Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-32
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

ઓર્ગેનાઇઝિંગ અને અંગત જીવન
- ઇશ્વરે મને ઘણું બધું આપ્યું છે!
- હું મારી શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરું
- પરીશ્રમ એ જ પારસમણિ અને આળસ મોટામાં મોટો શત્રુ
- મારા કર્મનું ફળ હું ભોગવું છું, તે જ મારું પ્રારબ્ધ
- જો આવતીકાલ સુધારવી હોય ઓ આજનાં કર્મો સુધારું

પારિવારિક જીવનમાં ઓર્ગેનાઇઝિંગ
- પરિવાર એક શરીર છે, પરિવારનો દરેક સભ્ય તેનું અગત્યનું અંગ છે
- જેમ બે હથેળી મળીને અંજલિ બને કે બે પગ સાથે મળીને પા પા પગલી કરે છે, તે રીતે બધા સભ્યો સાથે મળીને પરિવારનો ઉદ્ધાર કરે
- દરેક પરિજનની ખૂબી અને ખાસિયતનો રચનાત્મક ઉપયોગ કરીએ 

વ્યાવસાયિક જીવનમાં ઓર્ગેનાઇઝિંગ
- જ્ઞાન અને કાર્યના સમન્વય દ્વારા કરીએ વિકાસ 
- Success = Knowledge + Action 
- દરેક સાથી અનન્ય અને અગત્યના છે, તેનું ખરું મૂલ્ય ઓળખીએ 
- Mathematics of Organising: 2 + 2 = 5 

સફળતા આપતાં પરિબળો કયાં કયાં છે? ઓર્ગેનાઇઝિંગ અને ગીતા

  • પ્રકાશન તારીખ14 Aug 2018
  •  

ગીતાના પ્રકાશમાં મેનેજમેન્ટનાં કાર્યોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે ગતાંકમાં મિશન સ્ટેટમેન્ટની વાત કરી. આજે ઓર્ગેનાઇઝિંગ એટલે શું તે સમજવાનો પ્રયાસ કરીશું.
કાર્ય સફળતા માટેનાં પાંચ પરિબળો
ગીતામાં કોઇપણ કાર્યની સફળતા માટેનાં પાંચ પરિબળો ગણાવાયાં છે; અધિષ્‍ઠાન, કર્તા, કરણ, ક્રિયા અને દૈવ (૧૦/૧૩-૧૪).
અધિષ્‍ઠાનઃ અધિષ્‍ઠાન એટલે આધાર. જેમ કે, ઇચ્‍છા, દ્વેષ, સુખ-દુઃખ કે જ્ઞાન જેવી લાગણીઓ માટેનું અધિષ્‍ઠાન શરીર છે. એક ગૃહસ્‍થ માટે અધિષ્‍ઠાન ઘર છે, માણસનું અધિષ્‍ઠાન સમાજ છે, એક નાગરિકનું અધિષ્‍ઠાન તેની માતૃભૂમિ છે, એક કર્મચારી માટે તેની સંસ્‍થા અધિષ્‍ઠાન છે વગેરે. માણસે જુદા જુદા પરિવેશમાં સફળ થવા માટે જુદા જુદા અધિષ્‍ઠાનનો આશરો લેવો રહ્યો, ખરૂં ને !

અધિષ્‍ઠાન એટલે આધાર. જેમ કે, ઇચ્‍છા, દ્વેષ, સુખ-દુઃખ કે જ્ઞાન જેવી લાગણીઓ માટેનું અધિષ્‍ઠાન શરીર છે. એક ગૃહસ્‍થ માટે અધિષ્‍ઠાન ઘર છે, માણસનું અધિષ્‍ઠાન સમાજ છે, એક નાગરિકનું અધિષ્‍ઠાન તેની માતૃભૂમિ છે, એક કર્મચારી માટે તેની સંસ્‍થા અધિષ્‍ઠાન છે.

સંસ્થામાં વચ્ચે કે તળિયે બેઠેલા માણસને તેનું અસ્‍તિત્‍વ અધિષ્‍ઠાનને આભારી છે તેવો અહેસાસ સરળ છે. પરંતુ સત્તા કે સમૃદ્ધિના શિખરે પહોંચી ગયેલી વ્યક્તિ માટે અધિષ્‍ઠાન અંગેની જાગૃતિ અઘરી છે. કોઇક વીરલા જ આસમાને પહોંચ્યા પછી જમીન પર પગ ટકાવી રાખે છે!
કર્તાઃ- આધુનિક વ્‍યવસ્‍થાપન પ્રણાલીમાં મૂળભૂત રીતે ત્રણ ‘‘એમ’’ ગણાવ્‍યા છે; મેન, મટિરિયલ અને મશીન. આ ત્રણ પૈકી મટિરિયલ અને મશીનની ક્વૉલિટી સરળતાથી નક્કી કરી શકાય. જયારે માણસની ક્ષમતા, લાક્ષણિકતા અને વર્તણૂક અંગે ધારણા બાંધવી મુશ્કેલ છે. યંત્રો અને સંસાધનોના શ્રેષ્‍ઠ ઉપયોગ માટે માનવ-બુદ્ધિ આવશ્યક છે, તેથી યંત્રયુગમાં પણ માનવસંપદાને અદકેરું મહત્ત્વ મળ્યું છે.
આધુનિક વિજ્ઞાન શરીરબળ અને બહુ બહુ તો મનોબળ સુધીનો વિચાર કરી શકે છે, જ્યારે ભારતીય દર્શનમાં માણસના વ્‍યક્તિત્‍વનું બહુ ઊંડું ખેડાણ થયું છે.
આદિ શંકરાચાર્યે રચેલા નિર્વાણષટ્કમમાં માણસના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાં જેવાં કે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી વિશેષ એવા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની ભાવના વ્યક્ત કરી છે. ગીતાકાર કહે છે, “હું જ્ઞાન-વિજ્ઞાન અને વેદ-વેદાંગ સમેટીને સર્વના હૃદયમાં વસેલો છું” (15/15). જ્યારે ઈશ્વરે પોતે જીવ અને શિવની એકતાનો સ્વિકાર કર્યો હોય ત્યારે માનવમાં રહેલી અનંત સંભાવનાનો સ્વિકાર કરીએ. દરેક સાથીની ક્ષમતાને નિખારવાનો શ્રદ્ધાપૂર્વક પ્રયાસ કરીએ.
કામ શરુ કરતાં પહેલાં પાંચ મિનિટ ધ્યાન અને પ્રાર્થના માટે રાખીએ. “સંગચ્છધ્વં સંવદધ્વમ્” અને “ચિદાનંદ રૂપ: શિવોહમ્ શિવોહમ્” જેવા સુક્તોનું સમૂહગાન થાય. તેનાથી પર્યાવરણમાં શાંતિમય રચનાત્મકતા (Creative Quietittude) ખીલશે!
કરણઃ- કરણ એટલે ઇન્‍દ્રિયો. પાંચ કર્મેન્‍દ્રિયો છે; હાથ, પગ, મોં, જનનેન્‍દ્રિય અને ઉત્‍સર્ગ અવયવ. પાંચ જ્ઞાનેન્‍દ્રિયો છે; આંખ, કાન, નાક, જીભ અને ત્‍વચા. ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ ચાર અંતઃકરણને પણ કરણની કક્ષામાં મૂકવામાં આવ્‍યા છે.
માણસ પોતાના બાહ્ય પર્યાવરણમાંથી કરણોના માધ્યમથી અસંખ્‍ય સંકેતો ઝીલતો રહે છે અને તે દરેક સંકેત તેના વ્‍યક્તિત્‍વની સમગ્રતાનો ભાગ બને છે. માણસની ક્ષમતાના સંવર્ધન માટે કરણો ખૂબ મહત્ત્વનાં છે. માણસની ગ્રહણશકિતની વિવિધતાનો વૈજ્ઞાનિક ઢબે અભ્‍યાસ કરીએ. તેનો માનવ-સંસાધનના વિકાસ માટે ઉપયોગ કરીએ.
ચેષ્ટા: ચેષ્‍ટા એટલે ક્રિયા. કાર્યની સફળતા માટે જ્ઞાન અને ક્રિયા બંને જરૂરી છે.
એવું સંસ્‍થાકીય વાતાવરણ નિર્માણ કરીએ જયાં કર્મ-નિષ્‍ઠાને પ્રાધાન્‍ય મળે. દરેક માણસ કર્મયોગી બને. માણસના વ્‍યક્તિત્‍વનું માપન તેની ક્ષમતા અને તેને મળેલા અવસરના સંદર્ભમાં તેણે કરેલા કાર્ય પરથી થાય. આવું થશે તો સંસ્‍થાનું પર્યાવરણ કર્તવ્‍ય–નિષ્‍ઠાનથી મઘમઘી ઉઠશે. જ્યાં જ્યાં વસે એક કર્મયોગી, ત્‍યાં અહર્નિશ વસે શ્રીકૃષ્‍ણ!

પાંચ જ્ઞાનેન્‍દ્રિયો છે; આંખ, કાન, નાક, જીભ અને ત્‍વચા. ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ ચાર અંતઃકરણને પણ કરણની કક્ષામાં મૂકવામાં આવ્‍યા છે.

દૈવઃ- દૈવ શબ્‍દના ઘણા અર્થ છે. તે પૈકી પ્રારબ્‍ધ સૌથી પ્રચલિત અર્થ છે. પ્રારબ્‍ધ કે ભાગ્‍ય શું છે? પ્રારબ્‍ધ એટલે માણસના કાબુ બહારની અજ્ઞાત શક્તિ અથવા પરિબળ. જે પશ્નોના ચોક્કસ જવાબ ન મળે ત્યારે પ્રારબ્‍ધના ખાતે ઉધારી નાખવાથી મનને એક રાહત મળી જાય છે. જો કે પ્રારબ્‍ધ પ્રત્યેની અંધશ્રદ્ધા બચાવયુક્તિ કે આળસવૃત્તિ બની જાય તો આવી બન્‍યું. સોમાંથી નવ્‍વાણું કિસ્‍સામાં તેવું જ થાય છે!
પ્રારબ્‍ધને સંચિત કર્મોનું પરિપક્વ ફળ છે. કર્મ એટલે આપણી શારીરિક, માનસિક, ભાવનાત્‍મક કે ચૈતસિક ક્રિયાઓ દ્વારા આપણી ભીતર અને બહારના પર્યાવરણમાં ઉત્‍પન્‍ન થયેલાં સ્‍પંદનો. સવાલ એ છે કે જો પ્રારબ્‍ધ એટલે આપણા સંચિત કર્મોનો સંગ્રહ હોય અને તેની અસર ટાળી ન શકાય તેવી હોય તો તેના માટે શોક કે હરખ શાનો? ગીતાકાર પ્રારબ્ધની ચિંતા કરવાને બદલે ચિત્ત શુદ્ધિ અને કર્મ શુદ્ધિ પર ધ્યાન આપવા ભાર મૂકે છે.
કવિ ઉમાશંકર જોશી કહે છે,
"ત્રણ વાનાં મુજને દીધાં, હૈયું મસ્તક હાથ;
બહુ દીધું તે નાથ, જા હવે ચોથું નથી માગવું!"
પ્લાનિંગ એ ‘‘હેડ’’નું કાર્ય છે,
જ્યારે ઓર્ગેનાઇઝિંગ ‘‘હેડ’’ વત્તા ‘‘હાર્ટ’’નું !
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

ઓર્ગેનાઇઝિંગ અને અંગત જીવન
- ઇશ્વરે મને ઘણું બધું આપ્યું છે!
- હું મારી શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરું
- પરીશ્રમ એ જ પારસમણિ અને આળસ મોટામાં મોટો શત્રુ
- મારા કર્મનું ફળ હું ભોગવું છું, તે જ મારું પ્રારબ્ધ
- જો આવતીકાલ સુધારવી હોય ઓ આજનાં કર્મો સુધારું

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં ઓર્ગેનાઇઝિંગ
- પરિવાર એક શરીર છે, પરિવારનો દરેક સભ્ય તેનું અગત્યનું અંગ છે
- જેમ બે હથેળી મળીને અંજલિ બને કે બે પગ સાથે મળીને પા પા પગલી કરે છે, તે રીતે બધા સભ્યો સાથે મળીને પરિવારનો ઉદ્ધાર કરે
- દરેક પરિજનની ખૂબી અને ખાસિયતનો રચનાત્મક ઉપયોગ કરીએ 

મેનેજમેન્ટ-મર્મ

વ્યાવસાયિક જીવનમાં ઓર્ગેનાઇઝિંગ
- જ્ઞાન અને કાર્યના સમન્વય દ્વારા કરીએ વિકાસ 
- Success = Knowledge + Action 
- દરેક સાથી અનન્ય અને અગત્યના છે, તેનું ખરું મૂલ્ય ઓળખીએ 
- Mathematics of Organising: 2 + 2 = 5 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP