Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-27
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

મનને સારા અને રચનાત્મક માર્ગે વાળવા શું કરી શકાય?

  • પ્રકાશન તારીખ09 Aug 2018
  •  

માણસ અને પશુ વચ્ચેનો મૂળભૂત તફાવત ક્યો છે? જે માત્ર વૃત્તિથી જીવે તે પશુ. જે પ્રવૃત્તિથી જીવે એ માણસ. અને જે રચનાત્મક પ્રવૃત્તિથી જીવે તે ડાહ્યો માણસ!
લેખના મથાળે મૂકેલો પ્રશ્ન આજનો અને મારો-તમારો નથી. માનવજાતનો આ સનાતન પ્રશ્ન છે. પાર્થ પણ યોગેશ્વરને આ જ પ્રશ્ન પૂછે છે.
ગીતાકાર મનને સન્માર્ગે વાળવા આ ચાર પગલાંની યાત્રા સૂચવે છે.
એક, સત્ ચિંતન: સતત ઉત્તમ વિચારોનું ચિંતન અને મનન
બીજું, સત્સંગ: સારા ચારિત્ર્યવાળા માણસનો સંગ
ત્રીજું, સત્કાર્ય: રચનાત્મક કામમાં રચ્યાપચ્યા રહેવું
ચોથું, સચ્ચિદાનંદ: આત્મસંતોષનો નિજાનંદ માણો, અવનવા રચનાત્મક કર્તવ્યોમાં રત રહેવું

મનનો ખોરાક વિચાર છે. ક્યારેય તમારા ચિંતન પદાર્થો પર ધ્યાન આપ્યું છે? ભોજન, કપડાં, વાહન અને કારના મૉડેલ માટે જેટલા સભાન છીએ તેટલા મગજમાં ચાલતા વિચાર બાબતે નથી! તે કેવું વિચિત્ર?

સત્ ચિંતન:
મનનો ખોરાક વિચાર છે. ક્યારેય તમારા ચિંતન પદાર્થો પર ધ્યાન આપ્યું છે? ભોજન, કપડાં, વાહન અને કારના મૉડેલ માટે જેટલા સભાન છીએ તેટલા મગજમાં ચાલતા વિચાર બાબતે નથી! તે કેવું વિચિત્ર?
એક પ્રયોગ કરીએ. મનમાં ચાલતા વિચારોનો (અને કાર્યો પણ) રોજમેળ રાત્રે લખવાનું રાખીએ. વેપારીના રોજમેળમાં એસેટ (મિલ્કત) અને લાયેબિલિટી (જવાબદારી) એવા બે વિભાગો હોય છે. તે રીતે તમારા રોજમેળમાં આખા દિવસ દરમ્યાન આવેલા વિચારોને શુભ અને અશુભ એમ બે ભાગમાં વહેંચીને લખી રાખો. કોઇ વ્યક્તિને નુકશાન પહોંચાડવાનો વિચાર આવ્યો હોય તો તેને લાયેબિલિટી તરીકે દર્શાવો. નિ:સ્વાર્થ સેવાના સંકલ્પ કે કામને એસેટ તરીકે નોંધો. આ કામ બને તેટલું પ્રામાણિકતાથી કરો.
સવારે ઊઠો ત્યારે આગળના દિવસની એન્ટ્રીઓ પર નજર નાખી લો. કોઇ ભૂલ થઇ હોય તો બહુ તણાવ ન અનુભવો તમારો વ્યવહાર બદલવાનો મનોમન સંકલ્પ પૂરતો છે. બીજી વ્યક્તિના નિરીક્ષણ કે મૂલ્યાંકનથી દૂર રહો. આ તમારી પોતાની જાત સાથેની યાત્રા છે. અંતરાત્મા તમારા વ્યાયામને રસપૂર્વક જોઇ રહ્યો છે. તે બાકીનું સંભાળી લેશે!
સત્સંગ:
રામચરિતમાનસમાં કહ્યું છે, "ત્રાજવાના એક પલ્લાંમાં એક હજાર વર્ષનું તપ અને બીજામાં માત્ર એક ઘડીનો સત્સંગ મૂકો, સત્સંગવાળું પલ્લું નમી જશે!" સારા મિત્રો, સારાં પુસ્તકો, સારી વેબસાઇટ્સ કે મુવીઝ આ બધાને સત્સંગ કહી શકાય.
તમારા વર્તુળમાં બે પ્રકારના માણસો હશે. એક, જેઓ ખંડનાત્મક વૃત્તિ ધરાવતા હશે. જે નિંદા, ઇર્ષ્યા અને આપબડાઇમાં રત હશે. જગતમાં બધું જ ખરાબ છે અને કંઇ સારું કરવું શક્ય નથી, તેવું માનતા હશે. આવા માણસના સંબંધથી તમારા મનમાં નેગેટીવ વાઇરસ પેસી જશે.
જો તમે નિર્દોષ, વિનમ્ર અને પરોપકારી વ્યક્તિ જોડે બેસવા-ઊઠવાનું રાખશો તો તમારાં વાણી-વર્તનમાં સકારાત્મક પરિવર્તનો આવશે. તમારી બુરી આદતો ધીરે ધીરે છૂટતી જશે. તમે કેવા બનવા માંગો છો તે અનુસાર તમારે તમારું મિત્રવર્તુળ રચવું પડે. ચોઇસ ઇઝ યોર્સ!
સત્કાર્ય:
પહેલાં વિચાર, પછી સંકલ્પ અને છેલ્લે આચરણ. સારો વિચાર આ રીતે સત્કાર્ય સુધી પહોંચે છે.
અંગ્રેજી કહેવત છે, "આઈડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ". આળસને ગીતાકાર તમસની અધમ કક્ષામાં મૂકે છે. નવરા માણસનું મગજ નરકનું પ્રવેશદ્વાર છે. તમે જ્યારે રચનાત્મક કાર્યમાં ખૂંપેલા નહીં હો ત્યારે પેલો શયતાન તમારા મગજમાં ચોરીછૂપીથી પેસી જશે.
જ્યારે ભણતા કે વ્યવસાયલક્ષી કામ ન કરતા હો ત્યારે શોખના વિષયમાં મનને બીઝી રાખો. સંગીત, નાટક કે સારા ચલચિત્રો માણો. ચિત્રકામ, શિલ્પકામ, નૃત્ય કે સંગીતની થોડી તાલીમ લો અને પછી માત્ર શોખ ખાતર તેનું અનુસંધાન કરતા રહો. કુદરતી સ્થળોની સાહસ યાત્રા કે પ્રવાસ કરો. જે તમને નકારાત્મક ઉર્જાથી બચાવવા સાથે તમારા ચિત્તને પ્રફુલ્લિત રાખશે.
સચ્ચિદાનંદ અથવા નિજાનંદ માણો:
પરમાત્માનું નામ છે, "સચ્ચિદાનંદ"! તેમાં ત્રણ મંત્રો; સત્, ચિત્ અને આનંદ.
સત્: જગત બે પ્રકારના પદાર્થોના સંયોજનથી બન્યું છે, અસત્ અને સત્. અસત્ એટલે નાશવંત પદાર્થ (Matter) અને સત્ એટલે અવિનાશી તત્ત્વ (Spirit). જે સત્ તમારામાં છે, તે જગતના દરેક પદાર્થમાં છે. તે આખા વિશ્વનો અવિકારી, અવિચળ અને અવિભાજ્ય એવો ગુરુત્તમ સાધારણ અવયવ છે. તમારા પર્યાવરણમાં બધે જ પરમાત્માની હાજરી અનુભવો!

ચિત્ એટલે ચેતના. જે આંખોને જોવાની શક્તિ અને કાનને શ્રવણશક્તિ આપે છે. જે જગતના તમામ જીવોમાં પરમ ચેતનાના અંશ તરીકે વ્યાપ્ત છે.

ચિત્ એટલે ચેતના. જે આંખોને જોવાની શક્તિ અને કાનને શ્રવણશક્તિ આપે છે. જે જગતના તમામ જીવોમાં પરમ ચેતનાના અંશ તરીકે વ્યાપ્ત છે. તમારા કુટુંબીજનો, મિત્રો કે સાથીઓ જોડે તો સરળતાથી ચેતનાનો સંબંધ અનુભવાય. થોડા અભ્યાસ પછી તમે પશુપંખીઓ, પતંગિયા, કીટકો, વૃક્ષો, જમીન, જળ, પવન, સૂર્ય, ચંદ્ર વગેરે દરેક સાથે ચેતનાનો તાર જોડાયેલો લાગશે. કલ્પના કરો કે આવા દિવ્ય તત્ત્વોના સંયોજનથી તમારું વ્યક્તિત્વ ઘડાયું છે! આ વાત વારંવાર મનમાં મમળાવતા રહો!
આનંદ:
તમારે જેમાંથી સીધો કે આડકતરો કોઇ લાભ લેવાનો નથી તેવું રચનાત્મક કામ શોધી કાઢો. રક્તદાન, શિક્ષણ, અન્ન-વસ્ત્ર દાન કે પશુપંખીની સુરક્ષાનું કામ કરો. વૃક્ષઉછેર કે જળ સંચય જેવા પર્યાવરણ રક્ષામાં તનમનથી જોડાઓ. કામ જેટલું નાનું અને સરળ હોય તેટલું સારું. તમને તેનો ભાર ન લાગવો જોઇએ તે પહેલી શરત. પરિણામની બહુ ચિંતા ન કરો. વાહવાહ લૂંટવાથી તો દૂર જ રહો. તમને કંઇક નક્કર કર્યાનો આનંદ થશે. આવા સાત્ત્વિક આનંદની ટેવ પડી ગયા પછી ખરાબ આદતો આપમેળે છૂટતી જશે. આપોઆપ તમારા અંત:કરણના ગોખલે પ્રસન્નતાના દિવા પ્રકટશે. આ અવસ્થા એટલે સચ્ચિદાનંદ!
જીવનમાં ચમત્કાર અનુભવવો છે, યુવા મિત્ર? આટલું કરો....
ત્રણ ભાવના કેળવીએ.
૧: હું સ્વસ્થ છું.
૨. હું સુંદર છું.
૩. હું અખૂટ ચેતનાનો પૂંજ છું.
અને ત્રણ સંકલ્પ કરીએ.
૧. નબળો વિચાર નહીં કરું.
૨. રચનાત્મક કાર્ય કરીશ..
૩. આનંદમાં રહીશ.
રોજ સવારે ઉઠીને આ છ મંત્રોને દસવાર મનમાં દોહરાવો. જુઓ તમારો દિવસ કેવો મજાનો જાય છે! દિવસ મજાનો તો પેલી ડાયરીની એન્ટ્રીઓ મજાની! અને એ એન્ટ્રીઓ મજાની તો જીવન મજાનું!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP