Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-29
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- આપણી જાતને ખાનગીમાં અવશ્ય પૂછીએ, મારા આદર્શ કોણ છે? 
- સીતારામ, હનુમાન, ભરત; કૃષ્ણ, પાર્થ અને વિદુર? (સકારાત્મક આદર્શ) કે પછી 
કૈકેયી, મંથરા, રાવણ; ધૃતરાષ્ટ્ર, દૂર્યોધન અને શકુનિ? (નકારાત્મક) યાદ રાખીએ, 
સદગુણોનું વાવેતર સુખ શાંતિ આપે જ્યારે 
દુર્ગુણોની આળપંપાળ વિનાશ કરે

- વિશ્વાસ, સંપ, ત્યાગ, બલિદાન અને સહકાર પરિવારની ચઢતી કળાની રેસિપિ છે
- અન્યાય, અવિશ્વાસ, કલહ, વેર-ઝેર અને સંઘર્ષ કુટુંબનો વિનાશ કરે
- પરિવારમાં વિખવાદનાં બી રોપતાં પરિબળોને નિંદામણની જેમ ઊગતાં જ ખેંચી કાઢો
- કુટુંબની કરોડરજ્જુ જેવા સંપીલાં સજ્જનોની વાત ગાંઠે બાધો  

- નમ્રતા મોટો ગુણ: મિત્રો અને સ્વસ્થ સંબંધો રળી આપે અને સફળતાનાં દ્વાર ખોલી દે
- અહંકાર મોટામાં મોટો અવગુણ: ગમે તેવા સમૃદ્ધિ અને સામર્થ્ય હોવા છતાં નિષ્ફળતા આપે 
- તમારા સ્નેહી સજ્જનોની સાચી વાત માનો અને તમારાં વાણી-વર્તન સુધારો 
- તમારા નજીકનાં વર્તુળમાં વિકૃત અને શંકાશીલ માણસોને સ્થાન ન આપો  
- સ્વસ્થ અને હૂંફાળા સંબંધો લાંબા ગાળાની ફાયદેમંદ એફ.ડી. છે
- છેતરપીંડી જોખમી શૉર્ટ ક્ટ છે, સરવાળે નુકશાન જ કરે

રામાયણ અને મહાભારત આજના સમયમાં કઇ રીતે પ્રસ્તુત છે? એક ત્યાગની સુખાંતકથા અને એક લોભની કરુણંતિકા બન્ને કંઇક શીખવે છે!

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

રામાયણ અને મહાભારત આમ તો બન્ને યુદ્ધકથા છે. બેઉ મહાકાવ્યોમાં અમૂલ્ય બોધપાઠ છે. રામાયણ અને મહાભારતનાં અનુભવબિંદુઓ જોઇએ!
રામાયણ:
અયોધ્યાના રાજા દશરથને ત્રણ રાણીઓ હતી; કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યાના પુત્ર રામ, કૈકેયીના ભરત અને શત્રુઘ્ન અને સુમિત્રાનંદન લક્ષ્મણ. દશરથ રામનાં રાજ્યાભિષેકની ઘોષણા કરે છે. દશરથે કૈકેયીને બે વરદાન આપેલાં હતાં. દાસી મંથરાની ચઢામણીથી પેલાં વરદાનનો ઉપયોગ કરીને કૈકેયી પોતાના પુત્ર ભરત માટે ગાદી અને રામ માટે ચૌદ વરસનો વનવાસ માગે છે. યુવરાજ રામ પિતાની આજ્ઞાનું પાલન કરી સીતા અને લક્ષ્મણ સાથે વનમાં જાય છે. આ બાજુ ભરતજી રામની પાદુકા મૂકી રાજ ચલાવે છે અને પોતે પણ વનમાં વાસ કરે છે.

રામાયણના મહાનાયક ભગવાન શ્રી રામચંદ્ર સત્ય, ત્યાગ, બલિદાન અને સૌહાર્દની બેજોડ મિસાલ છે. ગીતાના ઉદ્ગાતા ભગવાન શ્રીકૃષ્ણ ન્યાય, પ્રેમમાધુર્ય સાથે વ્યવહાર કુશળતાનો અવતાર છે.

અરણ્યવાસને સામાજિક સમરસતાના યજ્ઞ માટેના અમૂલ્ય અવસરમાં પલટાવનાર રામ નેતૃત્વનો મહાન આદર્શ છે. રામ ઋષિઓનું અસુરોથી રક્ષણ કરવા સાથે વનવાસી જાતિઓ, વાનરો અને પક્ષીઓ સુદ્ધાં સાથે આત્મીયતા કેળવે છે. રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. હનુમાનજી સીતાજી ભાળ મેળવે છે. સુગ્રીવ અને વાનરસેનાનો સાથ લઇ રામ લંકાની ચતુરંગી સેનાને હરાવે છે. અહંકારી રાવણના ભાઇ વિભીષણ ધર્માત્મા રામની મદદ કરે છે. વનવાસ પૂરો કરી રામ અવધપુરી પાછા ફરે છે. ભરત-શત્રુઘ્ન અને માતાઓ તેમને વધાવે છે. આજે હજારો વર્ષ પછી પણ રામરાજ્ય રાજસંચાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે.
મહાભારત:
હસ્તિનાપુર ઉ૫ર કુરુવંશનું શાસન છે. ધૃતરાષ્ટ્રને સો પુત્રો કૌરવ અને પાંડુના પાંચ સંતાન પાંડવ તરીકે ઓળખાય છે. પાંડુનો અકાળે સ્વર્ગવાસ થાય છે. અંધાપાથી હતાશ અને લઘુતાગ્રંથિથી પીડાતા ધૃતરાષ્ટ્ર પુત્ર દૂર્યોધનના પાંડવ વિરોધી ષડ્યંત્રોમાં આંખ આડા કાન કરે છે. જેમાં શકુનિ અને કર્ણ પૂરક બને છે. અહંકારી દૂર્યોધન પાંડવોને રાજ્યમાં ભાગ આપવાનો ઇન્કાર કરે છે..
શ્રીકૃષ્ણ વારંવાર પાંડવોની મદદે આવે છે. પાંડવો સ્વતંત્રપણે ઈન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવે છે. તેમની પ્રગતિથી બળતા કૌરવો જુગાર રમવાનું નિમંત્રણ આપે છે. દ્યુતકળામાં નિષ્ણાત શકુનિ યુધિષ્ઠિર પાસેથી રાજ-વૈભવ ૫ડાવી લે છે. છેલ્લે યુધિષ્ઠિર દ્રૌ૫દીને દાવમાં મૂકે છે અને હારે છે. મહાભારતની સૌથી શરમજનક ઘટના છે, દ્રૌ૫દીનું ચીરહરણ ! શ્રીકૃષ્ણ દ્રૌ૫દીની લાજ બચાવે છે. તૃષ્ણા-વાસના-વેરની મરુભૂમિમાં રો૫પાય છે મહાભારતના વિનાશક મહાયુદ્ધનું વિષ-બીજ.
રામાયણ અને મહાભારતની પ્રસ્તુતિ:
પચીસ હજાર શ્લોકના રામાયણ અને એક લાખથી વધુ શ્લોકના મહાકાવ્ય મહાભારતનો પાંચસો શબ્દોમાં સારાંશ આપવો એ સિંધુમાંથી બિંદુ લીધા બરાબર છે. આ૫ણો આશય ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજવાનો છે અને સાંપ્રત સમય સાથે અનુસંધાન કરવાનો છે.
રામાયણના મહાનાયક ભગવાન શ્રી રામચંદ્ર સત્ય, ત્યાગ, બલિદાન અને સૌહાર્દની બેજોડ મિસાલ છે. ગીતાના ઉદ્ગાતા ભગવાન શ્રીકૃષ્ણ ન્યાય, પ્રેમમાધુર્ય સાથે વ્યવહાર કુશળતાનો અવતાર છે.

રામાયણ અને મહાભારત વચ્ચે જો કે એક મોટો વિરોધાભાસ એ છે કે રામ અને ભરત વચ્ચે ત્યાગની સ્પર્ધા છે, જ્યારે કૌરવો અને પાંડવો સત્તાલાલસાથી લડી મરે છે!

રામાયણ ભાઇ-ભાઇ વચ્ચે પરસ્પર સેવા, ત્યાગ અને સમર્પણની સુખાંત કથા છે. બીજી બાજુ મહાભારત લોભ, વાસના, કૌટુમ્બિક વેર-ઝેરની કરુણાંતિકા છે. રામાયણમાં કૈકયીનો ભરત માટે રાજપદનો લોભ મહાભારતમાંના ધૃતરાષ્ટ્રના આંધળા પુત્રમોહ સાથે બંધબેસતો છે. રામાયણમાં જે રૉલ મંથરા ભજવે છે, તે મહાભારતમાં શકુનિ ભજવે છે!
રામાયણ અને મહાભારત વચ્ચે જો કે એક મોટો વિરોધાભાસ એ છે કે રામ અને ભરત વચ્ચે ત્યાગની સ્પર્ધા છે, જ્યારે કૌરવો અને પાંડવો સત્તાલાલસાથી લડી મરે છે!
રામાયણ અને મહાભારતમાં માનવમનના સબળા અને નબળાં પાસાંઓનું સુંદર ચિત્રણ છે. તેમાંનાં પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક હોવા સાથે અદભુત રૂપકો છે. જેનો સાંપ્રત સાથે નાતો જોડીને ઘણું શીખી શકાય તેમ છે.
આજે ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, નૈતિક અધ:પતન અને પર્યાવરણનો હ્રાસ પોતાની ચરમ સીમાએ છે ત્યારે વીસમી સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધોમાં વેઠેલ ખૂવારીમાંથી માનવજાતે કોઇ બોધપાઠ લીધો છે, તેવું લાગે છે?
મહાભારત પરિવારના સંઘર્ષ અને સર્વનાશની કથા છે.
તેમાંથી આપણે “શું ન કરવું” એ શીખવાનું છે.
રામાયણ વચનપાલન, ત્યાગ, તપ, બલિદાન અને વફાદારી જેવા ગુણો દ્વારા
પરિવારની ચઢતી કળાનો કેસ સ્ટડી છે!
બંનેનો સમજણપૂર્વકનો અભ્યાસ કરીને માનવજાતનું ઉત્તમ ભાવિ ઘડવું એ આપણું કર્તવ્ય છે.
ડાહ્યો સમાજ એ કહેવાય કે જે ભૂલોમાંથી શીખે.
ફરીથી એ જ ભૂલો કરવાનું ટાળે.
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- આપણી જાતને ખાનગીમાં અવશ્ય પૂછીએ, મારા આદર્શ કોણ છે? 
- સીતારામ, હનુમાન, ભરત; કૃષ્ણ, પાર્થ અને વિદુર? (સકારાત્મક આદર્શ) કે પછી 
કૈકેયી, મંથરા, રાવણ; ધૃતરાષ્ટ્ર, દૂર્યોધન અને શકુનિ? (નકારાત્મક) યાદ રાખીએ, 
સદગુણોનું વાવેતર સુખ શાંતિ આપે જ્યારે 
દુર્ગુણોની આળપંપાળ વિનાશ કરે

પરિવાર-સાર

- વિશ્વાસ, સંપ, ત્યાગ, બલિદાન અને સહકાર પરિવારની ચઢતી કળાની રેસિપિ છે
- અન્યાય, અવિશ્વાસ, કલહ, વેર-ઝેર અને સંઘર્ષ કુટુંબનો વિનાશ કરે
- પરિવારમાં વિખવાદનાં બી રોપતાં પરિબળોને નિંદામણની જેમ ઊગતાં જ ખેંચી કાઢો
- કુટુંબની કરોડરજ્જુ જેવા સંપીલાં સજ્જનોની વાત ગાંઠે બાધો  

મેનેજમેન્ટ-મર્મ

- નમ્રતા મોટો ગુણ: મિત્રો અને સ્વસ્થ સંબંધો રળી આપે અને સફળતાનાં દ્વાર ખોલી દે
- અહંકાર મોટામાં મોટો અવગુણ: ગમે તેવા સમૃદ્ધિ અને સામર્થ્ય હોવા છતાં નિષ્ફળતા આપે 
- તમારા સ્નેહી સજ્જનોની સાચી વાત માનો અને તમારાં વાણી-વર્તન સુધારો 
- તમારા નજીકનાં વર્તુળમાં વિકૃત અને શંકાશીલ માણસોને સ્થાન ન આપો  
- સ્વસ્થ અને હૂંફાળા સંબંધો લાંબા ગાળાની ફાયદેમંદ એફ.ડી. છે
- છેતરપીંડી જોખમી શૉર્ટ ક્ટ છે, સરવાળે નુકશાન જ કરે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP