માત્ર આપણા યોગ્ય વલણથી જ પરિવર્તન આવી શકે છે

article by n. raghuraman

એન. રઘુરામન

Sep 10, 2018, 03:06 PM IST

શનિવારે છત્તીસગઢના નારાયણપુર જતી વખતે રાયપુરથી 175 કિલોમીટર દૂર મક્રીખુઆ સ્થિત મક્રી ઢાબા પર ચા પીવા રોકાયો હતો, કારણ કે એક તરફની યાત્રા જ પાંચ કલાકની હતી. 1961માં કોઇ મોહિંદર સિંહ આહૂજા દ્વારા સ્થાપિત આ ઢાબા હાઈવે પર હોવાને કારણે ધૂળના પ્રદૂષણથી બચી શક્યો નહોતો. પણ, તેનો આકાર આમંત્રિત કરતો લાગે છે. ઢાબાની અંદર નજર કરીએ તો તમને તેના સંચાલનની રીતમાં ખરાપણાની અનુભૂતી થશે. પણ, જ્યારે હું ટૉયલેટમાં ગયો તો મને ધક્કો લાગ્યો હતો. તે ગંધાતુ હતું અને આંખને ખુંચતું હતું.

મજાની વાત આ હતી કે આહૂજા પરિવારની ત્રીજી પેઢીના સિમરનજીત સિંહને હું મળ્યો, જેમણે એક દાયકા કરતા વધારે સમય ન્યૂઝીલેન્ડની આઇટી ઇન્ડસ્ટ્રીમાં ગાળ્યો હતો અને તેઓ વર્તમાન સ્થાનથી માત્ર 500 મીટર દૂર સ્ટાર હોટલ બનાવવા ઉત્સુક હતા

મારી પાસે કોઇ વિકલ્પ નહી હોવાને કારણે મેં તેનો ઉપયોગ કર્યો હતો પણ, મેં જોયું કે ઢાબાના માલિકે ટૉયલેટને સાફ રાખવાનો સારો પ્રયાસ કર્યો હતો. તમામ યૂરિનલમાં સેન્સર લાગે હતા, જે ઉપયોગ બાદ પોતાની મેળે સફાઇ કરી દેતા હતા. પણ વિટંબણા આ હતી કે પાન-મસાલાના ઘણા રેપર યૂરિનલમાં ઠાંસી દેવામાં આવ્યા હતા, જેનાથી જાણવા મળે છે કે ત્યાં આવનારા આપણે પુરુષ મહેમાન બહુઆયામી હતા અને એક વારમાં ઘણી વસ્તુઓ કરવાનું કૌશલ્ય ધરાવતા હતા – ટૉયલેટનો ઉપયોગ કરવાની સાથે જ મસાલાનું પાઉચ ખોલવું, તેને મોંઢામાં નાખવુ અને પછી રેપરને સેન્સરમાં ઠાંસવું. તે બિચારું મશીન શું કરી શકે. સ્વાભાવિક છે કે તે બગડી ગયુ અને ઢાબા વાળાઓએ તેને ચુપચાપ યૂઝરોના ભરોસા પર છોડી દીધુ હતું.


મજાની વાત આ હતી કે આહૂજા પરિવારની ત્રીજી પેઢીના સિમરનજીત સિંહને હું મળ્યો, જેમણે એક દાયકા કરતા વધારે સમય ન્યૂઝીલેન્ડની આઇટી ઇન્ડસ્ટ્રીમાં ગાળ્યો હતો અને તેઓ વર્તમાન સ્થાનથી માત્ર 500 મીટર દૂર સ્ટાર હોટલ બનાવવા ઉત્સુક હતા, જેમાં તે તમામ સવલતો હોય, જેમની ઊંચી ચૂકવણી કરનારા અને વીઆઈપી મહેમાન માગ કરે છે.


અનેક કારણોસર તે હાઈવે પર વીઆઈપીની આવન-જાવન ચાલુ રહે છે. મેં સારી સવલત ઉપલબ્ધ કરાવવાના તેમના વિચારની પ્રસંશા કરી હતી કારણ કે અંતે તો સમગ્ર વસતીમાં સ્ટાર સવલતો મેળવવાની ઇચ્છા હોય છે. પણ મારો આવો વિચાર રવિવારે સવાર સુધી જ રહ્યો જ્યારે મેં રાયપુરની કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં પ્રવેશ કર્યો.


હું જેવો મારી હોટલના રૂમની બહાર આવ્યો તો જોયું કે એક વ્યક્તિ પોતાની સૂટકેસ સાથે રૂમના દરવાજાની વચ્ચે ફસાઇ ગઇ છે. હું દોડીને તેની મદદ કરવા પહોંચ્યો. મેં સૂટકેસને રૂમની અંદર ધકેલતા તેને બહાર આવવા કહ્યું. તેના બંને હાથમાં સામાન હોવાને કારણે, હું રૂમની અંદર તે સૂટકેસ લેવા ગયો હતો જેને મેં અંદર ધક્કો માર્યો હતો.


તેના રૂમની અંદર એક નજર કરતા મેં જોયુ કે તે ત્યાં કેવી અસ્ત-વ્યસ્ત રીતે રોકાયો હતો. બધુ વિખરાયેલુ હતું. તમામ ટૉવેલ ઉપયોગમાં લેવાયા હતા.હું વિચારવા લાગ્યો કે એક વ્યક્તિ એક દિવસમાં આટલા ટૉવેલ કેવી રીતે વાપરી શકે છે. બે બેડશીટ ફરશ પર કેટલાક કાળા નિશાન સાથે પડી હતી. જેનાથી ખબર પડતી હતી કે તેનો ઉપયોગ જૂતા સાફ કરવામાં થયો હતો.
એક આઉટડોર શૂટિંગ વખતે મારી મુલાકાત બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે તેમની મેકઅપ વેનમાં મુલાકાત થઇ હતી. મેં ઉપયોગ બાદ તેમને પેપર ટૉવેલથી વૉશ બેસિન સાફ કરતા જોયા. જ્યારે મેં તેમને કારણ પુછ્યું તો તેમણે કહ્યું,ક્યારેક-ક્યારેક મારા મહિલા સહકલાકાર પણ મારી મેકઅપ વેન ઉપયોગ કરવાની મંજૂરી માગે છે.

કારણ કે તેમની પાસે આ સુવિધા નથી હોતી. આઉટડોર લોકેશનમાં સારા વૉશરૂમની સુવિધા ઉપલબ્ધ નથી હોતી ત્યારે મને સારૂ લાગે છે કે હું તેમને સ્વચ્છ સુવિધા આપું. મેં તે દિવસે જોયું કે મેકઅપ વેનની સુવિધાનો ઉપયોગ કનારા અન્ય લોકો અથવા ઓછામાં ઓછું અમિતાભ બચ્ચન માટે સ્વચ્છ છોડીને જાય છે.

ફંડા એ છે કે ફંડા એ છે કે જો સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવું હોય તો એક વડાપ્રધાન કંઇ નહીં કરી શકે, માત્ર આપણું વલણ જ અપેક્ષિત પરિવર્તન લાવી શકે છે.

[email protected]

X
article by n. raghuraman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી