Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-17
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- તમારા દૈનિક રૂટિનમાં વ્યાયામ, પ્રાણાયામ, મનોરંજન અને આરામ માટે પૂરતો સમય છે?
- રાત્રે સૂતી વેળા દિવસ દરમ્યાન બનેલ ઘટનાઓનું ચિંતન કરો
- કોઇનું તમે દિલ દૂભવ્યું છે? ખરા દિલથી પસ્તાવો કરો. દિલગીરી વ્યક્ત કરતો મેસેજ આપો 
- કોઇએ તમારું મન દૂભવ્યું છે? તેને ક્ષમા આપો. મને કોઇ દુ:ખ નથી તેવો મેસેજ આપો  
- ઊંડા ઊંડા ધીમા શ્વાસ સાથે મનોમન ઇષ્ટદેવનો જપ કરો કે પ્રાર્થના સાંભળો. 

- પરિવાર તમારા મનનું પ્રથમ બાહ્ય વર્તુળ છે, જેની સહુથી ઊંડી અસર તમારા મન પર પડે છે
- આત્મીયતા (હું અને તમે એક આત્મા છીએ તેવો ભાવ!) બધા મનોવૈજ્ઞાનિક રોગોની અકસીર રસી છે
- ગમે તેવા વ્યસ્ત હો, તમારો પ્રાઇમ ટાઇમ પરીવારને આપો. રોજ શક્ય ન હોય તો અઠવાડિયે એક વાર 
- લાફીંગ ક્લબમાં જઇને કૃત્રિમ રીતે હસવા કરતાં પરિવારનાં કે પડોશનાં નાનાં ભૂલકાં જોડે ધિંગામસ્તી કરવી એ તણાવમુક્તિનો વધુ સારો ઉપાય છે

- (એમ્બિશન + કમ્પિટિશન + એક્શલન્સ) ‌‌‌–  વિઝડમ = સક્સેસ વિથ સ્ટ્રેસ 
- (એમ્બિશન + કમ્પિટિશન + એક્શલન્સ) + વિઝડમ = સક્સેસ વિધાઉટ સ્ટ્રેસ!
- તમારું બેન્ક બેલેન્સ તમને સલામતીનો અહેસાસ કરાવશે
- તમારું લવ બેલેન્સ તમને શાંતિનો ઘૂંટ પીવડાવશે. જીવનમાં બન્ને જરૂરી છે! 

વિચાર અને સ્વસ્થતાને સંબંધ ખરો?

  • પ્રકાશન તારીખ30 Jul 2018
  •  
સ્વસ્થ અને સંપૂર્ણ જીવનના ચાર પાયા: આહાર, વિહાર, વિશ્રામ અને વિચાર
ગીતાકારે અધ્યાત્મયોગમાં સંતુલિત અને સુખી જીવન માટે સમ્યક્ જીવનનો આદર્શ આપ્યો છે. સમ્યક્ એટલે સારી રીતે. આગળના ત્રણ અંકોમાં આપણે આહાર, પરિશ્રમ અને રમતગમતની વાત કરી. આજે અસ્તિત્વના ચોથા પરિબળ વિચારની વાત કરીએ.

ઉપનિષદમાં શરીરને રથની ઉપમા આપી છે. આંખ-કાન જેવી જ્ઞાનેન્દ્રિયો આ રથને ખેંચી જનારા ઘોડા છે. મન ઘોડાને કાબુમાં રાખનારી દોરી છે. બુદ્ધિને સારથિ કહ્યો છે.

ફ્રેન્ચ તત્ત્વવેત્તા રેને દેકાર્તનું જાણીતું વાક્ય છે, “કોજિટો અર્ગો સમ”. તેનો એવો અનુવાદ કરાય છે કે "માણસનું અસ્તિત્વ છે, કારણ કે તે વિચારે છે".
ઉપનિષદમાં શરીરને રથની ઉપમા આપી છે. આંખ-કાન જેવી જ્ઞાનેન્દ્રિયો આ રથને ખેંચી જનારા ઘોડા છે. મન ઘોડાને કાબુમાં રાખનારી દોરી છે. બુદ્ધિને સારથિ કહ્યો છે. શરીરરથનો માલિક આત્મા આ રથમાં સવાર છે. બે ઘડી આ રૂપક પર વિચાર કરો.
આપણી મોટાભાગની પ્રવૃત્તિ શરુ કઇ રીતે થાય છે? આપણે જે કંઇ જોઇએ, સાંભળીએ, સુંઘીએ કે અનુભવીએ ત્યાંથી, ખરું ને? પણ એ અનુભૂતિ તરફનું ખેંચાણ ક્યાંથી ઉદ્ભવે છે? મનમાંથી અલબત્ત. એટલે મનને અશ્વોને અંકુશિત કરતી લગામ કહી છે. મન વિકલ્પો સુઝાડે. બુદ્ધિ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે એટલે તેને શરીરરથનો સારથિ કહ્યો છે. જો કે ઇંદ્રિય, મન અને બુદ્ધિ એ બધા તો સાધનો છે. રથનો મૂળ માલિક જીવાત્મા છે. કારણ કે જેવો જીવ શરીર છોડે આ બધી બત્તીઓ આપમેળે ગૂલ થાય છે!
ગીતામાં જીવનના ચાર પુરુષાર્થ દર્શાવ્યા છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમે માનશો? આ પુરુષાર્થ ખૂબ જ પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે.
ધર્મ એટલે કે ઉત્કર્ષલક્ષી ધ્યેય (Goal)
અર્થ એટલે શુદ્ધ સાધનોનો સમન્વય (Means)
કામ એટલે ઇચ્છા-શક્તિ (Will power) અને
મોક્ષ એટલે સમર્પણ વૃત્તિ (Transcending Dedication).
કોઇપણ કામની શરૂઆત ઉદાત્ત ધ્યેયથી થાય છે. ધ્યેયને સિદ્ધ કરવા મેનેજમેન્ટના પેલા ચાર સાધનો મેન, મની, મટીરીયલ્સ અને મશીન જોઇશે. ત્રીજું પરિબળ છે, કામ અથવા ઇચ્છાશક્તિ અથવા વિલ પાવર કે મૉટિવેશન. તેના વિના બધાં સાધનો નકામાં છે. કાર્ય પૂરું થયા પછી તમારા પરિશ્રમનું ફળ સહુને વહેંચી દેવું અને ખુદ નવા લક્ષ્યની શોધમાં ચાલી નિકળવું તે મોક્ષ!
મિત્ર! આ કેવી ઇન્ટેલિજન્ટ સિક્વન્સ છે! જો માણસ આ આદર્શ સિક્વન્સ અનુસરે તો લાંબા ગાળાની અને સ્થાયી સફળતા અવશ્ય મળે. જો કે ક્યારેક આ ક્રમ તૂટે ત્યારે ગરબડ થાય. તો શું થાય?
ગીતાકાર આ વાતને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી સમજાવે છે. તે એટમબૉમ્બના ચેઇન રિએકશન જેવું છે. જેની સિક્વન્સ છે; સંગ ક્રોધ મોહ સ્મૃતિનાશ વિનાશ. મનને અવાસ્તવિક કે અનૈતિક વસ્તુનું વળગણ થાય. તેને સંગ કહે છે. આવા સંજોગોમાં તમને ધાર્યું પરિણામ ન મળે. તે વખતે તમે ગુસ્સે થાઓ. ક્રોધની અવસ્થામાં તમે વિવેકભાન ગુમાવી દો છો. જેને સ્મૃતિલોપ કહે છે. દા.ત. તમારી શું ક્ષમતા છે? તમારે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ? તે ભૂલાય. નિરાશાની અવસ્થામાં તમે ન બોલવાનું બોલી બેસો અથવા ન કરવાનું કરી બેસો. શાંતિથી વિચારો ત્યારે તમને અનેક સારા વિકલ્પો દેખાય.
ક્રોધ વિવેક અને વિકલ્પોનાં ઝરણાં સૂકવી નાંખનાર કાળઝાળ ઉનાળો છે. તેનાથી બચો!
તણાવની સીધી અસર હૃદય, મગજ અને પેટના અવયવો પર પડે છે. બ્લડપ્રેશર, ડાયાબીટિઝ અને સાઇકોલોજિકલ ડીસઓર્ડરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાં ખામીયુક્ત જીવનશૈલી ઉપરાંત તણાવનો પણ ફાળો છે.

કાર્ય પૂરું થયા પછી તમારા પરિશ્રમનું ફળ સહુને વહેંચી દેવું અને ખુદ નવા લક્ષ્યની શોધમાં ચાલી નિકળવું તે મોક્ષ!

યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ બહુ સુંદર વાત કરી છે. સુખી થવા ચાર અભિગમ સેવવા, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા.
1. તમને કોઇ સુખી માણસ મળે તો તેના સુખે સુખી થવું. તેની ઇર્ષ્યા ન કરવી પણ મૈત્રીભાવ સેવવો. 2. તમને દુ:ખી માણસ મળે તો તિરસ્કાર ન કરવો. દયાભાવથી તેનું દુ:ખ હળવું કરવા ઉપાય કરવો. 3. સદભાગ્યે જો કોઇ પુણ્યશાળી એટલે કે સજ્જન માણસ મળે તો તેની સંગતમાં પ્રસન્ન થવું. 4. એવું બને કે તમને જે મળે તે તમારી દૃષ્ટિએ સારો ન હોય. તેની નિંદા કરવાને બદલે મોં ફેરવી લેવું.
જીવન એક ચતુષ્કોણ છે.
તેની ચાર બાજુઓ આ રીતે સંકળાયેલી છે,
જેવો વિચાર તેવું મન; જેવું મન તેવી વૃત્તિ; જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ; જેવી પ્રવૃત્તિ તેવું જીવન!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- તમારા દૈનિક રૂટિનમાં વ્યાયામ, પ્રાણાયામ, મનોરંજન અને આરામ માટે પૂરતો સમય છે?
- રાત્રે સૂતી વેળા દિવસ દરમ્યાન બનેલ ઘટનાઓનું ચિંતન કરો
- કોઇનું તમે દિલ દૂભવ્યું છે? ખરા દિલથી પસ્તાવો કરો. દિલગીરી વ્યક્ત કરતો મેસેજ આપો 
- કોઇએ તમારું મન દૂભવ્યું છે? તેને ક્ષમા આપો. મને કોઇ દુ:ખ નથી તેવો મેસેજ આપો  
- ઊંડા ઊંડા ધીમા શ્વાસ સાથે મનોમન ઇષ્ટદેવનો જપ કરો કે પ્રાર્થના સાંભળો. 

પરિવાર-સાર

- પરિવાર તમારા મનનું પ્રથમ બાહ્ય વર્તુળ છે, જેની સહુથી ઊંડી અસર તમારા મન પર પડે છે
- આત્મીયતા (હું અને તમે એક આત્મા છીએ તેવો ભાવ!) બધા મનોવૈજ્ઞાનિક રોગોની અકસીર રસી છે
- ગમે તેવા વ્યસ્ત હો, તમારો પ્રાઇમ ટાઇમ પરીવારને આપો. રોજ શક્ય ન હોય તો અઠવાડિયે એક વાર 
- લાફીંગ ક્લબમાં જઇને કૃત્રિમ રીતે હસવા કરતાં પરિવારનાં કે પડોશનાં નાનાં ભૂલકાં જોડે ધિંગામસ્તી કરવી એ તણાવમુક્તિનો વધુ સારો ઉપાય છે

મેનેજમેન્ટ-મર્મ

- (એમ્બિશન + કમ્પિટિશન + એક્શલન્સ) ‌‌‌–  વિઝડમ = સક્સેસ વિથ સ્ટ્રેસ 
- (એમ્બિશન + કમ્પિટિશન + એક્શલન્સ) + વિઝડમ = સક્સેસ વિધાઉટ સ્ટ્રેસ!
- તમારું બેન્ક બેલેન્સ તમને સલામતીનો અહેસાસ કરાવશે
- તમારું લવ બેલેન્સ તમને શાંતિનો ઘૂંટ પીવડાવશે. જીવનમાં બન્ને જરૂરી છે! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP