Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-34
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ગીતા અને નેતૃત્વ – 2 : કેવું નેતૃત્વ આદર્શ ગણાય?

  • પ્રકાશન તારીખ16 Aug 2018
  •  

નેતૃત્વ વ્યક્તિગત અને સમાજજીવનના દરેક ક્ષેત્રમાં અગત્યનું પરિબળ છે. આધુનિક મેનેજમેન્ટમાં લીડરશિપને ખૂબ અગત્યનો ગુણ માનવામાં આવ્યો છે. ગતાંકથી આપણે ગીતાના નેતૃત્વના દર્શનને માણી રહ્યા છીએ. આજે કેટલાક બીજા નેતૃત્વનાં અમૃતબિંદુઓ જોઇએ.
સ્‍વાવલંબી બનો, સ્‍વાવલંબન કેળવો
‘‘તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ. તારા જ હાથમાં છે, તારો વિકાસ કે વિનાશ" (ગીતા ૬/પ). કોણ કહી શકે કે ગીતા માત્ર ધર્મગ્રંથ છે? તેમાં ભારોભાર સમાજ-મનોવિજ્ઞાન છલકે છે.
“તમારામાં રહેલી અગાધ શક્તિઓને ઓળખો. તમારી જાતને ઊર્જાના અસીમ સ્રોતને ઝીલવા તૈયાર કરો. તમે પોતે શ્રેષ્‍ઠતાના તમામ આયામો સર કરી શકવા સમર્થ છો”. આવો શક્તિશાળી સંદેશ આપવાનું કામ નેતાનું છે.

“તમારામાં રહેલી અગાધ શક્તિઓને ઓળખો. તમારી જાતને ઊર્જાના અસીમ સ્રોતને ઝીલવા તૈયાર કરો. તમે પોતે શ્રેષ્‍ઠતાના તમામ આયામો સર કરી શકવા સમર્થ છો”.

‘‘ઉદ્ધરેત્ આત્મના’’નો અંગ્રેજી ભાવાનુવાદ એટલે ‘‘યસ, યુ કેન’’. મિત્રો, આ માત્ર યોગાનુયોગ નથી. ઈસ્ટ હો કે વેસ્ટ વિશ્વની તમામ વિચારધારામાંથી નવનીત શોધતા રહીએ.
શ્રેષ્ઠ અને પ્રેરક વચનો જ્યાંથી મળે તેને પ્રેમથી સ્‍વીકારો, આચરણમાં મૂકો અને આગળ વધો.
બધાંને સાથે જોડી રાખો, અદૃશ્‍ય રીતે સંવર્ધન કરતા રહો
‘‘આખાયે જગતના સર્જન અને પ્રલયનો કરનાર હું જ છું. એક દોરામાં પરોવાયેલા મણિઓની જેમ આ સકળ વિશ્વને સાંકળી રાખું છું’’ (ગીતા ૬/૭).
યોગેશ્વરે જગતને એક દોરામાં પરોવાયેલા મણિઓના સમૂહ સાથે સરખાવ્‍યું છે. દરેક મણિ પોતે વિશિષ્‍ઠ અને અણમોલ છે. પણ તે જ્યારે બીજા મણિઓની સાથે પરોવાઇને કંઠહાર બને છે ત્‍યારે તેનું મૂલ્‍ય અનેકગણું વધી જાય છે. મણિઓને એકબીજાની સાથે જોડી રાખવાનું કામ કરતો દોરો તો પોતે અદૃશ્‍ય જ રહે છે!
જેને આપણે Value Adding Leadership કહી શકીએ તેનું શ્રેષ્‍ઠ ઉદાહરણ અહીંયા જડી આવે છે. એવું નેતૃત્‍વ, જેની હાજરી ચાડી ન ખાતી હોય. જેની સૂક્ષ્‍મ પ્રેરણાથી ટીમના સભ્‍યોનો આત્‍મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધતાં હોય. આવા નેતૃત્‍વની ગરજ કઇ સંસ્‍થાને ન હોય!
બહુઆયામી વ્‍યક્તિત્‍વ કેળવો, સૌને જોઇતું મેળવી આપો ગીતામાં શ્રીકૃષ્‍ણ કહે છે, ‘‘હું જ સૌની ગતિ, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, મિત્ર, ઉત્‍પત્તિ, પ્રલય સ્‍થાન, આધાર અને બીજ છું’’(ગીતા 9/18).
નેતૃત્વની વિચારણામાં ‘‘ગતિર્ભતા પ્રભુઃ સાક્ષી’’ મંત્ર બહુ સુંદર સંદર્ભ લઇને આવે છે. એક નેતાએ અદા કરવાની ભૂમિકાનું આનાથી વિશદ લિસ્‍ટ જોયું કે જાણ્‍યું નથી.
પ્રિય મેનેજર મિત્ર! એક નેતા તરીકે તમે આટલું કરો. દરેકના કામને નિષ્પક્ષ રીતે મૂલવતા રહો. સારૂં કામ કરનારને પ્રોત્સાહન આપો. સલાહ કે મદદ માટે દોડી આવતા સાથી માટે તમારા દરવાજા ખુલ્લા રાખો. હકારાત્‍મક ઊર્જાનાં સ્‍પંદનો સતત તમારા પર્યાવરણમાં પ્રસરતાં રાખો. તમને થશે કે તમે આ કરી શકશો? અરે દોસ્ત! તમે શ્રીકૃષ્ણની અપેક્ષાએ ખરા ઊતરવા સંકલ્‍પ તો કરો. બાકીનું કનૈયો પોતે જ સંભાળી લેશે.
તમારી ટીમના સભ્‍યોનું સતત શ્રેય કરતા રહો
‘‘જેઓ અનન્‍યભાવે મારૂં યજન કરે છે, તેના યોગ-ક્ષેમનું હું વહન કરૂં છું ’’ (ગીતા, ૯/રર).
શ્રીકૃષ્‍ણ કહે છે, ‘‘જે પૂરેપૂરા સમર્પણથી પોતાનું કાર્ય કરે છે, તેને યોગ્ય ફળ મળીને જ રહે છે’’.
આદર્શ નેતા માટેનો આ અતિ આવશ્‍યક સંકલ્‍પ મંત્ર છે. સાથીઓને સ્‍પષ્‍ટ કરો કે જો તેઓ પૂરેપૂરી પ્રામાણિકતા અને લગનથી કામ કરશે તો તમે તેમની સુખાકારી માટે બધું જ કરી છૂટશો. આ કંઇ માત્ર મોઢેથી કહેવાની વાત નથી. તમારા રોજબરોજના વાણી-વર્તનથી અને નિર્ણયોથી આવી ભાવના કેળવવી પડશે. યાદ રાખો કે અસત્યથી અમુક માણસોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય છે. તમે બધાને હંમેશ માટે ભ્રમમાં રાખી શકતા નથી.
તમારા ટીમના દરેક સભ્‍યને તેનો ન્‍યાયી હક્ક આપો. માત્ર નાણાંકીય વળતર કે સુખ-સગવડ જ નહીં પણ તેમને કામ કરવાની પૂરતી મોકળાશ અને યશના ભાગીદાર બનાવો. તમારા વ્‍યવસાયનું સ્‍થળ વૈકુંઠ બની જશે. જ્યાં લક્ષ્‍મીજી તો આવશે, સાથે સંસ્‍કૃતિ પણ આવશે.
નેતૃત્‍વ કેવું હોવું જોઇએ?
એક પ્રેરક બોધકથા
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીનો પ્રેરક પ્રસંગ છે. ગુરુદેવનીની ઉંમર થવા આવી હતી. તેમણે પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની હતી. તેમણે કઇ રીતે ઉત્તરાધિકારી પસંદ કર્યા હશે?
એક દિવસ સવારે તેઓ પોતાની ગાદી ઉપર વિરાજમાન હતા ત્‍યારે તેમનો મોટો પુત્ર તેમનાં દર્શન કરવા આવ્‍યો. ગુરુદેવે કહ્યું “ પુત્ર! આજે હું નાદુરસ્ત તબિયતને લીધે ગૌશાળામાં વાસીદું કરી શક્યો નથી. તું કરી શકશે?” પુત્રે જવાબ આપ્‍યો, ‘‘પિતાજી હું હમણાં જ પૂજા માટે નાહી-ધોઇને તૈયાર થયો છું એટલે જો હું ગમાણની સફાઇ કરીશ તો મારાં કપડાં બગડશે અને મારે ફરીથી નહાવું પડશે! એમ કહી તે પોતાના કામે ચાલ્યો ગયો.

શ્રીકૃષ્‍ણ કહે છે, ‘‘જે પૂરેપૂરા સમર્પણથી પોતાનું કાર્ય કરે છે, તેને યોગ્ય ફળ મળીને જ રહે છે’’.

થોડીવાર પછી ગુરુદેવનો શિષ્‍ય અંગદ નાહીધોઇને ગુરુનાં દર્શને આવ્‍યો. ગુરુદેવે તેને ગૌશાળાની સફાઇ માટે આજ્ઞા કરી. અંગદે ગુરુઆજ્ઞાનો તત્‍કાળ સ્‍વીકાર કર્યો. બે-એક કલાકના શ્રમ પછી ખરડાયેલાં કપડે અંગદ બહાર આવ્‍યો. તેણે ફરીથી સ્‍નાન કરી પૂજાપાઠ માટે ગુરુદેવની આજ્ઞા માગી. ગુરુ પ્રસન્ન થયા.
તે દિવસે સાંજે ગુરુ નાનકદેવે પોતાના ઉત્તરાધિકારી તરીકે અંગદની જાહેરાત કરતાં કહ્યું કે જે સમાજની સેવા કરતી વખતે અંગત સુખાકારી કે સુવિધાની ચિંતા ન કરે તે જ ગુરુપદને લાયક ગણાય!
નેતા માત્ર સ્‍વપ્નદૃષ્‍ટા બની રહે તે કેમ ચાલે ? તેણે તો જાતને ખરચી નાખવાની કે ખપી જવાની તૈયારી રાખવી પડે.
આ પ્રસંગ પરથી નેતૃત્‍વની પરફેક્ટ ફૉર્મ્યુલા મળે છે.
જો પ્લાનિંગ એ મગજનું કાર્ય છે અને ઓર્ગેનાઇઝિંગ મગજ વત્તા હૃદયનું કામ છે,
તો લીડરશિપ મગજ વત્તા હૃદય વત્તા હાથનું સહિયારું કાર્ય છે!
Leading is Function of Head, Heart and Hand!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP