લેખક વરિષ્ઠ પત્રકાર છે. તેમની ડેઇલી કોલમ ‘મેનેજમેન્ટ ફંડા’ દરરોજ સાડા ત્રણ કરોડ લોકો વાંચે છે.

ઓનલાઇન ડેટાને ઓફલાઈન પ્રવૃતિઓ સાથે સાંકળવા જોઇએ

  • પ્રકાશન તારીખ11 Sep 2018
  •  

ગરીબીના દુષ્ચક્રને તોડવા માટે સરકાર ઘણી યોજનાઓ લાવે છે. શિક્ષણ માટે છાત્રવૃત્તિથી લઈને યુવાનો માટે પ્રોફેશનલ કોર્સીસનું મફત શિક્ષણ અને નાના ઉદ્યોગકારો માટે ગોટ ફોર્મ સ્થાપિત કરવા માટે સહાયતા આપવી જેવી ઘણી યોજના સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કુલ 750થી વધુ આવી યોજનાઓ છે. અરજીકર્તા માત્ર પોતાની વાર્ષિક અાવક, રહેઠાણનું એડ્રેસ અને શૈક્ષણિક લાયકાતની માહિતી ભરી દે તો વેબસાઈટ પર તેમને મળનારી બધી જ યોજનાઓનું લિસ્ટ આવી જાય છે. પરંતુ, જાગૃતિના અભાવ સાથે અન્ય મુખ્ય સમસ્યા ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની છે.

કલ્યાણ યોજઓની માહિતી આપવાની સાથે આર્થિક ધોરણે વર્ગીકરણ પણ કરે છે જેના આધારે જાણી શકાય કે કયા નાગરિક કઈ યોજનાના હકદાર છે. અહીં તેમણે પ્રક્રિયા ઉંધી કરી દીધી. નાગરિકોને ઓનલાઇન ફોર્મ ભરવાનું અઘરું કામ ન કરવું પડે તે માટે તેમણે ગામવાસીઓ પાસે ઓફલાઈન ફોર્મ ભરાવીને અને પછી તે માહિતી વેબસાઈટ પર નોંધવાનો નિર્ણય કર્યો

આ સિવાય વેબસાઈટ પર લોગ ઇન કરવા માટે ટેક્નોસેવી લોકોની સંખ્યા લગભગ નજીવી છે. આ કારણથી 29વર્ષીય આઈએએસ અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર અને મહારાષ્ટ્રના ખેડ તાલુકાના ડેપ્યુટી કલેકટરનું પદ સંભાળી રહેલા આયુષ પ્રસાદે એક પહેલ કરી છે. જેના દ્વારા તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે, દરેક પરિવાર સુધી સરકારની ઓછામાં ઓછી એક યોજના પહોંચાડી શકાય અને તેમનું જીવનધોરણ ઉપર લાવી શકાય.આ સાથે જ તેઓ પુણેથી 60 કિમિ દૂર આવેલા ઘોડેગાંવમાં ચાલતી સંકલિત આદિવાસી વિકાસ પરિયોજનાના પણ હેડ છે તેથી તેમણે ખાનગી સંસ્થા મહારાષ્ટ્ર નોલેજ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કરીને એક પોર્ટલ લોન્ચ કર્યું, જેમાં સરકાર દ્વારા ચાલતી બધી જ યોજનાઓની જાણકારી નાગરિકોને મળી રહે છે.

કલ્યાણ યોજઓની માહિતી આપવાની સાથે આર્થિક ધોરણે વર્ગીકરણ પણ કરે છે જેના આધારે જાણી શકાય કે કયા નાગરિક કઈ યોજનાના હકદાર છે. અહીં તેમણે પ્રક્રિયા ઉંધી કરી દીધી. નાગરિકોને ઓનલાઇન ફોર્મ ભરવાનું અઘરું કામ ન કરવું પડે તે માટે તેમણે ગામવાસીઓ પાસે ઓફલાઈન ફોર્મ ભરાવીને અને પછી તે માહિતી વેબસાઈટ પર નોંધવાનો નિર્ણય કર્યો. એક વાર વ્યક્તિ વ્યક્તિગત પ્રોફાઈલનું અધ્યયન કરી લે, ત્યારે તેને મળનારી કલ્યાણ યોજનાઓનું લિસ્ટ સામે આવી જાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસના હસ્તાક્ષર અને ફોટો વાળું આ લિસ્ટ તમને યોજના સંબંધિત વિભાગ કે અધિકારી સુધી લઇ જાય છે અને યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ પણ આપે છે.


પરંતુ, આ સરળ ન હતું. શ્રમશક્તિ મુખ્ય પ્રશ્ન હતો. આ સસમયે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ સૂર્યા કાર્તિક અને જયંતીલાલ બાગડા કાર્યક્રમોના અમલીકરણ માટે સ્વંયસેવક તરીકે આગળ આવ્યા. તેમના લક્ષ્ય વર્તુળમાં પુણે જિલ્લાના જુન્નાર અને ઘોડેગાંવ તાલુકાના 123 ગામોના 20 હજાર લાભાર્થીઓ હતા. તેઓ જાણતા હતા કે, આટલા પરિવારો સુધી પહોંચવું અઘરું છે, તેથી, તેમણે ગ્રામ્ય યુવાઓને કોમ્પ્યુટર શિક્ષણ આપનાર સરકારના એડવાન્સ લર્નિંગ સેંટર્સની મદદ લીધી. આ કવાયતની સફળતા સુનિશ્ચિત કરવા માટે સૂર્યા અને જયંતિલાલે પ્રત્યેક લાભાર્થી દીઠ વોલિયેન્ટર્સને 70 રૂપિયાનું પ્રોત્સાહક વેતન આપવાનો નિર્ણય કર્યો. આ પહેલ શરૂ થયાના એક જ અઠવાડિયામાં આ ટીમ 500 ખેડૂત પરિવારોની તેમને લગતી યોજના શોધીને મદદ કરી શકી.

હવે બે બાબતો થઇ- વચોટિયાઓ અને એજન્ટો ભાગી ગયા અને જેને કોઈ દિવસ ગ્રામવાસીઓએ જોયા પણ ન હતા તેવા સરકારી અધિકારીઓ આ પહેલના કારણે ગામમાં દેખાવા લાગ્યા હતા.
ફંડા એ છે કે, ઓનલાઇન ડેટાને ઓફલાઈન પ્રવૃતિઓ સાથે સાંકળીને ગરીબીના દુષ્ચક્ર પર હુમલો કરી શકાય છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP