Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-49
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- કલ્પના કરું.....
- મારું નામ ભારત
- મારી જાતી ભારતીય
- મારો ધર્મ ભારતભક્તિ 
અને 
- મારું જીવન ભારતસેવા હોય!     

- મા ભારતીની સાક્ષીએ સંકલ્પ કરું
- દેશનાં જળ, જમીન, હવા અને આકાશ મારા ઘરના ચાર થાંભલા!
- ક્યાંથી કેટલું લઇ શકું માત્ર તેટલું જ નહીં પણ..
- ક્યાં કેટલું કરી શકું તે પણ યાદ રાખું! 

- ચાર પ્રતિજ્ઞા
- ક્વૉલિટીના ભોગે પ્રૉફિટ નહીં જ!
- પર્યાવરણના ભોગે પ્રગતિ નહીં જ! 
- અનીતિના માર્ગે આવક નહીં જ! 
- બીજાના આંસુ સાથે જાતનો આનંદ નહીં જ!  

રાષ્ટ્રીય ચારિત્ર્યના નિર્માણમાં પંચકોષ વિજ્ઞાનની શી ભૂમિકા હોઇ શકે?

  • પ્રકાશન તારીખ31 Aug 2018
  •  

રાષ્ટ્રયોગ-૧
ગીતા આપણા સમાજજીવન અને નીતિમત્તાના મૂલ્યોનો સંદર્ભગ્રંથ છે. તે રીતે એ રાષ્ટ્રીય અસ્તિત્વની કરોડરજ્જુ છે. ગીતા વેદ અને ઉપનિષદની અગત્યની વાતોનો સાર છે. ઉપનિષદમાં પંચકોષનું વિજ્ઞાન છે. તેના માધ્યમથી આપણે પર્યાવરણ-દર્શન કર્યું. આજે એક સમર્થ અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણમાં પંચકોષ દર્શન કરીએ.

ભવિષ્યમાં જો ફરી ભારત વિશ્વગુરુ બનશે તો તેના પાયામાં બે વિદ્યા હશે, આયુર્વેદ અને યોગ! આ બન્નેનો મૂળાધાર વનૌષધિ અને પ્રાકૃતિક સંપદા છે!

રાષ્ટ્રદેવનું દર્શન:
સમર્થ, સ્વસ્થ અને સંસ્કારી રાષ્ટ્રના નિર્માણમાં ગીતાનું અધ્યાત્મ દર્શન કેવી રીતે ઉપયોગી નિવડી શકે? તે આપણો રસનો વિષય છે. અસ્મિતા દર્પણના પિસ્તાળીસમા અંકમાં માણસની પર્સનાલિટીનું દર્શન કર્યું હતું. આજે ભારતમાતાનાં દિવ્ય સ્વરૂપની કલ્પના કરીએ. ભારતમાતાની આંખ કોણ અને કાન કોણ? માભોમના હૃદયમાં કોણ અને તેના હાથપગ કોણ? તેના પંચકોષ ક્યા ક્યા હશે! આ બહુ રસપ્રદ કલ્પના છે!
જ્ઞાનેન્દ્રિય
સંસ્થા/તંત્ર
કાર્ય
આંખ
સંસદ
સમતોલ વિકાસ
કાન
શિક્ષણ
જ્ઞાન
નાક
આરોગ્ય
સુખાકારી
જીભ
કલા સાહિત્ય
મનોરંજન
ત્વચા
રમતગમત
શિસ્ત, ઘડતર
કર્મેન્દ્રિય
સંસ્થા
કાર્ય
મોં
ન્યાય તંત્ર
ન્યાય
હાથ
પોલીસ,સેના
સુરક્ષા
પગ
જાહેર સેવા
જાહેર વ્યવસ્થા
ઉત્સર્ગેન્દ્રિય
વ્યાપાર ઉદ્યોગ
આર્થિક વ્યવહાર
જનનેન્દ્રિય
પ્રજા
ઉત્તમ જનસંપદા
અંત:કરણ
તંત્ર
કાર્ય
મન:સંકલ્પ
મીડીયા
જનજાગૃતિ
બુદ્ધ:નિર્ણય
એક્સ્પર્ટ્સ
પુખ્ત અભિપ્રાય
ચિત્ત: વિચાર
ચિંતકો, સર્જકો
રચનાત્મક વિચારો
અહંકાર:અસ્મિતા
નાગરિક
રાષ્ટ્રગૌરવ
કોષ
તંત્ર
કાર્ય
અન્નમય
કૃષિ, પશુપાલન
પોષણ
પ્રાણમય
પર્યાવરણ
હવા પાણી
મનોમય
ચિંતકો, શિક્ષકો
બૌદ્ધિક વિકાસ
વિજ્ઞાનમય
નેતૃત્વ, સુધારકો
સંસ્કાર
આનંદમય
સર્જકો
રચનાત્મક આનંદ
કલ્પના કરો કે આ બધા અંગો સ્વસ્થ અને સબળ બને તો! ભારતમાતાને વિશ્વગુરુ બનતાં કોણ રોકી શકે?
અન્નમય કોષ:
કહે છે કે વેદિક યુગમાં ભારતમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી! જો કે આજે આવું તમને એન.આર.આઇ. પાસેથી સાંભળવા મળે. “ભાઇ, અમારે ત્યાં અનાજ, પાણી અને ફ્રૂટ કે શાકભાજીની ક્વૉલિટી બહુ જ સારી! કોઇ ભેળસેળ જોવા ન મળે”.
રાષ્ટ્રનો અન્નમય કોષ કૃષિ, પશુપાલન અને વનસંપદા છે. જેમાંથી પોષણ, બળ અને આરોગ્ય મળે છે. દરેક માતા અને બાળ પુષ્ટ અને સ્વસ્થ બને.
પ્રાણમય કોષ:
અન્ન પચાવવા અને ઊર્જા મેળવવા પ્રાણવાયુ જોઇએ. જે વાતાવરણમાંથી મળે. ઑક્સિજનનો રોજેરોજ વરસાદ વરસાવતા વૃક્ષદેવો ભારતમાતાનો પ્રાણદેહ છે! આ માત્ર બાયોડાઇવર્સિટીનો બૌદ્ધિક મામલો નથી. દરેક જીવ કોઇને કોઇ રીતે બીજાના જીવનનો આધાર છે!
ભવિષ્યમાં જો ફરી ભારત વિશ્વગુરુ બનશે તો તેના પાયામાં બે વિદ્યા હશે, આયુર્વેદ અને યોગ! આ બન્નેનો મૂળાધાર વનૌષધિ અને પ્રાકૃતિક સંપદા છે!
મનોમય કોષ:
વિચારે તે માણસ! રેને દેકાર્ત કહે છે, Cogito ergo sum! હું છું કારણ કે હું વિચારું છું.
ઇતિહાસ ગવાહ છે, જે સભ્યતાએ વિચાર રુંધ્યો છે, તેનો વિનાશ થયો છે.
મુક્ત વિચાર થાય. સ્વસ્થ સંવાદ થાય. વિચારોનું સૌહાર્દપૂર્ણ આદાન-પ્રદાન થાય. માત્ર એટલું જ નહી! મનમાં શુભ અને મજબૂત સંકલ્પો ઊઠે અને તેને સાકાર કરવા સહુ એક થાય, નેક થાય
તે સવાયો રાષ્ટ્રધર્મ!

સુધારાવાદી પવને ભારતમાતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા, જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવા દૂષણોથી મુક્ત કરી ન હોત તો આપણે હજુયે કોણ જાણે કઇ સદીમાં જીવતા હોત!

વિજ્ઞાનમય કોષ:
સત્યનો સ્વિકાર તે વિજ્ઞાન! સમયના પ્રવાહ સાથે સમાજમાં સારી નરસી બાબતો આવતી રહે. સારી વાતોને નિખારવી અને નબળી વાતોને વીણી વીણીને દૂર કરવી રહી. જે સમાજને સુધારકો મળતા રહે તે સ્વસ્થ રહે!
સુધારાવાદી પવને ભારતમાતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા, જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવા દૂષણોથી મુક્ત કરી ન હોત તો આપણે હજુયે કોણ જાણે કઇ સદીમાં જીવતા હોત! તુલસી, નરસી, મીરા અને કબીર જેવા કવિસંતો, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ જેવા ચિંતકો, ટિળક, ગાંધી અને સરદાર સમા રાષ્ટ્રસેવકો જેવા અસંખ્ય તારલાઓ ભારતમાતાના ભાલ પરનાં સૌભાગ્ય તિલકમાં ચમકે છે!
સાંપ્રદાયિક ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ અને નીતિમત્તાનો હ્રાસ જેવા આજની સમસ્યાઓને ભરી પીવા નવા ક્રાંતદૃષ્ટાઓ મળી રહે તે માટે માભોમની હાકલ પડી છે! જો તું સુણે તો દોડી આવ!
આનંદમય કોષ:
આનંદ જીવનનો મૂળાધાર છે. માણસ જે કંઇ કરે તે આનંદ માટે. પ્લેઝર કે જોય અને આનંદ વચ્ચે અંતર છે. પહેલાં કહેલા શબ્દો મોટેભાગે માણસના બાહ્ય પર્યાવરણને સ્પર્શે છે. જેમ કે, તમે આઇસ્ક્રીમ ખાઓ તો જીભને મજા પડે. જો તમે એ જ પૈસામાંથી કોઇ જરુરીયાતમંદ માતાને અન્ન વસ્ત્ર આપો તો તમારું અંતર રાજી થાય.
અંતરનો રાજીપો તે જ આનંદ!
આનંદના બે પાસાં છે, રચનાત્મકતા અને સાર્થકતા! તમે કોઇ નવું અને સારું કામ કરો અને તમારા પરિશ્રમનું ઉપયોગી પરિણામ જોવા મળે તો આનંદ થાય. કાવ્ય, નાટ્ય, સંગીત અને ચિત્ર-શિલ્પકામ દ્વારા સર્જનાત્મક અભિવ્યક્તિનો આનંદ મળે.
આનંદનો સૌથી અદ્ભૂત અને નિર્દોષ પ્રકાર ક્યો? વિસ્મયનો આનંદ! નાનકડું બાળક જ્યારે આકાશમાં ચાંદામામાને જુએ ત્યારે જે આનંદ પામે તેવો પાવન આનંદ કોઇ નવું વૈજ્ઞાનિક સત્ય ખોળી કાઢતો વિજ્ઞાની અનુભવે છે!
સર્જકો અને વૈજ્ઞાનિકો ભારતમાતાના વિસ્મય સ્વરૂપ આનંદકોષના નિર્માતા છે. જે રાષ્ટ્રમાં સર્જનશીલતા અને વિજ્ઞાનનિષ્ઠા જીવતી રહે તે (અને તે જ) મહાન બની શકે!
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- કલ્પના કરું.....
- મારું નામ ભારત
- મારી જાતી ભારતીય
- મારો ધર્મ ભારતભક્તિ 
અને 
- મારું જીવન ભારતસેવા હોય!     

પરિવાર-સાર

- મા ભારતીની સાક્ષીએ સંકલ્પ કરું
- દેશનાં જળ, જમીન, હવા અને આકાશ મારા ઘરના ચાર થાંભલા!
- ક્યાંથી કેટલું લઇ શકું માત્ર તેટલું જ નહીં પણ..
- ક્યાં કેટલું કરી શકું તે પણ યાદ રાખું! 

મેનેજમેન્ટ-મર્મ

- ચાર પ્રતિજ્ઞા
- ક્વૉલિટીના ભોગે પ્રૉફિટ નહીં જ!
- પર્યાવરણના ભોગે પ્રગતિ નહીં જ! 
- અનીતિના માર્ગે આવક નહીં જ! 
- બીજાના આંસુ સાથે જાતનો આનંદ નહીં જ!  

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP