Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-30
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં કર્તવ્યયોગ
અગત્યના પ્રશ્નો: 
- શું હું મારા જીવનથી સંતુષ્ટ છું? 
- જો ના, તો શા માટે? મારે સંતોષ પ્રાપ્ત કરવા શું કરવું ઘટે?
- જો હા, તો એવું નથી ને કે હતાશા અને આળસના લીધે મેં સંતોષનો ધાબળો ઓઢી લીધો છે? 
- મારા જીવનનો શો ઉદ્દેશ છે, તે હું જાણું છું?
- મારું શું કર્તવ્ય છે, તે હું જાણું છું?  
- મારા ઉદ્દેશને પાર પાડવા શું કરવું જોઇએ? તેનો રૉડ મેપ કેમ તૈયાર કરવો?
- મને કેવા માર્ગદર્શકની જરુર છે? મારા માર્ગદર્શકને કેમ કરી શોધું?

પારિવારિક જીવનમાં કર્તવ્યયોગ
અગત્યના પ્રશ્નો
- મારા પરિવારના સભ્યો સાથે હું યોગ્ય રીતે કૉમ્યુનિકેશન સ્થાપિત કરી શક્યો છું? 
- સ્વજનો તરફ મારું શું કર્તવ્ય છે? 
- શું હું મારું કર્તવ્ય યોગ્ય રીતે બજાવું છું?
- મારું કર્તવ્ય વધુ સારી રીતે અદા કરવા શું કરવું જોઇએ? તેના માટે કેવાં સંસાધનો અને બીજાનો સહકાર જરૂરી છે?  
- વ્યવસાયિક જીવનમાં કર્તવ્યયોગ

અગત્યના પ્રશ્નો
- હું પાર્થ છું તો મારા શ્રીકૃષ્ણ કોણ છે? 
- જો હું શ્રીકૃષ્ણ છું તો મારો પાર્થ કોણ છે? 
- મારી ખૂબીઓ કઇ અને ખામીઓ કઇ? 
- મારી ખૂબીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું જાણુ છું? 
- મારી ખામીઓને દૂર કરવાનું જાણું છું? 
- અથવા તો મારી ખામીઓ મારી પ્રગતિમાં બાધક ન બને તે માટે મારે શું કરવું જોઇએ? 

શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ આજના યુગમાં મહત્ત્વનો છે ખરો?

  • પ્રકાશન તારીખ12 Aug 2018
  •  

ગીતા એટલે કર્તવ્યયોગ!
ગીતા એ અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. યુદ્ધના મેદાનમાં સામસામે ઊભેલાં સ્વજનોને જોઈને અર્જુનના મનમાં વિષાદ થાય છે અને તેને શું કરવું તેની દિશા સૂઝતી નથી એટલે તે શ્રીકૃષ્ણનું માર્ગદર્શન ઈચ્છે છે.

ભગવાન વિષ્ણુનો એક અવતાર નર-નારાયણ છે. મહાભારતના સંદર્ભમાં અર્જુનને નર કહ્યો છે અને શ્રીકૃષ્ણને નારાયણ. સંસ્કૃત ‘નૃ’ પરથી નર શબ્દ ઊતરી આવ્યો છે. નર શબ્દમાં સમગ્ર માનવ જાતિનો (સ્ત્રી-પુરુષ બધા) સમાવેશ થઈ જાય છે

ભગવાન વિષ્ણુનો એક અવતાર નર-નારાયણ છે. મહાભારતના સંદર્ભમાં અર્જુનને નર કહ્યો છે અને શ્રીકૃષ્ણને નારાયણ. સંસ્કૃત ‘નૃ’ પરથી નર શબ્દ ઊતરી આવ્યો છે. નર શબ્દમાં સમગ્ર માનવ જાતિનો (સ્ત્રી-પુરુષ બધા) સમાવેશ થઈ જાય છે, તેમ સમજવું. અર્જુન અને શ્રીકૃષ્ણના માધ્યમથી મળેલ તત્ત્વજ્ઞાનને આજના સંદર્ભમાં સમજવા સારુ આધુનિક પ્રતીકો સાથે તેનું અનુસંધાન કરવાનો પ્રયાસ કરીશું.
‘‘શું કરવું’’ અને ‘‘કેમ કરવું’’ એવા બે મૂળ પ્રશ્નો માનવ મનને યુગોથી ધમરોળતા રહ્યા છે. તે પછી સમાજજીવન હોય કે અર્થનીતિ, રાજયદર્શન હોય કે પછી શિક્ષણશાસ્ત્ર હોય, આધુનિક સમયના સંદર્ભમાં ‘‘કર્તવ્યમ્’’ (શું કરવું?) અને ‘‘અકર્તવયમ્’’નાં (શું ન કરવું?) બે ત્રાજવાં વચ્ચે માણસ તોળાતો રહે છે.
એક બાજુ ૫રં૫રાઓ અને રુઢિઓ અને બીજી બાજુ વર્તમાનના ૫ડકારો અને ઉજ્જવળ ભાવિની અભિલાષા એ બે વચ્ચેનો સેતુ એટલે શ્રીમદભગવદગીતા.
ગીતાની શરૂઆત અર્જુનના વિષાદથી થાય છે. વિષાદ એટલે મૂંઝવણ અને શોકની સંયુક્ત અવસ્થા. વિષાદ સાવ બિનઉપયોગી નથી, જો તેના અનુક્રમે વિચાર આવે તો! વિચાર પ્રક્રિયા આગળ વધીને જયાં અટકે ત્યાં માર્ગદર્શન માટે સંવાદ જરૂરી બને. મુક્ત અને સ્વસ્થ સંવાદની ૫રિણતિ છે, જ્ઞાન. જ્ઞાન જયારે કર્તવ્‍ય-બોધ સાથે જોડાય ત્યારે તે ક્રિયા અથવા કર્મનું સ્વરૂ૫ લે.
આમ, વિષાદ  વિચાર  સંવાદ  જ્ઞાન  કર્મની આખીયે આ શૃંખલા-પ્રક્રિયા પ્રત્યાયન અથવા કોમ્યુનિેકેશનનો પાયાનો ખ્યાલ છે. આમ ગીતાનો આ અમર સંવાદ તેને એક વૈજ્ઞાનિક કૃતિના સ્તરે ૫હોંચાડે છે. ગીતાના સંવાદમાં આવરી લેવાયેલા વિષયો ૫ર દૃષ્ટિપાત કરીશું તો ખ્યાલ આવશે કે તે સ્વસ્થ જીવન-પ્રણાલી વિજ્ઞાન અથવા તો સાયન્સ ઓફ હેલ્ધી એન્ડ હૉલિસ્ટિક લિવિંગ છે!
માણસને મોટામાં મોટો ભય કયો? મૃત્યુનો અલબત્ત. ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગમાં મૃત્યુના ભયનો તર્કબદ્ધ રીતે છેદ ઉડાડવામાં આવ્યો છે. સંઘર્ષના ક૫રા કાળમાં આત્મ-વિશ્વાસ ટકાવી રાખવાની સ્થિરતા એટલે સ્થિતપ્રજ્ઞા! બીજા અઘ્યાયના અંતિમ ઓગણીસ મંત્રોમાં વ્યકત થયેલા સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો સફળ નેતૃત્વ અને સંચાલન માટેની શ્રેષ્ઠ રેસિપી છે.
જ્ઞાનથી છલકતું મસ્તિષ્ક અને આત્મ-વિશ્વાસથી ભરપુર જીગર ધરાવતી વ્યક્તિ જયારે કોઈ કામ હાથમાં લે તેમાં સફળતા મળવાની જ! આ સફળતાનો યશ કોને આ૫વો? કર્મફળની તકરારમાં મૂળ મુદ્દો ન વિસરાય તે માટેનું મનોવિજ્ઞાન એટલે અનાસક્તિ-યોગ.

અનાસક્તિ એટલે કર્મફળ પ્રત્યેના મોહનો અભાવ. અનાસક્તિયોગ એટલે 'હું' કે 'મારું' થી 'આપણે' અને 'આપણું' તરફની ભાવનાની વિકાસયાત્રા.

ગીતા એટલે અનાસક્તિયોગ
મહાત્મા ગાંધીએ ગીતાને ‘‘અનાસક્તિ યોગ’’ એવું નામ આપ્યું છે. અનાસક્તિ એટલે આસક્તિનો અભાવ. આસક્તિ એટલે મોહ અથવા વળગણ. સમાજની વચ્ચે જીવતા સામાન્ય માણસ માટે સાવ મોહ મુક્ત થવું અસંભવ છે. એમ જોઇએ તો ગાંધીજી પોતે પણ ક્યાં ભગવા વેશધારી સંસાર છાંડેલા સંન્યાસી હતા? આમ છતાં તેમને મહાત્માનું બિરુદ મળ્યું હતું!
આપણે અનાસક્તિ શબ્દનો વ્યવહારુ અર્થ લેવો પડશે. અનાસક્તિ એટલે કર્મફળ પ્રત્યેના મોહનો અભાવ. અનાસક્તિયોગ એટલે 'હું' કે 'મારું' થી 'આપણે' અને 'આપણું' તરફની ભાવનાની વિકાસયાત્રા. અનાસક્તિ એટલે સો ટચની કર્તવ્યનિષ્ઠા. જે એક સંન્યાસીને બદલે કોઇ સંસ્કારી સદગૃહસ્થમાં જોવા મળવાની શક્યતા વધુ છે.
ગીતાનું અધ્યાત્મદર્શન સમન્વયકારી છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય થયો છે. તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ અને ભક્તિ એ શુદ્ધરૂપે વિનયનના વિષયો છે. મનોવિજ્ઞાન, શરીરશાસ્ત્ર, સમાજવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને મેનેજમેન્ટ જેવા વિજ્ઞાનના વિષયો પણ ગીતાકારે આવરી લીધા છે. આમ ગીતા પણ એક વિજ્ઞાન હોવા સાથે વિનયન પણ છે.
ગીતા માત્ર કોઇ જતિ કે સંપ્રદાય પૂરતો મર્યાદિત ધર્મગ્રંથ નથી પણ તેમાં સમગ્ર માનવજાતને સ્પર્શતા મોટાભાગના પ્રશ્નોનું સમાધાન મળી રહે છે. પ્રૉફેશનલ મેનેજમેન્ટનાં જુદાં જુદાં કાર્યોમાં પણ ગીતાનું તત્ત્વજ્ઞાન અનેક રીતે પ્રસ્તુત છે, તે આગળ જોઇશું.
પાર્થ ક્રિયાશીલતા કે ડાઈનેમિઝમનું પ્રતીક છે
શ્રીકૃષ્ણ શાણ૫ણ અથવા વિઝ્ડમનું પ્રતીક છે.
Dynamism + Wisdom = Holistic Success
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

અંગત જીવનમાં કર્તવ્યયોગ
અગત્યના પ્રશ્નો: 
- શું હું મારા જીવનથી સંતુષ્ટ છું? 
- જો ના, તો શા માટે? મારે સંતોષ પ્રાપ્ત કરવા શું કરવું ઘટે?
- જો હા, તો એવું નથી ને કે હતાશા અને આળસના લીધે મેં સંતોષનો ધાબળો ઓઢી લીધો છે? 
- મારા જીવનનો શો ઉદ્દેશ છે, તે હું જાણું છું?
- મારું શું કર્તવ્ય છે, તે હું જાણું છું?  
- મારા ઉદ્દેશને પાર પાડવા શું કરવું જોઇએ? તેનો રૉડ મેપ કેમ તૈયાર કરવો?
- મને કેવા માર્ગદર્શકની જરુર છે? મારા માર્ગદર્શકને કેમ કરી શોધું?

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં કર્તવ્યયોગ
અગત્યના પ્રશ્નો
- મારા પરિવારના સભ્યો સાથે હું યોગ્ય રીતે કૉમ્યુનિકેશન સ્થાપિત કરી શક્યો છું? 
- સ્વજનો તરફ મારું શું કર્તવ્ય છે? 
- શું હું મારું કર્તવ્ય યોગ્ય રીતે બજાવું છું?
- મારું કર્તવ્ય વધુ સારી રીતે અદા કરવા શું કરવું જોઇએ? તેના માટે કેવાં સંસાધનો અને બીજાનો સહકાર જરૂરી છે?  
- વ્યવસાયિક જીવનમાં કર્તવ્યયોગ

મેનેજમેન્ટ-મર્મ

અગત્યના પ્રશ્નો
- હું પાર્થ છું તો મારા શ્રીકૃષ્ણ કોણ છે? 
- જો હું શ્રીકૃષ્ણ છું તો મારો પાર્થ કોણ છે? 
- મારી ખૂબીઓ કઇ અને ખામીઓ કઇ? 
- મારી ખૂબીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું જાણુ છું? 
- મારી ખામીઓને દૂર કરવાનું જાણું છું? 
- અથવા તો મારી ખામીઓ મારી પ્રગતિમાં બાધક ન બને તે માટે મારે શું કરવું જોઇએ? 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP