સ્ટ્રેટેજી & સક્સેસ પ્રકાશ બિયાણી / એન્જિનિયરિંગ કુશળતાનું દૃષ્ટાંત : એસ. શેખર વાસન

article by prakash biyani

Divyabhaskar.com

Dec 04, 2019, 04:30 PM IST
સ્ટ્રેટેજી & સક્સેસ પ્રકાશ બિયાણી
બેંગલુરુની સન્સેરા એન્જિનિયરિંગ દેશ અને દુનિયાની દિગ્ગજ ઓટોમોબાઈલ અને એરોસ્પેસ નિર્માતાઓ માટે જટિલ અને હાઈ ક્વોલિટી પ્રિસિશન કમ્પોનન્ટ્સ બનાવે છે. સન્સેરા એન્જિનિયરિંગના ગ્રાહકોમાં સુઝુકી, હાર્લિ ડેવિડસન, યામાહા, ડુકાટી, વોક્સવેગન, જનરલ મોટર્સ, ટોયોટા, હોન્ડા જેવી ગ્લોબલ ઓટોમોબાઈલ કંપનીઓથી લઈને દેશની દિગ્ગજ કંપનીઓ જેમ કે બજાજ, હીરોકોર્પ, કિર્લોસ્કર, મહિન્દ્રા, મારુતિ, રોયલ ઈનફિલ્ડ, અશોક લેલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. કંપની એરોસ્પેસ ઉદ્યોગને સિટિંગ અને કાર્ગો સિસ્ટમ પણ સપ્લાય કરે છે.
બે ડઝનથી વધારે ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ એવોર્ડ્સથી સન્માનિત સન્સેરા એન્જિનિયરિંગે એક રેકોર્ડ બનાવ્યો છે. વીતેલાં ઘણાં વર્ષોથી કંપનીનો બિઝનેસ વાર્ષિક 20 ટકા ગ્રોથ સાથે 2018માં 1185 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે 10 વર્ષ પહેલાં માત્ર 210 કરોડ રૂપિયા હતો. કંપનીના બેંગલુરુ, માનેસર(હરિયાણા), પૂણે અને પંતનગરમાં
7 સ્ટેટ ઓફ ધ આર્ટ મેન્યુફેક્ચરિંગ અને મશીનરી પ્લાન્ટ્સ છે. 4500થી વધારે કર્મચારીઓની સન્સેરા એન્જિનિયરિંગના પ્રમોટર્સ એસ. શેખર વાસન, એફ.આર. સિંઘવી, દેવપ્પા દેવરાજ અને ઉન્ની રાજગોપાલ છે.
સન્સેરા એન્જિનિયરિંગના સંસ્થાપક એસ. શેખર વાસને 1975માં આઈઆઈટી, મદ્રાસમાંથી મેટલર્જિક એન્જી.માં બી.ટેક કર્યા પછી એક એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા. આ નોકરી કરતા તેમણે આઈઆઈએમ, બેંગલુરુમાંથી એમબીએનો અભ્યાસ પણ કર્યો. ટેક્નિકલની સાથે મેનેજમેન્ટ શિક્ષણ અને નોકરીએ તેમણે પ્રેરિત કર્યા કે તેઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એન્ટ્રી લે. 1981માં મારુતી સુઝુકીની સ્થાપના થઈ, પણ શરૂઆતમાં તેમણે સુઝુકી તરફથી મળનારી કિટ્સથી દેશમાં કાર એસેમ્બલ કરી. 1986માં એસ. શેખર વાસને એક લાખ રૂપિયાની સીડ કેપિટલથી સન્સેરા એન્જિનિયરિંગની સ્થાપના કરી અને તેના એક વર્ષ પછી મારુતિ સુઝુકીએ ભારતમાં નિર્મિત કમ્પોનન્ટ્સથી કાર બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે મારુતિ સુઝુકી પાસેથી 5 હજાર રોકર આર્મ સપ્લાય કરવાનો ઓર્ડર મેળવ્યો, પણ ત્યારે તેમની માસિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા એક હજાર નંગ જ હતી. વાસને વર્કશોપમાં પોતે મોરચો સંભાળ્યો અને સમયસર ઓર્ડર પૂરો કર્યો. બે વર્ષ પછી વર્કિંગ કેપિટલની જરૂર પડી તો તેમણે ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્ર- એફ.આર. સિંઘવી, દેવપ્પા દેવરાજ અને ઉન્ની રાજગોપાલ 6.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને તેમના એક્ટિવ બિઝનેસ પાર્ટનર બન્યા. ત્યારબાદ શેખર વાસને વાહનોના જટિલ કમ્પોનન્ટ્સ સો ટકા એક્યુરસીથી બનાવવા ટેક્નિકલ અને પ્રોફેશલ એન્જિનિયરિંગ ટીમ બનાવી. 1996થી 2015 વચ્ચે અડધો ડઝનથી વધારે પ્લાન્ટ્સ સ્થાપ્યા. ત્યાં ઈન્સ્ટોલ્ડ થનારાં 450થી વધારે મશીનો પણ તેમણે જ ડિઝાઇન અને એસેમ્બલ કરી. એન્જિન કમ્પોનન્ટ્સ બનાવનાર યુરોપના માપદંડને અપનાવ્યા. બોઈંગ કમર્શિયલ પ્લેનના કમ્પોનન્ટ્સ બનાવવાની દક્ષતા મેળવી. આ બધાનું ફળ છે કે ઘણી મલ્ટિનેશનલ વાહન નિર્માતા કંપનીઓ ત્રણ દશકાઓથી સન્સેરા એન્જિનિયરિંગની ગ્રાહક છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદી અને તેજીનો દોર ચાલતો રહે છે. આ ઉદ્યોગમાં સતત ગ્રોથ સુનિશ્ચિત કરવા સન્સેરા એન્જિનિયરિંગે નવા અને જટિલ કમ્પોનન્ટ્સ બનાવવાની અદ્્ભુત ક્ષમતા વિકસિત કરી. તેનું શ્રેય એસ. શેખર વાસનને જાય છે.
[email protected]
X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી