Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-21
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- દસ કામ છોડી જમવું. સો કામ છોડી ઉંઘવું. હજાર કામ છોડી ધ્યાન કરવું
- પ્રાણાયામ એટલે પ્રાણને અનુભવવા, મૈત્રી કરવી અને અંકુશિત કરવા 
- પ્રાણાયામ અને ધ્યાનના સઘન અભ્યાસ દ્વારા તમે સ્વભાવને પણ અંકુશિત કરી શકો છો 
- તમારા સ્વભાવને સમજવા અને બદલવાનો રાજમાર્ગ છે, ધ્યાન અને પ્રાણાયામ 
- ઉંઘતાં પહેલાં પ્રાણાયામ અને ધ્યાન અનિદ્રાની અકસીર દવા છે

- તમારો પરિવાર તમારા બાહ્ય પર્યાવરણનું પ્રથમ અને સૌથી અગત્યનું વર્તુળ છે
- પારિવારિક શાંતિ ધ્યાનમાં અને ધ્યાન પરિવારના સુખશાંતિમાં પરસ્પર સહાયભૂત છે
- પરિવારની સમૂહપ્રાર્થના અને ધ્યાનયોગ સુખશાંતિનાં ખેડ-પાણી છે
- પ્રેમ, કરુણા અને સેવા વ્યક્તિની ચૈતસિક ઊર્જાનો વિકાસ કરે છે
- સંઘર્ષ અને વેર-ઝેર આંતરિક ઊર્જાને વેડફે છે 

- વ્યવસાયિક તણાવને ટાળવા પ્રાણાયામ અને ધ્યાન કરો
- ધ્યાન દ્વારા એકાગ્રતા, કાર્યક્ષમતા અને સહનશીલતા વધારીને સફળતાનાં નવાં દ્વાર ખોલો 
- સમૂહ ધ્યાન-પ્રાણાયામ સંસ્થાના પર્યાવરણમાં મૈત્રીભાવ, વિશ્વાસ અને શાંતિ લાવે છે 
- એ ન ભૂલાય કે 
એક શાંત મન અનેક અશાંત મનને શાંત કરી શકે છે, 
એક અશાંત મન અનેક શાંત મનને અશાંત કરી શકે છે!

યોગ સાધના: ધ્યાન અને પ્રાણાયામ કેવી રીતે કરવા જોઇએ?

  • પ્રકાશન તારીખ03 Aug 2018
  •  

મહાભારત યુદ્ધમાં ગીતાબોધ અપાયો છે. એકાગ્રતા વિના યુદ્ધ જીતી જ ન શકાય!

શ્રીમદભગવદગીતાના છઠ્ઠા અધ્યાય અધ્યાત્મયોગમાં ધ્યાનનું દર્શન કરવામાં આવ્યું છે.
ધ્યાન ક્યાં કરવું અને કઇ રીતે કરવું?

બાજોઠ કે ખુરસી પર સૌથી નીચે શણનું તેના પર ઉન અને છેલ્લે રેશમી વસ્ત્ર પાથરી ધ્યાન કરવું. ચૈતસિક ઊર્જાને સંઘરવા માટે આસન ઉપયોગી છે. મૂળ મુદ્દો મનની એકાગ્રતાનો છે. જે ચીજ હાથવગી હોય તેનો ઉપયોગ કરી ધ્યાન કરીએ.

કોઇ શાંત અને અપ્રદૂષિત સ્થળ પસંદ કરવું. પર્વતની તળેટી, નદી કિનારો કે વનાંચલમાં એકાંત સ્થળ, જ્યાંની હવા શુદ્ધ હોય તેવું સ્થળ ધ્યાન માટે ઉત્તમ છે. ઘરના શાંત અને અપ્રદૂષિત ખૂણામાં પણ રોજિંદું ધ્યાન કરી શકાય. બહુ ઊંચું કે નીચું ન હોય તેવું સ્થિર આસન (બાજોઠ) બેસવા માટે સારું છે.

આમ તો પલાંઠી વાળીને પદ્માસન કે સિદ્ધાસનમાં ધ્યાન કરવું જોઇએ. પરંતુ પલાંઠી વાળીને બેસી ન શકે તે સોફા કે ખુરસીમાં બેસી ધ્યાન કરી શકે. બાજોઠ કે ખુરસી પર સૌથી નીચે શણનું તેના પર ઉન અને છેલ્લે રેશમી વસ્ત્ર પાથરી ધ્યાન કરવું. ચૈતસિક ઊર્જાને સંઘરવા માટે આસન ઉપયોગી છે. મૂળ મુદ્દો મનની એકાગ્રતાનો છે. જે ચીજ હાથવગી હોય તેનો ઉપયોગ કરી ધ્યાન કરીએ.

સ્થળ અને આસન જેવાં બાહ્ય પરિબળો પછી આંતરિક પરિબળોની વાત આવે છે. મનની સ્થિતિ કેવી હોવી જોઇએ? ગીતાકાર હવારહિત સ્થળે જલતા દિવાની ઉપમા આપે છે. યોગસાધક સમદર્શી હોવો જોઇએ. “ધૂળના ઢેફાં અને સોનું અથવા મિત્ર અને શત્રુ અથવા પુણ્યશાળી અને પાપી વચ્ચે કોઇ ભેદ ન જુએ એ સમદર્શી (૬/૮-૯)”.

ક્રોધ, અહંકાર અને ઇર્ષ્યા ધ્યાનમાં અવરોધક છે. પ્રેમ, કરુણા અને નિ:સ્વાર્થ સેવા મનને પ્રસન્ન અને શાંત કરે છે. મનને કેન્દ્રિત કરવું કઠીન છે. ધીરજ અને ખંતથી પ્રયાસ કરતાં મન એકાગ્ર થઇ શકે છે. ધીરજ અને આત્મવિશ્વાસ સાધકનાં અન્નજળ છે.

ધ્યાન અને પ્રાણાયામ એક સિક્કાની બે બાજુ છે. મનને અંકુશિત કરવા પ્રાણાયામ અગત્યનું સાધન છે. પ્રાણાયામ એટલે શ્વાસોચ્છ્વાસની ગતિનું નિયમન. યોગેશ્વર કહે છે, “કાન-આંખ જેવી જ્ઞાનેન્દ્રિયોને સંયમરુપી અગ્નિમાં અને જ્ઞાનેન્દ્રિયોના શબ્દ વગેરે વિષયોને જ્ઞાનેન્દ્રિયોના અગ્નિમાં હોમો. વળી જ્ઞાનેન્દ્રિયો અને પ્રાણેન્દ્રિયોને આત્મસંયમ રૂપી યોગાગ્નિમાં હોમો” (ગીતા, ૪/૨૬-૨૯). તેનો અર્થ એ છે કે આંખ અને કાન દ્વારા સતત સારી વાતો લેતો રહું. બોલવામાં સંયમ પાળું. ધ્યાન અને પ્રાણાયામ દ્વારા કાન-આંખ જેવી જ્ઞાનેન્દ્રિયોનું બહારની બાજુ ખેંચાણ ઓછું કરું.

આંખ-કાન જેવી જ્ઞાનેન્દ્રિયોના ખેંચાણથી મન બહારની તરફ ભટકે તે સ્વાભાવિક છે. તેની ચિંતા ન કરો. આંખ બંધ કરી કપાળ વચ્ચે ધ્યાન કરવાની કોશિશ કરો. શ્વાસને પણ ત્યાં જ અનુભવો. ધ્યાન દરમ્યાન મૌન પાળો. તે સિવાય દિવસ દરમ્યાન પણ જરુરી હોય એટલું જ બોલો. જે બોલો એ સાચું અને સારું હોય.

તમે કોઇ નવા સ્થળે જોડાઓ ત્યારે શું કરો છો? પહેલાં સાથીઓ કે પડોશીઓનો પરિચય કેળવો છો. ધીમેધીમે ભાઇબંધી જમાવો છો. થોડા સમયમાં તમે પર્યાવરણમાં હળીભળી જાઓ છો. હવે તમે ધાર્યું કરાવી શકો છો! આવું જ કંઇક પ્રાણની બાબતમાં છે.
પ્રાણાયામના ત્રણ વ્યવહારુ પગલાં છે, Feel અનુભવો, Befriend મૈત્રી કરો અને છેલ્લે Command અંકુશ કરો.

તમે કોઇ નવા સ્થળે જોડાઓ ત્યારે શું કરો છો? પહેલાં સાથીઓ કે પડોશીઓનો પરિચય કેળવો છો. ધીમેધીમે ભાઇબંધી જમાવો છો. થોડા સમયમાં તમે પર્યાવરણમાં હળીભળી જાઓ છો. હવે તમે ધાર્યું કરાવી શકો છો! આવું જ કંઇક પ્રાણની બાબતમાં છે.

સ્ટેપ:1 Feel: . નાકની અણી તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ટટ્ટાર બેસીને પ્રસન્ન ચિત્તે ઉંડા ઉંડા શ્વાસ લો. પ્રાણની ગતિ, લય અને ઉષ્ણતાને અનુભવો. અંદર જતો શ્વાસ નાકની ધાર પર ઠંડક પ્રસરાવે છે અને બહાર નીકળતો ઉચ્છ્વાસ હૂંફ આપે છે. દોડતા હશો કે ગુસ્સે થયા હશો ત્યારે પ્રાણ ઝડપથી ચાલતા હશે અને મન શાંત અને આનંદિત હશે ત્યારે તે ધીરે વહેતા હશે. થોડા સમયના નિયમિત અભ્યાસ પછી તમે પ્રાણને અનુભવતાં શીખી જશો.

સ્ટેપ:2 Befriend: ધ્યાનના સમય દરમ્યાન અને રોજિંદા કાર્યક્રમ દરમ્યાન વચ્ચે સમય કાઢીને પ્રાણને સતત મહેસૂસ કરતા રહો. પ્રાણ અંગે સમજ કેળવવી એ જ પ્રાણની મૈત્રી. હવે તમે તેને તમારી આવશ્યકતા મુજબ ઢાળી શકો છો.

સ્ટેપ:3 Command: યાદ રાખો, પ્રાણને સંયમિત કરવાથી તન-મન શાંત થાય છે. જો તમે તણાવમાં હો કે ગુસ્સે થયા હો તો ઉંડા ઉંડા ધીમા ધીમા શ્વાસ લો. મન શાંત થઇ જશે. અનુલોમ-વિલોમ પ્રાણાયામ અને શવાસન સરળ અને સર્વસુલભ છે. તે બ્લડપ્રેસર અને હાઇપરટેન્શનમાં અકસીર છે. વિદ્વાન પાસે તાલીમ લીધા બાદ જટિલ પ્રાણાયામ કરવા જોઇએ.
તણાવની અકસીર ત્રિફળા: એકાંત, મૌન અને પ્રાણાયામ!

holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- દસ કામ છોડી જમવું. સો કામ છોડી ઉંઘવું. હજાર કામ છોડી ધ્યાન કરવું
- પ્રાણાયામ એટલે પ્રાણને અનુભવવા, મૈત્રી કરવી અને અંકુશિત કરવા 
- પ્રાણાયામ અને ધ્યાનના સઘન અભ્યાસ દ્વારા તમે સ્વભાવને પણ અંકુશિત કરી શકો છો 
- તમારા સ્વભાવને સમજવા અને બદલવાનો રાજમાર્ગ છે, ધ્યાન અને પ્રાણાયામ 
- ઉંઘતાં પહેલાં પ્રાણાયામ અને ધ્યાન અનિદ્રાની અકસીર દવા છે

પરિવાર-સાર

- તમારો પરિવાર તમારા બાહ્ય પર્યાવરણનું પ્રથમ અને સૌથી અગત્યનું વર્તુળ છે
- પારિવારિક શાંતિ ધ્યાનમાં અને ધ્યાન પરિવારના સુખશાંતિમાં પરસ્પર સહાયભૂત છે
- પરિવારની સમૂહપ્રાર્થના અને ધ્યાનયોગ સુખશાંતિનાં ખેડ-પાણી છે
- પ્રેમ, કરુણા અને સેવા વ્યક્તિની ચૈતસિક ઊર્જાનો વિકાસ કરે છે
- સંઘર્ષ અને વેર-ઝેર આંતરિક ઊર્જાને વેડફે છે 

મેનેજમેન્ટ-મર્મ

- વ્યવસાયિક તણાવને ટાળવા પ્રાણાયામ અને ધ્યાન કરો
- ધ્યાન દ્વારા એકાગ્રતા, કાર્યક્ષમતા અને સહનશીલતા વધારીને સફળતાનાં નવાં દ્વાર ખોલો 
- સમૂહ ધ્યાન-પ્રાણાયામ સંસ્થાના પર્યાવરણમાં મૈત્રીભાવ, વિશ્વાસ અને શાંતિ લાવે છે 
- એ ન ભૂલાય કે 
એક શાંત મન અનેક અશાંત મનને શાંત કરી શકે છે, 
એક અશાંત મન અનેક શાંત મનને અશાંત કરી શકે છે!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP