Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-18
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- આ શરીર અને તેનું પર્યાવરણ કેવું અદ્ભૂત છે! બધું જ ઑટોમેટિક મશીનની જેમ ચાલે છે!
- કુદરતે મને આટઆટલું આપ્યું છે, હું બદલામાં શું આપી શકું? 
- હું કુદરત માટે બોજારૂપ ન બનું! તેનો એક અભિન્ન હિસ્સો બનું! 
- એ જ હશે, મારો પોતાનો નિસર્ગયોગ! 

- જેમ મેઘધનુષ્યના રંગો એકબીજા સાથે સુંદર રંગોળી રચે છે!
- તે રીતે પરિવારની રંગોળીમાં હું સારી રીતે ભળી જાઉં! 
- પરિવારના દરેક સભ્યના ઉત્થાન દ્વારા કુટુમ્બનો સર્વાંગી ઉદ્ધાર કરીએ! 
- પારિવારિક સહકારનું સમીકરણ: 1+1=100

- દરેક સાથી કુદરતની અનુપમ (Unique) રચના છે, તેનું આગવું સૌંદર્ય છે
- વિવિધતાને સમજીએ અને આવકારીએ 
- એક બીજાના સહયોગ દ્વારા બધા સાથીઓની ઊર્જા વધે 
- દરેક સાથીને સ્વતંત્ર વિકાસની સ્પેસ અને એનર્જી પૂરી પાડીએ
- એ રીતે સાધીએ પૂર્ણ વિકાસયોગ!

યોગ એટલે જોડાવું, યોગ એટલે એકત્વ. યોગ એટલે અનેકતામાં એકતાનો સ્વિકાર. યોગ એટલે ઉચ્ચતમ લક્ષ્યનું અનુસંધાન!

  • પ્રકાશન તારીખ31 Jul 2018
  •  


સારુંયે વિશ્વ યોગની મહત્તા સ્વિકારે છે. યોગ શબ્દ ‘યુજ્’ ધાતુ પરથી આવ્યો છે. યોગ એટલે જોડાવું. તમે કોઇ વિચાર, વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાઓ તે તમારો જે તેની સાથેનો યોગ કહેવાય.

માણસ પોતાના પર્યાવરણને જુએ, સમજે અને મહત્તમ ઊર્જા મેળવી પોતાનો વિકાસ કરે તે યોગવિદ્યાનું વ્યવહારુ પાસું છે.

યોગ પરંપરા અત્યંત પ્રાચીન છે. શિવજીને યોગના આદ્યગુરુ માનવામાં આવ્યા છે. યોગની મોટાભાગની વિદ્યાઓ શિવ-પાર્વતીના સંવાદ તરિકે જોવા મળે છે. હનુમાનજી મહારાજ પણ સિદ્ધયોગી છે.

યોગ પરંપરા અત્યંત પ્રાચીન છે. શિવજીને યોગના આદ્યગુરુ માનવામાં આવ્યા છે. યોગની મોટાભાગની વિદ્યાઓ શિવ-પાર્વતીના સંવાદ તરિકે જોવા મળે છે. હનુમાનજી મહારાજ પણ સિદ્ધયોગી છે. નાથપરંપરામાં અનેક મહાન યોગીઓ થઇ ગયા. ગુરુ ગોરખનાથની ગોરક્ષ સંહિતા યોગનો અમૂલ્ય સંદર્ભ છે. બૌદ્ધ અને જૈન પરંપરાના સાધકોએ પણ યોગની મહત્તા જાણી છે. તિબેટની લામા બૌદ્ધ પરંપરા અને ચીન-જાપાનમાં વિકસેલ માર્શલ આર્ટ્સ યોગદર્શનના એડવાન્સ અથવા એપ્લાઇડ કૉર્સ કહી શકાય.


મહર્ષિ પતંજલિએ યોગદર્શનને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પતંજલિના યોગદર્શનને અષ્ટાંગયોગ અથવા રાજયોગ કહે છે. પહેલા સૂત્રમાં વ્યાખ્યા આપતાં કહે છે,
“ચિત્તવૃત્તિને અંકુશિત કરવી તે યોગ”.


ધ્યાન અને પ્રાણાયામનું અંતિમ લક્ષ્ય ચિત્ત છે, શરીર નથી. ચિત્ત એટલે ચિંતનવૃત્તિ. તમે જેવો વિચાર કરો છો, અંતે તેવા જ બનો છો!
ગીતાકારે યોગ અને વ્યવહારનો સમન્વય કર્યો છે. યોગેશ્વર કહે છે, “સમતા એ જ યોગ” અને “કર્મમાં કુશળતા એ યોગ”. સફળતા-અસફળતાની ચિંતા કર્યા વિના લીધેલા કામમાં પૂરેપૂરા ઝૂકાવવું તે યોગ. ગીતામાં “વ્યવસાયાત્મિકા બુદ્ધિ”ની (Professional Intelligence) પણ વાત કહી છે. કામ માટેનું શ્રેષ્ઠ કૌશલ્ય વિકસાવો અને પૂરા ખંતથી તેમાં જોડાઇ જાઓ!

સારાંશ એ કે,
યોગ = ચિત્તની સ્થિરતા + લક્ષ્ય તરફ એકાગ્રતા + કાર્ય કુશળતા + નિરંતર પ્રયાસ
યોગદર્શનનો પાયો મહર્ષિ કપિલના સાંખ્યદર્શનમાં છે. યોગ સમજતા પહેલાં સાંખ્યને સમજવું અનિવાર્ય છે. સંખ્યા પરથી સાંખ્ય શબ્દ આવ્યો છે. કુદરતના તત્ત્વોની ગણતરી એટલે સાંખ્ય.
પાંચ મૂળભૂત તત્ત્વો છે; પૃથ્વી (Earth), જળ (Water), અગ્નિ અથવા તેજ (Fire), વાયુ (Gas) અને આકાશ (Space). આ પાંચેયની તન્માત્રા (Sense, ગુણધર્મો) છે; ગંધ (Smell), રસ (Taste), રૂપ (Sight), સ્પર્શ (Touch) અને શબ્દ (Hearing). આ પાંચ ગુણધર્મોના સંપર્ક માટે કુદરતે આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો આપી છે; નાક, જીભ, આંખ, ચામડી અને કાન.


જો કે સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો પોતે કંઇ જાતે કરી શકે તેમ નથી. એટલે કુદરતે સ્થૂળ કર્મેન્દ્રિયો મૂકી છે; હાથ, પગ, મોં, જનનેન્દ્રિય અને ઉત્સર્ગેન્દ્રિય. જે અનુક્રમે ઝાલવું, ચાલવું, જમવું, પ્રજોત્પત્તિ અને મળત્યાગ માટે છે.


આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો તમને બહારના વિશ્વ સાથે જોડે છે. તમારી પોતાની અંદરના વિશ્વનું શું? તેના માટે ચાર અંત:કરણ છે; મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
જ્ઞાનેન્દ્રિયોના સંકેતો ઝીલવા માટે મન આપ્યું. જેમ સ્ટિયરિંગ દ્વારા વાહનને ધારી દિશામાં દોડાવાય છે, તેમ બુદ્ધિ દ્વારા મનને લક્ષ્ય તરફ કેન્દ્રિત કરવાનું છે. જોયેલી અને જાણેલી વાતોને અગાઉની યાદો સાથે તપાસવી પડે. તે માટેનું ઉપકરણ એટલે ચિત્ત અથવા વિચારક્ષમતા (Thinking). મન, બુદ્ધિ અને ચિત્ત ઉપર શાસન કરનાર અધિકારી એટલે અહંકાર. અહંકાર ‘હું’ છું, તેવી સભાનતા અથવા અસ્મિતા. આમ ચારેય અંત:કરણ ક્રમશ: આગળના અંત:કરણને અનુસરે (Reporting relationship) છે.

ધ્યાન અને પ્રાણાયામનું અંતિમ લક્ષ્ય ચિત્ત છે, શરીર નથી. ચિત્ત એટલે ચિંતનવૃત્તિ. તમે જેવો વિચાર કરો છો, અંતે તેવા જ બનો છો!

આમ 5 તત્ત્વો, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંત:કરણો મળી કુલ 24 તત્ત્વો થયાં. જેને પ્રકૃતિ (Matter) કહે છે. સ્વભાવે જડ એવી પ્રકૃતિમાં ચેતનાનો સ્પર્શ થાય ત્યારે તે જાગૃત અને કાર્યરત થાય છે. આ પચીસમું તત્ત્વ એ ચેતન તત્ત્વ કે જીવાત્મા.


જે પિંડે તે બ્રહ્માંડે. બ્રહ્માંડ આ પચીસ તત્ત્વોનું બન્યું છે. સૂક્ષ્મજીવ અમીબાથી માણસ સુધી દરેક જીવનો પિંડ પણ આ જ પચીસ તત્ત્વોમાંથી બને છે, વિકસે છે અને અંતે તેમાં જ ભળી જાય છે. આ જીવનચક્ર નિરંતર ચાલતું રહે છે.

પ્રકૃતિના “નિરંતર જીવનયોગ”ને સમજવો અને
પ્રકૃતિ સાથે એકત્વ અથવા તાદાત્મ્ય કેળવવું તે યોગ!

holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- આ શરીર અને તેનું પર્યાવરણ કેવું અદ્ભૂત છે! બધું જ ઑટોમેટિક મશીનની જેમ ચાલે છે!
- કુદરતે મને આટઆટલું આપ્યું છે, હું બદલામાં શું આપી શકું? 
- હું કુદરત માટે બોજારૂપ ન બનું! તેનો એક અભિન્ન હિસ્સો બનું! 
- એ જ હશે, મારો પોતાનો નિસર્ગયોગ! 

પરિવાર-સાર

- જેમ મેઘધનુષ્યના રંગો એકબીજા સાથે સુંદર રંગોળી રચે છે!
- તે રીતે પરિવારની રંગોળીમાં હું સારી રીતે ભળી જાઉં! 
- પરિવારના દરેક સભ્યના ઉત્થાન દ્વારા કુટુમ્બનો સર્વાંગી ઉદ્ધાર કરીએ! 
- પારિવારિક સહકારનું સમીકરણ: 1+1=100

મેનેજમેન્ટ-મર્મ

- દરેક સાથી કુદરતની અનુપમ (Unique) રચના છે, તેનું આગવું સૌંદર્ય છે
- વિવિધતાને સમજીએ અને આવકારીએ 
- એક બીજાના સહયોગ દ્વારા બધા સાથીઓની ઊર્જા વધે 
- દરેક સાથીને સ્વતંત્ર વિકાસની સ્પેસ અને એનર્જી પૂરી પાડીએ
- એ રીતે સાધીએ પૂર્ણ વિકાસયોગ!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP