Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-33
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- જો કોઇ મળે તો ઠીક અન્યથા હું જ બનું મારો પોતાનો રાહબર
- મારો આદર્શ તો સદા મારી ભીતર ધબકે છે, બંસીધર શ્રીકૃષ્ણ!
- મારી નબળાઇઓનો પ્રામાણિક સ્વિકાર કરું અને ઉપર ઊઠવાનો પ્રયાસ કરું 

- પરિવારમાં પરસ્પર પ્રેરણા આપીએ
- કોઇ પાર્થ બને તો કોઇ શ્રીકૃષ્ણ અને રૉલ રિવર્સ પણ થાય! 
- પરિવારનાં સુખ શાંતિનો શત્રુ શંકા છે, શ્રદ્ધા અને કર્તવ્ય પરમ ધર્મ 

- યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠ: મોટિવેશન મંત્ર “ઉદાહરણ બનો”
- તમારા સાથીઓ સતત તમને જોઇ રહ્યા છે; નીતિને અનુસરો અને ન્યાય કરો
- સફળ નેતૃત્વની કુંચીઓ: સમતા, પ્રેમ, હૂંફ અને સદભાવ
- નિષ્ફળ નેતૃત્વનાં કારણો: પક્ષપાત, ખુશામતખોરી અને અવહેલના 

ગીતા અને નેતૃત્વ – 1 : કેવું નેતૃત્વ આદર્શ ગણાય?

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

માનવ સભ્યતાના ઇતિહાસમાં અનેક જાતના નેતાઓ મળ્યા છે. કેટલાકે શસ્‍ત્ર વડે નેતૃત્‍વ કર્યુ છે તો વળી કેટલાકે શબ્‍દ વડે પરિવર્તન આણ્યું છે! કેટલાકે વનમાં ગહન ચિંતન કરીને ઋતો ખોળ્યા છે તો કેટલાકે પ્રયોગશાળામાં આયખું ગુજારીને સત્યો શોધ્યા છે! માનવજાત આ બધા નેતૃત્વની ઋણી છે.

શ્રીકૃષ્ણ પોતે નેતૃત્‍વનો મહાન આદર્શ છે. કંસની કેદમાં જન્‍મેલો બાળક એક ગોપનાયકના ખોરડે ઉછરે. માત્ર અગિયાર વર્ષની વયે કંસ જેવા આતતાયીને પરાસ્‍ત કરે. સમગ્ર ભારતવર્ષમાં સત્‍ય અને ન્‍યાયનું પ્રવર્તન કરે!

શ્રીકૃષ્ણના મુખે નેતૃત્વનું દર્શન સાંભળવું ગમે કારણ કે....
શ્રીકૃષ્‍ણ એટલે જીવનની પૂર્ણતાનો ઉત્સવ!
શ્રીકૃષ્ણ પોતે નેતૃત્‍વનો મહાન આદર્શ છે. કંસની કેદમાં જન્‍મેલો બાળક એક ગોપનાયકના ખોરડે ઉછરે. માત્ર અગિયાર વર્ષની વયે કંસ જેવા આતતાયીને પરાસ્‍ત કરે. સમગ્ર ભારતવર્ષમાં સત્‍ય અને ન્‍યાયનું પ્રવર્તન કરે! ભક્તોના રક્ષણ કાજે સુદર્શન ચક્ર ધારણ કરતી તેની આંગળીઓ બંસરીના છેદ પર કેવું કોમળ નર્તન કરે!
યુવા-મેનેજરો માટે ગીતામાંથી ચૂંટેલા અમૃત બિંદુઓ પ્રસ્‍તુત છે.
યદ્ યદ્ આચરતિ શ્રેષ્‍ઠઃ
‘‘જેવું કરે શ્રેષ્‍ઠ જન, અનુસરે તેને જન ગણ મન’’. કેવી તર્કબદ્ધ અને વૈજ્ઞાનિક વિચારણા છે! શ્રીકૃષ્‍ણે બાળવયથી જ સમાજ સામેના પડકારોને ભરી પીવા પહેલ કરી હતી. તે પછી યમુનાને પ્રદૂષિત કરતા કાલીય નાગને વશ કરવાનો હોય કે ઇન્‍દ્રયજ્ઞની સમજણ વિનાની પરંપરાને પડકારવાની હોય!
સાદગી, પ્રામાણિકતા, સૌજન્‍ય, નીતિમત્તા અને ઉદારતા જેવા ગુણોનો ઉપદેશ આપવો એક વાત છે અને તેને આચરણમાં મૂકી લોકોને પ્રેરણા આપવી એ બીજી વાત છે. આપણી કમનસીબી એ છે કે આપણને ધર્મગ્રંથની સારી સારી વાતો સાંભળવી ગમે પણ તેનું વ્‍યવહારુ ઉદાહરણ શોધવા જાપાન કે અમેરિકાની કંપનીની સક્સેસ સ્‍ટોરીઓ ફેંદવી પડે, જ્યાં કંપનીના સી.એમ.ડી. થી લઇને શ્રમિક સુધીના સહુ એક જ કેન્‍ટીનમાં સાથે લંચ લેતા હોય!
નેતા કેવા હોય?
ગીતાકારે બે વાર આદર્શ નેતૃત્વનાં લક્ષણોની યાદી કરી છે. વિનમ્રતા, નિર્દંભ, અહિંસા, ક્ષમાભાવ, સરળતા, વિદ્ધાનોને આદર. પવિત્રતા, ઇન્‍દ્રિયો ઉપર સંયમ; અહંકાર, મમતા અને પક્ષપાત જેવી મર્યાદાઓનો અભાવ અને લોક-સમૂહની વાહવાહ કે પ્રસંશા પ્રત્‍યે ઉદાસીનતા (ગીતા, 13/7-10).
આ ઉપરાંત નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, વૈચારિક સ્‍થિરતા, દાનવૃત્તિ, સંયમ, તપ, સ્‍વાધ્‍યાય, સરળતા, અહિંસા, ક્રોધનો અભાવ, જતું કરવાની ઉદારતા, શાંતિ, ચાડી-ચૂગલી ન કરવી, દયા, લોભનો અભાવ, મૃદૃતા, લોકલાજ, અચંચળતા, તેજસ્‍વિતા, ધીરજ, પવિત્રતા, વફાદારી અને વિનમ્રતા (16/2-3).
બધા જ ગુણો એક માણસમાં સાથે જોવા ન પણ મળે. અપૂર્ણતા એ માણસનું સૌંદર્ય બની શકે, જો તે પોતાની મર્યાદાઓ બાબતે સભાન હોય અને તેનાથી ઉપર ઊઠવાનો પ્રયાસ કરતો થાય. સફળ માણસના જીવનમાં નિરીક્ષણ કરશો તો આમાંના મોટાભાગનાં લક્ષણો ઓછાવત્તા અંશે મળી આવશે.
પ્રેરક બનો:
વિષાદથી ભાંગી પડેલા અર્જુનને નૈતિક હિંમત બંધાવતાં શ્રીકૃષ્‍ણ કહે છે, “હે પાર્થ ! હૃદયની ક્ષુદ્ર દુર્બળતા ઉઠાવીને ફેંક અને ઊભો થા!’’ (ગીતા ર/૩).
પ્રેરણા-શક્તિ એ નેતાનું સૌથી આવશ્‍યક લક્ષણ છે. તમારી ટીમનો કોઇ મહત્ત્વનો સાથી ભાંગી પડે ત્યારે તેને ઉત્‍સાહવર્ધક શબ્‍દો કહીને ઊભો કરવો પડે. તેનામાં રહેલી સુષુપ્‍ત શક્તિઓ જાગૃત કરવી પડે. ગમે તેવી વિદ્વાન, ચારિત્ર્યવાન કે બળશાળી હોય પણ જો તે બીજાને પ્રેરણા આપવામાં નીષ્‍ફળ જાય તો તે એકલી કશું કરી શકતી નથી.
જે કરે તે બોલે તો લોકો માને. જે શબ્‍દ પાછળ આચરણ કે અનુભૂતિનું પીઠબળ નથી તે ઠાલો બકવાસ બની રહે છે.
જવાબદારી લો, વિશ્વાસ બંધાવો:
‘‘જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્‍યારે હું અવતાર ધારણ કરૂં છું. સજ્જનોની રક્ષા અને દુર્જનોના વિનાશ માટે હું દરેક યુગમાં સંભવ છું’’. તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આવી પ્રતિબદ્ધતા વિરલ છે.
‘‘હું સત્‍યની સાથે છું, હું સત્‍ય માટે છું અને હું માત્ર સત્‍ય દ્વારા જ પ્રાપ્ત થઇ શકું છું’’. સો ટચની સત્‍યનિષ્‍ઠા એટલે શ્રીકૃષ્ણ.

તમારી ટીમનો કોઇ મહત્ત્વનો સાથી ભાંગી પડે ત્યારે તેને ઉત્‍સાહવર્ધક શબ્‍દો કહીને ઊભો કરવો પડે. તેનામાં રહેલી સુષુપ્‍ત શક્તિઓ જાગૃત કરવી પડે.

મિત્ર! તમારા હૃદયમાં અહર્નિશ બજતી કનૈયાની બંસરીમાંથી વહેતા ‘‘સંભવામિ, સંભવામિ’’ સૂરને સાંભળવા કાન સરવા કરો. થોડા વખતમાં તમારું જીગર પ્રચંડ આત્‍મવિશ્વાસથી ભરાઇ જશે. તમારી આંખોમાંથી વહેતો દિવ્‍ય ઉર્જાનો પ્રવાહ તમારા પર્યાવરણમાં નવોન્‍મેષ ભરી દેશે. સાથીઓ અદમ્ય આકર્ષણ અનુભવશે અને તમારો પડયો બોલ ઝીલવા તૈયાર થઇ જશે. એ ન ભૂલશો કે, જ્યાં સત્‍ય છે, ત્‍યાં કૃષ્‍ણ છે. જ્યાં કૃષ્‍ણ છે, ત્‍યાં વિજય છે !
શંકાને નિર્મૂળ કરી આત્‍મશ્રદ્ધાનો દીપ પ્રકટાવોઃ
હતાશ થયેલા અર્જુનને કર્તવ્‍યનો બોધ આપતાં શ્રીકૃષ્‍ણ કહે છે, ‘‘અજ્ઞાનથી ઉપજેલા સંશયને જ્ઞાનની તલવાર વડે કાપીને તારા કર્તવ્‍ય માટે કટિબદ્ધ થા! ઉભો થા પાર્થ!’’ (ગીતા 4/42).
તમે જોયું? શ્રીકૃષ્‍ણે પાર્થને બીજી વાર ‘‘ઉત્તિષ્‍ઠ ભારત’’ એમ કહ્યું છે. ઉત્તિષ્‍ઠ શબ્દનો ભાવાર્થ છે, અજ્ઞાન અને આળસને ખંખેરીને કર્તવ્યને અદા કરવું! ગીતા એ કર્તવ્‍યબોધ છે. ગીતાકારે એક કુશળ મનોવૈજ્ઞાનિકની પેઠે માનવ મનની સહજ નબળાઇઓએ ખંખેરી કાઢવા માટે યુક્તિપૂર્વકનો પ્રયાસ કર્યો છે.
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- જો કોઇ મળે તો ઠીક અન્યથા હું જ બનું મારો પોતાનો રાહબર
- મારો આદર્શ તો સદા મારી ભીતર ધબકે છે, બંસીધર શ્રીકૃષ્ણ!
- મારી નબળાઇઓનો પ્રામાણિક સ્વિકાર કરું અને ઉપર ઊઠવાનો પ્રયાસ કરું 

પરિવાર-સાર

- પરિવારમાં પરસ્પર પ્રેરણા આપીએ
- કોઇ પાર્થ બને તો કોઇ શ્રીકૃષ્ણ અને રૉલ રિવર્સ પણ થાય! 
- પરિવારનાં સુખ શાંતિનો શત્રુ શંકા છે, શ્રદ્ધા અને કર્તવ્ય પરમ ધર્મ 

મેનેજમેન્ટ-મર્મ

- યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠ: મોટિવેશન મંત્ર “ઉદાહરણ બનો”
- તમારા સાથીઓ સતત તમને જોઇ રહ્યા છે; નીતિને અનુસરો અને ન્યાય કરો
- સફળ નેતૃત્વની કુંચીઓ: સમતા, પ્રેમ, હૂંફ અને સદભાવ
- નિષ્ફળ નેતૃત્વનાં કારણો: પક્ષપાત, ખુશામતખોરી અને અવહેલના 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP