Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-24
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- એવું કોઇ છે કે જેની પાસ જઇ તમે અંતર ખોલી શકો છો?
- માતા-પિતા, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્ર કે શિક્ષક; કોઇ તો ગુરુ તરિકે મદદ કરશે જ! 
- ગુરુ પાસે જાઓ ત્યારે દંભ ન કરો અને તેમની સલાહ પર ગંભીરતાથી વિચાર કરો 
- જો ગુરુ છો તો યાદ રાખો કે તમારા આચરણ અને તમારા શબ્દો વચ્ચે અંતર ન હોવું જોઇએ

પારિવારિક જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- ‘પરસ્પરં ભાવયન્ત:’ પરસ્પરનું શ્રેય કરીએ
- માતા-પિતા અને પતિ-પત્નિ તો શ્રેષ્ઠ ગુરુ છે, જ્યાં ગુરુ શિષ્યને અને શિષ્ય ગુરુને સારી રીતે જાણે છે! 
- પરિવારમાં ગુરુ-શિષ્યના રૉલ બદલતા રહે છે 
- સામાજિક નીતિમત્તા કે રસોઇની બાબતમાં દાદીમા તો ટેકનોલોજી માટે જુનીયર્સ ગુરુ છે! 

વ્યવસાયી જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- વ્યવસાયિક નીતિમત્તા (Professional Ethics) પ્રથમ ગુરુ, તેને ક્યારેય ન અવગણો
- દરેક સાથી સંભવિત ગુરુ છે અને શિષ્ય પણ છે
- જ્યાંથી નવું અને સારું શિખવા મળે તેને દંભ અને સંકોચ વિના આવકારો 
- વિશ્વને ગુરુ સમજો! જેટલું વિશાળ તમારું શિખવાનું ફલક એટલી વધુ સંભાવના વિકાસની 

ગુરુ અને શિષ્યનો શો સંબંધ? ગીતાનાં પાત્રો પાર્થ અને યોગેશ્વર આજે કેવી રીતે પ્રસ્તુત છે?

  • પ્રકાશન તારીખ06 Aug 2018
  •  

ગુરુ અને શિષ્ય પરંપરા ભારતીય જીવનદર્શનનો મહાન આદર્શ છે. આ પેઢી જે જાણે છે તે આગળની પેઢીને આપે. આગળની પેઢી તે વધારીને તેનાથી આગળની પેઢીને આપે. આમ જ્ઞાન અને વિજ્ઞાનની પરંપરા વહેતી રહે. ધર્મનો મૂળ આદર્શ યતોઽભ્યુદયનિ:શ્રેયસ:, જેનાથી વિકાસ અને શ્રેય બેઉ સધાય તે છે. ગુરુ-શિષ્ય પરંપરા ધર્મના આ ઉદ્દેશને ચરિતાર્થ કરવાનું ઉત્તમ સાધન છે. સમાજમાં જ્ઞાન અને નીતિમત્તાના આદર્શોનો દીપક જલતો રહે તે માટે કોઇએ તેની વાટ સંકોરવી રહી અને કોઇએ ઉંજણ પૂરવું રહ્યું.

અંધકાર રુપી કૂવામાંથી હાથ ઝાલી બહાર કાઢે એ ગુરુ. ઉત્તમ આદર્શોને ગાંઠે બાંધી કર્તવ્ય પથ પર દોડતો થાય એ શિષ્ય. આ એક દિવ્ય દ્વૈત છે. જેમાં અદ્વૈતનું સૂક્ષ્મ તત્ત્વ છે.

અંધકાર રુપી કૂવામાંથી હાથ ઝાલી બહાર કાઢે એ ગુરુ. ઉત્તમ આદર્શોને ગાંઠે બાંધી કર્તવ્ય પથ પર દોડતો થાય એ શિષ્ય. આ એક દિવ્ય દ્વૈત છે. જેમાં અદ્વૈતનું સૂક્ષ્મ તત્ત્વ છે.
ગુરુ વિના શિષ્ય નથી, શિષ્ય વિના ગુરુ નિરર્થક! શ્રી કૃષ્ણ અને પાર્થ એક-મેકના પૂરક છે. પાર્થ શરીર છે, શ્રી કૃષ્ણ આત્મા. પાર્થ વૃત્તિ છે, શ્રી કૃષ્ણ બુદ્ધિ! જીવનમાં સફળતા માટે બેઉ અનિવાર્ય છે. તાળી પાડવા બે હથેળી જોઇએ તે રીતે!

ગુરુના બે પ્રકારો છે, વિદ્યાગુરુ અને ધર્મગુરુ. જે તમને જુદી જુદી વિદ્યા શીખવે એ વિદ્યાગુરુ. જીવન નામની શ્રુંખલામાં નીતિમત્તાની કડીઓ પરોવે એ ધર્મગુરુ. પહેલા વિદ્યાગુરુ કોણ? આપણા માતા-પિતા! તે પછી દાદા-દાદી, દીદી-ભાઇ-ભાભી વગેરે. કક્કો ઘૂંટાવનાર અને દાખલો ગણાવનાર શિક્ષક વિના તો જીવનમાં શું કરી શકાયું હોત! આવા અનેક વિદ્યાગુરુઓના આપણે ઋણી છીએ.

આ બધાથી વિશિષ્ઠ છે, ધર્મગુરુ. સંસ્કાર સિંચન દ્વારા જીવનવેલ ઉછેરતા માતા-પિતા પહેલા ધર્મગુરુ છે. આદર્શ શિક્ષક પણ ધર્મગુરુની ગરજ સારે છે. સારા પુસ્તકો અને સારા મિત્રો પણ ગુરુની પેઠે અંધારાં ઉલેચી કાઢે.

સદ્ગુરુ બહુ જ વિરલ છે. જે ભાગ્યશાળી હોય તેને સદ્ગુરુનો ભેટો થઇ જાય. જેમ અર્જુનને યોગેશ્વર શ્રીકૃષ્ણ મળી ગયા હતા તેમ! ગુરુ સ્વ-આચરણથી સદાચાર અને કર્તવ્યનો બોધ આપે. ગુરુને એક જ દક્ષિણા ખપે, સદાચારનો સંકલ્પ; “સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ:”!

આજે જ્યારે ગુરુ-શિષ્ય પરંપરાના નામે અનર્થકારી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વિચારશીલ માણસને શંકા થવી સ્વાભાવિક છે. સીતામાતાને હરવા આવેલો રાવણ સાધુના વેશમાં હતો, તે એક ઘટના પરથી સાધુતાનો તિરસ્કાર ઓછો કરાય? તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરામાં કોઇ ખામી દેખાતી હોય તો તેનો ઉપાય કરવો જોઇએ. આ મહાન પરંપરાને પડતી મૂકવામાં શાણપણ નથી. સમાજમાં મોટે પાયે પેઠેલા ભોગવાદની અસર ગુરુ-શિષ્ય પરંપરા પર ન પડે તો જ નવાઇ!

સદ્ગુરુ મળે તો તેમના શરણમાં અવશ્ય જાઓ. જો કે બહારથી કોઇ આદર્શ ગુરુ મળે ત્યાં સુધી રાહ જોઇ બેસી ન રહો. સારાં પુસ્તકો અને આત્મીય મિત્રોની સહાય લો. તેમની સલાહને કાને ધરો. તમારા પોતાના અવગુણો તરફ બચાવવૃત્તિ ન રાખો. તેને દૂર કરવા સંકલ્પબદ્ધ થાઓ. એક સારો સંકલ્પ એક મહાન ગુરુની ગરજ સારે છે, તે યાદ રાખો.

ગુરુ અને શિષ્ય એકબીજાની પરખ કરે, જાણે બહુમૂલ્ય રત્ન ખરીદતા હોય તેમ! ગુરુના બે અનિવાર્ય આદર્શ છે, જે નિર્લોભ અને નિર્ભય હોય. દૃષ્ટિકોણને સંકુચિત કરે તેવી વાત સદ્ગુરુ કદાપિ નહીં કરે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા શાશ્વત ઋતોનો ભંગ થાય તેવું શિખવે તે ગુરુ ન જ હોય. બીજી બાજુ; મહેનતુ, નિષ્ઠાવાન, સંકલ્પશીલ અને વિનમ્ર શિષ્ય ઉત્તમ છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ ગુરુ-શિષ્ય પસંદગી અને કસોટીના ઉત્તમ આદર્શ છે.

નિયમિત રીતે ધ્યાન અને પ્રાણાયામ કરો. તમારી આંતરિક ચેતનાને જાગૃત કરો. તમારા હૃદયની અંદર બેઠેલા પુરુષોત્તમને જગાડો. તમે જ તમારા ગુરુ છો અને તમે જ તમારા શિષ્ય!

ભગવાન દત્તાત્રેયે કુદરતમાંથી ચોવીસ ગુરુઓ કર્યા હતા. તેમના ગુરુઓમાં ધરતી, સૂર્ય, ચંદ્ર, કીડો, કરોળિયો, રૂપજીવિની અને ધનુષ્ય બનાવનાર કારીગર પણ સામેલ હતા! તેમણે દરેક પાસેથી કંઇક શિખ્યું હતું. જેમ કે, સૂર્યદેવતા પાસેથી નિયમિતતા, ધરતીથી ક્ષમા, કારીગર પાસેથી એકાગ્રતા અને કરોળિયાનો ખંત. આપણા પર્યાવરણમાં પણ અનેક ગુરુઓ છે. જરા આંખ તો ફેરવો!

દસ મિનિટ આત્મચિંતન માટે ફાળવો. દિવસ દરમ્યાન બનેલ મહત્ત્વની ઘટનાને બારિકાઇથી જુઓ. ખુશ થવા જેવી અને ટાળવા જેવી ઘટનાઓને અલગ તારવો. તમે માનશો? પ્રામાણિકતાથી લખેલ ડાયરી પણ ઉત્તમ ગુરુનું કામ કરી શકે છે, સાખે મહાત્મા ગાંધી!
નિયમિત રીતે ધ્યાન અને પ્રાણાયામ કરો. તમારી આંતરિક ચેતનાને જાગૃત કરો. તમારા હૃદયની અંદર બેઠેલા પુરુષોત્તમને જગાડો. તમે જ તમારા ગુરુ છો અને તમે જ તમારા શિષ્ય!
પાર્થ ડાઇનેમીઝમ છે, શ્રી કૃષ્ણ પ્રોગ્રેસીવ વીઝડમ છે!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

અંગત જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- એવું કોઇ છે કે જેની પાસ જઇ તમે અંતર ખોલી શકો છો?
- માતા-પિતા, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્ર કે શિક્ષક; કોઇ તો ગુરુ તરિકે મદદ કરશે જ! 
- ગુરુ પાસે જાઓ ત્યારે દંભ ન કરો અને તેમની સલાહ પર ગંભીરતાથી વિચાર કરો 
- જો ગુરુ છો તો યાદ રાખો કે તમારા આચરણ અને તમારા શબ્દો વચ્ચે અંતર ન હોવું જોઇએ

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- ‘પરસ્પરં ભાવયન્ત:’ પરસ્પરનું શ્રેય કરીએ
- માતા-પિતા અને પતિ-પત્નિ તો શ્રેષ્ઠ ગુરુ છે, જ્યાં ગુરુ શિષ્યને અને શિષ્ય ગુરુને સારી રીતે જાણે છે! 
- પરિવારમાં ગુરુ-શિષ્યના રૉલ બદલતા રહે છે 
- સામાજિક નીતિમત્તા કે રસોઇની બાબતમાં દાદીમા તો ટેકનોલોજી માટે જુનીયર્સ ગુરુ છે! 

મેનેજમેન્ટ-મર્મ

વ્યવસાયી જીવનમાં ગુરુ-શિષ્ય દર્શન
- વ્યવસાયિક નીતિમત્તા (Professional Ethics) પ્રથમ ગુરુ, તેને ક્યારેય ન અવગણો
- દરેક સાથી સંભવિત ગુરુ છે અને શિષ્ય પણ છે
- જ્યાંથી નવું અને સારું શિખવા મળે તેને દંભ અને સંકોચ વિના આવકારો 
- વિશ્વને ગુરુ સમજો! જેટલું વિશાળ તમારું શિખવાનું ફલક એટલી વધુ સંભાવના વિકાસની 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP