Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-16
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- કોઇ એક મેદાની રમતમાં શોખ અવશ્ય કેળવો
- રમતનું મેદાન ચમત્કારિક દુનિયા છે, પગ મૂક્યા સાથે તે તમને બાળક બનાવી દેશે!
- રમ્યા પછી તન ચુસ્ત અને મન મસ્ત થવું જોઇએ. 
- જો તેવું ન થાય તો સમજવું કે તમે યોગ્ય ભાવના કે પદ્ધતિથી નથી રમી રહ્યા, રમતના મૂળ સિદ્ધાંતને ફરી જોઇ જાઓ
- સાત કલાકની ઊંઘ લીધા પછી તમે તાજગી ન અનુભવો તો સમજવું કે ઊંઘવાનો સમય કે રીત ખોટી છે, તેને સુધારો  

- રમવાની કોઇ ઉંમર ન હોઇ શકે, આબાલવૃદ્ધ સહુએ રમવું જોઇએ 
- તમારું બાળક રમતું નથી? તેની શારીરિક અને માનસિક વૃદ્ધિ જોખમમાં છે!
- આદર્શ કુટુમ્બ કે જ્યાં:  
- નિત્ય સમૂહભોજન, 
- નિત્ય સમૂહપ્રાર્થના 
- નિત્ય રમતોત્સવ થાય!   

- તમારા વ્યવસાયનું અગત્યનું કૌશલ્ય ક્યું? તેનો વિકાસ કરે તેવી રમત કઇ? 
- આ બે પ્રશ્નોના ઉત્તરો શોધી લેશો તો મેડિકલ રીપોર્ટ્સ અને બેલેન્સ શીટ બેઉ હેલ્ધી રહેશે!   
- સંસ્થામાં રમતગમતને પ્રોત્સાહન આપવું એ સંસ્થાના આરોગ્યને વધારવા બરાબર છે 
- રમતથી ખેલદિલી વધે છે. ખેલદિલી સફળતાને પચાવવા અને નિષ્ફળતાને જીરવી જવાની ઔષધિ છે
મેદાનમાં તંદુરસ્ત સ્પર્ધા કરનારા ઓફિસમાં પણ તંદુરસ્ત ફરિફાઇ કરશે! 

આરોગ્ય માટે રમતગમત અને વિશ્રામનું શું મહત્ત્વ છે?

  • પ્રકાશન તારીખ29 Jul 2018
  •  

ગીતાના સમ્યક્ આહાર, વિહાર અને વિશ્રામના સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યા છીએ. ગતાંકમાં આપણે ઉપયોગી પરિશ્રમની વાત કરી. આજે રમતગમત અને આરામના મહત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું.


વિહાર એટલે પગેથી ચાલવું. જો કે તમે માત્ર ચાલ્યે જ રાખો તો કોઇવાર કંટાળો આવે! એવો કોઇ રચનાત્મક પરિશ્રમ કરી શકાય કે જેમાં આનંદ પણ મળે? તમારા રુટિનમાંથી તમે મુક્ત થઇ શકો? આ સવાલમાંથી રમતનો વિચાર ઉદ્ભવ્યો હશે.

દોડ-કૂદ, તરણ, હોકી, ફૂટબૉલ કે બાસ્કેટબૉલ જેવી આઉટડૉર રમતો અને જીમ્નાસ્ટિક્સ કે બેડમિન્ટન જેવી ઇન્ડોર રમતો શરીરને વ્યાયામ સાથે મનને આનંદ આપે છે. રમતગમતથી સહજ રીતે લડાયક વૃત્તિ સાથે હારજીતને ખેલદીલીથી પચાવવાની ભાવના કેળવાય છે.

આપણે ખેલકૂદમાં વિશ્વમાં ખૂબ પાછળ છીએ. ઓલિમ્પિક મેડલની યાદીમાં છેલ્લેથી જુઓ ત્યારે આપણું નામ મળે. આ મહેણું ટાળવું જ રહ્યું. સ્વામી વિવેકાનંદનું પ્રખ્યાત વાક્ય છે, "તમે ફૂટબૉલ રમવાથી ગીતાને વધુ સારી રીતે સમજી શકશો". આ વાક્યનો ભાવાર્થ લેવો જોઇએ. સ્વામીજીએ ગીતા વાંચવાની ના નથી પાડી. તેમણે કર્મયોગના સિદ્ધાંતને પ્રેક્ટિકલી સમજવા ફૂટબૉલ રમવા સલાહ આપી છે.


દોડ-કૂદ, તરણ, હોકી, ફૂટબૉલ કે બાસ્કેટબૉલ જેવી આઉટડૉર રમતો અને જીમ્નાસ્ટિક્સ કે બેડમિન્ટન જેવી ઇન્ડોર રમતો શરીરને વ્યાયામ સાથે મનને આનંદ આપે છે. રમતગમતથી સહજ રીતે લડાયક વૃત્તિ સાથે હારજીતને ખેલદીલીથી પચાવવાની ભાવના કેળવાય છે. તમારા મિત્રો પૈકી જે રમતવીર હોય તેની સાપેક્ષમાં રમતમાં ભાગ ન લેતા હોય તેવા મિત્રની વર્તણૂંક સરખાવી જુઓ. તમને સ્પોર્ટ્સમેન સ્પીરીટ શબ્દનો ભાવાર્થ અને સ્વામીજીનો ગૂઢાર્થ બેઉ સમજાઇ જશે.


રમતમાં મશગૂલ નાનકડાં ભૂલકાંઓને ધ્યાનથી જોયા છે? રમતનું શબ્દનું મૂળ આનંદ છે. જે આનંદ ન આપે તેને રમત જ નથી. જે તનની સહનશક્તિ વધારવા સાથે મનનો વિકાસ અને ચિત્તને પ્રફુલ્લિત કરે તે આદર્શ રમત. દિવસ દરમ્યાન થયેલા ખાટા-કડવા અનુભવો રમતના મેદાનમાં પરસેવા સાથે વહી નીકળે છે. ઉદાસી, ઇર્ષ્યા અને નિંદા જેવા વિષકણોનું વિરેચન થઇ જવાને લીધે મન હળવું ફૂલ થઇ જાય છે. બ્રીજ, ચેસ કે કેરમ જેવી બેઠી રમતો માનસિક વ્યાયામ માટે સારી હશે પણ તેને ઉત્તમતાની કક્ષામાં ન મૂકી શકાય.


રમત, રૂપિયા અને મીડિયાના સગવડીયાં નાતરાંથી જન્મેલ કેટલીક આધુનિક સ્પર્ધાઓ રમતની ભાવનાના મૂળમાં કુઠારાઘાત સમાન છે. રમતગમત સાથે સીધો નાણાંકીય લાભાલાભ જોડવાથી તે રમત મટી જુગાર બની જાય છે.


માણસ માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને આવશ્યક છે. દિવસભરના કામકાજ પછી શરીર આરામ માંગે તે સ્વાભાવિક છે. અપૂરતી ઊંઘ શરીર માટે શારીરિક અને માનસિક રોગનું કારણ બની શકે. તેનાથી અપચો અને પેટના અનેક રોગો થઇ શકે છે. તે જ રીતે વારંવારના ઉજાગરા તમારા સ્વભાવને ચીડીયો બનાવી શકે છે. સામાન્ય માણસ માટે છ થી સાત કલાકની ઊંઘ પૂરતી ગણાય. જો કે ઊંઘના કલાક કરતાં ક્વૉલીટી મહત્ત્વની છે.


વ્યાયામ, આહાર અને ઊંઘની ગુણવત્તાને સીધો સંબંધ છે. તમે પરિશ્રમ કરશો તો ભૂખ લાગશે. ભૂખ લાગશે તો સારી રીતે જમાશે. જો સારી રીતે જમાશે તો સારી ઊંઘ આવશે. પરિશ્રમને પણ ઊંઘ સાથે સીધો હકારાત્મક નાતો છે. સામાન્ય રીતે વાતાવરણમાં ઓછો ઘોંઘાટ હોય છે એટલે રાતની ઊંઘ વધુ સારી ગણાય છે. જો કે રાતપાળીમાં કામ કરનારને દિવસે ઊંઘવું પડે.

વ્યાયામ, આહાર અને ઉંઘની ગુણવત્તાને સીધો સંબંધ છે. તમે પરિશ્રમ કરશો તો ભૂખ લાગશે. ભૂખ લાગશે તો સારી રીતે જમાશે. જો સારી રીતે જમાશે તો સારી ઉંઘ આવશે. પરિશ્રમને પણ ઉંઘ સાથે સીધો હકારાત્મક નાતો છે.

વહેલા સૂવું અને વહેલા ઊઠવું ઊંઘ માટેના બે ગૉલ્ડન રૂલ્સ છે. રાત્રિ ભોજન પચાવવા માટે જમ્યા પછી બે ત્રણ કલાક હળવી પ્રવૃત્તિ જરૂરી છે. એટલે રાત્રે સંધ્યા સમયે વાળુ કરી લેવું જોઇએ. જેથી દસ વાગે આરામથી સૂઇ શકાય. રાત્રે જમવામાં મોડું થાય તો હળવો સુપાચ્ય ખોરાક લેવો જોઇએ.


ઊંઘ અને માનસિક શાંતિને પણ ઉંડો સંબંધ છે. શારીરિક થાક સારી ઊંઘ માટેની નિર્દોષ ઔષધિ છે. તનાવગ્રસ્ત મન ઊંઘનું વેરી છે. સ્નાન, ધ્યાન અને હળવું સંગીત કે વાંચન ઉત્તમ ઊંઘ માટેનાં ત્રણ નિર્દોષ ઔષધો છે. એક ગ્લાસ હૂંફાળા દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી મધ ભેળવી પીવાથી ઊંઘ સારી આવે છે. સુતાં પહેલાં ઇષ્ટદેવનું ધ્યાન અને મંત્ર-જપ ચિંતા હરે છે અને મનને શાંતિ આપે છે. મનગમતું હળવું સંગીત કે પસંદગીના પુસ્તકના થોડાં પાનાં તમને એક જુદી દુનિયામાં ખેંચી જાય અને ઊંઘ લાવવામાં મદદ કરે.
પૂર્ણ આરોગ્યસુખનાં ત્રણ સિદ્ધાંત: રમો, જમો અને વિરમો!
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

- કોઇ એક મેદાની રમતમાં શોખ અવશ્ય કેળવો
- રમતનું મેદાન ચમત્કારિક દુનિયા છે, પગ મૂક્યા સાથે તે તમને બાળક બનાવી દેશે!
- રમ્યા પછી તન ચુસ્ત અને મન મસ્ત થવું જોઇએ. 
- જો તેવું ન થાય તો સમજવું કે તમે યોગ્ય ભાવના કે પદ્ધતિથી નથી રમી રહ્યા, રમતના મૂળ સિદ્ધાંતને ફરી જોઇ જાઓ
- સાત કલાકની ઊંઘ લીધા પછી તમે તાજગી ન અનુભવો તો સમજવું કે ઊંઘવાનો સમય કે રીત ખોટી છે, તેને સુધારો  

પરિવાર-સાર

- રમવાની કોઇ ઉંમર ન હોઇ શકે, આબાલવૃદ્ધ સહુએ રમવું જોઇએ 
- તમારું બાળક રમતું નથી? તેની શારીરિક અને માનસિક વૃદ્ધિ જોખમમાં છે!
- આદર્શ કુટુમ્બ કે જ્યાં:  
- નિત્ય સમૂહભોજન, 
- નિત્ય સમૂહપ્રાર્થના 
- નિત્ય રમતોત્સવ થાય!   

મેનેજમેન્ટ-મર્મ

- તમારા વ્યવસાયનું અગત્યનું કૌશલ્ય ક્યું? તેનો વિકાસ કરે તેવી રમત કઇ? 
- આ બે પ્રશ્નોના ઉત્તરો શોધી લેશો તો મેડિકલ રીપોર્ટ્સ અને બેલેન્સ શીટ બેઉ હેલ્ધી રહેશે!   
- સંસ્થામાં રમતગમતને પ્રોત્સાહન આપવું એ સંસ્થાના આરોગ્યને વધારવા બરાબર છે 
- રમતથી ખેલદિલી વધે છે. ખેલદિલી સફળતાને પચાવવા અને નિષ્ફળતાને જીરવી જવાની ઔષધિ છે
મેદાનમાં તંદુરસ્ત સ્પર્ધા કરનારા ઓફિસમાં પણ તંદુરસ્ત ફરિફાઇ કરશે! 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP