Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-23
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- સેલ્ફ ઑડિટ કરીએ
- મારું હકારાત્મક પાસું ક્યું? Assets
- સ્વજનોની સહાયથી ઉત્તમ ગુણોને ઓળખી ગાઢ બનાવીએ અને વ્યવહારુ ઉપયોગ કરીએ 
- મારું નકારાત્મક પાસું ક્યું? Liabilities
- અંગત વ્યક્તિને વિશ્વાસમાં લઇ નબળા ગુણોની યાદી બનાવીએ. તુરત પડતા મૂકવા જેવા લક્ષણો પર ધ્યાન આપીએ. પર્યાવરણમાં સકારાત્મક ઊર્જા અનુભવાશે 
- સારા-નરસા ગુણો સ્વભાવગત છે પણ અપરિહાર્ય નથી. ધારો તો નબળાં પાસાંને સુધારી શકો છો
- નબળા ગુણોની દવા લઘુતાગ્રંથી નથી પણ તમારું સંકલ્પબળ છે

- પરિવારના દરેક સભ્યમાં કોઇને કોઇ સારો ગુણ છે.
- પરિજનોના સદ્ગુણ એ સૌની સહિયારી મૂડી છે, તેનું શ્રેષ્ઠ રોકાણ કરી કુટુમ્બનો ઉદ્ધાર કરીએ 
- પ્રત્યેક સભ્યમાં કોઇ નાનોમોટો અવગુણ હશે જ. તેને અવગુણ ન સમજતાં અપૂર્ણતા સમજીએ
- અપૂર્ણતા પોતીકું સૌંદર્ય છે, તેને તુચ્છકારવાને બદલે સ્વિકારીએ 
- સ્વજનનો વિશ્વાસ અને સહાનુભૂતિ ગમે તેવા દુર્ગુણને જડસોતો ખેંચી કાઢવા સક્ષમ છે  

- વ્યવસાયી જીવન અને દૈવાસુર સંપદા સામૂહિક સંપદા 
- સંસ્થાનો પ્રત્યેક સભ્ય કોઇને કોઇ વિશિષ્ઠ લાયકાત ધરાવે છે, તેને ઓળખી કાઢો
- તમારી સંસ્થાના તમામ સભ્યોની ગુણસંપદા (Collective Potential) સંસ્થાનું ભાવિ છે 
- સંસ્થાના ફાયનાન્સીયલ ઑડીટ જેટલું જ જરુરી છે સંસ્થાનું એચ.આર. પૉટેન્શીયલ ઑડીટ 
- તમારા સાથીના મજબૂત પાસાં અંગે તેન જાગૃત કરો અને શ્રેષ્ઠ યોગદાન મેળવો
- તમારા સાથીના નબળા પાસાં અંગે તેનું ધ્યાન દોરો અને તેની ખામી દૂર કરવા મદદરૂપ થાઓ 

સારો માણસ કોણ? અને નરસો માણસ કોણ?

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

આદર્શ રીતે તો માણસને માત્ર માણસ તરીકે જોવો જોઇએ. નિરીક્ષણ કરો, મૂલ્યાંકન શા માટે કરવું? જો કે વાસ્તવિક જીવનમાં આપણે જજ કર્યા વિના રહી શકતા નથી. ભલે કોઇ ગમે તેટલી તટસ્થતા કેળવે તો પણ તે સામેના માણસનું મૂલ્યાંકન કર્યા વિના રહી શકતો નથી. જજમેન્ટ કરવા આપણી પાસે કોઇ સારું મૉડેલ તો હોવું જોઇએ, ખરું ને? તો ગીતાના પર્સનાલીટિ મૉડેલને સામે રાખી વાત કરીએ.

ગીતાના સોળમા અધ્યાય દૈવાસુરસંપદ્વિભાગયોગમાં દૈવી અને આસુરી પ્રકૃતિનું વર્ણન છે. આ વર્ગીકરણ બહુ જ રસપ્રદ અને વ્યવહારુ છે. તમારી આસપાસની વ્યક્તિઓમાં આ બધા ગુણો વત્તેઓછે અંશે જોવા મળશે.

ગીતાના સોળમા અધ્યાય દૈવાસુરસંપદ્વિભાગયોગમાં દૈવી અને આસુરી પ્રકૃતિનું વર્ણન છે. આ વર્ગીકરણ બહુ જ રસપ્રદ અને વ્યવહારુ છે. તમારી આસપાસની વ્યક્તિઓમાં આ બધા ગુણો વત્તેઓછે અંશે જોવા મળશે.

સારો માણસ કોણ?

સારી વ્યક્તિમાં અપેક્ષિત છવ્વીસ સદ્ગુણોની યાદી; નિર્ભયતા, સ્વભાવની શુદ્ધિ, જ્ઞાનનિષ્ઠા, બીજાને કશું આપવાની વૃત્તિ, જાત ઉપર સંયમ, યજ્ઞ (કર્તવ્ય) નિષ્ઠા, અભ્યાસુ વૃત્તિ, તપનિષ્ઠા, કોમળ સ્વભાવ, અહિંસા, સાચું બોલવાની અને સત્યને પાળવાની વૃત્તિ, ક્રોધ ન કરવો, સારા હેતુ માટે પોતાના ભૌતિક સુખોનો ત્યાગ, વાણી વર્તનમાં શાંતિ, ચાડી-ચૂગલી ન કરવી, પ્રાણીઓ પર દયા, લોભ ન કરવો, મૃદુતા- સ્વભાવમાં કોમળતા, લજ્જા- સામાજિક વ્યવહારમાં લાજ અનુભવવી, અચપળતા- ઇંદ્રિયોની સ્થિરતા, તેજસ્વિતા, ક્ષમા, ધીરજ, અંદર અને બહારની પવિત્રતા, અદ્રોહ (દગો ન કરવો), નિરાભિમાનીપણું.

નબળો માણસ કોણ?
ગીતાકારે છ જેટલા આસુરી ગુણો પણ દર્શાવ્યા છે; દંભ, અહંકાર, મિથ્યાભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. કોઇને થશે કે સદ્ગુણોની યાદી નિરાંતે કરી અને દુર્ગુણો ગણવામાં આળસ થઇ છે, ખરું ને? જો કે મને એવું નથી લાગતું. કારણ કે સારું જીવન જીવવા તમારે દૈવી સંપદાની યાદીમાંના મોટાભાગના સદ્ગુણો જોઇશે. તેની સામે અધ:પતન માટે એકાદ આસુરી વૃત્તિ પણ પૂરતી છે!

માણસમાત્ર સારાનરસા ગુણોનું પડીકું છે. કેટલાક સારાં અને કેટલાક નરસાં લક્ષણો લગભગ બધામાં હોવાનાં. કોઇ એક-બે નબળા ગુણોને નજરે રાખી માણસનું અવમૂલ્યન ન કરવું જોઇએ. તેનામાં રહેલ સદ્ગુણને (ભલે તે આપણી નજરે નાનો હોય) વધાવીને આગળ વધવા પ્રેરણા સીંચીએ.

માણસનો નબળો ગુણ કોમળ શબ્દોમાં અને ડંખ વગર તેના ધ્યાને લાવીએ. તેને ગિલ્ટ એટલે કે અપરાધભાવ થાય તે રીતે ન વર્તીએ. તેને બદલે " કંઇ વાંધો નહીં, હવે તમે વર્તન સુધારી શકો છો" જેવા હકારાત્મક ઉદ્ગાર દ્વારા વ્યક્તિના દુર્ગુણોને કાઢી શકો છો. ક્ષમા અને કરુણાયુક્ત પ્રતિભાવ દ્વારા તમે અસરકારક પરિણામ લાવી શકો છો. દંડ અને ભેદભાવ દ્વારા સ્વભાવમાં વિકૃતિ આવે છે. પૂરતો સમય આપી સ્નેહભીનો અને સાતત્યપૂર્વકનો પ્રયાસ સુધારા માટે અનિવાર્ય છે.

ખાસ કરીને માતા-પિતા અને શિક્ષકોએ તો એ વાત અવશ્ય યાદ રાખવી કે દરેક બાળક વિશિષ્ટ અને અમૂલ્ય છે. તેની આવડતો અને ખાસિયતોને સંવારીએ. તેની સ્વભાવગત મર્યાદાઓને સિફતથી દૂર કરીએ. આ કામ ધારીએ છીએ તેનાથી ઘણું અઘરું છે. ધીરજ રાખવી પડશે. જો તમે નબળાઇ અંગે કઠોરતાથી વર્તશો તો બાળક કોચલામાં પૂરાઇ જશે. તેનામાં એક લઘુતાગ્રંથી જન્મશે. જે તેના વ્યક્તિત્વ વિકાસને અવરોધશે.

કોઇ એક-બે નબળા ગુણોને નજરે રાખી માણસનું અવમૂલ્યન ન કરવું જોઇએ. તેનામાં રહેલ સદ્ગુણને (ભલે તે આપણી નજરે નાનો હોય) વધાવીને આગળ વધવા પ્રેરણા સીંચીએ.

શિક્ષક અને માતાપિતાનો આદર્શ કુમ્ભકાર છે. એક કુંભાર જેમ માટીના ઘડાને એક હાથે અંદરથી ટેકો આપે અને બીજા હાથે બહારથી હળવેથી ટીપીટીપીને મજબૂત બનાવે તેમ બાળમાનસનું ઘડતર કરીએ.

ઑર્ગેનાઇઝેશનલ મેનેજમેન્ટ માટે તો ગીતાની દૈવાસુર વિભાવના અદ્ભુત મહામંત્ર છે. યાદ રાખો, કોઇ વ્યક્તિ પરફેક્ટ નથી. એ સારા અને નબળા ગુણોનો સમૂહ છે. તમારી ટીમના સભ્યોમાં રહેલા દરેક સારા ગુણોને પારખો. તેને આયોજનબદ્ધ પ્રયાસથી નિખારો. ત્યારબાદ સંસ્થાના ઉત્થાન માટે શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લો. એ જ રીતે ટીમના સભ્યોની નાનામાં નાની નબળાઇઓને ઓળખી કાઢો અને તેના નિર્મૂલન માટે મનોવૈજ્ઞાનિક ઢબે ડંખરહિત રીતે પ્રયાસ કરો.

દૈવાસુર સંપદાના બે વ્યવહારબોધ
હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માણસમાં રહેલી અસીમ સંભાવનાને બહાર લાવવાનો યજ્ઞ છે.
સારા ગુણોને મઠારીને જીવનયાત્રામાં જોડ્યે જાઓ અને નરસા લક્ષણોને દૂર રાખો.
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- સેલ્ફ ઑડિટ કરીએ
- મારું હકારાત્મક પાસું ક્યું? Assets
- સ્વજનોની સહાયથી ઉત્તમ ગુણોને ઓળખી ગાઢ બનાવીએ અને વ્યવહારુ ઉપયોગ કરીએ 
- મારું નકારાત્મક પાસું ક્યું? Liabilities
- અંગત વ્યક્તિને વિશ્વાસમાં લઇ નબળા ગુણોની યાદી બનાવીએ. તુરત પડતા મૂકવા જેવા લક્ષણો પર ધ્યાન આપીએ. પર્યાવરણમાં સકારાત્મક ઊર્જા અનુભવાશે 
- સારા-નરસા ગુણો સ્વભાવગત છે પણ અપરિહાર્ય નથી. ધારો તો નબળાં પાસાંને સુધારી શકો છો
- નબળા ગુણોની દવા લઘુતાગ્રંથી નથી પણ તમારું સંકલ્પબળ છે

પરિવાર-સાર

- પરિવારના દરેક સભ્યમાં કોઇને કોઇ સારો ગુણ છે.
- પરિજનોના સદ્ગુણ એ સૌની સહિયારી મૂડી છે, તેનું શ્રેષ્ઠ રોકાણ કરી કુટુમ્બનો ઉદ્ધાર કરીએ 
- પ્રત્યેક સભ્યમાં કોઇ નાનોમોટો અવગુણ હશે જ. તેને અવગુણ ન સમજતાં અપૂર્ણતા સમજીએ
- અપૂર્ણતા પોતીકું સૌંદર્ય છે, તેને તુચ્છકારવાને બદલે સ્વિકારીએ 
- સ્વજનનો વિશ્વાસ અને સહાનુભૂતિ ગમે તેવા દુર્ગુણને જડસોતો ખેંચી કાઢવા સક્ષમ છે  

મેનેજમેન્ટ-મર્મ

- વ્યવસાયી જીવન અને દૈવાસુર સંપદા સામૂહિક સંપદા 
- સંસ્થાનો પ્રત્યેક સભ્ય કોઇને કોઇ વિશિષ્ઠ લાયકાત ધરાવે છે, તેને ઓળખી કાઢો
- તમારી સંસ્થાના તમામ સભ્યોની ગુણસંપદા (Collective Potential) સંસ્થાનું ભાવિ છે 
- સંસ્થાના ફાયનાન્સીયલ ઑડીટ જેટલું જ જરુરી છે સંસ્થાનું એચ.આર. પૉટેન્શીયલ ઑડીટ 
- તમારા સાથીના મજબૂત પાસાં અંગે તેન જાગૃત કરો અને શ્રેષ્ઠ યોગદાન મેળવો
- તમારા સાથીના નબળા પાસાં અંગે તેનું ધ્યાન દોરો અને તેની ખામી દૂર કરવા મદદરૂપ થાઓ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP