Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-12
 • સમગ્ર
 • સ્વ-અર્થ
 • પરિવાર-સાર
 • મેનેજમેન્ટ-મર્મ
 • ત્રણ સંકલ્પ લઇએ અને પાળીએ
  • સત્યમ્: સાચું બોલીશ, ઓછું બોલીશ અને બોલેલું પાળીશ
  • શિવમ્: મારાથી બને તેટલું ભલું કરીશ, કોઇનું અહિત તો નહીં જ કરું
  • સુંદરમ્: રોજ કંઇક નવું શીખવા અને સમજવા પ્રયાસ કરીશ  
 • સત્યમ્: સંબંધોમાં પ્રામાણિકતા હોય,  દંભ ગાયબ હોય
 • શિવમ્: કદર કરીએ, કાળજી લઇએ અને સ્નેહ આપીએ
 • સુંદરમ્: સમગ્રતા એ જ સુંદરતા
 • સમગ્રતાની બે ચાવી છે, સંપ અને સહકાર   
 • સત્યમ્: નીતિ, ન્યાય અને કાયદાને અનુસરીએ, સાથીઓ પણ મૂલ્યોને અનુસરે તે માટે પ્રેરણા અને માર્ગદર્શન આપીએ
 • શિવમ્: પર્યાવરણને નુકશાન ન પહોંચે તેની કાળજી લઇએ
 • આંતરિક: સ્વસ્થ મેનેજમેન્ટ સંબંધો, સહકાર, નવું નવું કરવાનો ઉમંગ, રચનાત્મક મૂલ્યો  
 • સુંદરમ્: નવા સંશોધન અને અભિગમને આવકારીએ  

રોજિંદા જીવનમાં ધર્મનું પાલન કરવું શક્ય છે? કઇ રીતે?

 • પ્રકાશન તારીખ25 Jul 2018
 •  

એક પ્રેરક વાર્તા છે. ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી સોમનાથની યાત્રાએ પધાર્યાં હતાં. તેમણે ખૂબ વૈભવી રીતે સોમનાથજીની પૂજા કરી. જો કે તેમને પ્રત્યક્ષ દર્શન ન થયાં. તેવામાં એક અત્યંત ગરીબ ડોશીમા આવ્યાં. તેમણે ભાવથી સોમૈયાદાદાને વંદન કર્યા અને કેડે બાંધેલી મેલીઘેલી કાપડની થેલીમાંથી તાંબાનો એક સિક્કો ઠાકોરજીને ધરાવ્યો. પ્રસન્ન થયેલા સોમનાથજીએ પેલા વૃદ્ધ માતાને આશીર્વાદ આપ્યા.

એ તે કેવી મૂર્ખ કલ્પના કે પરમાત્મા ટેક્સ વસૂલ કરી બ્લેક મનીને વ્હાઇટ કરી દેતા હોય! સત્ય અને ન્યાયનું સ્વરૂપ ગણાતા ઇશ્વર અપ્રામાણિક રીતે કમાયેલા ધનનો સ્વિકાર ન જ કરે.

આ જોઇ મીનળદેવીને ક્ષોભ થયો. તેમણે પ્રભુને ઊંડા મનોભાવથી પ્રાર્થના કરી. “હે પ્રભુ, મેં આટલા વાનાં કર્યાં, લાખો સોનામ્હોરો અને રત્નો-મોતીઓ ભેટ ચઢાવ્યાં. તો પણ આપ રાજી ન થયા અને આ ડોશીએ એક તાંબીયો મૂક્યો અને તમે રીઝી ગયા?” સોમનાથજીએ ઉત્તર વાળ્યો, “એ વૃદ્ધાએ પરસેવાની કમાણીમાંથી બચાવેલી એક કોરી, જે તેનું સર્વસ્વ હતું તે મને સમર્પણ કર્યું છે. જ્યારે ગરીબ પ્રજા ઉપરના કરવેરામાંથી બનેલા રાજકોષમાંથી એક નાનો અંશ તેં અહિંયા મૂક્યો છે. એ ડોશીનું સમર્પણ તારા કરતાં ચઢીયાતું છે!”


મોટે ભાગે ધર્મ અને વ્યવહારને જુદા જુદા (piecemeal) જોવાની આપણને ટેવ છે. જેમ કે વ્યવહારમાં આપણે બેઇમાનીથી પૈસો કમાઇએ અને તેમાંથી થોડો ભાગ ધાર્મિક કાર્યમાં દાન કરી દઇએ. પછી એવું માની લઇએ કે હિસાબ ચોખ્ખો થઇ ગયો! એ તે કેવી મૂર્ખ કલ્પના કે પરમાત્મા ટેક્સ વસૂલ કરી બ્લેક મનીને વ્હાઇટ કરી દેતા હોય! સત્ય અને ન્યાયનું સ્વરૂપ ગણાતા ઇશ્વર અપ્રામાણિક રીતે કમાયેલા ધનનો સ્વિકાર ન જ કરે.


બે શબ્દો છે, ભગવદભીતિ (God fearing) અને ભગવદ્પ્રીતિ (God loving). અલબત્ત ભગવદ્પ્રીતિ સારો વિકલ્પ છે. જ્યારે તમે ઇશ્વરને પ્રેમ કરો છો ત્યારે અમે તેની દરેક રચનાને પ્રેમ કરો છો. તમારો ડર તો આપોઆપ નીકળી જાય છે પણ તે સાથે બ્રહ્માંડના અણુઅણુ સાથે નિ:સ્વાર્થ નાતો બંધાય છે. જેનાથી ઊલ્ટું ડરપોક વ્યક્તિ શંકા અને શત્રુતાના વમળમાં ફસાયેલી રહે છે.


ભગવાન આદિ શંકરાચાર્યે (અને મહર્ષિ કણાદે) ‘ધર્મ’ની વ્યાખ્યા આપતાં કહ્યું છે, “જેમાં સૌનું હિત સમાયેલું હોય અને જે કરવાથી અભ્યુદય (Holistic growth) થાય તે ધર્મ!” ગીતાકાર તો ધર્મને કર્તવ્ય કહે છે.

આપણા સહુની હાલત પાર્થ જેવી છે. સમાજમાં વ્યાપ્ત દૂષણો અને બદીઓથી ત્રસ્ત સજ્જનો ફરિયાદો કરતા રહે છે. કોઇને જાતે કંઇ કરવું નથી. “ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” મંત્રનો આપણે અવળો અર્થ લીધો છે. જાણે કે કોઇ તારણહાર આવશે અને આપણો ઉદ્ધાર કરશે. એવી નમાલી વૃત્તિથી શું વળે? આ વાત તો થઇ સમાજમાં વ્યાપ્ત અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડવાની. રોજિંદા જીવનમાં પણ ધર્મને ઘૂંટવાનો અવકાશ છે.
જે કરીએ તેમાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ નો સમન્વય કરીએ. સત્યમ્ એટલે નીતિયુક્ત, શિવમ્ એટલે સારું અને સુંદરમ્ એટલે આનંદ આપે તેવું.


સત્યનાં બે પાસાં છે, વ્યવહારુ સત્ય (Practical Truth) અને શાશ્વત સત્ય (Universal Truth). સ્થળ, સમય અને સંજોગો સાથે બદલાતા રોજબરોજના નીતિનિયમો, કાયદા-કાનુન અને સંસ્થાના પ્રૉટોકોલ વ્યવહારુ સત્ય છે. પરંતુ સત્ય-અહિંસા જેવા સનાતન અને વૈશ્વિક ઋત અચળ છે.


‘શિવમ્’ એટલે સારું. જે આપણા માટે સારું હોય પણ બીજાને હાનિકારક હોય તેને શિવમ્ ન કહી શકાય.


સુંદરતાની વ્યાખ્યા તો માણસે માણસે બદલાય. મહાકવિ ભવભૂતિના શબ્દોમાં સુંદરતા એટલે “સતત નવું ને વધુ સારું સ્વરૂપ લેવાની કુદરતની વ્યવસ્થા!”

ભગવાન આદિ શંકરાચાર્યે (અને મહર્ષિ કણાદે) ‘ધર્મ’ની વ્યાખ્યા આપતાં કહ્યું છે, “જેમાં સૌનું હિત સમાયેલું હોય અને જે કરવાથી અભ્યુદય (Holistic growth) થાય તે ધર્મ!”

દરેક વિચાર અથવા કાર્યને વારાફરતી આ ત્રણ ગરણે ગાળો અને પછી અમલમાં મૂકો. દા.ત. તમારે વાત કરવી છે. બોલતાં પહેલાં તમે શબ્દને સત્યની કસોટીએ ચકાસો. તમે જે બોલવા માંગો છો, તે ખાત્રીપૂર્વક જાણ્યું છે? જો ના તો તેને પડતું મૂકો. જો હા તો બીજી કસોટીએ ચકાસો. તે બોલવામાં લોકોનું અને તમારું હિત છે? જો કોઇને પણ હાનિ થતી હોય તો તમારી વાતમાં હજુ કોઇ ખામી છે. તમારી વાતને સુધારો. જો સત્ય અને શિવ બન્ને પરીક્ષા પાસ થાય તો સુંદર રીતે અભિવ્યક્ત કરો. ગરણાંનો આ ક્રમ ફરજીયાત છે!


મિત્રો! રોજિંદા જીવનમાં સત્યમ્-શિવમ્-સુંદરમ્ ની કસોટી દાખલ કરો. ક્રોધ, હિંસા કે લોભ જેવી નબળી વૃત્તિઓ આપોઆપ નિર્મૂળ થશે. પરોપકાર, મૈત્રીપૂર્ણ વ્યવહાર અને રચનાત્મક-સર્જનાત્મક દિશાઓ ખૂલતી જશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તનો અનુભવાશે. તેને ઇશ્વરનો સાક્ષાત્કાર કહી શકાય!


સાકર શરબતમાં ઓગળેલી હોય છે. એટલે જ તમને શરબત ભાવે છે. તે રીતે ધર્મ જીવનમાં ઓગળેલું તત્ત્વ છે. જેનાથી જીવન મધુર અને પોષક બને છે. ધર્મને રોજિંદા જીવનમાંથી અલગ કરી જ ન શકાય.

સ્વ-અર્થ
 • ત્રણ સંકલ્પ લઇએ અને પાળીએ
  • સત્યમ્: સાચું બોલીશ, ઓછું બોલીશ અને બોલેલું પાળીશ
  • શિવમ્: મારાથી બને તેટલું ભલું કરીશ, કોઇનું અહિત તો નહીં જ કરું
  • સુંદરમ્: રોજ કંઇક નવું શીખવા અને સમજવા પ્રયાસ કરીશ  
પરિવાર-સાર
 • સત્યમ્: સંબંધોમાં પ્રામાણિકતા હોય,  દંભ ગાયબ હોય
 • શિવમ્: કદર કરીએ, કાળજી લઇએ અને સ્નેહ આપીએ
 • સુંદરમ્: સમગ્રતા એ જ સુંદરતા
 • સમગ્રતાની બે ચાવી છે, સંપ અને સહકાર   
મેનેજમેન્ટ-મર્મ
 • સત્યમ્: નીતિ, ન્યાય અને કાયદાને અનુસરીએ, સાથીઓ પણ મૂલ્યોને અનુસરે તે માટે પ્રેરણા અને માર્ગદર્શન આપીએ
 • શિવમ્: પર્યાવરણને નુકશાન ન પહોંચે તેની કાળજી લઇએ
 • આંતરિક: સ્વસ્થ મેનેજમેન્ટ સંબંધો, સહકાર, નવું નવું કરવાનો ઉમંગ, રચનાત્મક મૂલ્યો  
 • સુંદરમ્: નવા સંશોધન અને અભિગમને આવકારીએ  

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP