Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-31
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- હું આપત્તિને અવસરમાં પલટાવનાર યોદ્ધો છું
- મારામાં રહેલી અસીમ સંભાવનાને ચરિતાર્થ કરું
- જેમનું મારા પર ઋણ છે, તે અવશ્ય અદા કરું
- મારા હેતુ શુદ્ધ હો!
- મારાં સાધન શુદ્ધ હો!
- મારી સિદ્ધિ સમર્પિત હો!

- પરિવારની કટોકટીની પળે સહુ એક થાય, નેક બને
- સંઘર્ષની પળને સહકાર અને સંગઠન-વ્રત તરીકે ઉજવીએ 
- સૌ વિચારે કે શું લીધું અને બદલામાં શું આપ્યું
- પ્રેમથી પ્રેમ વધે! વેરથી વધે માત્ર વેર! 

- દરેક સાથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવું વાતાવરણ બનાવીએ
- આપણાં લક્ષ્યો લાંબાગાળાનાં અને સ્વસ્થ હો
- માત્ર નફો નહીં પણ આપણી શાખ પણ વધે 
- સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે આપણું યત્કિંચિત યોગદાન હો 

ઉત્તમ આયોજનમાં ગીતાની શી ભૂમિકા હોઇ શકે?

  • પ્રકાશન તારીખ13 Aug 2018
  •  

શ્રેષ્ઠ ઉદ્દેશમંત્ર ઘડવા માટે ચાર અમૃતબિંદુઓ
જે કામનું આયોજન ઉત્તમ તેના સફળ થવાની તકો પણ વધારે હોય છે. આ વાત વ્યક્તિના અંગત જીવનથી લઇને મોટી મલ્ટિનેશનલ કંપની સુધી લાગુ પડે છે.
ઉત્કૃષ્ટ ઉદ્દેશ મંત્ર (મિશન સ્‍ટેટમેન્‍ટ) એ કોઇપણ સફળ સંસ્‍થાનો આત્‍મા છે. જે સંસ્‍થાનો કે વ્‍યક્તિનો ઉદ્દેશ મંત્ર જેટલો સ્‍પષ્‍ટ, પ્રબળ અને ઉર્ધ્વલક્ષી હશે તેટલા તેના સફળ થવાના ચાન્‍સિસ વધુ. ગીતાનો અભ્‍યાસ આપણા ઉદ્દેશમંત્રને સચોટ બનાવવામાં મદદરૂપ થાય કે કેમ?

ઉત્કૃષ્ટ ઉદ્દેશ મંત્ર (મિશન સ્‍ટેટમેન્‍ટ) એ કોઇપણ સફળ સંસ્‍થાનો આત્‍મા છે. જે સંસ્‍થાનો કે વ્‍યક્તિનો ઉદ્દેશ મંત્ર જેટલો સ્‍પષ્‍ટ, પ્રબળ અને ઉર્ધ્વલક્ષી હશે તેટલા તેના સફળ થવાના ચાન્‍સિસ વધુ.

ઉદ્દેશ મંત્ર ઘડવામાં ગીતાની ભૂમિકા
ઉદ્દેશમંત્ર એટલે 'શું કરવું છે', 'શા માટે કરવું છે' અને 'કઇ રીતે કરવું છે' તેનો સ્‍પષ્‍ટ ખ્‍યાલ. કોઇ વ્‍યાપારી સંસ્‍થા કેટલા સમયમાં પોતાના વ્યવસાયનો વ્‍યાપ કેટલો વધારવા સાથે ગુણવત્તાના કયાં લક્ષ્‍યો સિદ્ધ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે, તેનું સ્‍વયં સ્‍પષ્‍ટ દર્શન એટલે ઉદ્દેશ મંત્ર.
શ્રેષ્‍ઠ ઉદ્દેશમંત્ર ઘડવા માટેના ગીતાના પ્રેરક અમૃતબિંદુઓ:
(૧) ઉતિષ્‍ઠ પરંતપ!: શ્રી કૃષ્‍ણ કહે છે, ‘‘તારા હૃદયની ક્ષુદ્ર દુર્બળતાને ત્‍યજી દઇને ઊઠ, ઊભો થા’’. આ મંત્ર સાર્વત્રિક અને સર્વકાલિક (Relevant forever) યથાર્થતા ધરાવે છે.
આપણા સહુના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે આપણે નિરાશાની ગર્તામાં ડૂબી ગયા હેાઇએ. કોઇ દિશા ન સૂઝતી હોય. ત્‍યારે કોઇ માર્ગદર્શક મિત્ર વાંસો થાબડીને કહે, ‘‘અરે યાર! તું તો બહાદુર છે, તને આવી નિર્બળતા કે નિરાશા શોભે ખરી? ઊઠ, ઊભો થા અને સંજોગો સાથે લડવા થા તૈયાર ! હું તારી સાથે જ છું.’’ આવા એક જ સંવાદ સાથે આપણા મનના આકાશમાં છવાયેલા શંકાનાં વાદળો દૂર થાય. ગમે તેવા પડકારને ભરી પીવાનો સંકલ્‍પ જાગે.
તમારે આવો કોઇ મિત્ર છે? હોય તો ખૂબ સારું. ન હોય તો પણ ચિંતા ન કરશો. કારણ કે આપણા સહુનો મિત્ર પરમાત્મા જાગતો જ બેઠો છે. સતત આહ્વાન આપતો રહે છે, “ઉત્તિષ્ઠ પરંતપ!”
(ર) સંભવામિ યુગે યુગે: ગીતાનો આ સૌથી જાણીતો મંત્ર છે. પરમાત્મા કહે છે, 'મારા આવિર્ભાવની સંભાવના પળેપળ અને જનજનમાં છે'. શ્રીકૃષ્‍ણનું આ પ્રોમિસ ઐતિહાસિક અને અપૂર્વ છે. દરેક માણસમાં અસીમ સંભાવનાનો મહાનાદ આ મંત્રમાં થાય છે. એક વાત કહું? ‘સંભવામિ’નો સરળ અને વ્યવહારુ અર્થ ‘આઇ કેન’ કરી શકો.
સંભવામિ એક શ્રેષ્‍ઠ મિશન સ્‍ટેટમેન્‍ટ હોવા સાથે અદભુત નેતૃત્‍વ મંત્ર પણ છે. જ્યાં ટીમના છેલ્‍લામાં છેલ્‍લા સભ્‍યને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનું મનોબળ મળે છે. સંભવામિમાં રહેલો ‘‘હું’’ કાર જયારે ‘‘અમે’’ અથવા ‘‘આપણે’’ની ભાષામાં બોલાતો થાય ત્‍યારે સમગ્ર પર્યાવરણમાં ઊર્જાનો ધોધ વહી નીકળે છે. જેના સહારે સફળતાનાં સર્વોચ્‍ચ શિખરો સર કરી શકાય છે.
(૩) પરસ્‍પરં ભાવયન્‍ત: આ મંત્રનો ભાવાર્થ છે, ‘‘જ્યાંથી લો ત્યાં પાછું વાળો!” આ વાત વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં કે પર્યાવરણને લાગુ પાડી શકાય. માણસ પ્રકૃતિમાંથી જેટલું લે તેનો બદલો ન વાળે તો શું થાય? ગ્‍લોબલ વૉર્મિંગ કે બીજું કંઇ?
વ્‍યક્તિ સંસ્‍થા માટે છે કે સંસ્‍થા વ્‍યક્તિ માટે? અથવા વેપારી ગ્રાહક માટે છે કે ગ્રાહક વેપારી માટે? આવા પ્રશ્નની એકપક્ષીય ચર્ચા થાય છે ત્‍યારે તેનો સર્વગ્રાહી ઉકેલ મળી શકતો નથી. તેનો ઉત્તર પરસ્‍પરં ભાવયન્‍તં મંત્રમાં મળે છે. જયાં બન્ને પક્ષ એકબીજાની ચિંતા કરે. માણસના દિલમાં જડ ઘાલીને બેઠેલા લોભ-મોહ અને સ્‍વાર્થ જેવા નિંદામણનો નાશ કર્યા વિના પરમાર્થનું પારિજાત કયાંથી ખીલે?
(૪) બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ઃ ઋષિ કહે છે કે અન્ન બ્રહ્મ છે, ભોજનની ક્રિયા બ્રહ્મ છે અને તેને પચાવનાર જઠરાગ્‍નિ પણ બ્રહ્મરૂપ છે. ઉત્‍પન્‍ન થનાર ઉર્જા પણ બ્રહ્મને જ સમર્પિત થાય! શુદ્ધ આહારથી ઘડાય શુદ્ધ તન-મન અને તેનાથી થાય સવાયાં શુદ્ધ કર્મ!
‘બ્રહ્માર્પણં’ સાધન અને સાધ્યની શુદ્ધિનો મંત્ર છે.

સંભવામિ યુગે યુગે એક શ્રેષ્‍ઠ મિશન સ્‍ટેટમેન્‍ટ હોવા સાથે અદભુત નેતૃત્‍વ મંત્ર પણ છે. જ્યાં ટીમના છેલ્‍લામાં છેલ્‍લા સભ્‍યને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનું મનોબળ મળે છે.

કોઇપણ પ્રણાલીના સ્‍વસ્‍થ અને સંપોષિત (Sustainable) બની રહેવા માટેનાં ત્રણ પરીક્ષણો છે;
1. સાધ્‍ય નીતિમત્તાના ધોરણે ચકાસતાં વાજબી ઠરે છે?
2. પર્યાવરણને હાનિકારક સાધન-સંસાધનોનો ઉપયોગ તો નથી થતો ને?
3. તેમાંથી ઉપજતા ફળની ન્‍યાયી અને વાજબી વહેંચણી થાય છે કે કેમ?
આ ત્રણેયના ઉત્તરો ‘હા’ હશે તો તેવી પ્રણાલી કે સંસ્‍થા લાંબું ટકી શકશે.
ગીતાના ચાર અમૃતબિંદુઓ આપણા દરેક કાર્ય માટેના મિશન સ્‍ટેટમેન્‍ટ બની રહો
હે ધરતી માતાના સપુતો!
ગીતાકારનું શાશ્વત આહ્વાન હૈયે ધરીએ.
શ્રેષ્‍ઠ ઉદ્દેશ વાકયોથી ભૌતિક અને ભાવનાત્મક સંપદાનાં સર્વોચ્‍ચ શિખરો સર કરીએ.
ભૌતિક વિકાસના એવા માર્ગો ખોળી કાઢીએ કે જયાં
પ્રકૃતિ પૂજ્યા હોય ન કે ભોગ્‍યા!
આપણું મિશન સ્‍ટેટમેન્ટ હો,
શ્રેયોન્મુખ, ઉત્કર્ષલક્ષી અને સર્વસમાવેશક!
Best Mission Statement is one which is......
Holistic, Progressive and Inclusive
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- હું આપત્તિને અવસરમાં પલટાવનાર યોદ્ધો છું
- મારામાં રહેલી અસીમ સંભાવનાને ચરિતાર્થ કરું
- જેમનું મારા પર ઋણ છે, તે અવશ્ય અદા કરું
- મારા હેતુ શુદ્ધ હો!
- મારાં સાધન શુદ્ધ હો!
- મારી સિદ્ધિ સમર્પિત હો!

પરિવાર-સાર

- પરિવારની કટોકટીની પળે સહુ એક થાય, નેક બને
- સંઘર્ષની પળને સહકાર અને સંગઠન-વ્રત તરીકે ઉજવીએ 
- સૌ વિચારે કે શું લીધું અને બદલામાં શું આપ્યું
- પ્રેમથી પ્રેમ વધે! વેરથી વધે માત્ર વેર! 

મેનેજમેન્ટ-મર્મ

- દરેક સાથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવું વાતાવરણ બનાવીએ
- આપણાં લક્ષ્યો લાંબાગાળાનાં અને સ્વસ્થ હો
- માત્ર નફો નહીં પણ આપણી શાખ પણ વધે 
- સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે આપણું યત્કિંચિત યોગદાન હો 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP