Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-22
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં યોગ
- ‘હું’ કોણ છું? તેનો જવાબ ન મળે તો કમસેકમ એમ વિચારો કે ‘હું’ શું નથી? 
- બ્રહ્માંડમાં વિલસતી પરમ ચેતનાનો અંશ છું. 
- રોજ જમું છું અને રોજ ઉંઘું છું, તે રીતે રોજ ધ્યાન કરું છું? 
- દૈનિક પ્રવૃત્તિમાં ધ્યાન કરું. જે કરું તેમાં સમાધિસ્થ થાઉં! 
- ધ્યાન અને પ્રાણાયામની સર્વોચ્ચ સિદ્ધિ આનંદ છે. હું આનંદિત છું? 

પારીવારિક જીવનમાં યોગ
- શિષ્ટાચાર બદલો: કેમ છો?  ભણવાનું કે બિઝનેસ કેવો ચાલે છે? તેને બદલે.......
- કુટુમ્બમાં એકબીજાને એમ પૂછીએ કે ધ્યાન પ્રાણાયામ કેવા ચાલે છે?
- કુટુમ્બયોગનાં બે મંત્ર: એકતા અને સમગ્રતા! એક બનીએ, નેક બનીએ! 
- દરેક સભ્યના મૌલિક વ્યક્તિત્વનો સ્વિકાર કરીએ, વિકસવાનો અવકાશ આપીએ   
- આર્થિક પ્રવૃત્તિ ભૌતિક સગવડ લાવશે પણ ખરું સુખ અને આનંદ તો યોગ જ લાવશે! 

વ્યવસાયિક જીવનમાં યોગ
- વ્યવસાય-યોગ: જે પ્રવૃત્તિ કરીએ તેમાં 100% સમર્પિત થઇએ
- અનાસક્ત વ્યવસાય-યોગ: પરિણામની ચિંતામાં હાથ પરના કામને ન અવગણીએ
- ભય કે પ્રલોભન દ્વારા સંઘર્ષને દબાવવાને બદલે સંવાદ દ્વારા સમાધાન કરીએ
- ટૂંકા ગાળાના આર્થિક ફાયદા માટે પ્રદૂષણ કે શોષણ તો નથી થતું ને? 
- મારા સાથીઓ સતત ઇનોવેશન કરતા રહે છે? 
- પર્યાવરણમાં હું શાંતિ અને સુખાકારીનું સંવર્ધન કરું છું ને? 

યોગસાધના શા માટે? યોગસાધના દ્વારા શું શું મેળવી શકાય?

  • પ્રકાશન તારીખ04 Aug 2018
  •  

યોગ ચેતનાને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવાનો રાજમાર્ગ છે. યોગેશ્વર ગીતામાં એક સુંદર યોગયજ્ઞ સૂચવે છે; ઇંદ્રિયોને મન દ્વારા અને મનને બુદ્ધિ દ્વારા અંકુશિત કરીને બુદ્ધિને આત્મામાં જોડ! આ અત્યંત ગૂઢ સાંકેતિક સંદેશ (Encrypted Message) છે. તેને અગાઉ ચર્ચા કરેલા શરીરરથના રૂપક દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. જેમાં શરીરને રથ, ઇંદ્રિયોને ઘોડા, મનને દોરી, બુદ્ધિને સારથિ અને આત્માને રથના સવાર કહેવામાં આવ્યા છે.

આપણી જ્ઞાનેન્દ્રિયો સતત આપણને બહારની તરફ ખેંચી રાખે છે. જેમ કે આંખ જોવાના પદાર્થો તરફ અને કાન સાંભળવા લાયક ધ્વનિ તરફ આપણને ખેંચતા રહે છે. જેથી આપણી ચેતના આ ઇંદ્રિયો મારફતે બહારની તરફ વહી જાય છે.

આપણી જ્ઞાનેન્દ્રિયો સતત આપણને બહારની તરફ ખેંચી રાખે છે. જેમ કે આંખ જોવાના પદાર્થો તરફ અને કાન સાંભળવા લાયક ધ્વનિ તરફ આપણને ખેંચતા રહે છે. જેથી આપણી ચેતના આ ઇંદ્રિયો મારફતે બહારની તરફ વહી જાય છે. તેને અંદરની તરફ વાળવા શું કરવું જોઇએ? હકિકતમાં તમામ પ્રકારની યોગસાધનાઓ આ સવાલનો ઉત્તર આપવાનો પ્રયાસ છે.
ગીતાકાર કહે છે કે બહાર વહી જતી ઊર્જાને અંદરની તરફ વાળો અને તે રીતે લક્ષ્યવેધ કરવામાં સફળ થાઓ. વૃત્તિઓને અંદરની તરફ વાળવાની ક્રિયા તે અષ્ટાંગયોગનું પાંચમું ચરણ ‘પ્રત્યાહાર’. પ્રત્યાહાર કેમ કરશો? તમારે ક્યાં તો મનને શૂન્ય કરવું પડે અથવા વૃત્તિઓને વધુ રસપ્રદ વિષય તરફ વાળવી પડે. સ્વાભાવિક રીતે બીજો વિકલ્પ સરળ છે. તમને ગમતા વિષયમાં ખૂંપી જાઓ. વૃત્તો બહાર ભટકતી આપોઆપ અટકી જશે!
અષ્ટાંગ યોગનાં અંતિમ ત્રણ ચરણો છે; ધારણા, ધ્યાન અને સમાધિ. આ ત્રણેયનો સંગમ એટલે સંયમ. ધારણા એટલે લક્ષ્યનિર્ધારણ. ધ્યાન એટલે લક્ષ્ય પર સો ટકા ઊર્જાનું કેન્દ્રિત થવું. સમાધિ એટલે લક્ષ્ય સાથે એકતાન થવું.
આ વાતને સમજવા તીરંદાજ દ્વારા લક્ષ્યવેધનું રૂપક વિચારીએ. ધારણા: તિરંદાજ લક્ષ્યને બરાબર જુએ અને જાણે છે. ધ્યાન: તે પણછ ખેંચીને તીરને લક્ષ્ય તરફ તાકે છે. તે થોડીવાર સુધી એ જ અવસ્થામાં સ્થિર થઇ જાય છે. સમાધિ: તે દરમ્યાન તે પોતે, તીર અને લક્ષ્ય ત્રણેય એકતાન થાય છે. આ દરમ્યાન તે બીજું કશું જોતો કે સાંભળતો નથી. જે પોતાના લક્ષ્ય સાથે પૂરેપૂરો ઓગળી જાય છે, તે ‘બુલ્સ આઇ’ને વારંવાર હિટ કરી શકે છે!
સમાધિયોગ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. એક વિદ્યાર્થી માટે અભ્યાસના વિષયોમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું, એક સંશોધક માટે હાથ પરના અઘરા પ્રૉજેક્ટમાં ખૂંપી જવું, કળાકાર માટે તેના કલ્પના વિશ્વમાં વિહરતી છબીને કેન્વાસ, શિલ્પ કે શબ્દોમાં સાંગોપાંગ ઉતારવી, એક યોદ્ધા માટે પ્રચંડ આત્મશક્તિ જાગૃત કરવી કે પ્રેમીજન માટે સ્નેહસમાધિમાં ઓગળી જવું. યોગસમાધિને તમે જીવનના દરેક તબક્કે અનુભવી શકો. રસોઇ કરતી વેળા કે નાના બાળક સાથે રમતી વેળા કે પછી કોઇ ગીત સંગીત સાંભળતી વેળા પણ!
રોજિંદા જીવનમાં સતત સમાધિ અવસ્થામાં રહેવું સંભવ નથી. તમારું ધ્યાન અનેક પ્રવૃત્તિઓમાં અનેક રીતે વહેંચાયેલું રહે છે. એટલે સવારના કે સાંજના સમયે પ્રાર્થના અને ધ્યાનની પરંપરા વિકસાવવામાં આવી છે. જે દરમ્યાન તમે કોઇ સ્વસ્થ અને સુંદર લક્ષ્ય તરફ ધ્યાન કરવાનો વ્યાયામ કરી શકો છો. તે પછી કોઇ ઇષ્ટદેવનું સુંદર સ્વરૂપ છે કે કોઇ પ્રાર્થનાના ભાવસભર શબ્દો છે! જેમાં તમારું ચિત્ત એકાકાર થાય છે. તમે ક્ષણભર માટે જાણે કોઇ બીજા વિશ્વમાં પહોંચી જાઓ છો.

રોજિંદા જીવનમાં સતત સમાધિ અવસ્થામાં રહેવું સંભવ નથી. તમારું ધ્યાન અનેક પ્રવૃત્તિઓમાં અનેક રીતે વહેંચાયેલું રહે છે. એટલે સવારના કે સાંજના સમયે પ્રાર્થના અને ધ્યાનની પરંપરા વિકસાવવામાં આવી છે.

સવાર કે સાંજના કરવામાં આવતું ધ્યાન અનેક રીતે ઉપયોગી છે. ઘડીભર તમારા બૉરીંગ રુટિનમાંથી મુક્તિ મળે છે. તમે તણાવમુક્ત થાઓ છો. દિવસ દરમ્યાન બનેલ કોઇ ઘટના મનોપટ પર ઝબકી જાય છે. તમારાથી કંઇ ન બોલવાનું કે ન કરવાનું થયું હોય તો તમને સહેજ પીડા પણ આપી જાય છે! પેલી તિરંદાજ જેવી રોજિંદી પ્રેક્ટિસ પણ કરાવી દે છે. જેથી તમારા વ્યવસાય કે અન્ય શોખમાં તમારું ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત કરવાની કળા ખીલે છે! ધ્યાન અને સમાધિ એવી ક્રિયાઓ છે, જે તમને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા રળી આપે.
યોગનાં ચાર મહાલક્ષ્યો ન ભૂલીએ
1.પર્યાવરણમાંથી ઊર્જા પ્રાપ્ત કરી અને આંતરિક ચેતનાનો વિકાસ કરવો.
2.જીવનમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ મેળવવા.
3. વૈશ્વિક ચેતનાનો સાક્ષાત્કાર કરવો.
4. કુદરતના સાથીઓ સાથે ઊર્જાનો સમન્વય કરી એક સુસંવાદી જીવનપ્રણાલી વિકસાવવી.
યોગનો પહેલ બે હેતુ વ્યક્તિગત વિકાસનો છે. તે પછીના બે વૈશ્વિક છે.
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

અંગત જીવનમાં યોગ
- ‘હું’ કોણ છું? તેનો જવાબ ન મળે તો કમસેકમ એમ વિચારો કે ‘હું’ શું નથી? 
- બ્રહ્માંડમાં વિલસતી પરમ ચેતનાનો અંશ છું. 
- રોજ જમું છું અને રોજ ઉંઘું છું, તે રીતે રોજ ધ્યાન કરું છું? 
- દૈનિક પ્રવૃત્તિમાં ધ્યાન કરું. જે કરું તેમાં સમાધિસ્થ થાઉં! 
- ધ્યાન અને પ્રાણાયામની સર્વોચ્ચ સિદ્ધિ આનંદ છે. હું આનંદિત છું? 

પરિવાર-સાર

પારીવારિક જીવનમાં યોગ
- શિષ્ટાચાર બદલો: કેમ છો?  ભણવાનું કે બિઝનેસ કેવો ચાલે છે? તેને બદલે.......
- કુટુમ્બમાં એકબીજાને એમ પૂછીએ કે ધ્યાન પ્રાણાયામ કેવા ચાલે છે?
- કુટુમ્બયોગનાં બે મંત્ર: એકતા અને સમગ્રતા! એક બનીએ, નેક બનીએ! 
- દરેક સભ્યના મૌલિક વ્યક્તિત્વનો સ્વિકાર કરીએ, વિકસવાનો અવકાશ આપીએ   
- આર્થિક પ્રવૃત્તિ ભૌતિક સગવડ લાવશે પણ ખરું સુખ અને આનંદ તો યોગ જ લાવશે! 

મેનેજમેન્ટ-મર્મ

વ્યવસાયિક જીવનમાં યોગ
- વ્યવસાય-યોગ: જે પ્રવૃત્તિ કરીએ તેમાં 100% સમર્પિત થઇએ
- અનાસક્ત વ્યવસાય-યોગ: પરિણામની ચિંતામાં હાથ પરના કામને ન અવગણીએ
- ભય કે પ્રલોભન દ્વારા સંઘર્ષને દબાવવાને બદલે સંવાદ દ્વારા સમાધાન કરીએ
- ટૂંકા ગાળાના આર્થિક ફાયદા માટે પ્રદૂષણ કે શોષણ તો નથી થતું ને? 
- મારા સાથીઓ સતત ઇનોવેશન કરતા રહે છે? 
- પર્યાવરણમાં હું શાંતિ અને સુખાકારીનું સંવર્ધન કરું છું ને? 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP