમા શ્વાસ સાથે ૐ કારનું ધ્‍યાન કરો. મનને સાવ શાંત થવા દો. ત્‍યારપછી તમારા કામ બાબતે પાંચ મિનિટ વિચાર કરો. તમારા મનને બીજા ડાયવર્ઝનથી મુક્ત કરી કામમાં ખૂંપી જવાનો પ્રયાસ કરો. કામ પૂરું થયે તમને મળેલ સંતોષ અને આનંદને મહેસુસ કરો.
તત્ક્ષણ-તન્મયયોગને તમારી ટેવ બનવા દો. યોગના પથ ચાલતો થાય તે યોગી. એ અર્થમાં તમે યોગી છો! અભિનંદન!
કર્મયોગ એટલે જાગૃતિ અને નિષ્ઠાનો સમન્‍વય.
કર્મયોગ એટલે ‘‘અત્‍યારે’’, ‘‘અહિંયા’’ અને ‘‘આ’’ નો સરવાળો.
કર્મયોગ એટલે ‘‘થવા’’ની તૃષ્‍ણાનું ‘‘હોવા’’ની અનુભૂતિમાં ઉર્ધ્વીકરણ.
કર્મયોગ એટલે સો ટકા કોન્‍સીયશનેસ અને સવાસો ટકા કમિટમેન્‍ટ!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- ભૂત અને ભવિષ્યને જોડતી પ્રાણવાન કડી વર્તમાન છે! 
- વીતેલી ક્ષણ ફરી કદી નથી આવતી, તો તેનો શો શોક? 
- ભાવિના ગર્ભમાં છૂપાયેલી ક્ષણને તમે કદી જાણી નથી શકતા, તો તેની ચિંતા શીદને?  
- જીવનની પ્રત્યેક ક્ષણ કીમતી છે; તેને જીવો, જાણો અને માણો!

પરિવાર-સાર

- પરિવાર સાથે વિતાવેલ પ્રાઇમ-ટાઇમ તમારી શ્રેષ્ઠ સંપદા છે
- સંબંધોમાં મીઠાશ લાવવા ગઇકાલની કડવાશને વિદાય આપો
- યાદ રાખો, ત્રણ વાત અણમોલ છે
- પરિવારનાં બાળકોનું શૈશવ, વાત્સલ્ય આપો અને આનંદ મેળવો
- ઉત્સાહ, સાહસ અને પડકારથી ભરપૂર ઊર્જાવાન યૌવન  
- વૃદ્ધ માતાપિતા અને વડીલોની સેવાનો સોનેરી અવસર 
- જે ફરી ક્યારેય નથી આવવાના અને જો ચૂક્યા તો જીવનભરનો અફસોસ રહી જશે 

મેનેજમેન્ટ-મર્મ

- ભૂતકાળની ભૂલોને ભવિષ્યને સુધારવાની ચાવી તરીકે યાદ રાખો 
- ભૂતકાળને અફસોસનાં પડીકાં તરીકે ક્યારેય ગાંઠે ન બાંધો
- રોજ રાત્રે સૂઓ ત્યારે દિવસ દરમ્યાન વ્યવસાયમાં બનેલ કડવી ઘટનાને ખંખેરી કાઢો
- રોજ સવારે ઉઠો ત્યારે આજે શું નવું રચનાત્મક કામ કરશો તેનો વિચાર કરો 
- દરેક નવી ક્ષણ સંબંધો સુધારવા અને જીવન સંવારવાની તક બનીને આવે છે, તેને ઝડપી લો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP