Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-20
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

યોગસાધના કઇ રીતે કરવી? યોગસાધક માટે યમ-નિયમ અનિવાર્ય છે?

  • પ્રકાશન તારીખ02 Aug 2018
  •  

યોગ અને ગીતાનો શો સંબંધ? આ વાત સમજવા ગીતાની પૂર્વભૂમિકા સમજવી પડશે. યુદ્ધમાં ઉત્તમ રીતે લડવા શરીરબળ, મનોબળ અને આત્મશક્તિનો સંયોગ રચવો પડે. તે માટે યોગદર્શન ઉત્તમ વિદ્યા છે. તમે પણ જ્યારે કોઇ ઉચ્ચ લક્ષ્યને આંબવા મથો છો ત્યારે તમે આપોઆપ યોગસાધક બની જાઓ છો!


ગતાંકમાં યોગના પહેલા બે ચરણો યમ-નિયમનું દર્શન કર્યું. યમનિયમની પરીક્ષા પસાર કર્યા પછી જ તમે ધ્યાન-પ્રાણાયામ જેવી યોગસાધનાના અધિકારી બનો છો. મહર્ષિ પતંજલિએ દર્શાવેલ યમનિયમની ફળશ્રુતિ એટલી રસપ્રદ છે કે ‘અસ્મિતા દર્પણ’ના દરેક વાચકે તે જાણવી જોઇએ.

જે વ્યક્તિ જીવમાત્ર તરફ અહિંસક વૃત્તિ કેળવે છે, ત્યારે તેની હાજરીમાત્રથી વાતાવરણમાં શાંતિ વ્યાપી રહે છે. કહે છે કે ઋષિઓની કુટિર પાસે વાઘ અને હરણ બન્ને સાથે રમે અને જમે તેવું જોવા મળતું!

1. સત્ય: તમે જ્યારે વિચાર, વાણી અને કર્મથી સત્યવ્રતનું સતત પાલન કરો અને ત્યારે તમે જે બોલો તે સત્ય થાય છે. બ્રાહ્મણો અને ઋષિઓના શ્રાપથી દેવો પણ થરથર કાંપતા હતા, તેવું વાંચ્યું છે!

2. અહિંસા: જે વ્યક્તિ જીવમાત્ર તરફ અહિંસક વૃત્તિ કેળવે છે, ત્યારે તેની હાજરીમાત્રથી વાતાવરણમાં શાંતિ વ્યાપી રહે છે. કહે છે કે ઋષિઓની કુટિર પાસે વાઘ અને હરણ બન્ને સાથે રમે અને જમે તેવું જોવા મળતું!

3. અસ્તેય: જે બીજાનો ભાગ ચોરવાની ટેવમાંથી મુક્ત થાય છે, તેને કુદરત રત્નોથી નવાજે છે. આ વાતનો પૂરાવો શોધવા દૂર જવાની જરુર નથી. સ્વદેશની રક્ષા કાજે મહારાણા પ્રતાપના હાથમાં પોતાનો ધનભંડાર મૂકનારા ભામાશાને મળેલ યશનો ખજાનો ક્યાં ખૂટે તેમ છે!

4. અપરિગ્રહ: અપરિગ્રહ એટલે વસ્તુ કે વ્યક્તિનો મોહ છોડવો. ત્યારે તમને તમારા મૂળ આત્મતત્ત્વનું જ્ઞાન થાય છે. તમારું જ્યાં ફોકસ હશે તે મળશે! દા.ત. જો તમે પૈસાનો મોહ છોડશો તો માનવીય સંબંધો સુધરશે!

5. બ્રહ્મચર્ય: બ્રહ્મચર્યનો અર્થ જાતીય સંયમ છે. તેની ફળશ્રુતિ બળમાં વૃદ્ધિ કહી છે. જો કે આધુનિક તબીબી વિજ્ઞાન એ વાતનો સ્વિકાર કરતું નથી કે બ્રહ્મચર્યથી સીધો શારીરિક લાભ થાય છે. જો કે મનોબળ અને આત્મબળના સંદર્ભમાં જોઇએ તો ફલશ્રુતિ સાર્થક જણાય છે. જેણે કોઇ ઉચ્ચ ધ્યેય તરફ ફોકસ કરવું છે, તેણે નશો અને જાતીય સુખનો અતિરેક ટાળવો જ રહ્યો.


આ જ રીતે શૌચ વગેરે પાંચ નિયમોની ફળશ્રુતિ પણ કહી છે. જે ખૂબ રસપ્રદ છે.

1. શૌચ: શરીરશુદ્ધિમાં કાન, નાક, ગળું અને આંતરડાંની શુદ્ધિ અગત્યની છે. વૈદરાજો રમૂજમાં કહે છે, “પહેલું સુખ તે ઝાડે ફર્યા’! એટલે કે પેટ સાફ થવું. મનની શુદ્ધિમાં વિચાર અને સંકલ્પશુદ્ધિ અગત્યનાં છે. તેનાથી શારીરિક સૌંદર્યસુખનો મોહ છૂટે અને આંતરિક સૌંદર્ય તરફ દૃષ્ટિ કેળવાય.

2. સંતોષ: લિયો તોલ્સ્તોયની “એક માણસને કેટલી જમીન જોઇએ?” વાર્તા વાંચી છે? પેહોમ વધુને વધુ જમીન અંકે કરવા ખૂબ દોડ્યો. સંધ્યા ઢળી ત્યારે તે પોતાના લક્ષ્યથી થોડાં ડગલાં દૂર હતો ત્યારે તેને મોત આંબી ગયું. તેને દફનાવવામાં આવ્યો ત્યારે માત્ર બે હાથ જમીન પર્યાપ્ત હતી! કહેવાનો ભાવાર્થ છે કે લોભને અંત નથી. સંતોષ જ ખરું સુખ!

3. તપ: લોઢાને તપાવતાં વધુ શુદ્ધ થાય. શુદ્ધ થયેલ લોઢું વધુ સ્થિતિસ્થાપક હોય છે. તેમાંથી ઉત્તમ પ્રકારનાં સાધનો બની શકે છે. તપની આવી જ ફળશ્રુતિ મહર્ષિ પતંજલિએ કહી છે.

4. સ્વાધ્યાય: પોતાની જાતનું નીરિક્ષણ, સજ્જનો સાથે સત્સંગ અને સતત જાગૃતિ કેળવવી તે સ્વાધ્યાય. તેનું ફળ કહ્યું છે, “ઇષ્ટદેવતા સંપ્રયોગ:”. તમે જેના સંગમાં રહો તેવા જ થાઓ છો.

લિયો તોલ્સ્તોયની “એક માણસને કેટલી જમીન જોઇએ?” વાર્તા વાંચી છે? પેહોમ વધુને વધુ જમીન અંકે કરવા ખૂબ દોડ્યો. સંધ્યા ઢળી ત્યારે તે પોતાના લક્ષ્યથી થોડાં ડગલાં દૂર હતો ત્યારે તેને મોત આંબી ગયું. તેને દફનાવવામાં આવ્યો ત્યારે માત્ર બે હાથ જમીન પર્યાપ્ત હતી!

5. ઇશ્વરપ્રણિધાન: સર્વસ્ય ચાહં સહૃદિસન્નિવિષ્ટ:! હું દરેકના અંતરમાં વસું છું (ગીતા 15/15). ઇશ્વરપ્રણિધાનનો અર્થ અંતર્શ્રદ્ધા છે, નહીં કે અંધશ્રદ્ધા. તેની ફળશ્રુતિ છે, “ઇષ્ટદેવતા સંપ્રયોગ:”. યોગેશ્વર કહે છે, જે મારો સ્વિકાર કરે છે, તેનો હું પણ સ્વિકાર કરું છું!

“અથ યોગાનુશાસનમ્!” યોગ અનુશાસન છે. યમ અને નિયમ યોગસાધના માટે અનિવાર્ય પૂર્વોપાય છે. તે દરેકની પોતાની આગવી સિદ્ધિ છે. જે યમ કે નિયમ અનુકૂળ લાગતો હોય તેનું પૂરી પ્રામાણિકતાથી પાલન કરો. તમને સાબિતી મળી જશે. વાસ્તવમાં અષ્ટાંગયોગના દરેક ચરણની સિદ્ધિઓ આગળના ચરણમાં પહોંચવા માટેનું ઇંધણ ઊર્જા છે!


વળી એ યાદ રહે કે યમ-નિયમથી કસાયેલ વ્યક્તિત્વ જ યોગસાધનાની મહાન સિદ્ધિ પચાવી શકે છે. આધ્યાત્મિક સાધનામાં આગળ વધેલા અનેક માંધાતાઓની અધોગતિ તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે, !


સત્ય-અહિંસાદિ ઋતો વૈશ્વિક અને સનાતન છે
પૂર્વ હો યા પશ્ચિમ!

તે પ્રસ્તુત છે; ગઇકાલ, આજ અને આ વતી કાલે પણ!
યોગ શું છે? યોગસાધના કેમ કરાય? સાચા યોગી કેમ ઓળખાય?
કોઇએ ઋષિને પૂછ્યું, "યોગ એટલે શું?" ઋષિએ હૃદય પાસે જમણા હાથની મુઠ્ઠી રાખી પછી એક આંગળી ઉંચી કરી.


જિજ્ઞાસુએ બીજો પ્રશ્ન કર્યો, "યોગસાધના કઇ રીતે કરાય?" તેમણે સ્મિત ફરકાવ્યું, ઉભા થઇને ચાલવા માંડ્યા.


ત્રીજો પ્રશ્ન, "યોગીને કેમ ઓળખવા?" ઋષિ એક ક્ષણ માટે અટક્યા, પાછળ ફરીને જોયું. તેમની આંખોમાં ચમકારો થયો. તેમણે બંને હાથની મુઠ્ઠી બંધ કરી અને દોડવા માંડ્યા.


જિજ્ઞાસુએ ઋષિના સંકેતો પર વિચાર કર્યો. થોડીવારમાં તેને રહસ્ય સમજાઇ ગયું હતું!
પ્રથમ સવાલનો ઉત્તર, ઋષિએ એક આંગળી હૃદય પાસે ધરીને કહ્યું હતું કે યોગ એટલે એકત્વ. જ્યાં સુધી તમારી આત્માથી ભિન્ન ઓળખ રહેશે ત્યાં સુધી તમે યોગને નહીં પામી શકો.
બીજા સવાલના ઉત્તરમાં તેણે ચાલવા માંડ્યું હતું. જાણે કહેવા માંગતાહતા કે યોગ એ વાતોનો નહીં પણ આચરણનો વિષય છે. જે પ્રતીતિજનક લાગે તે કરવા માંડો. કદમ માંડો એટલે આપમેળે ચાલતાં શીખી જશો.


ઋષિના ત્રીજા સંકેતનો મર્મ એ હતો કે યોગી પોતાની સિદ્ધિઓનો દેખાડો કરતા નથી. લોકો ઓળખી જાય તે પહેલાં દૂર જતા રહે છે. ખરો યોગી એ કે જેને ક્યારેય પૂરેપૂરો ઓળખી ન શકાય.

holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ
પરિવાર-સાર
મેનેજમેન્ટ-મર્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP